________________
૯૬ : આધ્યાત્મિક નિબંધ સંખ્યા ઉપયોગમાં લેવાય છે. જેમકે વર્તમાન ભવમાં કઈ બે જીવો ઋણાનુબંધી છે, તેમણે ધારો કે અનેકાનેક પૂર્વભવોમાં તિર્યંચ ગતિમાં દશ ભવ, દેવ ગતિમાં બે ભવ અને મનુષ્ય ગતિમાં અઢાર ભવ શુભ કે અશુભ ઋણાનુબંધ બાં હોય, તે તેમની વચ્ચે ત્રીસ ભવન તત્રકારને ઋણાનુબંધનો સંબંધ છે એમ કહેવાય. કોઈ બીજા બે જી વચ્ચે તે જ પ્રમાણે ગણતરી કરતાં પાંત્રીસ ભલેને શુભ વા અશુભ ઋણાનુબંધ હોય, તે પણ પ્રથમના બે જીવેના ઋણબંધ કરતાં તેમને ઋણાનુબંધ નબળે હોઈ શકે છે, ભલે ભવેની સંખ્યા વધારે હેય. તેનું કારણ એ છે કે પ્રથમના બે જીવો વચ્ચેના વતતા ભાવે પ્રબળ, ઘનિષ્ઠ અને ઉત્કૃષ્ટ હોય તે બંધની માત્રા અને સ્થિતિ વધી જાય છે; પરંતુ સાધારણ રીતે આવું બહુ ઓછું બને છે અને જ્યાં બન્યું હોય છે, ત્યાં વર્તમાન ભાવથી પૂર્વના થોડા ભમાં જ તેવી સ્થિતિ હોય છે. ચારેય ગતિમાં ભવભ્રમણની સંખ્યાનું જ્ઞાન પ્રભુકૃપાએ અપ્રમત્તભાવદશામાં ઠીક આગળ વધ્યા પછી સહજ આવે છે. અલબત્ત, ત્યાં ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ થયેલી હોવી જોઈએ. વળી તે જ્ઞાન માટેની તીવ્ર જિજ્ઞાસા ન હોય, તે તે જ્ઞાનની પ્રાપ્તિ થવી દુર્લભ બને છે.
(૩) સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ ગતિમાં બંધાતે ઋણાનુબંધ શિથિલ અને અલ૫ બળવાન હોય છે, કેમકે તે બિચારાં પ્રાણીઓને આત્મવીર્યને ઉઘાડ પ્રમાણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org