________________
કર : આધ્યાત્મિક નિબધે જાણે કેમ તે અગમ્યપણે પુષ્પ પ્રત્યે ચા ન હેય! અને તેની સાથે એક રૂપ થતું ન હોય! એવી કલ્પના પણ કરી શકાય કે પુષ્પના ધ્યાનમાં એકાગ્ર થયેલ તે ભાગ્યવંત જાણે કે પુષ્પની વિકસેલી અને ઉઘડેલી પાંદડીઓમાં એક સુખદ કેદી તરીકે પૂરા ન હોય! અર્થાત્ તે ભાગ્યવંત અને તે પુષ્પનું કોઈ દિવ્ય અને અપૂર્વ મિલન થયું હોય એમ જ લાગે! તેને આનંદ અપાર છે. તેને કેવળ અદ્વિતીય સુખ છે, અપૂર્વ શાંતિ છે. તેથી તે તેમાંથી બહાર આવવાનું કેમ ઈચ્છે ! પુષ્પના અમૃત રસાસ્વાદને તે અનુભવ કરે છે. તેમાંથી નીકળવું તેને કેમ ગમે? પરંતુ સમયમર્યાદા પૂરી થતાં વીર્યબળ નબળું પડે છે અને અમૃતાનુભવમાંથી તેને અનિચ્છાએ નીકળવું પડે છે અને નીકળે છે તે પણ હજુ તેના અંતરમાં અનુભવેલ દિવ્ય આનંદની છાયા રહી છે. અપૂર્વ આનંદ અને અલૌકીક શાંતિનો અનુભવ થયે હેવાથી તેની વૃત્તિ ફરી ફરી પુષ્પની મનોહરતા અને દિવ્યતા પ્રતિ વળ્યા કરે છે. તે અનુભવ માટેની ઈચ્છા તેને વારંવાર થયા કરે છે.
પુષ્પ તે સમકિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org