Book Title: Adhyatmik Nibandho
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 267
________________ ૨૪૨ : આધ્યાત્મિક નિબંધ સ્વરુપ શ્રી ગુરુમાં પ્રેમ આવે છે. એ પ્રેમ વિકસે છે અને પૂર્ણતા તરફ જાય છે. એ પ્રભુસ્વરૂપ શ્રી ગુરુ પ્રત્યે અમૃત સ્વરૂપ પ્રેમ ભક્તિ પામીને પ્રભુપ્રેમી કોઈ અન્ય ઉપાધિરૂપ વસ્તુની ઈચ્છા કરતે નથી; સંગ-વિયેગ કે ખેદજનક પ્રસંગમાં શેક કરતે નથી; નિંદા, અપમાન, અવગણના આદિ વિષમ નિમિત્તો હોવા છતાં દેષ કે ક્રોધ કરતું નથી તથા તે કઈ પદાર્થમાં પ્રીતિ આસક્તિ કરતા નથી. કેમકે તેની પ્રેમભક્તિ કામના યુક્ત નથી. તે દોષના નિરોધ સ્વરૂપ છે. શાંડિલ્ય : છે જ્યારે પ્રભુ પ્રત્યે પ્રેમનું આકર્ષણ ઊંડાણમાં જઈ વધે છે ત્યારે પ્રેમને વિકાસ ત્રણ અવસ્થામાં થાય છે તે સત્ય છે. પ્રથમ અવસ્થામાં હૃદયમાં ઉદ્ભવતી પ્રેમની ભીની, કેમળ અને પાતળી લાગણી ઉમાભર્યા પ્રેમમાં તીવ્રપણે પરિણમે છે. તેની બીજી અવસ્થામાં તે લાગણી ઝળહળ સ્વરૂપી પ્રેમમાં સ્થિર થાય છે અને છેલ્લી અવસ્થામાં પ્રભુ પ્રત્યેના અતિ પ્રેમમાં ભળી જઈ પ્રભુ સાથે એકરૂપ થાય છે. સંત કબીર (વચનાવલીમાંથી) = જે ઘટ પ્રેમ ન સંચરે સે ઘટ જાન મસાન, જૈસે ખાલ લેહાર કી સાંસ લેત બિનુ પ્રાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286