________________
અધ્યાત્મ સ્વરૂપ. द्वितीयाधिकार.
અધ્યાત્મ કોને કહેવાય? जगवन् किं तदध्यात्मं यदित्थमुपवर्ण्यते । श्रृणु वत्स यथाशास्त्रं वर्णयामि पुरस्तव ॥१॥
ભાવાર્થ-શિષ્ય પ્રશ્ન કરે છે, “હે ભગવાન! તમે જેનું વર્ણન કરે છે, તે અધ્યાત્મ શું કહેવાય?” ગુરૂ ઉત્તર આપે છે, હે વત્સ! અધ્યાત્મ શું કહેવાય તે હું શાસ્ત્ર પ્રમાણે તારી આગળ વર્ણન કરી બતાવું છું, તે સાંભળ. ૧.
વિશેષાથ–ગ્રંથકાર આ લોથી ગુરુ અને શિષ્યના પ્રકતર રૂપે અધ્યાત્મને કહી બતાવે છે. અધ્યાત્મ શું કહેવાય એવા શિષ્યના પ્રશ્નને ગુરૂ ઉત્તર આપે છે કે, તે વિશે હું તારી આગળ સારી રીતે શાસ્ત્રને અનુસરીને વર્ણન કરી બતાવીશ. ૧
અધ્યાત્મનું લક્ષણ કહે છે. गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या। प्रवत्तते क्रिया शुध्धा तदध्यात्म जगुर्जिमाः ॥३॥
ભાવાર્થ-જેમને મેહને અધિકાર નાશ પામે છે, એવા મુનિઓને આત્માને અધિકાર કરી જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે તેને જિનેશ્વરે અધ્યાત્મ કહે છે. ૨