________________
જાતિસ્મૃતિજ્ઞાનઃ ૭૮ કેમ જાણે શકાતા નથી તેવું સમાધાન આ પ્રમાણે વિચારી શકાય.
- સંજ્ઞાની પ્રાપ્તિથી વિચારશક્તિ અને વિવેકશક્તિ આવે છે અને તેના ઉપયોગે ભ અને ભાવાની છાપ આત્મા પર વિશેષ કરીને ગાઢપણે પડે છે તેથી મતિજ્ઞાનની ઉચિત નિર્મળતાથી તે સર્વ ભવેનું જ્ઞાન મેળવી શકાય છે. બીજી તરફ અસંશી ભામાં વિચાર-વિવેકશક્તિના અભાવે ભ અને ભાવની છાપ સૂમપણે થતી હેવાને કારણે તે જાણવાને માટે સૂક્ષમતાવાળું જ્ઞાન, અતિ અતિ નિર્મળ, શુદ્ધ જ્ઞાન જરૂરી છે અને તેવું જ્ઞાન તો કેવળજ્ઞાન સિવાય બીજે હાઈ શકતું નથી. આ વાત બીજી રીતે કહેવી હોય તે એમ કહેવાય કે જાતિસ્મૃતિજ્ઞાન મતિજ્ઞાનના ધારણના ભેદમાં સમાય છે; અને ધારણ એટલે દઢતાએ પડેલી છાપ અથવા દઢ સંસ્કાર, અસંશના ભવમાં તેવી છાપ અંકિત થવી અસંભવિત છે; તેથી તેવી છાપ ન હોય તે જાતિમૃતિજ્ઞાન તેનું કાર્ય કરતા અટકી જાય તે સમજાય તે પ્રકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org