________________
ઋણા નુ બંધ : ૧૨૩ અસ૬ વર્તન કેવળ દુઃખને જ નેતરે છે-તત્કાળ સુખ અનુભવાતું હોય તો પણ.
હવે બીજું દૃષ્ટાંત અતિ સંક્ષેપથી જણાવીએ છીએ. એક ઘમંડી પિતાને ઘમંડી, અભિમાન, આપખુદ સત્તાધારી પુત્ર છે, નામ છે કૃષ્ણકાંત. તેના ચહેરાની વિચિત્ર આકૃતિ જોઈ બાળક તો ગરાઈ જાય અને ફરી સામે જોવાની હિંમત જ ન કરે. મોટી મોટી ગોળ અને લાલ આંખે, સજજડ બીસાયેલા હોઠ, વિશાળ લલાટ અને નાના કાન. તેની પત્ની કાંતા, જન્મથી દુખી સાસરે સુખની આશાએ આવતાં વધુ દુઃખની ખીણમાં ગબડી પડી. કૃષ્ણકાંતના તેજીલા, ક્રોધી અને નિર્દયી વર્તનથી ત્રાસ પામ્યા કરતી. તેને કોઈપણ પ્રકારની સ્વતંત્રતા નહાતી, સ્વબુદ્ધિનો ઉપયોગ કરવાની છૂટ નહોતી, માત્ર ધણીને આધીન થઈ વર્તવાનું હતું. જીવન સ્વચ્છેદ ક્યાં સુધી કામ કરે છે તેની કોઈ સીમા નથી. પૈસે ટકે કૃષ્ણકાંત બહુ સુખી છે, પરંતુ પૂર્વથી ઊતરી આવેલી લેભપ્રકૃતિ છૂટતી નથી તેથી ધનોપાર્જનની વિશેષતા કરવામાં ન શોભારૂપ એવી અનુચિત પ્રવૃત્તિ કરવામાં આંચકે આવતું નથી. તેને ત્યાં એક સુસંસ્કારી, ન્યાયી અને સાવ પ્રેમી બાળક અરવિંદ જ છે. તે પિતાની આકરી વર્તણુક સહીને માટે થયે છે. માતાનું ગુલામથી પણ બેહદ દુખી જીવન જોઈ તેના અંતરમાં કરુણા વરસે છે અને તેને છોડાવવાના અને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org