________________
૧૯૦ : આધ્યાત્મિક નિબધા
જ એક સત્ય આધારરૂપ છે એ લક્ષ થાય તા તે શુભ ક્ષણ પણ ધન્ય છે, કેમ કે કણકણુના સ ́ચયથી જેમ મણ થાય છે તેમ પ્રેમના અશઅશ મળવાથી તે પૂર્ણ થાય છે.
પ્રભુના પ્રેમી, પ્રભુના ભક્ત અને પ્રભુનાં પાવનકારી ચરણેામાં તલ્લીન થયેલા પ્રેમી પુરુષ સંત મહાત્મા મીરાંબાઈની જેમ વેરથી માલેલ ઝેરના કટારા પશુ લહેરથી અને નિ યપણે ગટગટાવી જાય છે, અને આશ્ચયકારક વાર્તા તા એ છે કે વિષ અમૃત અની જાય છે. જોવા જેવુ છે કે સ'ત મીરાંબાઈના પ્રભુપ્રેમ, પ્રભુ• શ્રદ્ધા અને પ્રભુ પ્રત્યેની અપ ણુતા કેવી અદ્દભુત અને ઉત્કૃષ્ટ હશે! તેની ભક્તિ વિના આવી શક્તિ આવે કયાંથી? વળી પ્રભુપ્રેમનું માહાત્મ્ય પણ કેવુ. વિસ્મયજનક કે વિપત્તિ વેળાએ પ્રભુને પેાતાના પ્રેમીનુ” રક્ષણ કરવા આવવું પડે છે. પ્રભુ પ્રેમીનાં દુ:ખ હરી લે છે એનું
આ અતિ ઉજજવળ અને જ્વલંત દૃષ્ટાંત છે. પ્રભુપ્રતિ પ્રેમ જેટલા ઊંચા, પ્રભુશ્રદ્ધા જેટલી બળવાન અને પ્રભુ અપણુતાના ભાવ જેટલા ઉન્નત તેટલા પ્રમાણમાં પ્રભુની ગુપ્ત સહાય મળે એ નિયમ છે. બીજી રીતે જોઈ એ તા ભગવાનના પ્રેમી તિરસ્કાર, ધુત્કાર, નિ'દા, નિર્દયતા, અવહેલના, અથવા અપમાનરૂપ ઝેરના પ્યાલેા પીતાં આંચકા અનુભવતા નથી, ખેદને આધીન થતે નથી તેમ પ્રતિકાર કરવાના વિકલ્પ સુદ્ધાં કરતા નથી. તે અપમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org