________________
તેમ જીવમાંથી શિવ થાયઃ ૨૩ } તેની સાર્થકતા નહીં થતી જોઈ જ્ઞાની પુરુષને કરુણા આવે છે અને બળવાન કલ્યાણકારી વચને, તેમનાં મુખકમળમાંથી સરી પડે છે. “ચકવતીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય માત્ર વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જે જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તે આ મનુષ્યત્વને, અધિટિત એવા આતમોને અનંતવાર ધિક્કાર હે અતુ.
– શ્રીમદ્ રામચંદ્ર, વચનામૃત ૯૩૫
બીજું, માટીમાંથી ઘડો થવામાં કુંભાર એ પ્રબળ ઉત્તમ નિમિત્ત છે. જે કુંભારનું નિમિત્ત ન હોય તે અનંતકાળે પણ માટીમાંથી ઘડો થાય નહીં, અને માટી માત્ર પિતા થકી ઘડારૂપે પરિણમી શકે નહીં એવી વસ્તુ સ્થિતિ સર્વને સુવિદિત છે. સર્વ કાર્યની સિદ્ધિ ઉપાદાન અને નિમિત્તનાં સગી કારણેથી સમુત્પન થાય છે. બંનેનું એક સરખું સમાન માહાસ્ય અને મૂલ્ય છે. તે જ પ્રમાણે અને તે જ ન્યાયથી જીવને જે પુરુષ કે જ્ઞાની પુરુષ(સદ્દગુરુ )નું પ્રબળ અને ઉત્તમ ઉપકારી નિમિત્ત ન હોય તે અંનતકાળે પણ જીવ શિવસ્વરૂપ થાય નહીં. જીવ પોતે માત્ર પિતા થકી શિવપર્યાયરૂપે પરિણમી શકે નહીં. શ્રીમદ્ રાજચંદ્રજી, જેઓ પરમજ્ઞાની ને જ્ઞાનાવતાર પુરુષ થઈ ગયા, તેઓ વચનામૃત ૨૦૦માં પ્રકાશે છે કે, “અનંતકાળ સુધી જીવ નિજ ઈદે ચાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org