________________
પ્રેમ અને પૂર્ણતા : ૨૦૮
આ ભેદ જાણનાર પુરુષ તો પ્રેમસમાધિની ઉત્કૃષ્ટ અભિલાષાવાળો હોય છે અને તેવા પ્રકારની ધ્યાનસમાધિમાં જવા માટેનાં ઉપકારી નિમિત્તો શોધતો રહે છે. હૃદયપૂર્વકની તેની શોધમાં તે કારણે પણ તેને વહેલા વા મોડા મળી રહે છે, જે સંબંધે આગળ જણાવવામાં આવશે; તે ઉપરાંત પ્રેમસમાધિ એટલે શું? તે વિષય માટેની જાણકારી થવા અર્થે વિવેચન સહિતની માહિતી પણ આગળના વિભાગમાં આપવામાં આવશે.
હવે બોધવચનમાં આગળ શું કહે છે તે જોઈએ. જે જ્ઞાનીને ઈચ્છે છે........” એ વચનેના ભાવમાં પ્રેમ સ્પષ્ટપણે આવી જાય છે તે સમજવું અઘરું નથી, કેમકે પ્રેમ વગર કેઈ કેઈને ઈચ્છતું નથી. જેને જેનામાં પ્રેમ હોય છે. તે તેને ઈચ્છે છે એ નિયમ છે. અહીં પરમાર્થ પ્રેમી મુમુક્ષુને જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રેમ હોવાથી તે તેમને જ ઈરછે છે, તેમને જ કલ્યાણકારી સમાગમ ચાહે છે. અત્ર એટલું વિશેષ રૂપષ્ટ સમજવું કે જ્ઞાની પુરુષમાં પ્રેમ એટલે તેમના પાર્થિવ દેહ પ્રત્યે પ્રેમ નહીં પણ તેમના પવિત્ર થયેલ દેહમાં વિરાજમાન શુદ્ધ ચિતન્ય સ્વરૂપ, સહજાનંદી, નિરગી ને નિવિકારી પવિત્રાત્મા પ્રત્યે પ્રેમ. વળી દયા, શાંતિ, સમતા, ક્ષમાદ ગુણ તથા વિતરાગતાના પ્રાગટયથી આત્મા, નિર્મળ આત્મા, શુદ્ધાત્મા કે પવિત્રાત્મા બની જાય છે, એ પવિત્રાત્મા જે દેહમાં વિરાજિત હેય તે દેહ પણ ધન્ય બને છે, પવિત્ર બને આ, ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org