________________
પર ઃ આધ્યાત્મિક નિબંધ વિચારે છે કે સુંદરદાસ નામની કંઈ વ્યક્તિથી પોતે પરિચિત નથી છતાં તે નામ હૈયે આવી હોઠથી કેમ બોલાયું હશે? વિધિની વિચિત્રતા કે મનની કલ્પના ગણી તે પ્રશ્નને ઉપશમાવે છે અને પ્રસંગને વિસ્મૃત કરે છે. આ પૂર્વભવના પ્રસંગની ક્ષણિક સ્મૃતિ છે.
કોઈ વેળા સવજન, સંબંધીઓ કે મિત્રો એકઠાં મળી અવનવા અનુભવ પ્રસંગેની વાત કરતા હોય, હળવા અથવા ભારે દિલથી ચર્ચા થતી હોય, ત્યારે કેઈને કઈ પ્રસંગ અથવા સિદ્ધાંત વાત પિતે જાણેલી અથવા અનુભવેલી હોય એવું અંતરમાં ભાસન થાય, તે જાતિ
સ્મૃતિજ્ઞાનના સામાન્ય પ્રકારમાં લેખાય. અહીં તે શ્રોતાનું ચિત્ત, વર્ણ ત થતા અનુભવ પ્રસંગમાં એકાએક લીન થાય; અંદરમાં થોડી ક્ષણે સુધી ઉહાપોહ થયો હોય છે અને સાંભળેલી વાત પિતાને પરિચિત છે એમ લાગે છે. તેની સ્તબ્ધતા જોઈ જ્યારે બીજા તેનાં કારણ માટે પ્રશ્ન કરે છે, ત્યારે તે પિતાની વાત જેમ છે તેમ કહી બતાવે છે. સહુને થોડું આશ્ચર્ય થાય છે; કેઈ તેને અભિનંદન આપે છે; કઈ એ આ જ્ઞાન સંબંધી જાણ્યું હોય, કે વાંચ્યું હોય તે આ શક્તિ કેળવવાની ઉમદા સલાહ આપે છે, કેઈ તેને કલ્પનાશીલ ઊર્મિવાળે ગણી અનુભવને કલ્પનાના પ્રતિબિંબ તરીકે ઓળખાવે છે અને તેને કલપનામાં ન રાચતાં, મનની નિર્બળતા અટકાવવાની સલુણી શિક્ષા આપે છે. તેમ છતાં એ અનુભવ સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org