________________
૩૬ : આધ્યાત્મિક નિબંધ જ્યારે કઈ પ્રેમી જનના હૃદયમાં પ્રેમઝરણું વહે છે અને જિજ્ઞાસા સહિત તેની સમીપ આવે છે, ત્યારે તે પુ૫ અતિ આનંદિત થાય છે અને હર્ષમાં આવી પિતાની બીડેલી પાંદડીએરૂપ દ્વાર ખેલે છે અર્થાત્ તે પ્રેમીને હોંશ તેમ જ ઉત્સાહથી આવકારે છે. સાથે સાથે કયારેક તેને અમૃતરસથી ભીંજવે છે. કદીક સુધારસને નિર્મળ ધોધ વરસાવીને એ પ્રેમી જનને તેમાં હુવરાવી તરબોળ કરે છે. આમ ત્યારે બનવું શકર્થ થાય છે કે જ્યારે પ્રેમી તેને અત્યંત પ્રેમથી ચાહત હોય છે. તે અતિ સુંદર પુષ્પ છે, એકલું ને અટૂલું. તે ક્યારેય કરમાતું નથી, સદા જીવત ને ખીલતું રહે છે. તે સતગ્રાહકની પ્રતીક્ષા નિરંતર કરતું રહે છે. એ ગ્રાહક ન મળે તે અણગમે દર્શાવતું નથી, ખેદ કરતું નથી, નિરાશા સેવતું નથી, કારણ કે તે જાણે છે કે ઉત્તમ વસ્તુના ગ્રાહક વિરલ હોય છે. તેથી તે તે ધીર, ગંભીર અને શાંત રહે છે. પરંતુ જયારે કોઈ પ્રેમીજન તેને નેહથી મળવા ઈચ્છે છે, ત્યારે તેને આકર્ષવાની તેની રીતિએ ચમત્કારિક હેય છે. પિતાની અવનવી રીતે તે આકર્ષવાનું કાર્ય કર્યા કરે છે, અને તે કાર્યનું પરિણામ પ્રેમી જન માટે બહુ હિતકારી થાય છે. એ નિર્મળ અને પવિત્ર પુષ્પની આકર્ષણ રીતે તો જુઓ! ક્યારેક તે બહુરૂપી પુ૫ પિતાના રંગ બદલાવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org