________________
૮૬ : આધ્યાત્મિક નિબંધ
પૂર્વ કાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગે વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે, તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે; તે. શ્રવણને, શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીને ત્રિકાળ દંડવત્ છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીના શાસે કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિ કરીએ છીએ. અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે, અને બીજી બાજુથી આવાં ક્ષેત્ર, આવા લેકપ્રવાહ, આવા ઉપાધિગ અને બીજા બીજા તેવા તેવા પ્રકાર જોઈ વિચાર મૂછવત્ થાય છે. ઈશ્વરેચ્છા. પ્રણામ પહોંચે.
શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક નં. ૪૬પ
પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભારે તે યથાસ્થિત સાંભરે. પિતાનું દષ્ટાંત આપતાં જણાવ્યું કે પિતાને ઈડર અને વરસની શાંત જગ્યાઓ સંભારવાથી તદ્રશ્ય યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી ત્યાં વાવ પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતાં રસ્તે, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યા હતી. તે જગ્યાએ પતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પિતાને પાંચ વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org