________________
પરિશીષ્ટ
શ્રીમદ્ રાજચંદ્રજી જાતિસ્મૃતિજ્ઞાનના પ્રસંગે
કચ્છના રહીશ ભાઈ પદમશીભાઈ ઠાકરશી વિ. સં. ૧૯૪૨ થી શ્રીમદ્ભા સમાગમમાં આવ્યા હતા. તેમણે એક વખત મુંબઈમાં શ્રીમદ રાજચંદ્રજીને જાતિસ્મરણજ્ઞાન ક્યા પ્રસંગે થએલ તે બાબત પૂછ્યું હતું. તેના ઉત્તરમાં શ્રીમદ રાજચંદ્રજીએ આખો પ્રસંગ જણાખ્યો હતો. તેને સાર આ પ્રમાણે છે.
શ્રીમદ્ રાજચંદ્રજી સાત વર્ષની વયના હતા તે વખતે વવાણીઆમાં અમીચંદભાઈ નામના એક સદગૃહસ્થ, જેઓ શ્રીમદ્દ પર ખૂબ વહાલ રાખતા હતા, તેઓ સર્પ કરડવાથી અચાનક ગુજરી ગયા. આ વાત સાંભળી શ્રીમદ્ રાજચંદ્રજીએ ઘેર આવી તે બાબત તેમના પિતા. મહને પૂછયું. ગુજરી જવા બાબત કહેવાથી નાનું બાળક ગભરાઈ જશે એમ ધારી તેમના પિતામહે તે વાત ટાળવા બીજી અનેક આડી અવળી વાતો કરી, પણ શ્રીમદ્ રાજચંદ્રજી તે વારંવાર તે બાબત ભૂલ્યા વિના પૂછવા લાગ્યા. આથી તેમના પિતામહે કહ્યું કે અમીચંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org