________________
૨૪૬ : આધ્યાત્મિક નિબંધો
છે અને તેને લીધે તે પ્રભુને જોઈ શકે છે ને તેને દિવ્ય
ધ્વનિ સાંભળી શકે છે. છે સૂફમ દેહમાં રહેલા પ્રેમમય આત્મા પ્રભુ સાથે વાત કરે છે
અને પ્રભુને સાક્ષાત્કાર પ્રાપ્ત કરે છે. પ્રેમના ફળરૂપે પ્રભુપ્રેમીના દેહ, હૃદય ને આત્મા વિશુદ્ધ થઈ પવિત્રતાને પામે છે. a પ્રભુપ્રેમના બે ઉત્તમ લક્ષણે છે. ૧. તે જગતની વિમૃતિ કરાવે છે. પ્રભુ પ્રત્યેના ગાઢ
પ્રેમમાં દુન્યવી વસ્તુઓ વિલય પામે છે, અર્થાત્ દષ્ટિ.
ગોચર થતી નથી. ૨. જે પિતાને અત્યંત પ્રિય છે એવા દેહ પ્રત્યેને મમત્વ
ભાવ અર્થાત્ મારાપણું છૂટી જાય છે અને દેહાત્મબુદ્ધિ ટળી જાય છે. ઓ મા! મને તારા પ્રેમમાં મસ્ત કરી દે. જ્ઞાન ને તક કરવાની મને શી જરૂર છે? તારા પ્રેમ પીયૂષમાં મને
તરબોળ કરી દે. શું આ જગતને વિષે આનંદ અર્થે કેટલાક હસે છે, કેટલાક રડે છે ને કેટલાક નૃત્ય કરે છે. જિસસ, બુદ્ધ, મેઝીઝ ગૌરાંગ વગેરે તારા પ્રેમ પીયૂષમાં ચકચૂર બન્યા હતા તે હે મા! તેઓની સુખપ્રદ હરોળમાં બેસીને આવું પરમ સુખ પ્રાપ્ત કરવા હું ક્યારે ભાગ્યશાળી થઈશ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org