________________
જાતિસ્મૃતિજ્ઞાન : ૫૧
- પૂર્વનું ચિત્ર તાદશ્ય થાય છે. પરંતુ આમ માત્ર ક્યારેક
બને છે. સમુહની સાથે હોઈએ તે કાં તો તે મૃતિની ઉપેક્ષા કરાય છે અને કાં તો કૂતુહલતાથી તે વાત સાથીદારોને કહેવામાં આવે છે. વિશેષ વિચારણા માટે ધ્યાન દેવામાં આવતું નથી.
કઈ વખત રસ્તામાં ચાલતાં જતા હોઈએ અને સામે કેઈ અજાણું વ્યક્તિ, સ્ત્રી, પુરુષ કે બાળક દષ્ટિ સન્મુખ થતાં એકાએક અંદરના ઊંડાણમાંથી ભાવ ઉપસી આવે કે તેને ચહેરો પરિચિત લાગે છે અને ક્યાંય પણ જે હોય તેવી ઝાંખી થાય છે. તે પૂર્વ પરિચયની ઝાંખી તે પણ જાતિસ્મૃતિજ્ઞાનનો એક પ્રકાર છે. ઘણું કરીને જેનાર આ પ્રસંગને સામાન્યપણામાં ગણે છે અથવા “ઘણાને જોયા હોય તે બધું સ્મૃતિમાં
ડું રહે!” એમ મન મનાવી પ્રસંગની ઉપેક્ષા કરે છે અથવા સમાન મુખાકૃતિવાળાં કેટલાંક હોય છે તેથી કંઈક ભૂલ થઈ હશે એમ માની સંતોષ લે છે અથવા કદાપિ પૂર્વે જોયેલ હશે તે ભાવે તેમ હો પણ અત્યારે. તેનું કંઈ પ્રયજન નથી એમ ધારી મનને વાળી લે છે. કવચિત્ એવું બને છે કે સ્મૃતિના બળથી આશ્ચર્યમુગ્ધ થયેલ જેનાર વ્યક્તિ અન્ય વ્યક્તિને પૂછે છે, “તમારું નામ સુંદરદાસને?” ઉત્તરમાં બીજી વ્યક્તિ જ્યારે ના. પાડે છે ત્યારે તે કહે છે, “માફ કરજો, મારી ભૂલ થઈ.” એમ કહી છૂટા પડે છે. પાછળથી પ્રથમ વ્યક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org