________________
૧૧૮ : આધ્યાત્મિક નિબંધ સ્વજનોની કાળજીભરી સારવાર છતાં આયુષ્યને બંધ પૂરા થતાં ધર્મશ્રવણ કરી ધર્મભાવમાં રહી તેણે દેહત્યાગ કર્યો. તે તેનું કામ કરી ગયે અને ઘરમાં વિશેષ ધર્મ જાગૃતિને વારસે મૂકતે ગયો. ઉત્તમચંદને ઉત્તમ નિમિત્ત મળ્યું, સુભદ્રાને મેકનિદ્રામાંથી જાગવાનું કારણ મળ્યું, રવિચંદને આત્મરવિનું તેજ પ્રગટાવવાની જિજ્ઞાસા વધી, રવિચંદ્રની પત્ની નિર્મળાને સ્વરૂપને નિર્મળ કરવાની શુભ વૃત્તિ ઊગી અને તેમના સર્વની અસર અન્ય સ્વજને પર તે જ પ્રકારે થઈ તે ધર્મારાધનની હર્ષપૂર્વકની પ્રવૃત્તિથી જે ફળ મળે છે તે સંપ્રાપ્ત થતું ગયું.. અશુભ ઉદય ઃ - જ્ઞાની પુરુષોએ આ સંસારને એકાંત દુઃખથી પીડિત અને અશાતામય કહ્યો છે. તેમાં જે અ૫ શાતા
દવામાં આવે છે ત્યાં સપુરુષનો જ અનુગ્રહ છે. મુખ્યપણે તે જીવ આ સંસારને વિષે અશાતા જ વેદે છે. શુભ ઉદયના ઉપર જે દષ્ટાંત કહ્યાં તે અતિ અતિ અલપ સંખ્યામાં જોવા મળે છે, અને અતિ બહુલતાએ તે અશુભ ઉદયને કારણે દુઃખ, કલેશ, ઝગડાટા, વેરઝેર વગેરે અનુભવાય છે. સહુને આ વાત સુવિદિત છે એટલું જ નહીં પણ અનુભવગમ્ય છે. તેનાં દૃષ્ટાંત શોધવા જવું પડતું નથી, માત્ર ઘરમાં અને આસપાસ નજર કરવાની જરૂર છે. બે દષ્ટાંત લઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org