________________
જાતિસ્મૃતિજ્ઞાન : પર જાતિસ્મૃતિજ્ઞાનને એક નાનકડો ભાગ છે.
વળી કઈ વેળા શાંત ચિત્તથી અને રસાસ્વાદપૂર્વક કોઈ વાર્તાને ગ્રંથ કે નવલકથા કે આધ્યામિક શાસ્ત્ર કે અન્ય કે ઈ પુસ્તક વાંચતા હેઈએ, ત્યારે તેમાંની કેઈ વાત અથવા તે પ્રસંગ જાણે પોતે ક્યારેક અનુભવે હોય તેવી સ્પષ્ટ છાપ અંદરથી ઉપસી આવે તે સમજવું કે તે જાતિસ્મૃતિજ્ઞાનને કોઈ પ્રકાર છે. સામાન્ય રીતે તે વાંચતી વખતે ચિત્ત એકાએક સ્થિર થાય છે, તે સ્થિરતા થોડી ક્ષણ માટે હોય છે અને તેટલા અતિ અ૯૫ કાળમાં પૂર્વાનુભવની સ્મૃતિ સન્મુખ થાય છે. આવું ક્યાંક જાણ્યું છે અગર અનુભવ્યું છે તેની જાણ થાય છે. પછી ખૂબ વિચાર કરતાં આ ભવમાં તે તેવું કાંઈ બન્યું નથી તેની ખાતરી થાય છે ત્યારે અનુભવના સમાધાનને પ્રશ્ન કોયડારૂપ બને છે; ઉકેલ જડી શકતો નથી તેથી મૂંઝવણ ભરેલ પ્રશ્ન છૂટી જાય છે. કેઈક વિરલ વ્યક્તિ જ તેને અંત લાવવા પ્રયત્ન કરે છે અને ભાગ્યશાળી થાય છે. સર્વને માટે આ કાર્ય થવું સુલભ નથી. સુલભ થવા માટે પૂરી જિજ્ઞાસા, ઉત્સાહ, ખંત અને ધીરજ હેવાં ઘટે છે.
કોઈ કુટુંબ સાથે ઓળખાણ થતાં અથવા ઓળખાણ વધ્યા પછી વિશેષ પરિચયમાં આવતાં, તેનાં કેટલાક સભ્ય પોતાના હોય તેમ અંતરમાં પ્રેરણા થાય, પારકાં નથી એમ લાગે તથા સ્વાભાવિક પ્રેમનું સફુરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org