________________
ઋણ નુ બંધ ઃ ૧૧૭ અમૂલ્ય લાભ મેળવ્યું હતું. અંતકાળ સુધીની સેવાનું ફળ જે જ્ઞાની ભગવતેએ કહ્યું છે તે તેમના સંબંધમાં પ્રતીકરૂપ થયું. તેમને ત્રણ સુપુત્રો હતા, આાંત, શાંત, સેવાભાવી અને સુસંસ્કાર અભ્યાસમાં હોંશિયાર, બુદ્ધિમાં કુશળ, અને કાર્યમાં એકરત. આખુંય કુટુંબ નેહનાં બંધનથી બંધાયેલું હતું, એક રાગથી રંગાયેલું હતું, પરસ્પરની સગવડતા જેવી અને અનુકૂળતાએ વર્તવું એવા ભાવથી પ્રભાવિત હતું. આવું હોય ત્યાં વિખવાદ કે મતભેદના અંતરને સ્થાન ક્યાંથી હોય? સર્વનું સમગ્ર જીવન સંપ, સંતોષ અને સુખમાં વીતતું હતું. પ્રમાણિકપણે કરેલી આર્થિક કમાણ વધતી હતી, છતાં આવડતનું અભિમાન કે બુદ્ધિનું ગુમાન કે હોશિયારીને મદ લેશ પણ નહોતાં. પુત્ર પણ ભણીગણુને સારી કમાણસર થયા હતા. પુત્રોને પરણાવતાં તેમની પત્નીએ પણ કૌટુંબિક નેહ અને સંપના ચોકઠામાં હર્ષપૂર્વક ગોઠવાઈ કુટુંબની પ્રતિષ્ઠા વધારતી હતી. સાસુ-વહુઓના સંબંધ મા-દીકરી જેવા અને દેરાણી-જેઠાણીના સંબંધ સગી બહેનો જેવા વર્તતા હતા. પડોશ અને ગામમાં આ કુટુંબ આદર્શ અને બેધ લેવા એ ગ્ય ગણાતું.
એક સરખા સુખના દિવસે કેઈના જાતા નથી એ ન્યાયે મોટા પુત્ર વિરાંદને લાડકે અને પૂર્વસંસ્કારોની જાગૃતિથી ધર્મપ્રિય ચૌદ વર્ષનો પુત્ર જીવલેણ ટાઈફેઈડની માંદગીમાં સપડાયો અને દાક્તરની પૂરી સંભાળ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org