________________
૧૪: આધ્યાત્મિક નિબંધ વહેવા માંડે તે માનવું કે આત્માએ કઈ પૂર્વભવનાં સંબંધની અંદરમાં સ્મૃતિ લીધી છે અને પોતે પિતાને પ્રેરણા આપી તેની જાણ પ્રગટ કરી છે. આ પ્રકારને અનુભવ જાતિસ્મૃતિજ્ઞાનમાં આવે છે અને અત્યાર સુધી જણાવેલ અનુભવે કરતાં આ અનુભવ વિશિષ્ટ પ્રકારને અને ઉચ્ચ કક્ષાનો છે. આ પ્રકારનો અનુભવ ઘણું કરી આત્મજ્ઞાનના પ્રકાશ થઈ જ્ઞાનદશા વધ્યા પછી થાય છે; તેથી વિસ્મૃતિ થતી નથી એટલું જ નહીં પણ અનુભવનાર જ્ઞાની પુરુષ તે વ્યક્તિઓના આત્મકલ્યાણની સાધનામાં ઉત્તમ નિમિત્ત થાય છે, તેમને અધ્યાત્મમાગમાં પ્રેરે છે અને માર્ગ પર ચડાવે છે. મુખ્ય જાતિસ્મૃતિજ્ઞાન :
આ બીજા ભેદને પણ બે વિભાગમાં વહેંચી શકાય, (૧) આત્મજ્ઞાન પ્રથમનું અને (૨) આત્મજ્ઞાન પછીનું જાતિસ્મૃતિજ્ઞા ન.
અગાઉ જણાવ્યું તે પ્રમાણે આત્મજ્ઞાન પ્રથમનું જાતિસ્મૃતિજ્ઞાન સાત વર્ષની વય પહેલાં થયું હોય તે તે ભૂલી જવાય છે અને પરમાથે ઉપકારી થતું નથી. તે વય સુધીમાં પૂર્વભવની સ્મૃતિમાં પિતાનું જન્મસ્થળ, ગામ, નામ ઉપરાંત પોતાના કુટુંબીજનો જેવાં કે મા, બાપ, પત્ની, પુત્રાદિનું નામ સહિત જ્ઞાન આવે છે. આવા ઘણાં સત્યસ્વરૂપ દાંતે છાપાં કે પુસ્તક દ્વારા જાણવામાં આવ્યા છે ને આવ્યા કરશે. ' .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org