Book Title: Adhyatmik Nibandho
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 273
________________ ૨૪૮ : આધ્યાત્મિક નિબંધ પ્રેમના મૂળ સ્વરૂપ પ્રત્યે અને તેના સત્ય પ્રત્યે જેનું અંતર ખુલ્લુ નહિ થયુ. હાય, તે ભગવાનની સમીપ નહિ જઈ શકે. જ્ઞાન માના અનુયાયીએ પણ એક એવી ભૂમિકા ઉપર આવીને અટકે છે કે જ્યાંથી આગળ ગતિ કરવા માટે તેમણે પ્રેમની ભૂમિકામાં પણ પ્રવેશ કરવાનેા રહે છે. પ્રભુ ભક્ત : જેમ રાગ કરવાથી રાગ વધે છે, દ્વેષ કરવાથી દ્વેષ વધે છે, ક્રોધ કરવાથી ક્રોધ વધે છે, અભિમાન કરવાથી અભિમાન વધે છે, માયા કપટ કરવાથી માયા કપટ વધે છે, ઈર્ષ્યા કરવાથી ઇર્ષ્યા વધે છે, લેભ કરવાથી લેાલ વધે છે, તેમ જ પ્રેમ કરવાથી પ્રેમ વધે છે, પ્રેમની દોરી સુદૃઢ ને મજબુત થાય છે અને પ્રેમ ઉત્તરોત્તર વિકાસ પામીને પૂર્ણતા સુધી પહોંચે છે. જી પ્રભુપ્રેમથી આત્મજ્ઞાન પમાય છે, આત્મજ્ઞાન એ જ સર્વ શ્રેષ્ઠ પ્રકાશ છે, આત્મામાં લીન રહેવું એ પરમપવિત્ર તીથ છે, તેમાં જ પરમ સુખને શાંતિ સમાયેલાં છે. U પ્રેમ એ દિવ્ય આનંદના ઝરે છે. શાશ્વત આત્મશાંતિના દૂત છે. પ્રેમના અપૂર્વ સાધનથી પૂર્ણતા પામી સ્વરૂપની પ્રકૃષ્ટ શુદ્ધતામાં લીન થવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286