________________
પ્રેમ સંબંધી વચનામૃત : ૨૪૭,
સ્વામી વિવેકાનંદ : ણિ પ્રેમ બીજા પાસેથી કંઈ મેળવવાની ઇચ્છા કરતું નથી, તે તે
સદા આપવાની વૃત્તિવાળો છે. વુિં પ્રેમ છે ત્યાં ભય નથી, પ્રેમ સર્વ દેષની નિવૃત્તિ કરે છે. શિ પ્રભુને ડર રાખવે ત્યાંથી ધર્મને આરંભ થાય છે અને પ્રભુમાં પૂર્ણ પ્રેમ કરે ત્યાં ધર્મની પૂર્ણતા હોઇ મૌનતા છે.
માતાજી (પડીચેરી) = પ્રેમ એ વિશ્વની મહાન શક્તિઓમાંની એક છે. એ શક્તિ
સ્વનિર્ભર છે, અને જે વ્યક્તિઓ દ્વારા તે આવિર્ભાવ પામે છે ત્યાં તે સ્વતંત્રપણે કાર્ય કરે છે.
પ્રેમની શક્તિ વિશ્વવ્યાપી છે, માટે તે અચેતન છે એ એને અર્થ નથી. ઊલટું એ શક્તિ પરમ ચેતનામય અને જ્ઞાનયુક્ત હોય છે.
પ્રેમના મૂળ સનાતન તત્વમાં આસક્તિ, વાસના, સ્વામિત્વની ભૂખ, આત્મ પરાયણ લેપતા એ બધાંમાંનું કાંઈ હોતું નથી.
પ્રેમ પિતાના વિશુદ્ધ રૂપમાં, મનુષ્યના અંતરાત્માની ભગવાન સાથે મિલનની ઝંખનારૂપ જ હોય છે. એ ઝંખના નિરપેક્ષ હોય છે, કોઈ પણ ગણતરીથી પર હોય છે.
પ્રેમના દૈવી સ્પર્શથી તેનામાં રહેલાં બધાં ઉદાત્ત અને સુંદર ત જાગૃત બને છે, વિસ્તાર પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org