________________
તેમ જીવમાંથી શિવ થાય ઃ ૩૧ ભરી દષ્ટિ રહ્યા કરે છે, તેમ પુરુષ, આત્માનુભવી અને પ્રેમ-શ્રદ્ધા-અપશુતાના ભાવમાં વિશેષપણે લીન થતા ભવ્ય જીવને આત્માનુસંધાન દ્વારા પિતાની બાજુ પર રાખે છે અને તે બધાના એકત્રિત બળથી તથા ધર્મધ્યાન રૂપ સૂર્યની ગરમીથી તે જીવ અનંતસંસાર વધારનારા -સર્વદેષભાવોને બાળી, ભસ્મ કરી બળવાન થાય છે, અર્થાત્ ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરે છે. જેમ સમય વીતવાની સાથે ઘડે સૂર્યની ગરમીથી કમશઃ વધુ અને વધુ મજબૂત થતો જાય છે, પાકો થતો જાય છે અને તેનામાં તેના પર પડતા ટકારા સહન કરવાની શક્તિ આવે છે, તેમ ભવ્ય અને ભાગ્યવંત જીવ સટ્ટુરુ ભગવંતમાં પ્રેમ-શ્રદ્ધા-અર્પણતાના વર્ધમાન થતા ભાવબળને લીધે અથવા કહો કે ધર્મધ્યાનના વિશેષ બળના પ્રગટ વાથી ઉત્તરોત્તર ગુણસ્થાનકની સીડીનાં પગથિયાં ચડતે જાય છે અને જ્યાં ધર્મધ્યાનની મુખ્યતા છે એવા અપ્રપર સંયમ નામના સ્થાનકે આવે છે. અહીંયા આ જીવની આત્મિક શક્તિનું પ્રભુત્વ એવું પ્રભાવશાળી થયું હેય છે કે કર્મોના વિચિત્ર અને વિષમ ઉદયે વચ્ચે રહેવા છતાં તેની આત્મસ્થિરતા અને આત્મશાંતિરૂપ દુગની કાંકરી સરખી ખરતી નથી; પરિષહ અને ઉપસર્ગરૂપ હથડા(માત્ર ટકોરા નહીં)ના મારને સમપરિણામે વેદવાની શક્તિ તેનામાં ખૂબ ખીલી હોય છે.
ત્યાર પછી જેમ કુંભારના નિમિત્તથી થોડે પાકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org