________________
રરર : આધ્યાત્મિક નિબંધ રહસ્યનું ચમત્કારિક માહાસ્ય અને તેની વિસ્મયકારક અપૂર્વતા તેને યથાયોગ્યપણે બરાબર સમજાયાં છે; કહે કે ઈષ્ટ મિયાત્રામાં સફળતાએ ને શીવ્રતાએ આગળ આગળ ડગ ભરી પૂર્ણતા પર્યત પહોંચવાના નિમિત્તો હવે તેને હસ્તગત થયાં છે, અથવા ઠેઠ સુધી પહોંચવા માટે, અગાઉ પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાની ઊંચામાં ઊંચી અને ટૂંકામાં ટૂંકી વ્યાખ્યામાં કહી બતાવેલ હદયની સંપણ, બુદ્ધિની સોંપણી અને ઇચ્છાની સંપણી, તે કેવી રીતે કરવી તેની સમજણની બારી ઉઘડી ગઈ છે અથવા “મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત” એવું જે અતિ અતિ કઠણ દેખાતું કાર્ય તે કેવી રીતે સહેલાઈથી બની શકે તેની ચાવી તેને પ્રેમના બળે પ્રભુકૃપાથી સંપ્રાપ્ત થઈ છે. તે અનુપમ ચાવીથી આવરણે અને અંતરાનાં વિદ્ધરૂપ તાળાં જલદીથી ખેલતાં જવાની તેનામાં તત્પરતા વધી છે, તેના ઉમંગ અને ઉત્સાહ અંદરમાં ન સમાવી શકાય તેવી સ્થિતિમાં આવતાં જાય છે તથા તેની તાલાવેલીનું માપ અમાય તરફ ઢળતું જાય છે.
પ્રથમ તો આ પ્રેમીભક્ત પિતે જોયેલાં અને અનુભવેલાં રહસ્યોની સંક્ષિપ્ત નેધ કરે છે, પછી તે રહોની જાણકારીથી જે કંઈ ઉલાસપૂર્ણ આનંદિત ભાવે તેના અંતરમાં ઊગ્યા છે, તે શબ્દોમાં સહજ ઉતરી જાય છે. એ શબ્દચિત્રનું સ્વરૂપ કંઈક આ પ્રમાણે છે :–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org