________________
ઋણુ નુ બંધ : ૯૧. આથી સ્પષ્ટ થશે કે સંસારના સગપણ-સંબંધે છે કે મિત્રાદિ સંબંધે છે, તે સર્વે ઋણાનુબંધની ચૂકવણી અર્થે છે. તે સંબંધે શુભ વા અશુભ હેય છે. રાગદ્વેષની બળવાન ઘનિષ્ટતા મા-બાળક, પતિપત્ની, સાસુ-વહુ, નણંદ-ભેજાઈ, માતા-પિતા વગેરેના સગપણ સંબંધ બનતી હેવાને લીધે તેવા સગપણ સંબંધથી જોડાવાનું વારંવાર બન્યા કરે છે. વર્તમાન ભવમાં કેઈ એક જીવને બીજા જીવ સાથે પતિ – પની(કે અન્ય પ્રકારને નિકટ સગપણ સંબંધોને સંબંધ હોય, તે પ્રથમ વાર છે એમ હતું નથી, કેમકે પૂર્વમાં તેવા સંબંધે બન્યા જ હોય છે. પરમાર્થથી જોતાં સંસારના સગપણ સંબંધે કલિપત છે, જૂઠા છે. “જીવ જે જરાય વિચાર કરે તો સ્પષ્ટ દેખાય એવું છે કે કેઈને વિષે પુત્રપણું ભાવી, આ જીવે માઠું કર્યામાં પણ રાખી નથી, અને કેઈને વિષે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે, અને કઈ જીવ હજુ સુધી તે પિતાપુત્ર થઈ શક્યા દીઠા નથી. સૌ કહેતા આવે છે કે આને આ પુત્ર અથવા આ પિતા, પણ વિચારતાં આ વાત કોઈપણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. અનુપન એવો આ જીવ તેને પુત્રપણે ગણવે કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે.” (શ્રીમદ્ રાજચંદ્ર, વચનામૃત ૫૦) આ પ્રકારે સંસારના સંબધે માયાયુક્ત અને મિથ્યા છે, તે પણ તેમાં એક વિશેષતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org