________________
૧૦૦ : આધ્યાત્મિક નિબધે અખલિતપણે શ્રીગુરુ પ્રત્યે ખેંચાઈને વહેવા લાગે છે; શ્રીગુરુની મીઠી સુખદાયક સ્મૃતિ હૃદયમાંથી ખસતી નથી અથવા વિના પ્રયાસે પુનઃ પુનઃ આવ્યા કરે છે; ત્યારે નિર્દોષ પવિત્ર પ્રેમનું સત્ય સ્વરૂપ શિષ્યને સમજાય. છે. જગત જેને પ્રેમના નામે ઓળખે છે તેનાથી સર્વથા ભિન્ન એવી કેવળ અલૌકિક, મીઠી, કોમળ, હદયસ્પશી, નિઃસ્પૃહ, સર્વ ભોગ આપવામાં નિરંતર તત્પર અને અપૂર્વ લાગણીને તેને પ્રત્યક્ષપણે અનુભવ થાય છે. શ્રી ગુરુ અને તેમના પાવનકારી નિર્મળ આત્મા પ્રત્યેને શિષ્યને પ્રેમ-શ્રદ્ધા–અર્પણતાને નિર્દોષ ભાવ કથા વિકટ સાધ્યને સિદ્ધ ન કરી શકે? અર્થાત્ સુગમતાએ કરી શકે. તેમ થવામાં તેના ગર્ભમાં રહેલું રહસ્ય અગમ-અગેચર છે.
બીજી બાજુ શ્રી ગુરુ પણ એવા જ શુભ ઋણના બંધથી બંધાયેલા છે અને તેના ઉદયવશ તેમને પણ શિષ્ય પ્રત્યે શુભ કેમળ ભાવ થાય છે. શિષ્યને પિતા પ્રત્યેનો પ્રેમપ્રવાહ જોઈને ચિત્ત પ્રસન્નતા થાય છે અને અને ઋણની ચૂકવણી કરવા આનંદિત થાય છે, તેઓ શિષ્યને અનેક જુદા જુદા પ્રકારે ક્યારેક પ્રગટપણે તે કક્યારેક અપ્રગટપણે તેના શ્રેયને અથે સાથ આપી સહાય કરે છે, તેમાં સિદ્ધાંતજ્ઞાન, વિવેકજ્ઞાન, આચારજ્ઞાન અને રહસ્યયુક્ત ગુપ્તજ્ઞાનનું દાન સમાવેશ પામે છે. તે સર્વનું લાભપ્રદ પરિણામ એ આવે છે કે શિષ્યને પ્રેમ-શ્રદ્ધાને ભાવ પ્રબળપણે વધે છે અને અર્પણતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org