________________
જાતિસ્મૃતિજ્ઞાન : ૭૫. ઉપરોક્ત કારણેનું આરાધન કરતાં કોઈ મનુષ્યને પોતાના પૂર્વભવના પ્રસંગેની સ્મૃતિ લેવાની ઈરછા થાય, તે તે ઈચ્છાને વાગોળી વાગોળીને દ્રઢ અને બળવતી કરવી પડે છે, તેના તે જ ભાવમાં ઈચ્છાને રેકી સ્થિર કરવી પડે છે; સ્મૃતિ લેવી છે અને આવશે જ એવી નિઃશંક શ્રદ્ધા કેળવવી જરૂરી બને છે. તે સ્મૃતિ ન આવે ત્યાંસુધી ધીરજ, હિંમત અને સમતા રાખવાની આવશ્યકતા છે. એક વારને આ અભ્યાસ કરે જરૂરી છે એટલે કે ઈરછાશક્તિ અથવા જિજ્ઞાસાબળ કેળવવા જોઈ એ. પછી વિચારબળથી પૂર્વના સંસ્કારો જાગૃત થાય છે અને પૂર્વના પ્રસંગના અનુભવ સ્મૃતિમાં આવી દરૂપ બને છે. કેઈપણ સિદ્ધિ માટે પ્રથમનું કાર્ય કઠિનતાવાળું હોય છે અને ક્યારેક સફળતા ન મળતાં નિરુત્સાહ અને નિરાશાનાં વાદળ ઘેરાઈ જતાં જોઈ પ્રયત્ન છેડી દેવાની હદ સુધી આવી જવાય છે; ઘણું કરી તે વેળાએ તે મનુષ્ય લગભગ સિદ્ધિની સીમા સુધી પહોંચે હોય છે અને જરાક માટે અટક્યો હોય છે, પરંતુ તેને તેની ખબર હતી નથી; જે જાણે તે તેને કેટલો ખેદ થાય, કેટલ અફસોસ થાય!
શરૂની આકરી કસોટીમાંથી પસાર થવાય તે પછી કઠિનતા ટકી શકતી નથી અને આગળ ઉપર તો સુલભતા પ્રાપ્ત થાય છે અને એક નહીં પણ ઘણા ભવેનું જ્ઞાન મેળવી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org