________________
આત્માનુભૂતિ ઃ ૧૬૧ “ભગવત્ તીર્થકરના નિગ્રંથ, નિથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતને અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રૂચિથી, શ્રી તીર્થકરના આશ્રયથી અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. પુરૂષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમકૃપાળુ કહે છે તેમ જ મેક્ષમાગે છે, તેમ જ મોક્ષમાર્ગ હોય તે પુરૂષનાં લક્ષણાદિ પણ વીતરાગપણની સિદ્ધિ કરે છે, જે વીતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય અને તે જ પુરૂષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા યોગ્ય હેય.”' શ્રીમદ રાજચંદ્ર (વ. ૭૭૧)
આ ઉપરથી સ્પષ્ટ સમજાય તેવું છે કે અચળ પ્રેમ અને સમ્યફ પ્રતીતિની સુંદર જોડી આત્માનુભૂતિથી માંડી પૂર્ણ શુદ્ધતા સુધીનું કાર્ય સિદ્ધ કરવા સમર્થ છે. સપુરૂષ પ્રત્યેના વિકસતા જતા પ્રેમથી પ્રેમસમાધિ આવે છે અને પ્રેમસમાધિના પરિણામે આત્મસમાધિ, આત્મશાંતિ અનુભવમાં આવે છે.
જિસસ ક્રાઈસ્ટ કહે છે -પ્રભુ જે મહાપુરૂષને મોકલે છે, તે પ્રભુનાં જ વચનો અને સિદ્ધાંતે કહે છે; માટે તમે તેને પ્રેમથી ચાહે. તેનામાં શ્રદ્ધા કશે અને તેની આજ્ઞાનું આરાધન કરે. પ્રભુ એમ કહે છે કે “જે તમે મને
આ. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org