Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/004571/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા પૂજ્ય આચાર્ય શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી મહારાજ 2010_02 Page #2 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા 2010_02 પ્રવચનકાર શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ મહારાજ શિષ્ય વિજય પ્રદ્યુમ્નસૂરિ મહારાજ આ. પ્રકાશક શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદ વિ. સં. ૨૦૫૫ દીવાળી Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક મૂલ્ય : પ્રાપ્તિ સ્થાન ઃ 00 શ્રુતજ્ઞાન પ્રસારક સભા પચાસ રૂપીયા Jain:Education International 201612 (૧) જિતુભાઈ કાપડિયા અજંતા પ્રિન્ટર્સ, લાભ કોમ્પ્લેક્ષ, ૧૨/બી, સત્તર તાલુકા સોસાયટી, પો. નવજીવન, અમદાવાદ-૧૪. (૨) શરદભાઈ ઘોઘાવાળા બી/૧, વી. ટી. એપાર્ટમેન્ટ, કાળાનાળા, ભાવનગર. મુદ્રક : મરક્યુરી પ્રિન્ટર્સ, અમદાવાદ. ફોનઃ (૦૭૯) ૫૬૨૪૦૨૯ કદમ્બગિરિ www.jainelibrary Adro Page #4 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્ય પરમોપકારી ભદ્રિકપરિણામી ભદ્રમૂર્તિ સરલાત્મા પિતા મુનિરાજશ્રી હીરવિજયજી મહારાજની પુણ્યસ્મૃતિને.. 2010_02 Page #5 -------------------------------------------------------------------------- ________________ તે કાલે તે સમયેઃ જન્મ-દીક્ષા-ગુરુવર્ણવર્ણન વિદ્યાભ્યાસમાં હરણફાળ સૂરિપદારોપણ અને તીર્થોદ્ધાર જ્ઞાનોદ્ધાર ઐતિહાસિક કાર્યો-૧ ઐતિહાસિક કાર્યો-૨ પ્રાચીન પરંપરાનું પુનર્જીવન અજોડ વ્યક્તિત્વ - 2010_02 Page #6 -------------------------------------------------------------------------- ________________ વિરલ વ્યક્તિત્વને અંજલિ સંસ્કૃતમાં એક સુભાષિત આવે છે કે – જેમ દરેક પર્વત ઉપર માણેક ઉત્પન્ન થતાં નથી, દરેક હાથીનાં મસ્તકમાં મોતી હોતાં નથી અને દરેક વનમાં ચંદનનાં વૃક્ષો હોતાં નથી તેમ દરેક સ્થાનમાં સાધુપુરુષ મળતાં નથી. એની પ્રાપ્તિ વિરલ છે. એમાંય જેટલા સાધુ હોય છે તેમાં મહાન કો'ક થાય છે. અને જેટલા મહાન હોય છે તેમાં મહત્તમ એટલે કે સૌથી શ્રેષ્ઠ તો જવલ્લેજ જોવા મળે છે. પૂજ્ય શાસનસમ્રાટશ્રી એવા વિરલ સાધુપુરુષ હતા. તેઓશ્રીનું જીવન અનેકવિધ અજાયબીઓથી ભરેલું હતું. ગંગાના જેવી પવિત્રતા, મેરુના જેવી ધીરતા, સૂર્યના જેવી તેજસ્વિતા, સિંહના જેવી દુધષતા, વજના જેવી કઠોરતા અને કુસુમના જેવી કોમળતા, આમ પરસ્પર વિરુદ્ધ ગણાય એવા પણ ગુણો તેઓશ્રીમાં સમન્વય સાધીને રહ્યા હતાં. તેઓશ્રીના સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી વર્ષ પ્રસંગે આંબાવાડી જૈન ઉપાશ્રયમાં આઠ દિવસની પ્રવચનમાળાનું આયોજન વિશિષ્ટ રીતે કરવામાં આવ્યું હતું. તેમાં આચાર્યશ્રી વિજય પ્રદ્યુમ્નસૂરિજીએ પોતાની આગવી શૈલીમાં શાસનસમ્રાટશ્રીના અભુત જીવનપ્રસંગોને વર્ણવ્યાં હતાં. એ સાંભળતાં શ્રોતાઓને ખરેખર કંઈક અપૂર્વ શ્રવણ કર્યાનો અહેસાસ થયો હતો. સૌનાં માટે ઘણા આનંદની વાત છે કે આજે એ પ્રવચનોનું સારભૂત અવતરણ પુસ્તકરૂપે પ્રગટ થઈ રહ્યું છે. આ રીતે શાસનસમ્રાટશ્રીના વિરલ વ્યક્તિત્વને આપવામાં આવેલી અંજલિ આપણી પણ અંજલિ બની રહો. - વિજય હેમચન્દ્ર સૂરિ ઓપેરા જૈન ઉપાશ્રય શરદ પૂર્ણિમા ૨૦૫૫ 2010_02 Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન વિષે બે વાત... પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના સ્વર્ગારોહણની અર્ધશતાબ્દીના અવસરે એક પ્રકાશન પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજના પ્રવચનોનું પ્રકાશિત થયું અને એ જ પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના જીવન અને વ્યક્તિત્વના પરિમલને પ્રસરાવતું આ બીજું પ્રકાશન આપના કરકમલમાં અર્પણ કરતાં અમે હર્ષ અનુભવીએ છીએ. આના પ્રકાશનમાં ગણિશ્રી રાજહંસ વિજયજીના ઉપદેશથી શ્રી પ્રેમવર્ધક આરાધના સમિતિ, ધરણીધર, અમદાવાદ તથા શ્રી મર્ચન્ટ સોસાયટી જૈન સંઘ તથા અન્ય મહાનુભાવોએ લાભ લીધો છે તેમને હૃદયની અનુમોદના સાથે ભરપૂર ધન્યવાદ. - પ્રકાશક 2010_02 Page #8 -------------------------------------------------------------------------- ________________ | નમોનમઃ શ્રી ગુરુ નેમિસૂર | પ્રવચન પહેલાં અને છેલ્લાં થોડી વાત... જત જણાવવાનું કે, આ પુસ્તક વાંચતા તમારા મનમાં પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રી પ્રત્યે અહોભાવ-આદરભાવપૂજ્યભાવ જન્મ, તમને તેમની પ્રભાવકતા સ્પર્શે તો મારા હૈયાને આનંદ થશે. હા, એક વાત છે આ પુસ્તકમાં. તમને પુનરુક્તિ વારંવાર દેખાશે. વિષયાન્તર થયેલું પણ જણાશે અને કેટલેક સ્થળે દુરાન્વય (એક વિષયને મૂળ વિષય સાથે જોડવાનું કામ મુશ્કેલ લાગવું તે) પણ લાગશે. પણ આમાં સભાનુરૂપ વ્યાખ્યાન શૈલી અને મારી પ્રકૃતિનું કારણ છે. આ મારી મર્યાદા છે. એ માટે વાચકો મને ક્ષમા કરે. પણ વાત એમ છે કે, સદ્દગુરુને “દુર્લભ કહ્યા છે, અગમ્ય કહ્યા છે અને અમોઘ કહ્યા છે.” આ ત્રણે તત્ત્વની નજરે પ્રભાવક-શિરોમણિ, સુવિહિત શ્રેણિપુરીણ પૂજ્યપાદશ્રીને જોઈને હું એટલો બધો અભિભૂત થઈ ગયો છું કે “રાગમાં પુનરુક્તિ દોષ રૂપ નથી.” તે મુજબ તે દોષ નિર્વાહ્ય છે. આવા ગુરુ જલ્દી જલ્દી મળતાં નથી. માટે દુર્લભ. આવા ગુરુનું જીવન-વચન ને વર્તન આપણાંથી જલ્દી કળી શકાતું નથી, સમજી શકાતું નથી માટે અગમ્ય. અને તેઓના વચન-વિચાર અને સંકલ્પ અમોઘ હોય છે તેનાથી અશક્ય પણ શક્ય બની જતું હોય છે માટે તે અમોઘ છે. વાચક પણ તેઓશ્રીમાં આ ત્રણ તત્ત્વના દર્શન કરશે એમ માનું છું. ઘણું બધું કહેવા છતાં ઘણું ઘણું કહેવાનું બાકી રહ્યું હોય તેવું લાગ્યા કરે છે.* તેવી અગાધતા અને ઉત્તેગતાના દર્શન અને તેમાં વારંવાર થતા રહ્યા છે. છતાં આ બધું કોઈને ગુરુગુણ અનુરાગીનો પ્રલાપ છે તેમ લાગે તો પણ મને મંજૂર છે. અંતે આંબાવાડીમાં ગુણજ્ઞગુણાનુરાગી શ્રોતાવર્ગ સમક્ષ, આ બધું કહેવાયું અને તે ઝીલાયું પણ ખરું. પહેલું વક્તવ્ય મારા પૂજ્ય ગુરુમહારાજશ્રી વિજય હેમચન્દ્રસૂરિ મહારાજ આપતાં * તે પૂજ્યશ્રીના એક જ્ઞાનક્ષેત્રના પ્રદાન વિષયક એક સુંદર લેખ વિ.સં. ૨૦૧૯ની સાલમાં પૂજ્યપાદ આ. શ્રી ધુરન્ધરસૂરિ મહારાજે લખેલો છે તે પરિશિષ્ટમાં આપ્યો છે. તે વાંચવા ભલામણ છે. 2010_02 Page #9 -------------------------------------------------------------------------- ________________ હતાં અને તે પ્રવચનો પણ “શાસનસમ્રાટ વ્યક્તિત્વ અને પ્રભાવ” નામે પુસ્તક રૂપે પ્રકાશિત થયા. ઘણાં શ્રોતાના હૃદયમાં પૂજ્યશ્રી પ્રત્યે અનુરાગ પ્રકટ્યો. ઘણાં શ્રોતાના ચિત્તના ઊંડાણમાં – આ પ્રસંગ વર્ણનો – શબ્દાત્મક ચિત્રો અંકિત થયા. તેવું હમણાં સુધી સાંભળવા મળે છે - તેનો આનંદ છે. આ પ્રવચનમાળા વખતે પૂજ્યપાદ સૌમ્યમૂર્તિ ભદ્રિક આચાર્ય મહારાજ શ્રી વિજય 'દેવસૂરીશ્વરજી મહારાજ નિયમિત બિરાજતા હતા અને પ્રસંગે પ્રસંગે એ સ્મૃતિને સતેજ કરી રંગપૂરણી પણ કરતાં હતાં. મારા ગુરુ મહારાજ શ્રી પણ જયારે પ્રસંગ લાગણીને હલાવે તેવો આવે ત્યારે આર્દ્ર બની જતાં અને પોતે પણ પૂજ્યપાદશ્રી માટે ખૂબ જ અહોભાવથી નિરૂપણ કરતાં. ગણી રાજહંસ વિજયજી પણ એ પ્રવચન-ઓચ્છવને શોભાવવાને અને પ્રવચન રંગના ઉમંગને બઢાવવા મથતા હતા. શ્રોતાવર્ગ પણ એ ભાવોમાં ઝીલતો જોઈ બોલવાનો ઉત્સાહ વધતો જતો હતો. પૂજ્યપાદશ્રીના જીવનપ્રસંગો વર્ણવતાં વર્ણવતાં હૃદયપટમાં તેઓ છવાયેલાં હોય તેવું અનુભવાતું હતું. મારા મનોગત ભાવ એક સુંદર પદ્યમાં રજૂ થયા છે. તે પદ્ય જ ટાંકુ છું. “ો છું તુમ હા, વ ા નાદ . હો વહી નો દા તુમ હી થે મુઝ માંથી " , આ પ્રવચનો પુસ્તકરૂપે પ્રકાશિત થાય એવી ઘણાની પૃચ્છા હતી-ઇચ્છા હતી અને પ્રો. કાંતિભાઈ બી. શાહે પણ જહેમત લઈને પ્રવચનો છાપવા યોગ્ય લખી આપ્યા. પછીનું કામ મરક્યુરી પ્રિન્ટર્સવાળા શ્રેણિકભાઈ અને પારસભાઈએ સંભાળી લીધું. સમ્રાટને અનુરૂપ જ તેમના વિષેના પુસ્તકની સાજસજ્જા હોવી જોઈએ એ માટે તેઓ મથ્યા છે તે જણાઈ આવે છે. બસ હવે વધારે નથી લખવું મને ખ્યાલ છે કે આગળ વાંચવા તમે તલસી રહ્યા છો. તો કરો શરૂ..... - પ્રધુમ્નસૂરિ સ્થળ : વિજયાદશમી, ૨૦૫૫. ઓપેરા, અમદાવાદ-૭. 2010_02 Page #10 -------------------------------------------------------------------------- ________________ 201002 Page #11 -------------------------------------------------------------------------- ________________ વર્ષો વીત્યાં સદી વીતશે વીતશે કાળ અમાપ. અમ હૈયાનાં કણ કણમાં સદા સજીવન આપ. 2010_02 Page #12 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા, - પૂજ્ય આચાર્ય શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી મહારાજ : આશા છોકરા થibe : Ek Di S Page #13 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ તીર્થોદ્ધારક આચાર્ય મહારાજા શ્રી વિજયનેમિસૂરીશ્વરજી સ્વર્ગારોહણ-અર્ધશતાબ્દી નિમિત્તે યોજાયેલી શાસનસમ્રાટ પ્રવચનમાળા પ્રવચનકાર : પૂજ્ય આચાર્ય શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી મહારાજ સ્થળ : શ્રી આંબાવાડી સ્પે. મૂ. જૈન. સંઘ-ઉપાશ્રય, અમદાવાદ. દિવસ : કા. વ. ૫ થી કા. વ. ૧૨, સે. ૨૦૫૫ (તા. ૮-૧૧-૧૯૯૮ થી તા. ૧૫-૧૧-૧૯૯૮) સમય : પ્રતિદિન પ્રાતઃ ૯-૦૦ થી ૧૦-૩) 2010_02 Page #14 -------------------------------------------------------------------------- ________________ (ચા ૧ તે કાલે તે સમયે : જન્મ-દીક્ષા-ગુરુવર્ગવર્ણન પ્રતિસ્રોત - અનુસ્રોતગમન શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને પામ્યા પછી પોતાના જીવનની રગેરગમાં એને વસાવવું, એને ઉતારવું એ બહુ કપૂરું કામ છે. એક શબ્દમાં કહેવું હોય તો ‘પ્રતિસ્રોતગમન’ કામ છે. ‘અનુસ્રોતગમન’ અને ‘પ્રતિસ્રોતગમન’ એવા બે શબ્દો આવે છે. સ્રોત એટલે વહેણ. પ્રતિસ્રોત એટલે સામા પૂરે ચાલવું તે: અનુસ્રોત એટલે વહેણમાં તણાઈ જવું તે. સંસાર એ વહેણમાં તણાવાના સ્વભાવવાળો છે. જિનશાસન એટલે જ વહેણમાં સામે પૂરે તરવાની વાત છે. પૂજ્યપાદ પં. પદ્મવિજયજી મહારાજે નવપદજીની પૂજામાં મુનિજીવનની વાત કરતી વખતે એ વાત કરી છે કે સંસારનો તટ પ્રતિસ્રોત તરતાં તરતાં આવે. તમને ખબર છે કે પ્રતિસ્રોતગમન કેટલું કપરું છે ! તેમાં પ્રવાહ સામે જવા માટે શક્તિ વાપરવી પડે અને પ્રવાહને સામો ઝીલવો પડે. સંસાર એ ઢાળ જેવો છે એને 2019_02 તે કાલે તે સમયૅ : જ્ન્મ-ઈંક્ષા-ગુરુવર્યવર્ણનઃ૧ ૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ૨ છોડીને ચઢાણ જેવા શાસનમાં ચાલવું, રગેરગમાં એને વસાવવું - આવું કપરું કામ કરી જનારા આત્માઓને કાળ ક્યારેય કાટ લગાડી શકતો નથી. હંમેશને માટે તેઓ વધુ ને વધુ ઉજ્જવળ બનતા જાય છે. વિરાટ અસ્તિત્વ ઃ ગુણાનુવાદ શાસન-સમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજનું અસ્તિત્વ, આ પૃથ્વી પરથી તેઓને વિદાય થયાને પચાસ વર્ષ વીત્યા છતાં એના કણેકણમાં પથરાયેલું છે. એમણે કરેલાં કે એમના સુધી થયેલાં કાર્યોની આગળ વધી શકે એવું કોઈ કાર્ય છેલ્લાં પચાસ વર્ષોમાં થયું નથી. અહીં બેઠેલામાંથી ઘણા તેના સાક્ષી છે. જે લોકોની ઉંમર હજુ ૬ કે ૭૦ વર્ષની છે તે લોકો સંઘને, શાસનને, ધર્મને પોતાના જીવનકાળનાં ૫૦ વર્ષમાં જોતા આવ્યા છે. આ વડીલોને એમનાં ઘણાં સ્મરણો તાજાં હશે કે આ આચાર્ય મહારાજ અહીંયાં બિરાજમાન થયેલા, તેમની નિશ્રામાં સંઘ નીકળેલો, પ્રતિષ્ઠાઓ થયેલી વગેરે વગેરે. પૂજ્યપાદ શાસન-સમ્રાટના પ્રયત્નો થકી થયેલાં આ કામોને સરખાવીએ તો લાગ્યા વિના રહે નહીં કે ‘ના, તે અસ્તિત્વ કાંઈ જુદુ જ હતું.’ એવા વિરાટ અસ્તિત્વને સમજવાનો આપણો આ એક વામણો પ્રયત્ન છે. પણ તેથી આપણને એ સમજવાનો અધિકાર નથી એમ નહીં. ભલે આપણે વામણા હોઈએ પણ આપણા હૃદયમાં તેઓશ્રી માટે જે અહોભાવ પ્રગટ્યો છે એ આપણા મનના સંતોષ અર્થ પ્રગટ કરવાનો હક તો આપણને મળેલો જ છે. પૂજ્યપાદ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે આ વાત આપણને કહી છે स्वाध्यायावश्यक समो गुरुणाम् हि गुणस्तवः || (वज्रस्वामिचरिते) ગુરુભગવંતોનો ગુણાનુવાદ કરવો, એમના ગુણોનું ગાન કરવું એ આપણા માટે તો એક સ્વાધ્યાય કરવા જેટલું જ અગત્યનું કાર્ય છે. સાચેસાચ કહીએ તો આપણે ઘણીવાર આમાં ઊણા પડીએ છીએ. હવે આપણે પૂજ્યશ્રીના જીવનની કેટલીક સ્કૂલ વિગતો જોઈએ. . 2010_02 નેમચંદનું બાળપણ - કુટુંબપરિચય - શિક્ષણ જન્મભૂમિ સૌરાષ્ટ્રનું કાશ્મીર - મહુવા, નામ નેમચંદ. માતાપિતા દિવાળીબહેન અને લક્ષ્મીચંદભાઈ. જબકબહેન, સંતોકબહેન અને મણિબહેન એ ત્રણ બહેનો, અને પ્રભુદાસ તથા બાલચંદ બે ભાઈઓ. માતાપિતાને આ છ સંતાનો. જન્મ સંવત ૧૯૨૯ બેસતું વર્ષી લક્ષ્મીચંદભાઈ પોતે ધર્મિષ્ઠ. દ્રવ્યાનુયોગના અભ્યાસુ અને રસિયા. એમ ને એમ તો નેમચંદ જેવું બીજ પ્રગટે જ નહીં ને ! કહ્યું છે ને ઃ ‘મારે પારાવાળાં જન્મ જાખમળે: ત: ' : Page #16 -------------------------------------------------------------------------- ________________ કાચનો જન્મ ૧૫રાગમણિની ખાણમાં કદાપિ ન થાય. ૫રાગમણિની ખાણમાં કેવળ પધરાગમણિ જ થાય. અને કદાચ પઘરાગમણિની તુલનામાં ચઢતા-ઊતરતા બીજા મણિ થાય, પરંતુ કાચ તો થાય જ નહીં. એ જ રીતે ધર્મિષ્ઠ માતા અને દ્રવ્યાનુયોગના રસિયા પિતાને ત્યાં નેમચંદનો જન્મ થયો. નેમચંદને પાંચ-છ મિત્રો પણ તેમના સરીખા જ મળ્યા. મિત્ર એ જીવનની મૂડી છે. એ કદી ક્ષીણ થતી નથી. દુઃખ વખતે એ વધે છે ને સુખ વખતે એવી ને એવી રહે છે. એમને આવા મિત્રો મળ્યા હતા. એમણે શોધ્યા હતા. એમાંના એક દુર્લભજીભાઈ સાથે એમની ગાઢ મૈત્રી હતી. શાસનસમ્રાટશ્રીના આખાયે જીવન પર દષ્ટિપાત કરતાં જોવા મળે છે કે અને પ્રશ્ન થાય છે કે એમને આ શક્તિસ્રોત ક્યાંથી મળ્યો ? આ વિશિષ્ટ દૃષ્ટિ એમની પાસે ક્યાંથી આવી ? તીર્થોનો લગાવ ક્યાંથી આવ્યો? ભણવા માટેની લગન ક્યાંથી આવી ? એમણે જ્યારે પણ આંગળી મૂકી છે ત્યારે પહેલા નંબરની ચીજ પર જ મૂકી છે, નીચેના સ્તરથી શરૂઆત નથી કરી. એમની પસંદગી સૌથી ઉચ્ચ કક્ષાની રહેતી. ઉદાહરણ તરીકે તેઓ સંસ્કૃત વ્યાકરણ ભણવા ગયા ત્યારે સૌથી મોટી કહેવાતી ‘અઢારહજારી' કે જેમાં અઢાર હજાર શ્લોકપ્રમાણનો સમાવેશ થતો એ તેમણે પાંચ વર્ષના દીક્ષાપયમાં કંઠસ્થ કરી હતી. વર્તમાન સમયમાં તો, હેમચંદ્રાચાર્યરચિત સંસ્કૃત વ્યાકરણ જે ‘લઘુવૃત્તિ' કહેવાય છે તેનો અભ્યાસ કરાય છે. જે છહજાર શ્લોકમાણવાળું વ્યાકરણ છે. સત્ર બધામાં સરખાં હોય પણ તે પરનું વિવરણ વધતું જાય. સંક્ષેપમાં જાણવા માટે છ હજાર શ્લોકપ્રમાણ, વધારે જાણવા બારહજાર, પણ ઊંડાણમાં જવું હોય તો અઢારહજાર શ્લોકપ્રમાણ. આમ ત્રણ પ્રકારનાં વ્યાકરો કલિકાલસર્વજો કંઠસ્થ કરવા માટે બનાવ્યાં. મહારાજશ્રીએ એમાંથી ‘અઢારહજારી કંઠસ્થ કરી. મહારાજ સાહેબને અંગ્રેજીનો પણ લગાવ હતો. તેઓ અંગ્રેજી લખી શકતા. અંગ્રેજી કવિતા લલકારતા. શોખથી તેઓ પોતાનાં પુસ્તકો પર અંગ્રેજીમાં નામ લખતા. પોતાના પુસ્તક પર કેપિટલ N કરતા. આ વ્યાખ્યાનકારે એમના પેન્સિલના અક્ષરો જોયેલા છે. સ્વયંપ્રજ્ઞ પુરુષ કોઈ કહે અને તે વાતમાં જોડાય તેવી ચીજ તેમના જીવનમાં નહોતી. સ્વપ્રજ્ઞાથી તેઓ નિર્ણય લેતા - આગળ વધતા. દીક્ષા પણ એમણે કોઈના કહેવાથી નથી લીધી. સાધુવેશ પોતાની મેળે પહયો છે. આ માણસ કેડી પર ચાલનારો નથી, નવી કેડી પાડનારો છે. અને એમ કરવામાં અને કોઈની જરૂર પણ પડી નથી. જેણે સૂરજ જોયો છે જે ચંદ્ર જેવું અજવાળું પ્રગટાવી શકે છે. પરંતુ જેણે સૂર્ય જોયો જ નથી તેને ચકમકના બે ૫ •/ર પણ ઊજાનો સ્રોત લાગે છે. આમની પ્રતિભા એવી હતી કે તેઓ ક્યારેય કોઈથી બંર યા નથી. મહમદ છેલને પણ એમણે અવળા કાન પકડાવ્યો છે. ત્રણ પાટ પર બેઠેલા જે બજીએ મહમદ છેલને વચ્ચેનો પાટ ખેચી કાઢવા કહ્યું અને કશા પણ ટેકા વિના પોતે હવામાં અદ્ધર રહી શક્યા. આવી યોગસાધના તેમની પાસે અદ્દભુત કોટિની હતી. એમણે સૂર્યને એવા સ્વરૂપે ઉપાસેલા છે. આ ભવમાં એમને સૂર્યનાં દર્શન અલપઝલપ ક્યાંક થયાં હશે, પણ મારું ચોક્કસ અનુમાન છે કે પહેલાંના જે ભવો થયો એમાં પોતાની આ સાધના ચાલુ હતી જ. તે કાલે તે સમયે ? મ-દીક્ષા-ગુર્ગવર્ણન ૧ 2010_02 Page #17 -------------------------------------------------------------------------- ________________ યોગભ્રષ્ટ આત્માની સાધના ગીતાજીમાં કહ્યું છે ને? शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽपि जायते । अथवा योगीनामेव कुले भवति धीमताम् । આવા યોગભ્રષ્ટ આત્માઓ યોગની સાધના કરતાં કરતાં, આયુષ્ય સાથ ન આપતાં પોતાની અધૂરી રહી ગયેલી સાધનાને કારણે ફરી ત્યાં જ જન્મ ગ્રહણ કરે છે કે જ્યાં એ અધૂરી સાધના પૂર્ણ કરી શકાય. શુચિ' એટલે પવિત્ર. પિતૃવૃક્ષ અને કુળપક્ષ સદાચારી હોય એ “શુચિ' કહેવાય. શ્રીમતાં” એટલે સંસ્કારસંપન્ન હોય તે. ધનથી ભંડારમાં ભરેલા હોય તે બધા તો કેવળ કાંકરા જ છે. એ કાયમ ચોરાઈ જવાની બીક રહે છે. પણ સાચી “શ્રી” તો અંદરની છે. અત્યંતર સંસ્કાર અત્યંતર સંસ્કાર લક્ષ્મીચંદ પાસે ગજબના હતા. જયાં આ અત્યંતર સંસ્કાર ઉચ્ચ કોટિના હોય એટલે કે પિતૃપક્ષ કે કુળપક્ષ પવિત્ર હોય ત્યાં જ યોગભ્રષ્ટ આત્મા જન્મ લે છે. અને જન્મીને પોતાની યોગસાધના આગળ ધપાવે છે. એને યોગની સાધનામાં દાખલ થતાં પહેલાં શરૂઆતના તબક્કાઓ વટાવવા નથી પડતા. હાલના સમયમાં બુદ્ધિશાળી મુનિ મહારાજોને જે કક્ષાએ પહોચતાં બાર વર્ષ વીતે છે તે કક્ષાએ શ્રી નેમિસૂરિજી મહારાજ અલ્ય સાધનો દ્વારા માત્ર પાંચ જ વર્ષમાં પહોચ્યા હતા. તે સમયમાં પુસ્તકો પણ સુલભ ન હતાં. તેમણે પોતે “અઢાર હજારી' લહિયા પાસે લખાવી છે અને લખાવ્યા બાદ તેને શુદ્ધ કરી છે. જે આજે સચવાયેલી છે. કલ્પના કરતાં જણાશે કે સં. ૧૯૨૯માં એમનો જન્મ છે, ૧૯૪૫માં દીક્ષા છે અને ૧૯૫૦માં તો તેઓ આ કક્ષાએ પહોંચ્યા છે. આમાં એમના જીવનને જયારે સમગ્ર પરિપ્રેક્ષ્યમાં મૂલવીએ તો જન્મભૂમિ ૧૪, માતૃપક્ષજાતિ ૧૪, પિતૃપક્ષ કુલ ૧૪, ઉછેર ૧૪, મિત્રો ૧૪, શિક્ષક ૧૪ અને પૂર્વભવના સંસ્કારના ૧૬ ટકા છે. આવા માણસને અહીંયાં કશું જ નથી મળ્યું, અથવા તો મળ્યું છે એ બહુ જ સામાન્ય કોટિનું મળ્યું છે. જ્યારે તેઓ ગુજરાતી સાત ચોપડી ભણ્યા, ત્રણ અંગ્રેજી ચોપડી ભણ્યા તે વખતે તેમને આગળ ભણવાનું મન ન થયું. પોતે ઘરે રહ્યા. એક વરસ વેપારનો અનુભવ પણ લીધો, પણ એમાંયે મન ન માન્યું. એટલે પિતા લક્ષ્મીચંદભાઈએ કહ્યું કે ધાર્મિક અભ્યાસ કરો.' એમને તો રસ હતો જ. દ્રવ્યાનુયોગ સુધી તો પોતે પહોચેલા. દ્રવ્યાનુયોગના અભ્યાસી લક્ષ્મીચંદભાઈ : પુત્રને પ્રેરણા આજના કેટલાયે શ્રાવકોને તો દ્રવ્યાનુયોગ શું તે પણ ખબર નહીં હોય. ચાર પ્રકારના અનુયોગ છે. દ્રવ્યાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને ધર્મકથાનુયોગ. આપણાં શાસ્ત્રો, આપણા આગમગ્રંથો આ ચાર વિષયમાં વહેંચાયેલાં છે. એમાં દ્રવ્યાનુયોગ સૌથી કઠણ અને સૌથી અઘરો છો, સમ્યગ્દર્શનનું મૂળ કારણ એ છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિને માટે બુદ્ધિશાળીઓએ દ્રવ્યાનુયોગની ઉપાસના કરવી જોઈએ. એમાં સાત પ્રકારના દ્રવ્યનું જ્ઞાન, સમભંગીનું જ્ઞાન, પ્રમાણશાસ્ત્રનું જ્ઞાન , નવતત્ત્વનું શાસનસમ્રાટ પ્રવચનમાળા ૪ 2010_02 Page #18 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન - આ બધું જ્યારે ઊંડાણમાં આવે છે ત્યારે એમાં રમમાણ બનનારને એવો આનંદ આવતો હોય છે કે તે બીજી બધી ચીજો એને માટે સામાન્ય અને ગૌણ બની જાય છે. આવો રસ ધરાવનારા લક્ષ્મીચંદભાઈએ એમને ધાર્મિક અભ્યાસ કરવા કહ્યું. ધાર્મિક અભ્યાસ જયારે જરૂર પૂરતો તેમને થઈ ગયો એટલે એમને કહેવામાં આવ્યું કે હવે સંસ્કૃત ભણો. કોઈ પણ માણસે સાચા અર્થમાં ધર્મશાસ્ત્રનું જ્ઞાન જો મેળવવું હોય તો સંસ્કૃત ભાષા જાણ્યા વિના તેનો ઉદ્ધાર નથી. ગમે તેટલાં વર્ષો સુધી તમે વ્યાખ્યાનોનું શ્રવણ કરો, ગમે તેટલાં ગુજરાતી પુસ્તકો વાંચો તેની બરાબરીમાં સંસ્કૃતની માત્ર બે ચોપડીઓ ભાંડારકર જેવાની બરાબર જાણી લો અને પછી તમે કશામાં પણ પ્રવેશ કરો, તત્ત્વનો અભ્યાસ શરૂ કરો તો તે તરત જ પકડાય છે. ગુરુભગવંતો પોતાની રીતે વ્યાખ્યાનમાં જે કોઈ વિષયો રજૂ કરે તેની પકડ પણ ભાષાના જ્ઞાન દ્વારા જલદી આવશે. માટે જ લક્ષ્મીચંદભાઈએ તેમને સંસ્કૃત ભાષા શીખવા કહ્યું. ત્યારે તેમણે સામો પ્રશ્ન કર્યો કે “સંસ્કૃત ભાષા શીખું તો ખરો, પણ શીખું કોની પાસે લક્ષ્મીચંદભાઈએ કહ્યું, “ભાવનગરમાં શ્રી વૃદ્ધિચંદ્રજી કરીને મહારાજ બિરાજમાન છે અને ત્યાં બીજા પણ પંડિતો વગેરેની સગવડ છે. તો ગુરુમહારાજ પાસે તું જા અને ત્યાં ભણવાનું શરૂ કર.” કોઈક જ વિરલાં એવાં માતાપિતા હોય જે પોતે પોતાના સંતાનને ઉચ્ચ કક્ષાનું ભણવાની ભલામણ કરે કે દીક્ષાના ભાગે જવા પ્રેરણા કરે. દરેક માબાપ પોતાના સંતાન માટે માને કે તે ધર્મ કરે, પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, એકાસણાં-બિયાસણાં કરે પરંતુ ઘરમાં રહીને દીક્ષાની બાબતમાં તો તેઓ નનૈયો જ ભણતાં હોય છે. આ બાબત ઘણી સામાન્ય છે. સુબાહુ કુમારને પણ આ જ અનુભવ થયો હતો. મહાબલકુમારને પણ આવો જ અનુભવ હતો. માતાપિતાની પાસે જઈને તેમણે કહ્યું કે “આજે તો હું મારા મિત્રોની સાથે મહાવીર પરમાત્માના સમવસરણમાં ગયો હતો. ત્યારે માતા તેને જવાબમાં ‘સરસ” એમ કહે છે, અને પ્રોત્સાહિત કરે છે. ત્યારબાદ જ્યારે પુત્ર કહે છે કે “મા, મેં એમની દેશના સાંભળી. મને દેશના ગમી ગઈ” ત્યાં સુધી માતા પુત્ર પર હરખાતી હોય છે. પરંતુ ત્યાર પછી પુત્રની સંસાર છોડવાની વાત પર માતા મરિછત બની જાય છે. શીતોપચાર કરાય છે. અને પુન: માતા સ્વસ્થ બને છે. પુત્ર દ્વારા સંસારમા છોડવાની ફરીવાર માગણી થતાં માતા અને પિતા બન્ને મળીને પુત્રને સંયમનાં કષ્ટો બતાવે છે, પોતાના હૃદયમાં તેના પ્રત્યે રહેલા સ્નેહને વર્ણવે છે અને સંસાર કેવો સુખવાળો છે તેની વાત કરે છે. આ ત્રણે કસોટીમાંથી પસાર થયા પછી તેઓ પુત્રને સંયમનાં માર્ગે વળાવે છે. નેમચંદને પણ ગુરુમહારાજ બતાવ્યા કોણે ? પિતાએ. ત્યાં સુધી તો એમને કોઈપણ ગુરુભગવંતનો પરિચય ન હતો. મહુવામાં પધારતા, મહુવામાં બિરાજતા સાધુભગવંતોની સેવા કરવાનો અવારનવાર અવસર મળતો, જીવિતસ્વામી ભગવાન અદભુત અને અલૌકિક છે; એમની ભક્તિ કરવાનો અવસર મળતો. પરંતુ અંદરના આત્માનું સ્ટેજ’ જ જુદું હતું. આગળ કહ્યું તેમ તેમને કોઈ પ્રાથમિક તબક્કાઓમાંથી પસાર થવું નથી પડ્યું. “સંસાર અસાર છે, સંસારમાં જન્મેલા માણસ માટે સંયમજીવન એ સાર છે.' આવા કોઈ ઉપદેશને શ્રવણ કરવાની એમને જરૂર પડી નથી. ભાવનગર આગમન તે કાલે તે સમર્થ : ભાવનગર આવીને મારે ભણવાનું કામ કરવાનું છે માટે જ આવ્યા છે. તેથી જેવા જન્મ-ધક્ષા-ગુરૂવર્ગવëન ૧ એ ભાવનગર પહોચ્યા કે સંસ્કૃત ચોપડીઓનો અભ્યાસ શરૂ કર્યો. દુર્લભજી કરીને એમના પ 2010_02 Page #19 -------------------------------------------------------------------------- ________________ મિત્ર અને ત્યાં સ્થાનિકમાં અમરચંદ જશરાજ. અમરચંદ જશરાજ એ પરમપુજય વદ્ધિચંદ્રજી મહારાજના પરમ ગુણાનુરાગી શ્રાવક અને એમના ઉપાસક. (આજે પણ એમના દીકરાના દીકરા નિરંજનભાઈ ત્યાં છે. પાલિતાણામાં અમરચંદ જશરાજની મેડી તેમણે બનાવેલી છે.) ભાવસિંહજી વખતે અમરચંદ શરાજનું આગવું સ્થાન હતું. ત્યાંના શ્રેષ્ઠીઓમાં પણ એમનું સ્થાન પહેલી હરોળમાં હતું. આવા એ પુરુષને ઘેર જ નેમચંદને જમવા-રહેવા વગેરેની વ્યવસ્થા હતી. ત્યાં રહીને એમનો અભ્યાસ એટલો ઝડપથી ચાલ્યો કે પેલા શાસ્ત્રીને એમ કહેવું પડ્યું કે “આણે તો બે વર્ષમાં મને આખો ને આખો ઓળંગી દીધો.” આ દર્શાવે છે કે એમની ગ્રહણ કરવાની તત્પરતા અને ત્વરિતતા કેવી હશે ! અભ્યાસ આ અભ્યાસ ચાલુ હતો એ ગાળામાં જ એક સવારના પહોરમાં પથારીમાં સૂતાં સૂતાં એમના મનમાં વિચાર ઝબકે છે, “મનુષ્યભવની સાર્થકતા શેમાં છે ?? કેટલો સુંદર વિચાર છે ! આપણા મનમાં આવો કોઈ વિચાર આવે છે ? હા, અન્ય પદાથો વિશે તો મનમાં ઘણા વિચાર આવે છે. “કયું કપડું આપણને શોભશે? કયા ઓરડાનો કેવો ઉપયોગ કરીશું? શિયાળામાં શું વાપરવું જોઈશે ? વગેરે બધી જ સામાન્ય કહી શકાય તેવી બાબતોમાં આપણી બુદ્ધિ બહુ સતેજ હોય છે. પણ સૌથી અગત્યની વાત - જીવનની સાર્થક્તા શેમાં? - એ અંગે આપણે ક્યારેય વિચાર્યું જ નથી. લોકોને પૂછીએ કે “જીવનની સાર્થકતા શેમાં એના ઉત્તરમાં અંદરનો અવાજ આવવો જોઈએ. ઉછીનો – ઉધાર નહિ. બાકી, ગોખેલા શબ્દો તો આપણને બહુ જ યાદ રહી ગયા છે અને ફટફટ એ બોલી પણ જઈએ છીએ, પરંતુ આપણો અંદરનો પોતીકો શબ્દ, આપણા મનની કોઢમાં ઘડાયેલો શબ્દ એ આપણી પાસે નથી હોતો. આ પ્રશ્નનો ઉત્તર શોધવામાં આપણને તો દિવસો, મહિનાઓ, લાંબો કાળ વીતી જાય, જો ઉત્તર સાચો જ આપવાનો હોય તો. સંયમજીવન પ્રત્યેની અભિમુખતા પણ નેમચંદને સૂતાં સૂતાં જ ઝબકારો થઈ ગયો કે “સંયમજીવનમાં જ મનુષ્યજીવનની સાર્થકતા છે. યાદ રહે કે ત્યારે તેઓ કોઈપણ પ્રકારની ઉપદેશશ્રવણની અવસ્થામાં નથી. પૂજ્યપાદ શાંતમૂર્તિ વૃદ્ધિચંદ્રજી મહારાજ એક રીતે એવા નિ:સ્પૃહ પુરુષ હતા કે તેમણે પોતાની પાસે આવેલા આ બાળકને ભણાવવા સિવાય બીજો રસ લીધો નથી. આ બાળકે જ્યારે અહીં આવીને વંદના કરી ત્યારે મહારાજે એટલું જ પૂછેલું, ભાઈ ક્યાંથી આવે છે ?' બાળકે કહેલું, “મહુવામાં લક્ષ્મીચંદભાઈ છે તેમનો હું દીકરો છું. અહીં ભણવા માટે મારા પિતાજીએ મને આપની પાસે મોકલ્યો છે. તો મહારાજશ્રી કહે, “સારુ, અહીંયાં તારી બધી વ્યવસ્થા થઈ જશે. તું તારી રીતે ભણજે. અમારા એક સાધુમહારાજ છે રતવિજયજી, એ તને ભણાવશે. અને બીજા નંબરે એક શાસ્ત્રી છે. સારા છે. એ પણ તને ભણાવશે.” વૃદ્ધિચંદજી મહારાજે આ વ્યવસ્થા કરી એ સિવાયનો અક્ષર પણ કહ્યો નથી. આ એમને પક્ષે કેવી નિઃસ્પૃહતા ! અને “મનુષ્યજીવનની સાર્થકતા સંયમમાં છે એ નેમચંદને પક્ષે કેવો અંદરનો અવાજ ! શાસનસમ્રાટ પ્રવચનમાળા 2010_02 Page #20 -------------------------------------------------------------------------- ________________ એક નિમિત્ત એ બન્યું કે લક્ષ્મીચંદભાઈના કુટુંબમાંથી કોઈ પરલોકે પ્રયાણ કરી ગયું. એનો સંદેશો લક્ષ્મીચંદભાઈએ એક કાગળ દ્વારા અમરચંદભાઈને ઘરે લખ્યો. પત્ર નેમચંદે વાંચ્યો. વાંચીને વળતો ઉત્તર લખ્યો. એ ઉત્તરમાં સાહજિક સ્ફુરેલા શબ્દો આ હતા : ‘આ જન્મેલા માણસે અવશ્ય પરલોકે જવાનું છે. જે ધરમ ક૨શે એ એટલે અંશે સુખી થશે. માટે બીજી બધી આળપંપાળ કરવા કરતાં ધર્મ કરવો સારો છે. ' આવા સાદી રીતિએ લખાયેલા શબ્દો પિતાએ વાંચ્યા અને એ શબ્દોની વચ્ચે રહેલી જગા અને એમાં રહેલો અર્થ એમને વંચાઈ ગયો. શબ્દો કહે છે એ તો ઉપરછલ્લું જ હોય છે. શબ્દોની વચ્ચે રહેલી ખાલી જગ્યા જ ખરેખર બોલકી હોય છે; જો સાંભળતાં આવડે તો. કાગળ વાંચતાં લક્ષ્મીચંદભાઈ ધ્રૂજી ગયા. ‘આ છોકરો આવું લખે છે ? આનો ? તે ક્યાં પહોંચ્યો ?' અર્થ શું સાત ગુજરાતી અને ત્રણ અંગ્રેજી ચોપડી પૂરી કરી ત્યારે તેમની ઉંમર ૧૪ વર્ષની. ભાવનગર ગયા ત્યારે ૧૫ વર્ષની. અને આ પત્રલેખન વેળાએ ૧૬ વર્ષની. પિતાને થયું કે માત્ર ભણવા માટે મૂકેલો આ છોકરો આવું લખે છે ! બન્યું એવું કે બીજા કે ત્રીજા દિવસે જ એમના એક સગા ભાવનગર ગયેલા. તેઓ નેમચંદને મળવા ગયા. પૂછ્યું, ‘કેમ નેમચંદ, કેમ ચાલે છે ? શું ભણે છે ?’ ત્યારે તેઓ કહે, ‘અત્યારે મારા અભ્યાસનું કામ ચાલે છે. આપ પછી મળવા આવજો.' પેલા સગા ચોકી ગયા. છોકરો બદલાઈ ગયો લાગે છે. એમણે આવીને લક્ષ્મીચંદભાઈને આ વાત કરી. પિતાનો સંદેશ લક્ષ્મીચંદભાઈએ પુત્રને કાગળ લખ્યો, ‘મારી તબિયત બરાબર રહેતી નથી. તું જલ્દીથી આવી જા.' આવા આત્માઓ ગુણજ્ઞ હોય છે એમ કૃતજ્ઞ પણ હોય છે. ‘પિતાજી બોલાવે છે ? એમની તબિયત બરાબર નથી ? બીજો કશો વિચાર કર્યા વિના જવું જ જોઈએ.’ ગુરુભગવંતને કહ્યું કે ‘પિતાજીનો પત્ર આવ્યો છે. એમની તબિયત સારી નથી. મને બોલાવ્યો છે. હું જાઉં છું ને ફરી પાછો સમય મળતાં જ આવી જઈશ.' પુત્રનું મહુવાગમન : તે વખતે મહુવા-ભાવનગર વચ્ચે રેલવે-વ્યવહાર ન હતો. સામાન્ય રીતે બળદગાડા દ્વારા આવનજાવન થતું. નેમચંદ મહુવા પહોંચી, સૌપ્રથમ દેવદર્શન કરી ઘરે જાય છે. આ કેવા સુંદર સંસ્કાર છે ! જ્યાં જઈને પ્રભુના દર્શન પહેલાં, પછી બીજું બધું. સહજ રીતે આવી પરિસ્થિતિમાં મનમાં એક કલ્પનાચિત્ર રચાયું છે : પિતાજીની તબિયત સારી નથી. પત્ર લખી બોલાવ્યો છે. એટલે પિતાજી ખાટલામાં સૂતા હશે. એમને વૈઘની કશીક દવા ચાલતી હશે. હું જઈશ એટલે મારી જોડે કાંઈક વાતચીત કરશે. છળનો અહેસાસ : પરંતુ ઘરે પગ મૂકતાં જોયું કે ત્યાં તો હર્ષ-કિલ્લોલનું વાતાવરણ હતું. પિતાજી ખુશ થતાં બોલ્યા, ‘નેમચંદ ! આવી ગયો ! બહુ સારું કર્યું. ' ત્યારે નેમચંદના હૃદયમાં શેરડો પડ્યો કે ‘શું છે આ બધું ?' જેમ બે શબ્દોની વચ્ચે જગા હોય છે તેમ વાતાવરણમાં . 2010_02 તે હાલે તે સમયે : જ્ન્મ-ીક્ષા-ગુરુવર્યવર્ણાનઃ ૧ C Page #21 -------------------------------------------------------------------------- ________________ પણ એક અવાજ હોય છે. એમને સમજતાં વાર ન લાગી કે પોતાને કેમ તેડાવ્યો છે. તેઓ કશું જ બોલ્યા નહીં. માત્ર પૂછ્યું કે “પિતાજી, તબિયત કેવી છે ? પિતાજી કહે, ‘સારી છે અને ત્યારબાદ માત્ર ઔપચારિક વાતો જ થઈ બે દિવસ ત્યાં રહ્યા બાદ તેમને ઘર રીતસરનું કારાગાર લાગવા માંડ્યું. હવે તો અહીંથી જવાનું જ છે. હવે અહીંશું પ્રયોજન છે ! પિતાજીની તબિયત તો સારી છે.” પરંતુ પિતાજીની વાતચીતમાં તેમને ગંધ આવી ગઈ કે પિતાજી આ વિચારના નથી. સંયમનો નિર્ણય અને આ સ્વાભાવિક જ છે. માણસ સામાન્ય રીતે જો મોહાધીન હોય તો તે લોખંડની સાંકળ તોડી શકે, પણ સૂતરના તાંતણાને તોડી શકતો નથી. લાગણીઓના કાચા દોરા તૂટ્યા નથી તૂટતા. જેને અંદર મોહ હોય તેને બીજાનો મોહ સતાવે છે અને જકડે છે. પોતે સ્વયં જ્યારે નિર્મોહી હોય છે ત્યારે જ અળગા થઈ શકે છે. જેમ કે, રેતીનો લાડવો અફળાવાથી વિખરાઈ જાય છે, પણ ઘી-ગોળ જેવા ચીકણા પદાર્થથી બનાવેલો લાડવો ભીત પર અફળાતાં જ ચોટી જાય છે. નેમચંદ આવી ચીકાશ વગરના હતા. માટે વિચારે છે કે હવે શું કરવું? તે વખતે તેમના મિત્ર દુલભજી તેમની મદદ આવે છે. નેમચંદે પોતાનો વિચાર દુર્લભજીને જમ્રાવ્યો. અને કહ્યું કે “આ વિચાર પાકો છે, તું મને મદદ કરત્યારે દુર્લભજી બોલ્યા કે “મારો પણ આ જ વિચાર છે. એકથી બે ભલા. હવે આ વાતની કોઈને પણ ગંધ ન આવે તે રીતે આપણે અહીંથી જવું છે. બનતી ત્વરાએ જવું છે.” બુદ્ધિ, ઉદારતા અને ચપળતા આ બન્ને મિત્રોએ એવી સાધી કે એક સાંઢણી ઉપર એઓ મહુવાથી રાત્રે નીકળ્યા. પરોઢના અંધારામાં તેઓ તણસા પહોચ્યા. ત્યાં પહોચ્યા પછી સાંઢણીના માલિકે કહ્યું કે હવે મારે ઊંટને આરામ આપવો જરૂરી છે. આપણે અહીં થોડું રોકાઈએ.” પણ આ બન્નેને થાક જેવું કશું હતું જ નહીં. જે માણસો પોતાના ઈષ્ટને પ્રાપ્ત કરવા મથતા હોય છે એમને શરીરની પરવા નથી હોતી, જેમ ક્રિકેટરો તડકામાં પરસેવાથી લથબથ હોવા છતાં એમનું મન ક્રિકેટમાં જ પરોવાયેલું હોય છે, એ જ રીતે ઈષ્ટ સાધનામાં રોકાયેલા માણસોને સિદ્ધિ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી તેઓ પલાંઠી વાળીને બેસતા નથી હોતા. પણ સાંઢણીના માલિકે કહ્યું એટલે તેમનો છૂટકો ન હતો. તેઓ ત્યાં રોકાઈ ગયા. સૂવાની વ્યવસ્થા કરી. પેલાને જમાડીને બરાબર ખુશ ક્યો અને સવારે નીકળીને ભાવનગર પહોંચી ગયા. વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે: ભાવનગર પહોચીને તેઓ વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે ગયા. મહારાજ સાહેબે પૂછવું, કેમ, તમારા કાંઈ સમાચાર નથી, કાગળ નથી ને સીધા જ આવી ગયા? સાથે આ કોણ છે? “આ મારો મિત્ર છે.” મહારાજશ્રીને પણ અણસાર આવી ગયો કે “આ લોકો જુદા જ સ્વરૂપે આવ્યા લાગે છે, નહિતર લક્ષ્મીચંદભાઈનો કાગળ આવ્યા વિના રહે નહીં. તેઓ જેવા અમરચંદ જસરાજભાઈના ઘરે ગયા ત્યાં પણ આ પ્રશ્ન ઊભો થયો પણ એમણે આ બાબતમાં મૌન જ રાખ્યું. શાસનમ્રાટ પ્રવચનમાળા 2010_02 Page #22 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા માટે વિનંતી ? બીજે દિવસે મોટા મહારાજશ્રીનાં ચરણોમાં મસ્તક મૂકીને એમણે કહ્યું, ‘કૃપાળુ, મને દીક્ષા આપો. જુઓ, કોઈ પૂર્વવાતાવરણ નથી, વાતચીત નથી, બસ સીધી જ વાત. ગુરુમહારાજ એવા જ શાંતમૂર્તિ ને દયાળુ હતા. એમણે કહ્યું, “માતાપિતાની સંમતિ હોય તો અમે દીક્ષા આપીએ.” આ છે વિ.સં. ૧૯૪૫, જેઠ સુદ પની વાત. નેમચંદ કહે છે, “સારું, આપની વાત વાજબી છે. આપ એમ જ કરો અને એ સાચું પણ છે. તેઓ ઊભા થઈને ઓરડીમાં બેઠા. મંથન શરૂ કર્યું કે મારે હવે શું કરવું. જુઓ કેટલી તીવ્રતા છે ! એમની અસાધારણતા તમને ડગલે ને પગલે જોવા મળશે. પૂજ્ય વૃદ્ધિચંદ્રજી મહારાજ શાસનસમ્રાટ’ એ કંઈ જેના ને તેના માટે વપરાતો શબ્દ નથી. એ ગમે તેને માટે વાપરીએ તો મકર રૂપ બને. જેમ સામાન્ય માણસને “વાઈસરૉય'નું બિરુદ આપવામાં આવે તો ખુશ થવાને બદલે સામું કહેશે, “મશ્કરી શા માટે કરો છો ?' તેમ એમને માટેના આ શબ્દો છેક એમના ઉત્તરકાળમાં આવ્યા છે. ૧૯૯૦નું મુનિસંમેલન, છ'રિ પાલિત સંઘ - કેવાં કેવાં એ બધાં ઐતિહાસિક કાર્યો તેમણે સુકાની બનીને સફળતાપૂર્વક પાર પાડ્યાં તે પછી આ શબ્દ વપરાયો છે. જો એમાં વજૂદ ન હોય તો એવું બિરુદ ક્યાંય પાણીના પ્રવાહમાં વહી જાય. ઘણા લોકોએ પોતાની આગળ પાછળ વિશેષણો જોડ્યાં છે. પણ એ બધાનાં વિશેષણ ચલણી બન્યાં નથી. કાળના પ્રવાહમાં એ તણાઈ ગયાં છે. “શાસન સમ્રાટ” શબ્દ અડીખમ ઊભો છે કેમકે તેમાં પ્રાણ છે અને એને કારણે જ આપણને એ શબ્દ સાંભળતાંવેત એક ભવ્ય પ્રતિભાનાં દર્શન થાય છે. સ્વયં સાધુવેશસ્વીકાર : નેમચંદ પોતે મુંડન કરાવી આવ્યા. ઓઘો માગવા ગયા તો રતવિજયજી મહારાજે કહ્યું કે “મારી પાસે ઓઘો છે. મહારાજ કહે તો હું આપી શકું.'હવે કરવું? તે વખતે મોતીચંદ ગિરધરલાલ કાપડિયા ઉપાશ્રયમાં નિયમિત સામાયિક કરવા આવતા. તે વખતથી એમને સ્વાધ્યાયનો ભારે રસ. ‘ઉપમિતિ ભવપ્રપંચો કથા' જેવા ગ્રંથો પોતે વાંચતા. એટલે એ માટેનો ચરવળો ઉપાશ્રયની ખીંટીએ હતો. એ ચરવળો લીધો. મલમલના કપડાં લઈ આવ્યા. એ દાંડીને વીંટાળીને દોરી બાંધી દીધી. ઓળો બનાવ્યો અને કપડો ચોળપટ્ટો લીધો. આ પ્રમાણે કરી, નવકાર ગણી, મહાવીર ભગવાનનું સ્મરણ કરી ઓરડીમાં બેસી ગયા. આ તાકાત કોની ? આ ગજું જેનું-તેનું છે ખરું? એક વખત આવું પગલું તો ભરાઈ જાય અને આજે પણ ઘણા આવું કરનારા હોય છે પણ એ બધું કેટલો વખત ટકે છે ? એ એમનો ઊભરો હોય છે. એ આરપાર નથી ઊતરતા. સાહસનું પગલું ભરી લીધા તે કાલે તે સમર્થ્યઃ પછી એને છેક સુધી દીપાવવું - શોભાવવું અઘરું છે. જન્મ- ધક્ષા-ગુરૂવર્ગવëનઃ૧ 2010_02 Page #23 -------------------------------------------------------------------------- ________________ જોતજોતામાં મહુવા ખબર પડી ગઈ. અહીં મહારાજ સાહેબને ખબર પડતાં એમણે પણ કહ્યું, “આ તે શું કર્યું? હમણાં બધા આવી પહોચશે અને લક્ષ્મીચંદ તો કેવા ભરાડી માણસ છે ! એમને શું જવાબ દઈશું?” તેઓ કહે, “કૃપાળુ ! આપને કશી ચિંતા કરવાની નથી. હું એ સંભાળી લઈશ. મારા પિતાજી જે કંઈ પૂછશે એ બધાનો ઉત્તર હું આપીશ.' આ એમની નીડરતા અને ધ્યેયની નિશ્ચલતા. માત્ર ધ્યેય સ્પષ્ટ થવું એકલું જરૂરી નથી હોતું, ધ્યેયમાં નિશ્ચલ રહેવું પણ જરૂરી હોય છે. ડગવું પણ નહીં અને ડરવું પણ નહીં. ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું, વેણ કાઢયું તે ના લટવું, ના લટવું.” માતાપિતાનું આગમન - માતાનો વિલાપ; બીજા જ દિવસે લક્ષ્મીચંદભાઈ તેમના - કાફલા સાથે આવ્યા. દિવાળીબહેન પોતાના પુત્રને સાક્ષીભાવની સાઘના પહેલા દિવસથી જ શરૂ ઓ સ્વરૂપમાં જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યાં, થઈ ગઈ છે. જો ચોળીઓ સાક્ષીભાવની છાતી ફૂટવા લાગ્યાં, માથું પટકવા લાગ્યાં. તેઓ સાઘના 32વા માટે વર્ષો 3ઢ છે, વીતાવે છે આ બધું શાંત ચિત્તે જોયા કરે છે. સાક્ષીભાવની તે પહેંલા 1ëવસેં જ સિદ્ધ થઈ 8ાઈ. તેઓ સાધના પહેલા દિવસથી જ શરૂ થઈ ગઈ છે. જે ર્ચાલિત થતી નથી, મનથી સહેજ પણ યોગીઓ સાક્ષીભાવની સાધના કરવા માટે વષો કઢે વિચલિત બનતા નથી. છે, વીતાવે છે તે પહેલા દિવસે જ સિદ્ધ થઈ ગઈ તેઓ ચલિત થતા નથી, મનથી સહેજ પણ વિચલિત બનતા નથી. તેમણે સ્વસ્થતાથી ઉત્તરો આપ્યા, ‘મેં સમજી-જાણીને આ કામ કર્યું છે. તમે જ કહો આ સારું કામ છે કે નહીં ?' લક્ષ્મીચંદ કહે, ‘કામ તો સારામાં સારું છે. પણ તારે અમને જાણે તો કરવી હતી. અમે તને દીક્ષા સારી રીતે અપાવત.” “પિતાજી, તમે આ બધું જ કરી શકો એમ છો, પરંતુ તમે હવે મને આશીર્વાદ આપો જેથી હું આ સંયમપંથે વધુ ને વધુ આગળ જાઉં, મારા ગુરુજીનું નામ ઉજાળું. બસ, આવું જીવન જીવી શકું એવા આશીવાદ આપો.' અંતે પુત્રરત્નની સોપણી કલાક, દોઢ કલાકની મથામણને અંતે વાતાવરણ શાંત બન્યું. બધા પાછા હસતા મોઢે ગુરુમહારાજની પાસે આવ્યા અને કહ્યું કે “ગુરુમહારાજ, તમારાં ચરણોમાં અમારા ઘરનું આ રન તમને સોંપીએ છીએ. આપ એને સારી રીતે ભણાવજો, સંયમમાં સ્થિર કરજો.’ આવા આશીવાદ સાથે એ દિવસથી એમના આ દીક્ષા જીવનનો પ્રારંભ થાય છે. આ વાત સં. ૧૯૪પના જેઠ સુદ પની છે. આ દીક્ષાની વીગતમાં આપણે એટલા માટે ઊંડા ગયા કે તે દિવસથી એમણે એમનો માર્ગ નક્કી કર્યો. એ દિવસે પિતા લક્ષ્મીચંદભાઈ અને માતા દીવાળીબહેન બહુ લાગણીથી શબ્દો બોલેલાં, “જે રીતે સિંહની જેમ તમે નીડરતાથી શાસનસમ્રાટ નીકળ્યા એ રીતે જ તમે આગળ ધપજો અને અમારા કુળને દીપાવજો.' પ્રવચનમાળા ૧ ૦ 2010_02 Page #24 -------------------------------------------------------------------------- ________________ તેમનામાં ખરેખરી અસામાન્યતા વસેલી હતી. એ દિવસથી જ એમણે અભ્યાસ શરૂ કર્યો હવે આપણે પૂજ્યશ્રીના ગુરુ મહારાજ વગેરેનો પરિચય મેળવીએ. ગુરુવર્ણવર્ણન વૃદ્ધિચંદ્રજી મહારાજ મૂળ પંજાબના, એમના ગુરુભાઈ મૂળચંદજી મહારાજ. એમના ગુરુભાઈ આત્મારામજી મહારાજ. એમના ગુરુ શ્રી બુટેરાયજી મહારાજ. એમના ગુરુભાઈ બીજા પણ હતા. મૂળચંદજી મહારાજના એક શિષ્ય પંજાબી દાનવિજયજી મહારાજ હતા. આ બધા પંજાબથી આવેલા અને સ્થાનકવાસી પરંપરામાં જ હતા. બધું સમજયા પછી જાણ્યા પછી તેમને લાગ્યું કે આ બરાબર નથી. આ “ચૈત્યશબ્દની બનાવટ કરવામાં આવે છે. એ સ્પષ્ટ થયા પછી તેઓ પોતાની જાતે ખોળતા ખોળતા આવ્યા છે. એમનો વૈરાગ્ય અતિ પ્રબળ છે. માટે તો પંજાબ જેવા દૂર પ્રદેશથી અહીં આવ્યા છે. અહીં મણિવિજયજી દાદા મહારાજ પાસે પોતે સંવેગી દીક્ષા લીધેલી છે. આ વૃદ્ધિચંદ્રજી મહારાજ શાંત પુરુષ ગણાય છે. મૂળચંદજી મહારાજ બહુ પ્રખર અને તેજસ્વી. આત્મારામજી મહારાજ તેમના કરતાં બે ડગલાં આગળ વધે તેવા. સામાન્ય માણસોને તો કદી ગણકારે નહીં તેવા એ રાજપૂત હતા. એમનો અવાજ એવો કે જેવાતેવા માણસો તો ભાગી જાય. શારીરિક શક્તિ પણ એટલી જ. એટલી જ બૌદ્ધિક શક્તિ અને એવું જ દેઢ મનોબળ. આવા પુરુષોના કુળની અંદર શ્રી નેમિસૂરિ મહારાજ દીક્ષિત થયા. તે પછી એક જ વર્ષમાં શ્રાવણ વદ અમાસના દિવસે એક પ્રસંગ બને છે. કલ્પધરનો દિવસ છે. સવારે ઉપાશ્રયમાં ઘણા શ્રાવકો આવેલા છે. વૃદ્ધિચંદ્રજી મહારાજ જ્યાં બેઠા હતા ત્યાં શ્રાવકો વિનંતી કરવા આવ્યા. ‘સાહેબજી, પધારો, સમય થઈ ગયો છે. આજે કલ્પસૂત્ર શરૂ કરવાનું છે. ત્યારે પૂજ્યપાદ વૃદ્ધિચંદ્રજી મહારાજ નેમિવિજયજીને કહે છે, “જાઓ વ્યાખ્યાનમાં.” અને એ ગુરુ આજ્ઞા થતાં તેઓ પાટ ઉપર વિરાક્રયા અને સુબોધિકા વાંચવી શરૂ કરી. નવા ચીલા પૂજયપાદ નેમિસૂરિ મહારાજ એક મહાન પુરુષ હતા. તેમણે બધા જ ચીલાઓ નવા પાડ્યા છે. એમની પાસે કશો જ આલેખ નથી, નકશો નથી. એમણે જ્યારે સાધુજીવનમાં પ્રવેશ કર્યો છે ત્યારે સાતેય ક્ષેત્રોનાં બધાં જ વહેણ સૂકાઈ ગયાં છે. દેરાસરો કેમ બનાવવાં, મૂર્તિઓ કેમ ઘડવી, અભ્યાસ શેનો કરાવવો, જોગ કેમ કરાવવા, પ્રતિષ્ઠા કેમ કરાવવી – આવી કોઈ માહિતી કોઈની પાસેથી તેમને મળી ન હતી. આ બધી જ માહિતી તેમની પ્રજ્ઞાથી અને પૂર્વભવની સાધનાના બળથી જ નવેસરથી શરૂ કરી છે. આ રૂડો પ્રતાપ એનો જ છે કે આજે શ્રી સંઘમાં આ બધાં વહેણો ખળખળ કરતાં વહી રહ્યાં છે. એમના જીવનનો લય તીથોદ્ધાર હતો. એમના સંગીતના સાતત્યનો ‘સા' તીથોદ્ધાર હતો. આ એક જ લયને વળગીને તેઓ ચાલ્યા છે. જો એક ઝરણું પણ એક લયથી ચાલે છે તો પહાડને પણ ભેદી નાખે છે, પહાડને રસ્તો કરી તે કાલે તે સમયે ? આપવો પડે છે. જન્મ-ધા-ગુરૂવગેવનઃ ૧ ૧૧ 2010_02 Page #25 -------------------------------------------------------------------------- ________________ સાહેબજીને તેમનાં કાર્યોમાં વિહ્નો તો ઘણાં આવ્યાં પણ વિન્ન એટલે શું? લક્ષ્ય ઉપરથી ખસેડેલી નજર એટલે વિપ્ન. પરંતુ તે વિનો તો ચપટીમાં ઊકલી ગયાં છે. અને પોતે સતત આગળ ને આગળ ધપતા ગયા છે. કેટલીયે પ્રાચીન પરંપરાઓને તેમણે પુનજીવિત કરી છે. આ બધી બાબતો આપણે હવે પછીના પ્રવચનમાં વિગતવાર જોવી છે. આવા જીવનને જાણવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે અને તે પણ એમનામાં રહેલા ગુણોનો આપણામાં વિનિયોગ કરવા માટે કરવાનો છે. એ બધી વાતો કેવી છે વગેરે આપણે આગળ ઉપર જોઈશું. અગ્રે અધિકાર. શાસનસમ્રાટ પ્રવચનામાળ ૧૨ 2010_02 Page #26 -------------------------------------------------------------------------- ________________ ધન્ય હો ! ધન્ય ! સૌરાષ્ટ્ર ધરણી હૃદય ગૌરવભર્યા રૂધિરથી ધબકતાં હબકીને ના કદી હામ તજતાં, નાકને કારણે શૂર નરનારીઓ હષૅશ્રી-મૃત્યુના સાજ સજતાં; શિર સાટે મળે મૈત્રી મોઘી જહાં પૂર્ણ આતિથ્યની પ્રેમઝરણી, ભારતી ભોમની વંદું તનયા વડી ધન્ય હો ! ધન્ય ! સૌરાષ્ટ્રધરણી. યુદ્ધમસાણ જ્યાં કૈક જામ્યાં અહા ! મરદના વચનની ટેક માટે; નિત્ય તૈયાર જમદૂત શા જંગમાં જન્મભૂમિ તસુ એક સાટે ! શત્રુ હો મિત્ર કે બંધુ સંગાથ પણ ક્ષત્રિવટ ઊજળી એકવરણી, ભારતી ભોમની વંદું તનયા વડી ધન્ય હો ! ધન્ય ! સૌરાષ્ટ્ર ધરણી. વેર વેઢારવાં કારમાં તોય જ્યાં અભય વીરવદન પર શૌય હસતાં ! વેરી સ્વાગતે ધન્ય ! જ્યાં માનવી આપવા શિર સન્મુખ ધસતાં ! મસ્તી સમી શુદ્ધ મરદાનગી કુલીનતા મરદને જ્યાં કરી પ્રેમ પરણી, ભારતી ભોમની વંદું તનયા વડી ધન્ય હો ! ધન્ય ! સૌરાષ્ટ્ર ધરણી. કડક ધરતી જહાં ખડકની આકરી ડુંગરા ડુંગરી ને કરાડો, મુકુટ શા મંદિરો ગાજતાં શિરધરી ગજવતાં ગગન ઊંચા પહાડો. ગીર ગોરંભતી ગાંડી જ્યાં નેસમાં ખળકતી દૂધની પીયૂષઝરણી, ભારતી ભોમની વંદું તનયા વડી ધન્ય હો ! ધન્ય ! સૌરાષ્ટ્ર ધરણી. ધાવીને દૂધ મજબૂત ધરતી તણાં પાક પૌષ્ટિક જ્યાં વિવિધ પાકે, મધમધે પુષ્પ મકરંદ ભમરા પીએ કોયલો ગાન ગાતી ન થાકે. લીલીકુંજાર નાઘેર શી ભૂમિકા લ્હેર જ્યાં સિંધુની શાંતિકરણી; ભારતી ભોમની વંદું તનયા વડી ધન્ય હો ! ધન્ય ! સૌરાષ્ટ્ર ધરણી. આવી શત્રુંજયે જાય ગિરનાર પણ અનલ પંખી સમો સૂર્ય વ્યોમે, ગહનતલ ઘુમટથી ઝળકતાં એમનાં પિચ્છ વેરાય અગણિત ભોમે; ઉદયને અસ્તમાં શોભતી ક્ષિતિજ શી ચાંદલો ચોડીને ભાલ તરણી, ભારતી ભોમની વંદું તનયા વડી ધન્ય હો ! ધન્ય ! સૌરાષ્ટ્ર ધરણી. ભક્ત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં સંપદા પામીયો જ્યાં સુદામો, વીરગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા સતી અને સંતનો જયાં વિસામો; ગામ ગામે ઊભા સ્થંભ પોકારતા શૂરના ગુણની ગાથ વરણી, ભારતી ભોમની વંદું તનયા વડી ધન્ય હો ! ધન્ય ! સૌરાષ્ટ્ર ધરણી. ભક્તિને શૌયને રંગ રોળાઈ જ્યાં ગુર્જરી ગુણગંભીર ગિરા, ગીતસાગર મહીં મસ્ત એ મલપતી અલપતી મધુર આલાપ ધીરા; ભાટ ને ચારણો ભભકતા કવિત જ્યાં પંચમો વેદ દુો સુચરણી, ભારતી ભોમની વંદું તનયા વડી ધન્ય હો ! ધન્ય ! સૌરાષ્ટ્ર ધરણી. 2010_02 - ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ (મહુવાના) ૮૬ વર્ષે અવસાન, તા. ૪-૭-૭૫ના રોજ ૧૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ 2010 02 Page #28 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન વિદ્યાભ્યાસમાં હરણફાળ (તા. ૯-૧૧-૧૯૯૮) યોગભ્રષ્ટ આત્માની અધૂરી સાધનાનો આરંભ - સ્વયંબુદ્ધત્વ: શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને પામેલા આત્માઓની પ્રગતિ કેટલી ઝડપી થતી હોય છે તેનો આ કાળની અંદર ઊંચામાં ઊંચો દાખલો એટલે પૂજયપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ. આપણે તેઓશ્રીનું જાજરમાન જીવન જોવાનો એક સામાન્ય પ્રયત્ન કરી રહ્યા છીએ. આવા દિવ્યપુરુષો આ ધરતી ઉપર વારંવાર અવતરતા નથી. ગુજરાતના કવિ શ્રી કરસનદાસ માણેકની એક પંક્તિ છે : ‘હજાર વર્ષે કદી એક વાર, વિશ્વે વિભૂતિ અવતાર ધારે.' આતો કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય અને જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજીની નાતના મહાપુરુષ છે. તેમની પંગતમાં બેસે તેવું તેમનું અદભુત વ્યક્તિત્વ અને કાર્ય છે. આ એવો એક ફકીર જેની વાત છે. હેમ ને હીર. તેમણે કોઈનું અનુકરણ કર્યું નથી અને જેનું અનુકરણ કરી શકાતું નથી તેવું આ વ્યક્તિત્વ હતું જેને એક ભાષામાં આ ફરદી છે પણ જોટો નથી એમ કહેવાય. વિદાશ્ચાસમાં હાફળઃ ૨ ૧૫ 2010_02 Page #29 -------------------------------------------------------------------------- ________________ આવી વિભૂતિ આ વિશ્વમાં વારંવાર અવતરિત થતી હોતી નથી. એને માટેનું એક વાતાવરણ જોઈતું હોય છે, એક કાર્ય જોઈતું હોય છે, અને ત્યારે તે આવે છે. અહીં આવીને પોતે અસાધારણ હોવાના કારણે સામાન્ય માણસો જે સ્થિતિમાંથી પસાર થાય છે એ સ્થિતિ એને પસાર કરવાની હોતી નથી. ગઈકાલે જોયું હતું એમ એ બધું પહેલાં પોતે કરીને આવેલા છે. અહીં આપણે તેમના જીવનની સ્કૂલ ઘટનાને બહુ વર્ણવવી નથી પણ એ બનેલી ઘટનાની પાછળના ચાલકબળને સમજવાનો, તેનું પૃથક્કરણ કરી તેના દ્વારા તેમના અસાધારણ અંદરના પોત અને પ્રતિભાનો પરિચય મેળવીને પ્રભાવિત થવાનો પ્રયત્ન કરવાનો છે. તે યોગભ્રષ્ટ છે. યોગ જ્યાંથી અધૂરો છે, સાધના જ્યાંથી અધૂરી છે ત્યાંથી પોતે અહીં આરંભ કરે છે. અને એટલા જ માટે તેમના જીવનની શરૂઆતના કોઈ જ તબક્કા જોવા મળતા નથી. મેં જે રીતે એમના જીવન પર દષ્ટિપાત કર્યો તે જોતાં મને એમ લાગ્યું છે કે મહારાજ સાહેબમાં સ્વયંબુદ્ધત્વના અંશો દેખાય છે. સ્વયંસંબુદ્ધની વ્યાખ્યા આપણે ત્યાં એમ કરવામાં આવી છે કે ક્યારેય બીજાથી પ્રેરિત ન થાય, ક્યારેય પણ એને બીજાની પ્રેરણાની જરૂર ન પડે, જે-જે કાળે, જે-જે વખતે જે-જે કરવાલાયક હોય તે તેને આપમેળે આ તો એવો એક હથ્વી જેની રાત છે હે ને હીe. ઊચું નિશાનઃ સં. ૧૯૪૫માં દીક્ષા અને સં. ૨00૫માં કાળધર્મ. આટલો એક દીર્ધકાળ ગણો તો દીર્ઘકાળ. એમાં જે રીતે પૂજ્યપાદ મહારાજશ્રી દ્વારા કાર્યો થયાં છે તે જુઓ. હંમેશાં મને એમ લાગ્યું છે કે મહારાજસાહેબને કામો સૂઝતાં આવ્યાં છે. મહારાજશ્રીએ કદી પણ કોઈ કાર્યની ગવેષણ નથી કરી. જે ગામમાં ગયા એ ગામમાં એ કામ એમના માટે જ જાણે વાટ જોતું બેઠું હોય ! પોતે સામાન્ય પ્રકારનો પ્રયત્ન કરે ને કામ થઈ જાય. આવા સેકડો પ્રસંગો એમના જીવનમાં બન્યા છે. એમના જીવનની મોટામાં મોટી ખૂબી એ છે કે એમણે હંમેશાં ઊંચું નિશાન તાક્યું છે. આવા વિરલ કહી શકાય તેવા આત્માઓની મોટી ખૂબી હોય છેઃ નિશાન ચૂક માફ, ન માફ નીચું નિશાન.” ઊચું નિશાન તાકવામાં કદાચ નિષ્ફળ જવાય તો ભલે, પણ નિષ્ફળ જવાના ભયથી એ નીચાં નિશાન કદી રાખતા નથી હોતા. ગઈ કાલે આપણે જોયું કે દીક્ષા જેવા પ્રસંગનું કેટલું મોટું જોખમ તેમણે માથે લીધું ? ગુરુમહારાજને તેમણે ચિંતામુક્ત કર્યા. સામે પોતાનાં વહાલસોયાં માતાપિતા, છાતી અને માથું ફૂટી વલોપાત કરતાં દિવાળી બા, છતાં પોતે શાંત ચિત્તે, નિર્લેપ ભાવે આ બધું જોયા કરે ! શું હશે ભીતરમાં ? આ ક્યાંથી શીખીને લાવ્યા ? અન્ય યોગીઓને દ્રષ્ટાભાવની સાધના કરતાં, સાક્ષીભાવની સાધના કરતાં વર્ષો વહી જાય છે એ સત્ત્વ અહીં પહેલે દિવસે પ્રગટેલું દેખાય છે. વિધિપૂર્વક દીક્ષા: વૃદ્ધિચંદ્રજી મહારાજ અકળાયેલા હતા. ગંભીરવિજયજી મહારાજે કહ્યું પણ ખરું કે આ રત્નવિજયજીને વાત કરવા કરતાં સીધી રીતે વાત કરી હોત તો શું થાત? પણ છેલ્લે લક્ષ્મીચંદભાઈએ જ ઓરડીમાં બેઠેલા નેમચંદને આશીર્વાદ આપ્યા. પછી ગુરુ મહારાજની પાસે લઈ ગયા. આખું વાતાવરણ બદલાઈ ગયું. અને જ્યારે ગુરુમહારાજે એમને વિધિપૂર્વક wentorok શાસનસમ્રાટ પ્રવચ્ચેoto ૧ ૬ 2010_02 Page #30 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા આપી ત્યારે મોતીચંદભાઈના ચરવળાની જરૂર ન રહી. વૃદ્ધિચંદ્રજી મહારાજે જ મૂલચંદજી મહારાજનો ઓપો એમને આપ્યો. મૂલચંદજી મહારાજ જિનશાસનના એક અધિનાયક પૂજ્ય પુરુષ હતા. પૂજ્યપાદ સાગરજી મહારાજે આગમમંદિરની અંદર શિલાલેખમાં એમના માટે “શાસનસૌધ થંભાયમાન એવું વિશેષણ વાપર્યું છે. શાસન રૂપી મોટો મહેલ અને એ મહેલને ટકાવનારા સ્થંભ સમાન આ મૂલચંદજી મહારાજ. તેમનો સ્વર્ગવાસ સં. ૧૯૪પના માગશર મહિનામાં થયેલો. ત્યારે એમનો જે ઓધો સાચવી રાખવામાં આવેલો એ નેમિવિજયજીને આપવામાં આવ્યો. આ યોગાનુયોગ ગણો તો યોગાનુયોગ. નેમિવિજયજીની પહેલાં યે દીક્ષાઓ તો થઈ હતી પણ ઓછો કોઈને આપવામાં આવ્યો ન હતો. મહારાજશ્રીની જોડે મહુવાથી ભાગીને આવેલા દુર્લભજીને પણ દીક્ષા અપાઈ હતી. અને તેઓ દુર્લભવિજયજી બન્યા. એમના પિતા હયાત નહોતા. પાછળ કોઈ રોનાર-ફૂટનાર હતું નહિ. એટલે એમને તરત જ દીક્ષા અપાયેલી. મૂલચંદજી મહારાજનો ઓરો નેમિવિજયજીને અપાયો એની પાછળ ભાવના એવી કે શાસનને સાવ અંધારામાંથી બહાર લાવી જમીન ઉપર મૂકી આપનાર મૂલચંદજી મહારાજની પ્રતિભા અને કુશળતા આમનામાં પણ અવતરિત થાય અને એ અવતરિત થશે એવી શ્રદ્ધા પણ એમને બેઠી હશે. મહુવાનું વાતાવરણઃ વીરચંદજી રાઘવજી: નેમિવિજયજીનું આખું વ્યક્તિત્વ અનોખું હતું. અને તેઓ જ્યાં જન્મ્યા એ સ્થળ - મહુવા -નું વાતાવરણ પણ એક તાંતણાને આગળ લંબાવનારું હતું. કેમ કે ૧૯૨૯માં • મિવિજયજીના જન્મ અગાઉ આ જ મહુવામાં સં. ૧૯૨૦માં વીરચંદ રાઘવજીનો જન્મ થયો હતો. આ એ વીરચંદ જેમને આત્મારામજી મહારાજે શિકાગોની સર્વધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે મોકલેલા. અને ત્યાં જઈને એમણે એ જવાબદારી સુંદર રીતે અદા કરેલી. ત્યારે તો એ નામાંકિત પુરુષની ઉંમર પણ નાની. છતાં જે સ્વરૂપે તેમણે જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું તે વાંચીને આજે પણ લોકો માથાં ડોલાવે છે. એમણે અંગ્રેજીમાં ભાષણો આપ્યાં છે, જૈન ધર્મની ઝીણામાં ઝીણી ખૂબીઓ બતાવી છે. વીરચંદ ગાંધીની એ જન્મભૂમિમાં અને આ વાતાવરણમાં મહારાજશ્રીનું આગમન થયું છે ત્યારે જાણે શરૂઆત થયેલી છે. ભરભાંખરું કહેવાય તેવી સ્થિતિ છે પણ હજીયે સાતેય ક્ષેત્રોનાં વહેણો સંપૂર્ણ સુકાયેલાં હતાં. ત્યાં કાંકરા હતા, પાણી ન હતું. આ સ્થિતિમાં મહારાજશ્રી જાણે આગળનું લક્ષ્ય તાકે છે. એ માટેનું સાધન છે વિદ્યાભ્યાસ, પબ્બીસૂત્ર, સિદ્ધાંતચંદ્રિકા એ બધું તૈયાર કરવામાં આ નવદીક્ષિતને વાર નથી લાગી. સિદ્ધાંતકૌમુદીનો અભ્યાસ એક વાર બે પંડિતો અડધે ચોમાસે વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે આવીને કહે છે, ‘સિદ્ધાંતકૌમુદી ભણનાર કોઈ મળતું નથી. વૃદ્ધિચંદ્રજી મહારાજ અને ગંભીરવિજયજી મહારાજ આ નેમિવિજયજીને બોલાવીને એમ નથી કહેતા કે તમે “સિદ્ધાંતકૌમુદી' કરો પણ નેમિવિજયજી એ પડકાર સામે ચાલીને ઝીલી લે છે. મહારાજશ્રી દૂર બેઠા છે. એમની નજીકમાં આવીને નેમિવિજયજી કહે છે, “સાહેબજી, આપ કહેતા હો તો હું ‘સિદ્ધાંતકૌમુદી ભણવા તૈયાર છું.’ વિદ્યાલચાસમાં હરણાકાળઃ ૨ ૧૭ 2010_02 Page #31 -------------------------------------------------------------------------- ________________ જેમની પાસે પોતે સિદ્ધાંતચંદ્રિકા' ભણેલા એ ભાવનગરના પંડિતજી મણિશંકર શાસ્ત્રીએ તેમને ‘સિદ્ધાંતચંદ્રિકા' ભણાવ્યા પછી હાથ જોડેલા કે હવે આ વિદ્યાર્થીને મારે ભણાવવાનું કશું રહ્યું નથી. આ નેમિવિજયજીએ ‘સિદ્ધાંતકૌમુદી' ભણવાનો પ્રસ્તાવ કર્યો, એમની વાત પણ સ્વીકારાઈ પણ ભણાવે કોણ? ૧0,000 શ્લોકપ્રમાણ ‘સિદ્ધાંતકૌમુદી' એટલે પાણિનિનું વ્યાકરણ. ભાવનગરના નામદાર મહારાજે ગીતાના શ્લોકો સમજવા માટે રાખેલા ભાનુશંકર નામના એક વિદ્વાન પંડિતનો સંપર્ક કરવામાં આવ્યો. રાજાની પાસે બેસનારા એ પંડિતને બોલાવે કોણ? ત્યાંથી આવે કેવી રીતે? એ માટે જશરાજ સુરચંદ (વોરા અમરચંદ જશરાજના પિતાશ્રી) દ્વારા વાત કરવામાં આવી. બધી ગોઠવણ થઈ. તેઓ આવ્યા. એમને પણ મનમાં એમ હતું કે કોઈ સાધુ આ કાઠિયાવાડમાં ‘સિદ્ધાંતકૌમુદી' ભણવા તૈયાર થાય? નવા નિશાળિયાની જેમ બે-પાંચ દિવસ આ બધું ચાલશે ને વાત પૂરી થઈ જશે. ભલે આપણે જઈએ.” પણ શરૂઆત કર્યા પછી ટૂંકા ગાળામાં જ પંડિતશ્રીએ એમની પ્રગતિ જોઈ સંજ્ઞાપકરણ, સંધિપ્રકરણ આટલે સુધી જ હજી પહોચ્યા હતા ત્યાં કાશીથી ભણીને આવેલો એક નવોસવો વિદ્વાન, નાથાલાલ એનું નામ. એને ભાનુશંકરભાઈ સાથે ગોષ્ઠી થઈ અને જિજ્ઞાસા થઈ કે ભાવનગરમાં કોઈ મારે લાયક વાત કરવાવાળો માણસ છે કે નહિ! જે પ્રજ્ઞાના પાયામાં શીલ નથી હોતું ત્યાં અભિમાન પ્રગટ્યા વિના રહેતું નથી. પેલા વિદ્વાનને એમ થયા કરે કે “મારું પાંડિત્ય કોઈને બતાવું, કોઈને મહાત કરીને બતાવું.” આમ કરે તો જ તેની ચળ શાંત થાય. ભાનુશંકરભાઈએ કહ્યું, ‘એક સાધુભગવંત અહીંયાં છે. એ ભણે છે. તમારી ઈચ્છા હોય તો ભેટો કરાવું.” અહીં એમણે મહારાજશ્રીને પણ વાત કરી. મહારાજ સાહેબ તો પડકાર ઝીલવા તત્પર જ હતા. ના એમણે કદી પાડી નથી. કોઈનાથી કદી ડર્યા નથી. ક્યારે પણ ડગ્યા નથી. શૌર્યએ શું છે? એ હિંમત કેવી છે? એ આત્મવિશ્વાસ કેવો છે? નીડરતા કોને કહેવાય? એ બધાં તત્ત્વો જયારે અંતથી જોઈએ ત્યારે જ સમજાય કે આ મહારાજ સાહેબનું ગોત્ર જ જુદું છે. પંડિત નાથાલાલ સાથેનો વાદઃ અને એક દિવસ ભાનુશંકરભાઈ બેઠા છે. એમની બાજુમાં પંડિત નાથાલાલ છે. અને સામેની બાજુએ મહારાજસાહેબ બેઠા છે. ભાનુશંકરભાઈ હજી તો કોઈ પ્રસ્તાવના બાંધે તે પહેલાં મહારાજસાહેબે સીધી જ શરૂઆત કરી, “પહેલ તમે કરો છો કે હું કરું?” નાથાલાલ આટલું જ વાક્ય બોલ્યા, “શરૂઆત આપ જ કરો.” મહારાજસાહેબની પાસે પહેલેથી જ છટાદાર રીતે બોલવાની કુદરતી બક્ષિસ હતી; અંગ્રેજી સુધ્ધાં. સંસ્કૃત પોતે ભણતા હતા. સિદ્ધાંતકૌમુદી'માં આવતા પરિસ્કારો, એમાં આવતા દોષ, દોષના ઉદ્ધારો આ બધું તાજું જ હતું. ભલે પ્રાથમિક સંજ્ઞાપ્રકરણ અને સંધિપ્રકરણ સુધીનો જ અભ્યાસ હતો પણ એ ઠોસ અભ્યાસ હતો. એમણે શરૂઆત કરી. પ્રશ્નો ઉભા કર્યા. નાથાલાલ એક જવાબ આપે ને બીજો ના આપી શકે. ભાનુશંકરભાઈ મહારાજશ્રીને કહે, હવે તમે રહેવા દો.” અને નાથાલાલને કહે, “હવે, તમે પૂછો. ત્યારે નાથાલાલે કહ્યું, “ના, હું આ વ્યક્તિને કાંઈ નહિ પૂછી શકું.” આ એમનું વ્યક્તિત્વ હતું. અભ્યાસ શરૂ કર્યો. ૧૯૪૫ના ચોમાસામાં. ‘સિદ્ધાંતચંદ્રિકા પૂરી કર્યા પછી સિદ્ધાંતકૌમુદી' શરૂ કરેલી. અડધે પહોચ્યા ને મહારાજસાહેબની તબિયત બગડી. હજુ શાસનસભાટ પ્રવચctમાળ ૧૮ 2010_02 Page #32 -------------------------------------------------------------------------- ________________ માંડલીમાં છે, માંડલીના જોગ કર્યો નથી, વડી દીક્ષા થઈ નથી. પરિણામે ૧૯૪૬ના ચોમાસામાં મહારાજશ્રીના અભ્યાસનો વિકાસ થઈ શક્યો નહીં. તબિયતની પ્રતિકૂળતાને લઈને “સિદ્ધાંતકૌમુદી'નાં એ સૂત્રો, એ વૃત્તિ, એની આવૃત્તિ, એનું પુનરાવર્તન - આ કશો પરિશ્રમ લઈ શકાયો નહિ. વળી એ જ દિવસોમાં આંખ નબળી પડી. તાવ પણ સતત રહેતો હતો. છતાં અન્ય અભ્યાસથી તેઓ વિરમ્યા નહીં. લાંબી સોડ તાણીને સૂતા નહીં. તે વખતે વાંચીને ભણી શકાય તેવા ગ્રંથો શરૂ કર્યા. પોતે “રઘુવંશ' ભણે અને એમના ગુરુભાઈ ધર્મવિજયજી મહારાજ (કાશીવાળા ધર્મસૂરિજી જે પણ મહુવાના દોશી કુટુંબના હતા)ને રઘુવંશ' ભણાવે. આ કેવી પ્રતિભા ! કેવો આત્મવિશ્વાસ ! આવી વ્યક્તિને અધ્યાપકો તો સાક્ષીમાત્ર હોય છે. સં. ૧૯૪૨નું ચોમાસું ઊતરતાં ઊતરતાં તબિયત સ્વસ્થ બની. એમને થયું કે સિદ્ધાંતકૌમુદી કોઈ પણ રીતે પૂરી કરવી જ જોઈએ.” ‘સિદ્ધાંતકૌમુદી' પૂરી થતી નથી એનું દુઃખ એમને હૃદયમાં ખટક્યા કરે છે. પોતાની મેળે પોતે છ વિગઈનો ત્યાગ કરે છે. નથી. ગંભીરવિજયજી મહારાજે કીધું કે નથી ભાનુશંકરભાઈએ કહ્યું પરંતુ જાતે જ આ છ વિગઈ ત્યાગનો નિર્ણય કર્યો. ઘણા લોકો વ્યાકરણનો આરંભ કરતા હોય છે પણ વ્યાકરણનો આ સ્વરૂપે અંત કરનારા કેટલા! આમ્રવૃક્ષનું કલ્પનાચિત્ર પૂજ્યશ્રીના સંદર્ભ: આ જોઈને એક કલ્પનાચિત્ર સૂઝે છે : આંબાના વૃક્ષ ઉપર મોર વ્યાપક રીતે ઊગે છે. એ મોરમાંથી મરવા થાય. એ ભરવામાંથી કેરી થાય. પણ હજુ એ કેરી વૈશાખના પૂરેપૂરા તાપ બનીને ખટાશમાંથી મીઠાશમાં પરિવર્તિત થવા જેટલી પક્વ થાય તે પહેલાં ક્યાંક કોઈ પોપટ ચાંચ મારીને પાડી નાખે, કાં તો મોટું વાવાઝોડું આવે અને મોર અને મરવા બધું જ ખરી પડે. તો ખરેખર ત્યાં ને ત્યાં રહીને, તાપ સહીને, ખટાશનું મીઠાશમાં પરિવર્તન પામીને મળે તેવી કેરીઓ કેટલી ? એક આંબા પર જેટલો મોર આવે છે એટલા મરવા નથી આવતા, જેટલા મરવા આવે છે એટલી કેરી નથી આવતી, અને જે કેરીઓ આવે છે તે બધી જ શાખવાળી નથી બનતી. જે શાખ પડે છે તે કેવા કેવા તબક્કામાંથી પસાર થયા પછી પડે છે તે કોણ જાણે છે ! એક પાણીના ટીપામાં મોતી થવાની સંભાવના જરૂર છે. સ્વાતિ નક્ષત્ર હોય, કાળુ માછલી હોય તે બધી વાત સાચી પણ તે પછીયે જે મોતી બને છે એની જે પ્રક્રિયા, એનું જે રૂપાંતર એનો સાક્ષી કોણ? પાણીના ટીપાનું મોતી બનવું એટલે? પાણીના ટીપાની કિંમત શું અને મોતીની કિંમત શું? આ એક અઘરી પ્રક્રિયા છે. એમાં કેટલાય ખડકો પસાર કરવા પડે છે, અને તે પસાર કરનાર એકલો જ જાણતો હોય છે. તેવી જ વાત અહીં છે. મનુષ્ય કેટલાં, તેમાંથી સાધુ કેટલાં અને તેમાં મહત્તમ સાધુતાને વરનારા સાધુ કેટલા? મહારાજશ્રી સિદ્ધાંતકૌમુદી પૂર્ણ કરવા છ વિગયનો ત્યાગ કરી એમનો અભ્યાસ ચાલુ રાખે છે. તે વખતે એક નિર્ણય લેવામાં આવ્યો. નેમિવિજયજીને આવી ને આવી રીતે માંડલીમાં રાખવા બરાબર નહિ, તેમને જોગ કરાવવા જોઈએ. વડી દીક્ષા કરાવવી જોઈએ. - પણ, આ જોગ કરાવે કોણ ? વડી દીક્ષા આપે કોણ? પૂજ્યપાદ ભૂલચંદજી મહારાજ વિદ્યાભ્યાસમાં હરણાકાળઃ ૨ જયાં સુધી બિરાજમાન હતા ત્યાં સુધી આખાયે સમુદાયના બધા સાધુભગવંતોનાં યોગોહન ૧૯ 2010_02 Page #33 -------------------------------------------------------------------------- ________________ તેમજ વડીદીસા વગેરે એમની પાસે થતાં. પણ તેઓ તો કાળધર્મ પામી ગયા હતા. હવે ક્યાં જવું? અમદાવાદમાં લુહારની પોળમાં એ વખતે પૂજ્યપાદ પ્રતાપવિજયજી મહારાજ હતા. (ડહેલાના ઉપાશ્રયના એક ફોટામાં એ જોવા મળેલા.) રૂપવિજયજી મહારાજની જે પરંપરા આવી એમાં રૂપવિજયજી-કીર્તિવિજયજી-કસ્તુરવિજયજી-મણિવિજયજી થયા એ પરંપરામાંના જ એક તે પ્રતાપવિજયજી, એમની પાસે જોગ કરવાને માટે ભાવનગરથી નેમિવિજયજી મહારાજ તથા બીજા બે સાધુઓ એમ કુલ ત્રણ જણા પાલિતાણાથી અમદાવાદ આવીને રહ્યા. જોગ - વડી દીક્ષા: ‘સિદ્ધાંતકૌમુદી' પૂર્ણ: અહીયાં આવ્યાં પછી નેમિવિજયજંના માંડલીના જોગ થયા. વડીદીક્ષા પણ થઈ. એમનો છ વિગયનો ત્યાગ ચાલુ હતો. છ વિગયના ત્યાગ સહિત એમણે જોગ કર્યો એટલે પ્રતાપવિજયજી મહારાજ સાહેબે કહ્યું કે, 'તમને અહીં શાસ્ત્રીજીનો પ્રબંધ કરી આપું પણ તમે સિદ્ધાંતકૌમુદી વ્યાકરણ પૂરું ભણી લો. આમ નેમિવિજયજીની નિષ્ઠા અને દ્રઢ સંકલ્પ જોઈ પ્રતાપવિજયજીએ સામે ચાલીને બધી વ્યવસ્થા કરી આપી. અને એમ અહીં અમદાવાદમાં સં. ૧૯૪૭માં ‘સિદ્ધાંતકૌમુદી વ્યાકરણ પૂર્ણ થયું. જે વખતે છ વિગયનો ત્યાગ હતો ત્યારે પણ મહારાજ સાહેબને ૧૦ તિથિના ઉપવાસની પ્રતિજ્ઞા ચાલુ હતી. એ કાળ ! એ જમાનો ! કેવું શરીર, કેવું તેજ, કેવું તપ ! કેવું સંયમ ! ‘સિદ્ધાંતકૌમુદી પૂર્ણ કર્યા પછી ફરી મનમાં તલપ લાગી કે ગુરુભગવંત પાસે પહોચી જવું છે કેમ કે એમની તબિયત નરમ જ રહ્યા કરતી હતી. પૂજ્યપાદ વૃદ્ધિચંદ્રજી મહારાજ છેલ્લાં ૧૧ વર્ષ ભાવનગરમાં બિરાજમાન રહ્યા. એમને સંગ્રહણીનો વ્યાધિ હતો. ઘણી પીડા ને ઘણી તકલીફો હતી. એ વ્યાધિ પણ પોતે જાતે નોતરેલો હતો. એક વખત મૂલચંદજી મહારાજ વહોરીને આવ્યા. તે જમાનામાં શરીરેય મોટાં ને પાત્રાંયે મોટાં. મોટી તાપણીમાં દૂધપાક વહોરીને લાવેલા. આવ્યા પછી સૌ પ્રથમ થોડો દૂધપાક ચાખ્યો ને કહે, “આ તો ખારો ખારો લાગે છે. બનેલું એમ કે એમાં સાકરની જગાએ મીઠું નંખાઈ ગયું હતું. આરાધકતા-પ્રભાવકતા: પૂજ્યપાદ મહારાજ સાહેબ માત્ર પ્રભાવક શિરોમણિ ન હતા, એ પૂર્ણ આરાધક પણ હતા. આરાધકની ધરી ઉપર પ્રભાવકતા જ્યારે મહોરે છે ત્યારે ક્યારેય પણ પાછી પડતી નથી. આરાધકતા વિના આવેલી પ્રભાવકતા કડભૂસ થયા વિના રહેતી નથી. ઘણા એવા પ્રભાવકો જોવા મળ્યા છે જે હજારોની સભાઓને આંજી નાખે, પણ જેના મૂળમાં આરાધકતા નથી તે બધા સુરસુરિયાની જેમ થોડો વખત ઝબકારો કરી ક્યાંય અલોપ થઈ ગયા છે. પૂજયપાદ વૃદ્ધિચંદ્રજી મહારાજના કારણે મહારાજ સાહેબના મૂળની અંદર આ પૂર્ણ આરાધકતા આવી હતી. પરઠવવાનો તો વિચાર પણ થાય. પણ એઠું છોડવાનો તો વિચાર પણ ન કરાય. એટલે બીજા કોઈને આપ્યા વગર પૂજ્યપાદ વૃદ્ધિચંદ્રજી મહારાજે પૂજ્યપાદ ભૂલચંદજી, શાસન સમ્રાટ પ્રવચમાળા . 2010_02 Page #34 -------------------------------------------------------------------------- ________________ મહારાજને કહ્યું, “આપ તો શાસનના પ્રભાવક છો. શાસનનાં ઘણાં કામો હજી કરવાનાં છે. માટે આપ રહેવા દો. દૂધપાક હું લઈ લઉં છું.’ શો સંયમ ! શો ગુરુપ્રેમ ! શો ગુરુભાઈનો પ્રેમ! આખીય તરપણી બીજા કોઈ મહારાજને ન આપતાં વૃદ્ધિચંદ્રજી મહારાજ પોતે જ વાપરી ગયા. પરિણામ તો જે આવવાનું હતું તે જ આવીને રહ્યું. તે દિવસની રાતથી જ તેમને જે સંગ્રહણીનો વ્યાધિ લાગુ પડ્યો તે જીવનના અંત સુધી રહ્યો. વૈદો-હકીમોને બોલાવાયા. તેઓ બધું જ કરી છૂટ્યા પણ વ્યાધિ ન મટ્યો. છેલ્લાં ૧૧ ચોમાસાં મહારાજ સાહેબે ભાવનગરમાં મારવાડીના વંડામાં કર્યા. જશરાજ સુરચંદ : ધન્ય છે એ વોરા સુરચંદને અને તેમના પુત્ર જશરાજ સુરચંદને જેમણે અખંડ ગુરુભક્તિ કરી છે. એવા શ્રાવકો તો આજે જોવા પણ ન મળે. એક વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય હતા. એ મહારાજશ્રીને એક વ્યાધિ થયેલો. તે વ્યાધિ મટતો નથી એમ જાણી તેમણે પચ્છ ગામથી મોટા વૈદ્યને બોલાવ્યા. પ્રશ્નોરા જ્ઞાતિના એ બ્રાહ્મણ વૈઘ આવ્યા. એક મહિનો ત્યાં રહીને ઉત્તમ ચિકિત્સા કરી અને અસાધ્ય કોટિમાં પહોચી ગયેલા વ્યાધિને મટાડ્યો. વ્યાધિ મટતાં આખા સંઘને આનંદ થઈ ગયો. વિધની ખેલદિલી ને ખાનદાની : આ વૈદ્ય વૈદું કરે પણ કદી પુરસ્કાર ન લે, પોથી વાંચે તેના ઉપર જે પૈસા મુકાય તે લે પણ વૈદું માથું કરે. તેથી સંવે, તેમાંય ખાસ કરીને જશરાજભાઈએ વિચાર્યું કે, “વૈદજીએ આટલું મોટું કામ કર્યું છે તો આપણે એમને કશુંક આપવું જોઈએ. આવા વૈદ્ય મળે જ ક્યાંથી ! જો ના મળ્યા હોત તો આપણે મહારાજ સાહેબને ગુમાવ્યા હોત.” સંઘે બહુ જ આજીજી કર્યા પછી વૈદ્યને કહ્યું, ‘તમારે કશુંક તો સ્વીકારવું જ પડશે.” વૈદ્ય એકના બે ન થયા. વૈદ્ય ચુસ્ત બ્રાહ્મણ, મહાદેવના ભક્ત, કહે, “કદી બને જ નહીં. અમે તો આ રીતે જ જીવીએ છીએ અને એમાં જ મજા છે. સંઘ અને વૈદ્ય વચ્ચે આ હા-ના હા-ના થતી રહી, વૈઘ ઊભા થયા. ત્યારે આ જશરાજ સુરચંદે સોનાનું કડું એ વૈઘના ખેસે બાંધી દીધું. વૈદ્યને શરીરે વજન જેવું લાગ્યું. વાત સમજાઈ ગઈ. દાદરો ઊતરીને નીકળ્યા ને મારવાડીના વંડથી આગળ ગયા ત્યાં થયું કે આ લપ મારે ક્યાં રાખવી ! આંબાચોકમાં મહાદેવનું મંદિર છે ત્યાં જઈને એ સોનાનું કડું શિવજીને ધરી દીધું. હવે તે શિવનિર્માલ્ય ગણાય, ઘેર ન લઈ જવાય. “મારે ઘેર લઈ જવું જ નથી. લઈ જાઉં તો આને જોઈને છોકરાંઓનાં મન બગડે, ઝગડા થાય, અમારા સંપ વિખરાઈ જાય, શાંતિ અને સુખ છીનવાઈ જાય તેવું મારે જોઈતું નથી. ' અહો શી નિઃસ્પૃહતા ! શી નિર્લેપતા ! અત્યારે ધનની પાછળ પાગલ થયેલા માણસે આવા પ્રસંગ ખાસ વાંચવા જેવા અને વિચારવા જેવા છે. નાનાભાઈ ભટ્ટે તેમના જીવનચરિત્રમાં પોતે લખેલો આ પ્રસંગ છે. એમના દાદાના દાદાની આ વાત છે. - પૂજયપાદ વૃદ્ધિચંદ્ર મહારાજનાં ભાવનગરમાં ૧૧ ચોમાસાં થયાં બાદ સં. ૧૯૪૯ના વિદ્યાસાસમાં હરણકાગ ૨ વિશાખ માસમાં તેમનો કાળધર્મ થયો. ૨૧ 2010_02 Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૭માં નેમિવિજયજી ભાવનગર પાછા પધાર્યા, '૪૮માં સિદ્ધાંતકૌમુદી પૂર્ણ કરી અને છ વિગયના ત્યાગનો સંકલ્પ પણ પૂરો થયો. આ બધું જાણીને વૃદ્ધિચંદ્રજી મહારાજ અને ગંભીરવિજયજી મહારાજ સાહેબે મસલત કરી કે ‘આનામાં આટલી બધી ક્ષમતા છે તો હવે તેને પંજાબી દાનવિજયજી પાસે ભણવા માટે મોકલીએ.” પંજાબી દાનવિજયજી મહારાજ પૂજ્યપાદ ભૂલચંદજી મહારાજના શિષ્ય. પાલિતાણામાં વધુ રહેલા. ગિરિરાજના પરમ ભક્ત. જેસરમાં રહેલા મણિવિજયજી મહારાજને ગિરિરાજ ઉપર જેવી અથાગ ભક્તિ હતી, બસ, તેની યાદ અપાવે તેવી અથાગ ભક્તિવાળા આ પંજાબી દાનવિજયજી મહારાજ. પાલિતાણા ગામમાં મોતી કડિયાની મેડીમાં તેઓ બિરાજતા હતા. નવ્ય ન્યાયના અજોડ વિદ્વાન, કેમ કે એ સંસ્કૃત ભાષાની વિદ્વત્તાનો પાયો દીક્ષા લીધા પહેલાં સ્થાનકવાસી પરંપરામાં નાખીને આવેલા. તેમણે શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને પત્ર લખીને જણાવેલું કે નેમિવિજયજીને ભણવા માટે અહીં મોકલો એટલે આવા સંવેગી અજોડ વિદ્વાનની પાસે નેમિવિજયજીને ભણવા માટે મૂકવાનું વિચારાયું. સારું બનવાનું હોય ત્યારે સારું જ સૂઝે. અહીં ભાવનગરમાં બધી જ પરિસ્થિતિ મુકેલ. પૂજયપાદ વૃદ્ધિચંદ્રજી મહારાજની નાજુક તબિયત દિવસે દિવસે ઘસાતી હતી. ક્યારે શું થાય તે કહેવાતું ન હતું. આ સંજોગો જોઈને નેમિવિજયજીએ કહ્યું કે, “ના સાહેબ, આવા સંજોગોમાં ગુરુમહારાજને મૂકીને જવાનું મન નથી.” પાલિતાણા - પંજાબી દાનવિજયજી પાસે; “ગંભીરવિજયજી મહારાજ, ધર્મવિજયજી મહારાજ, ચારિત્રવિજયજી મહારાજ સૌ એમ કહે છે કે તમે જાવ. અને આટલે સુધી પહોચ્યા તો પૂરું કરો. અહીં અમે બધા છીએ.” અને આમ સૌના આગ્રહને કારણે મહારાજ સાહેબ દર્શનશાસ્ત્રના વિદ્યાભ્યાસ માટે પાલિતાણા પધાર્યા. સં. ૧૯૪૮નો શેષકાળ અને '૪૯નું ચોમાસુ પાલિતાણામાં થયું. એ દિવસો દરમ્યાન નવ્યન્યાયનો અને ‘અઢાર હજારી”નો અભ્યાસ કર્યો. “અઢારહજારી વ્યાણ અને ન્યાય જે ભો એટલે “સિદ્ધહેમ' વ્યાકરણ પરની અઢારહજાર શ્લોકપ્રમાણની ટીકા. તેનો પ્રવેશ બઘા માં સંસ્કૃતના વ્યાકરણમાં ઊંડા જઈને એનાં સાધકબાધક કારણોને સ૨ળતાથી થાય. તપાસતાં એવી ડી ચર્ચા આવે છે કે એને લઈને કોઈપણ શાસ્ત્રમાં પ્રવેશ સરળતાથી થઈ શકે, કોઈપણ ગૂંચ ઉકેલવી હોય તો ઉકેલી શકાય એવું પાંડિત્ય અને એટલી વિદ્યા એના પ્રભાવે આવે. જે કોઈપણ માણસે વિદ્યાના ક્ષેત્રે નિપુણતા મેળવવી હોય એણે વ્યાકરણ અને ન્યાય ભણવાં જ જોઈએ. काणादं पाणिनीयं च सर्वशास्त्रोपकारकम् । શાળા એટલે નવ્ય ન્યાય અને પાણિનિ એટલે વ્યાકરણ. માણસ જો આ બે ભણ્યો હોય તો કોઈપણ શાસ્ત્ર સમજવું ને ઉકેલવું સહેલું થઈ પડે છે. જ્ઞાનની લગની: એટલે મહારાજશ્રી ત્યાં બે વરસ જેવું રહ્યા. પંજાબી દાનવિજયજી મહારાજે તેમને ત્યાં પ્રવચsitમાળા માત્ર ભણાવ્યા એટલું જ નહીં, પણ જ્ઞાનની લગની લગાડી દીધી. જ્ઞાન ભણવું એક વાત છે ૨૨ અને જ્ઞાનની લગની લાગવી બીજી વાત છે. જેને જીવનભર વ્યવસાય તરીકે સ્વીકારી લેવાય શાસનસભાદ 2010_02 Page #36 -------------------------------------------------------------------------- ________________ તેનું નામ લગની છે. અને ભણવું એટલે તો તત્કાલ પોતાના ખપ પૂરતું કે આજીવિકા માટે અભ્યાસ કરી લેવો તે. પંજાબી દાનવિજયજી મહારાજમાં રહેલી જ્ઞાનની પ્રીતિનો દીવો પૂજ્યપાદ મહારાજસાહેબના હૃદયમાં બરાબર પેટાઈ ગયો. તેઓ ત્યાં હતા ને જ ગુરુમહારાજ સાહેબના સ્વર્ગવાસના સમાચાર મળ્યા. ત્યારે તેમને અત્યંત દુઃખ થયું. ધર્મવિજયજી મહારાજે (પૂજ્યપાદ ધર્મસૂરિજી મહારાજ - કાશીવાળાએ) રાત દિવસ જોયા વિના અપ્રમત્તપણે વૃદ્ધિચંદ્રજી મહારાજની અખંડ ભક્તિ કરી છે. છેલ્લે છેલ્લે તો તેઓ ઊભા પણ થઈ શકતા નહોતા. સ્થંડિલ અને મારું બધું જ પાટ પાસે અથવા સંથારામાં કરવું પડતું હતું. તે સ્થિતિમાં અખંડ સેવા કરી આના જ પ્રભાવે, પોતે કાળધર્મ પામ્યા એ સવારે શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે ત્યાં બેઠેલા અમરચંદ જશરાજ વગેરેને કહ્યું કે ‘ધર્મવજયજી કો પંન્યાસ બનાના.' કાશીવાળા આ ધર્મસૂરિ મહારાજ શરૂશરૂમાં તો બુદ્ધિના બહુ સ્થૂળ હતા. એમને એક લોગસ્સ કરતાં પંદર દિવસ થયેલા. એમની એવી સ્થિતિમાંથી તે મહાપંડિત બન્યા એ મહારાજશ્રીની કૃપાનું ફળ. નેમિવિજયની લગનીને કારણે પંજાબી દાનવિજયજી મહારાજે જ્ઞાનનું એક વાતાવરણ ઊભું કર્યું હતું. વ્યક્તિ જ્યારે એક ચીજને સમર્પિત થાય છે ત્યારે વાતાવરણ બને છે. અને આવા વાતાવરણમાંથી જે શીખવા મળે છે તે પુસ્તક કરતાં ઘણું વધારે હોય છે. વાતાવરણ એ પહેલી નિશાળ છે. ત્યાં આપોઆપ શિખાય છે. આની અસર ધર્મવિજયજી ઉપર પણ થઈ. તેઓ કાશી ગયા અને મોટી પાઠશાળા ખોલી. ત્યાં પોતાના અનેક શિષ્યો થયા. પંડિતો થયા. પણ આ આખી વાત અલગ છે. વૃદ્ધિચંદ્રજી મહારાજનો કાળધર્મ : હાં. તો વૃદ્ધિચંદ્રજી મહારાજના કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળીને નેમિવિજયજીનુ મન દુ:ખી દુ:ખી થઈ ગયું. દાનવિજયજી મહારાજ પાસે જે અભ્યાસ કરવાનો હતો તે લગભગ પૂર્ણ થયો હતો. એટલે એમણે મહારાજને કહ્યું કે, ‘જીવનમાં ગિરનાર કદી જોયો નથી. મારે ત્યાં જવા મન છે.’ તે વખતે ઉમેદવિજયજી મહારાજ સાહેબના શિષ્ય પ્રધાનવિજયજી મહારાજ ત્યાં હતા. એ પ્રધાનવિજયજી અને મોટા મહારાજ બન્ને ત્યાંથી વિહાર કરી ગિરનાર પધાર્યા. ગિરનારની યાત્રા કરી. ત્યાં જામનગરના શ્રાવકો મળવા આવ્યા. તેમણે મહારાજ સાહેબને વિનંતી કરી, ‘સાહેબજી, જામનગર પધારો. જામનગર તો છોટી કાશી છે અને અરધો શત્રુંજય કહેવાય છે. અનેક જિનાલયના દર્શનવંદનનો પણ લાભ મળશે.’ . જામનગર ચોમાસું : મહારાજ સાહેબ જામનગર પધાર્યા. ચોમાસાની વિનંતી થતાં ચાતુર્માસ ત્યાં રહ્યા, સં. ૧૯૫૦માં. આ એમનું પહેલું જ સ્વતંત્ર ચોમાસું હતું. મહારાજ સાહેબ ચાતુર્માસના પ્રવેશને દિવસે વ્યાખ્યાનમાં શેક્સપિયર ‘ઍસ યુ લાઈક ઈટ' એ અંગ્રેજી નાટકની પેલી પ્રસિદ્ધ પંક્તિઓ છટાથી બોલેલા – "And this our life exempt from a publichaunt Finds tongues in trees, books in the running brooks, Sermons in stones, and good in everything." 2010_02 વિદ્યાભ્યાસમાં હાડ(ગઃ 2: Page #37 -------------------------------------------------------------------------- ________________ શાશનમ્રાટ પ્રવચનમાળા ૨૪ (જનસમૂહોથી મુક્ત એવું આ વનનું જીવન, વૃક્ષોમાં વાણી, વહેતાં ઝરણાંમાં જ્ઞાન, પથ્થરોમાં પ્રબોધન અને હરેક ચીજમાં શ્રેયને જુએ છે.) આ પહેલા જ સ્વતંત્ર ચોમાસામાં એમણે એમની પ્રભાવકતા ચારે બાજુ વિસ્તારી. એ પ્રભાવકતાના પરિણામરૂપે બે બાબતો બની. એક તો ડાહ્યાભાઈ નામે જામનગરના એક પ્રતિષ્ઠિત સદ્ગૃહસ્થે દીક્ષા લીધી અને પૂજ્યશ્રીના શિષ્ય બન્યા. બીજું, ત્યાંના શેઠ સૌભાગ્યચંદને પૂજ્ય મહારાજશ્રીની નિશ્રામાં ગિરનારજીનો અને સિદ્ધગિરિનો છ'રી પાલિત સંઘ કાઢવાની ભાવના થઈ. મહારાજશ્રીના ઉપદેશથી નીકળેલા સંઘોમાંનો આ પહેલો સંઘ. જામનગરથી સંઘ પહેલાં ગિરનાર ગયો. ગિરનારથી ગિરિરાજ આવવું તે સમયે કઠિન ગણાય છતાં સિદ્ધગિરિ સુધીનો સંઘ એમની નિશ્રામાં સુંદર રીતે નીકળ્યો. ‘બાવીસહજારી’નું વાંચન : નકલની પ્રાપ્તિ આ બધા સમયમાં પણ મહારાજશ્રીનો અધ્યયન-યજ્ઞ તો ચાલુ જ હતો. ત્યારે તેમને ‘બાવીસહજારી’ વાંચવાનું મન થયું. શ્લોકપ્રમાણ અનુસાર જેમ છહજારી, બારહજારી, અઢારહજારી છે તેવી રીતે આગમગ્રંથોમાં ‘બાવીસહજારી' કહેવાતી. ‘બાવીસહજારી’ આકર ગ્રંથ છે. એ વાંચવો જ જોઈએ, ભણવો જ જોઈએ. અનેક સ્રોત આપણને એમાંથી સીધા મૂળના મળે છે. આ ‘બાવીસહજારી’ એટલે આવશ્યક સૂત્ર ઉપર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજની વૃત્તિ. તે બાવીસ હજાર શ્લોકપ્રમાણ છે. અને ‘આવશ્યક હરિભદ્રી વૃત્તિ’ને નામે પણ પ્રસિદ્ધ છે. આ ગ્રંથ વાંચવાની ઇચ્છા થઈ છે પણ ગ્રંથ ક્યાંય મળતો નથી. એ સમાચાર ફરતા ફરતા પૂજ્યપાદ આત્મારામજી મહારાજને મળે છે. સીધા પોતે નથી કહેવડાવ્યું. આત્મારામજી મહારાજે પોતાની પાસેથી હસ્તલિખિત ‘બાવીસહજારી’ આપી. તે મહારાજસાહેબને જામનગરના ચોમાસામાં મળે છે. તેઓશ્રી એ ગ્રંથ આખો વાંચી જાય છે અને એ ચોમાસામાં લહિયા પાસે પોતાને માટે એની આખી નકલ કરાવે છે. આ નકલ અત્યારે ખંભાતના ભંડારમાં મોજૂદ છે. સં. ૧૯૫૦માં લખાયેલી એ ‘આવશ્યક હરિભદ્રીયવૃત્તિ'ની હસ્તપ્રતમાં બાજુમાં તેમણે મૂકેલાં ટિપ્પણો છે તેમજ સુધારા કરેલા પાઠો છે. વિદ્યાભ્યાસની એમની અખંડ ધૂન કેવી હતી ! ડાહ્યાભાઈની દીક્ષા : સુમતિવિજય : ચોમાસું ઊતરતાં એક શ્રાવક દીક્ષા લેવા આવ્યો. ડાહ્યાભાઈ એનું નામ. સટોડિયો છે. બધાં વ્યસનોથી પૂરો છે. એનો ભાઈ એને કહે છે, ‘તું દીક્ષા લઈ રહ્યો.’ તે કહે, ‘ના, દીક્ષા નક્કી જ છે. ’ એના સ્વભાવની એક વિશેષતા એ હતી કે ઘણુંખરું એ બોલે નહીં અને બોલે તો કર્યા વિના રહે નહીં. જ્યારે તેના ભાઈને લાગ્યું કે આ ખરેખર જ દીક્ષા લેશે ત્યારે કોર્ટમાંથી ‘સ્ટે-ઑર્ડર’ લઈ આવ્યો. ડાહ્યાભાઈએ મહારાજ સાહેબને કહ્યું કે, ‘જુઓ મહારાજ સાહેબ, હવે આપણે પાણી બતાવવાનું છે. કોર્ટમાં જવાનું છે ને મને આપે કોર્ટમાં દીક્ષા આપવાની છે. બોલો, આપની તૈયારી છે ?’ મહારાજ સાહેબ કહે, ‘હું તૈયાર છું.’ કોઈપણ પડકારની ના પાડવામાં તેઓ સમજ્યા જ નહોતા. 2010_02 વિષય ગમે તેવો અઘરો ને આકરો હોય, પહેલાં બરાબર તે અંગે વિચારતા હતા. અને વિચારીને તરત સ્વીકારતા હતા. વાત ગામ આખામાં ફેલાઈ ગઈ. ગામ આખાએ ડાહ્યાભાઈના ભાઈને સમજાવ્યા કે, ‘તમારો ભાઈ સારું કામ કરે છે. તમારાથી આવું ના Page #38 -------------------------------------------------------------------------- ________________ કરાય. પ્રેમથી રજા આપો.' છેવટે રજા મળી. દીક્ષા અપાઈ. સુમતિવિજય નામ પાડવામાં આવ્યું. મહારાજ સાહેબના આ સૌથી પહેલા શિષ્ય. ૧૯૫૧માં આ પ્રસંગ બન્યો. વઢવાણ આગમન ત્યાંથી વિહાર કરીને મહારાજ સાહેબ વઢવાણ પધાર્યા. બાવીસહજારી' જ્યારે વાંચવાની વાત આવી ત્યારે અને તે પછી એમના મનની અંદર થયું કે કોઈપણ રીતે હવે શાસ્ત્રી રાખવા પડશે. એકથી બે ભલા. એ રીતે ગ્રંથ વાંચી શકાશે. એક દિનકરરાવ શાસ્ત્રી નામના દાક્ષિણાત્ય પંડિત હતા. એમને પોતાની સાથે રાખ્યા. શરૂઆતમાં એક પંડિત, પછી બે અને પછી ત્રણ પંડિતો રાખ્યા. એ ત્રણેય પંડિતનો બધો પગાર, બધી સુવિધાનો લાભ શ્રી મનસુખભાઈ ભગુભાઈ પોતે લેતા હતા. મહારાજ સાહેબ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી મહારાજ સાહેબના, ત્રણ પંડિતો, બે લહિયા અને બીજા ત્રણ માણસો – એવો એમનો રાજાશાહી ઠાઠ હતો. મનસુખભાઈને ત્યાંથી બો પગાર આવે. મહારાજસાહેબ જીવ્યા ત્યાં સુધી મનસુખભાઈ ભગુભાઈએ, એમના દીકરા માકુભાઈએ તમામ ચીજોનો લાભ લીધો હતો. . મનસુખભાઈ ભગુભાઈ જેવા ગુરુભક્ત મળવા ખૂબ જ મુશ્કેલ છે. વરતેજમાં પ્લેગ ઃ મહારાજ સા.ની માંદગી : વિ.સં. ૧૯૫૯ની આ વાત છે. ત્યારે ભાવનગરમાં પ્લેગ થયો. બધા સાધુભગવંતો વિહાર કરીને વરતેજ આવ્યા. વરતેજમાં પણ પ્લેગનાં ચિહ્નો દેખાયાં. અને એક-બે સાધુમહારાજને તાવ આવ્યો. એના ત્રીજા દિવસે પૂજ્યપાદ મોટા મહારાજ સાહેબને તાવ આવ્યો. એટલે બધા જ ચોકી પડ્યા. મહારાજ સાહેબની સાથે જ રહેતા હતા. એ પૂજ્યપાદ સાગરજી મહારાજના ભાઈ મણિવિજયજી મહારાજે તાબડતોબ સમાચાર અમદાવાદ મનસુખભાઈને આપ્યા, ‘મહારાજ સાહેબ સાથે અમે વરતેજ આવી ગયા છીએ અને અહીંયાં મહારાજ સાહેબને તાવ આવે છે. પ્લેગનો વાવર ચારે બાજુ છે.’ મનસુખભાઈએ ડૉક્ટરને મોકલ્યા મનસુખભાઈએ તાબડતોબ ભાવનગર ખાતેના તેમના એક મિત્ર ડૉક્ટરને તાર કરીને કહ્યું, ‘તું હમણાં ને હમણાં જા અને મહારાજ સાહેબનો ઉપચાર કર.' તોયે મનસુખભાઈના મનને ચેન ન પડ્યું. એમને થયું કે આટલેથી કામ નહિ સરે. પોતાના દીકરા માણેકલાલ (માકુભાઈ) માંદા હતા. એમની સારવાર માટે જમનાદાસ કરીને ડૉક્ટર રોકેલા. એમને મનસુખભાઈએ કહ્યું, ‘તમે હમણાં ને હમણાં વરતેજ જાઓ.' એ વખતે ડૉક્ટર કહે છે, ‘આપના પુત્ર માણેકભાઈની તબિયત બરાબર નથી, તેની સારવાર ચાલુ છે. હું કેવી રીતે જાઉં?’ તો જવાબ મળે છે કે, ચિંતા ન કરો. આ માણેક કદાચ માંદો રહેશે અથવા મારી અને એની લેણાદેણી પૂરી થઈ જશે તો મારા કુટુંબને દુઃખ થવાનું છે. પણ જો નેમિવિજયજીને કાંઈ થશે તો આખા ભારતભરના સંઘને દુઃખ થવાનું છે. માટે ત્યાં અત્યારે ને અત્યારે જાઓ.'' uÈક કદાચ માથે હશ અથવા મારી અને અની (iěણી પૂરી થશે તો મારા કુટુંબને દુ:ખ પડશે પણ જો નવિજયજીને કાંઈ થશે તો ભારતના સંઘોને દુ:ખ થશે. હું વહાલું લાગ્યું ? એકનો એક દીકરો કે મહારાજ સાહેબ ? પુત્રની માંદગી ગૌણ કરીને જમનાદાસભાઈને બધી સામગ્રી સાથે તાત્કાલિક મોકલ્યા. એ ચોવીસ કલાકમાં તો મનસુખભાઈએ એંશી તાર કર્યા. તારવાળો પણ આશ્ચર્ય 2010_02 વિધ્ધાભ્યાસમાં હણકાળ:૨ ૨૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી મનસુખભાઈ ਅਮਰ પ્રવચનમાળા ૨૬ 2010_02 સાથે કહે છે, 'આ કોણ મહારાજ સાહેબ છે કે જેમના ખબરઅંતર પૂછવા આટલા તાર આવ્યા કરે છે.’ ચાર દિવસે ગુરુભગવંતની કૃપાથી, દેવગુરુપસાયે મહારાજ સાહેબને તાવ ઊતરી ગયો. આ સમાચાર મળ્યા ત્યારે મનસુખભાઈને શાંતિ થઈ. જિનશાસન આનાથી રળિયામણું છે. જે માણસો સાવ ટૂંકા છે, વેતિયા છે, જે ઘરમાં પુરાઈ રહે છે, માત્ર પેટભરા છે, ખૂણે ભરાઈને બેસી રહે છે એમનાથી શાસન ચાલતું નથી. મનસુખભાઈ ભગુભાઈ તો એક નામ આપ્યું. આવા તો પ્રતાપસિંહ મોહનલાલ, ચમનલાલ લાલભાઈ, સારાભાઈ ડાહ્યાભાઈ – આ તો અમદાવાદના – ઉપરાંત એકેએક ગામમાં એવા નામાંકિત પુરુષો હતા. ઉદેપુરના, બિકાનેરના, ફ્લોધિના એવા શ્રાવકો હતા. જ્યાં જ્યાં મહારાજ સાહેબ પધાર્યા ત્યાં ત્યાં તેમને ઉચ્ચ કક્ષાના ભક્તિવાળા શ્રાવકો મળ્યા છે. તેમના થઈ ગયા છે. ઉદેપુરના મહારાણા ફત્તેહસિંહજીના દીવાન ફત્તેહકરણ હતા. તે મહારાજ સાહેબ પાસે ખુલ્લા પગે ચાલીને ભણવા આવતા. મહારાજ સાહેબની પ્રતિભાનાં દર્શન કરીને એમને થયું કે આના જેવા તેજસ્વી સંત જોયા નથી. એમની સાથેનો પ્રસંગ આપણે આગળ ઉપર જોઈશું. આ સત્ત્વ, આ તેજની પાછળ કયું પરિબળ છે તે આપણે જોઈ રહ્યા છીએ. ‘પરિભાષેન્દ્રશેખર’નો અભ્યાસ : ડૉ. રાનડે સાથે પરિચય : સં. ૧૯૫૨નું ચોમાસું મહારાજ સાહેબે વઢવાણ કર્યું. એ ચોમાસામાં દિનકરરાવ શાસ્ત્રી પાસે મહારાજસાહેબ ‘પરિભાષેન્દુશેખર’ વાંચે છે. એમને ક્યાંય ધરવ નથી, અંત નથી, સંતોષ નથી. ‘પરિભાષેન્દ્રશેખર’ એ પાણિનિના વ્યાકરણ પરનો ગ્રંથ કહેવાય. અને એના શાસ્ત્રાર્થો સામાન્ય પંડિત પાસે નહિ, પરંતુ એમણે રાખેલા આ દાક્ષિણાત્ય પંડિતો પાસે કરવામાં આવતા. તે વખતે ગોવિંદ રાનડેના સગાભાઈ રાનડે ડૉક્ટર વઢવાણમાં હતા. સુરેન્દ્રનગરમાં લશ્કરી કેમ્પ હતો. અને તેને કારણે આવી વ્યક્તિઓ ત્યાં રહેતી હતી. એમનો પણ મહારાજ સાહેબને પરિચય થયો છે. ડૉ. રાનડે એમની પાસે આવતા. મહારાજ સાહેબ ‘પરિભાષન્દુશેખર’ ભણે છે એ જોઈને તો તે દંગ થઈ ગયા. પરિચય એ રીતે થયેલો કે રાનડે ડૉક્ટરને એક વાર દિનકરરાવ શાસ્ત્રી રસ્તામાં મળી ગયા. પૂછ્યું કે ‘અહીં કોઈ પંડિત માણસ છે ? મારે એમની પાસે અમુક વાત જાણવી છે. થોડી વાતો કરવી છે.’ એક વખત જેનો ચસકો લાગે છે ત્યારે તે માણસ તેવી સંગતવાળા માણસને શોધતો ફરે છે. અંદરથી એ વાત ઊઘડવી જોઈએ. વિદ્યા-વિનોદ એ એવી ચીજ છે. કહ્યું છે ને કે : काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम् । એટલા માટે ડૉ. રાનડે એમને આ સ્વરૂપે પૂછે છે. તે વખતે આ શાસ્ત્રીજી કહે છે, મહારાજશ્રી અહીંયાં છે. હું તેમને ‘પરિભાષેન્દ્રશેખર' ભણાવું છું. અમે સાથે વાંચીએ છીએ.' તે પછી ડૉ. રાનડેએ મહારાજશ્રી સાથેનો પરિચય વધાર્યો. ગુજરાત તે વખતે આવી બધી બાબતોમાં સામાન્ય રીતે પછાત. અહીં વિદ્યાના પ્રવાહો એટલા જોવા ન મળે. એટલે જ્યારે ડૉ. રાનડેએ આવીને મહારાજ સાહેબ પાસે શાસ્ત્રાર્થ કર્યો ત્યારે તેઓ ખુશખુશાલ થઈ ગયા. છેક ‘૫૪ સુધી આ તંતુ ચાલ્યો. Page #40 -------------------------------------------------------------------------- ________________ જંગમ પાઠશાળા : ૧૯૫૪માં તેઓ ખંભાત આવ્યા ત્યારે તેમણે એક વિશિષ્ટ પ્રકારની પાઠશાળા સ્થાપી. એને ‘જંગમ‘ પાઠશાળા નામ આપ્યું. ‘જંગમ' પાઠશાળા એટલે મહારાજ સાહેબ જ્યાં ચોમાસું બિરાજમાન રહે ત્યાં તો ભણવાનું જ, પણ વિહાર કરે એટલે વિદ્યાર્થીઓએ વિહારમાં જોડે ને જોડે રહેવાનું અને જ્યાં પહોંચે ત્યાં અડધા-પોણા કલાકમાં પૂરી પાઠશાળા સ્થપાઈ જાય અને અધ્યયન ચાલુ થઈ જાય. આ રીતે એને ‘જંગમ‘ પાઠશાળા નામ આપેલું. એને ચલાવવા ત્રણ શાસ્ત્રીઓ રાખેલા. તેઓ વિદ્યાર્થીઓને ભણાવવાનું અને તેમની અભ્યાસની પ્રગતિ ઉપર સુપરવાઈઝરનું કામ કરતા. એ ‘જંગમ‘ પાઠશાળામાં રમણલાલ દલસુખભાઈ ભણેલા. ઊજમશી છોટાલાલ (ઉદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ) તૈયાર થયેલા. વાડીલાલ બાપુલાલ કાપડિયા પણ એમાં ભણેલા. આ બધા પુરુષોને તે વખતે ચાનક લગાડવી, સંસ્કૃતના અભ્યાસ તરફ વાળવા અને એમાંય વ્યાકરણ અને કાવ્ય શીખવાડવું એ માટે અંદરથી એમને કેટલી ખાંખત હશે ! ૧૯૫૪માં તે વખતે અમરચંદ પ્રેમચંદ શુદ્ધ શ્રાવક. સમ્યક્ત્વધારી, બાર વ્રત પૂર્ણ પાળનારા. એમણે એ જમાનામાં પરિગ્રહ-પરિમાણ રાખેલું. એ જમાનામાં ૯,000 રૂપિયાનું એ પરિગ્રહ-પરિમાણ. એનાથી એક પણ પૈસો વધી ન જાય તેની કાળજી રાખે. અને વધી જાય તો સાતેય ક્ષેત્રોમાં વાપરવાનો નિશ્ચય. તેમાં અતિચાર ન લાગે તેની પણ કાળજી રાખે. ચોમાસામાં એમને મહારાજ સાહેબે ઉપદેશ આપ્યો, પંડિતો રાખ્યા છે અને તેમના પગાર માટે કેટલોક ખર્ચ કરવાનો છે. દસ હજાર રૂપિયા જો આપવામાં આવે તો પાઠશાળા સરસ શરૂ કરી શકાય અને લાંબો સમય ચાલુ રહે. પછી તો આગળ આગળ રકમ મળશે.’ અમરચંદભાઈ : અમરચંદ જ્ઞાનના પ્રેમી હોવાના કારણે ‘આવું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે તો દસ હજાર રૂપિયા હું આપીશ.’ એમ કહી દીધું. ઘરે આવ્યા. પોપટલાલ અને છગલશીભાઈ એ એમના દીકરાઓએ વિચાર્યું કે જો બાપુજી રૂપિયા આપી દેશે તો આપણને મિલકતમાં એટલો ભાગ ઓછો મળશે. આ વાત મહારાજ સાહેબના કાને આવી. એમણે અમરચંદભાઈને બોલાવીને કહ્યું, ‘તમારું મન રાજી રહે એમ જ કરજો. દબાણ નથી.’ તેઓ કહે, ‘ના મહારાજ સાહેબ, આ મન રાજી રાખવાની વાત નથી. હવેની વાત તો મારી છે.’ વચ્ચેના ગાળામાં એવું બન્યું કે ચલણી નાણું બદલાઈ જતાં ૯૯,000 રૂપિયા તે હવે ૭૪,૦૦૦ ગણાય. ઘરમાં કાંઈક ક્લેશનું વાતાવરણ સર્જાયું. ત્યારે અમરચંદભાઈ સવારના ઊઠીને વિચાર કરવા લાગ્યા ‘આવો ક્લેશ શા માટે ? એ જોઈએ નહીં. છોકરાઓ ભલે રાજી છે. ' પાસે પોતાનાં અને પત્નીનાં ઘરેણાંનો દાબડો હતો તે લઈ સવારના પહોરમાં સીધા તેઓ મહારાજ સાહેબ પાસે પહોંચી ગયા. ‘આ દાબડો. દસ હજારની આસપાસની કિંમત થાય છે. બસ્સો વધુ હશે પણ ઓછા નહિ. આપ યોગ્ય શ્રાવકને સોપી દો જેથી હું ઋણમુક્ત બની જાઉં અને આપણું કામ થવું જોઈએ.’ આમ આ ‘જંગમ‘ પાઠશાળા ’૫૪ થી ’૫૭ સુધી બરાબર ચાલી. જે વિદ્યાર્થીઓ એમાં ભણ્યા એમાંથી જ કેટલાકની દીક્ષાઓ પણ થઈ. ઉદયસૂરિ મહારાજ, પ્રવર્તક યશોવિજયજી મહારાજ ત્યાંથી થયા. આવી જ્ઞાનની લગની એમના હૃદયમાં લાગેલી હતી. આવી ધૂણી ધખાવી હતી. જ્યારે એમણે હરિભદ્રસૂરીશ્વરજી મહારાજની ‘બાવીસહજારી’ વાંચી એ ક્ષણે એમના મનમાં એમ થયું કે ‘આવા મહાજ્ઞાની પુરુષ ગ્રંથ ઉપરની વૃત્તિ લખે છે અને એમાં અનેક વિષયોની સ્પષ્ટતા અને ઊંડાણ મળે છે તો એમના પોતાના ગ્રંથો કેટલા અદ્ભુત હશે ! 2010_02 વિદ્યાભ્યાસમાં હણ્ણાળ:૨ ૨૦ Page #41 -------------------------------------------------------------------------- ________________ ખરેખર તો એ વાંચવા જોઈએ.” જુઓ, કેવી ઊંચી ચીજો ઉપર આંગળી મૂકે છે ! બીજાને જયાં દીવાલ દેખાય છે ત્યાં એમને દ્વારનાં દર્શન થાય છે. હું આ અન્યોની નિંદાસ્વરૂપે નથી કહેતો, આપણા જ્ઞાન-ક્ષેત્રના દારિદ્રય વિશે કહી રહ્યો છું. વર્તમાનકાળના આપણે ત્યાંના કોઈકોઈ આચાર્ય ભગવંતોને પૂછી જોજો કે બાવીસહજારી' ગ્રંથ આપે જોયો છે ખરો ? ઉત્તર બહુ આનંદજનક નહિ મળે. એટલી હદે આવા મૌલિક ગ્રંથોનું અધ્યયન અત્યારે ઘટી ગયું છે. જ્યારે મહારાજશ્રીએ સીધા શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના ગ્રંથો વાંચવાના શરૂ કર્યા. અષ્ટપ્રકરણનું વાંચનઃ શ્રાવકોનું આશ્ચર્ય : સં. ૧૯૫રની એક વાત છે. મહારાજ સાહેબ રાધનપુર પધારેલા. ત્યાં ચૈત્યપરિપાટી કરવા રોકાયેલા. બપોરના સમયે ઉપાશ્રયમાં બેસીને સ્વાધ્યાય કરતા હતા. શ્રાવકો વંદન કરવા આવ્યા. એ વખતના શ્રાવકોમાં દરેક ગામમાં બે-પાંચ તો એવા હોય કે જે બરાબર પારંગત કહી શકાય, શ્રાવકો વંદન કરીને મહારાજ સાહેબને પ્રશ્ન કરે છે, “સાહેબજી, અત્યારે શાનું અધ્યયન ચાલે છે ?' મહારાજ સાહેબ કહે છે, “અષ્ટકપ્રકરણ વાંચું છું.” શ્રાવકો આશ્ચર્યથી ફરી પૂછે છે, હરિભદ્રસૂરિ મહારાજનાં અષ્ટકજી ત્યારે કહે, હા, શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના “અષ્ટક વાંચું છું.' આજે તો શ્રાવકને આ અષ્ટકોની ખબરેય નથી. “અષ્ટક' કહો તો “જ્ઞાનસાર અષ્ટક' સુધીની તેમની બુદ્ધિ પહોચે. ઉપાધ્યાય યશોવિજયજીએ રચેલા “જ્ઞાનસાર અક' વિશે તેમણે જાણ્યું હોય, સાંભળ્યું હોય કદાચ; પણ આ “અષ્ટકકરણ વિશે નહીં. શ્રાવકોએ આગળ પૂછવું, “સાહેબ, આપને દીક્ષાપત્યય કેટલો થયો ? જોકે આ પૂછવા માટે પણ હિંમત જોઈએ, ઊંચાઈ જોઈએ. એમાંયે આ તો નેમિસૂરીશ્વરજીને પૂછવાની વાત ! મહારાજ સાહેબે ખૂબ નમ્રતાથી જવાબ આપ્યો, “દીક્ષાયિને તો સાત વરસ થયાં.” પછી શ્રાવકો કશું બોલ્યા નહિ. એટલે મહારાજ સાહેબે પૂછ્યું, “શા માટે આમ પૂછવું પડ્યું ?' એ લોકો મહારાજ સાહેબને જવાબ આપે છે, “સાહેબ, અમે તો એવું જાણ્યું છે કે હરિભસૂરીશ્વરજી મહારાજના “અષ્ટકમકરણઆદિ ગ્રંથો વીસ વરસના દીક્ષા પર્યાયવાળા સાધુભગવંત જ વાંચી શકે.” મોટા મહારાજ કહે, “મેં તો એવું કશું જાણ્યું નથી. યોગોહનની વાત કરતા હો તો બરાબર છે. પણ હરિભદ્રસૂરિજીના ગ્રંથોના અર્થશબ્દશઃ સમજાતા હોય તો વાંચી શકવામાં કોઈ બાધ નથી.” સાહેબ, અમને સંભળાવશો ? . ખુશીથી.” શાસનસમ્રાટ પ્રવચનમાળા ૨૮ અને તે દિવસે સવારે રીતસર વ્યાખ્યાન શરૂ થયું. મહારાજ સાહેબે “અકપ્રકરણ” ઉપર ધોરાબદ્ધ વ્યાખ્યાન ચલાવ્યાં. 2010_02 Page #42 -------------------------------------------------------------------------- ________________ ‘અષ્ટકપ્રકરણ’ અઘરો ગ્રંથ છે. એ એવા સંયોગોમાં રચાયો છે જ્યારે બ્રાહ્મણ એટલે કે વૈદિક પરંપરા તરફથી જૈન શ્રમણ સંસ્થા તરફ એક પડકાર ફેંકાયો હતો : ‘તમે જૈન શ્રમણો સ્નાન ક્યાં કરો છો ? સંધ્યા ક્યાં કરો છો ? તમને આસ્તિક કેમ જ કહેવાય ? તમે નાસ્તિક છો. ’ આ પડકારના ઉત્તર રૂપે હરિભદ્રસૂરિજી મહારાજે બત્રીસ અષ્ટકોની રચના કરી છે. મહારાજ સાહેબે આ બધાં અષ્ટકો વાંચ્યાં ત્યારે એ શ્રાવકો બોલી ઊઠ્યા, ‘આટલાં વર્ષોમાં ઘણા સાધુભગવંતો અહીં પધાર્યા છે, અને ઘણાની પાસે આગમાદિ ગ્રંથોની વાચના પણ લીધી છે, પણ આટલું સ્પષ્ટીકરણ, આટલું ઊંડાણ, આટલો તલસ્પર્શી અભ્યાસ અમે જોયો નથી. ’ એમણે પાયો કેટલો મજબૂત બનાવ્યો હતો ! શાસનનાં કામો કરવાં છે, જ્યાં છે ત્યાંથી સંઘને આગળ લઈ જવો છે માટે પાયો તો મજબૂત જોઈશે જ. પ્રભાવકપણું લાવવું છે પણ અંદરનું આરાધકપણું નહિ હોય તો એ ખોખલું થઈ જશે. આ તાકાત એમની હતી. બાપજી મહારાજના એક શ્રી મેઘસૂરિજી મહારાજ હતા. એમણે શ્રીસંઘને ‘સંવેગ રંગશાળા' નામના ગ્રંથનો પરિચય કરાવ્યો. પોતે જ્યારે છેલ્લા બિમાર હતા ત્યારે એમણે ભંડારમાંથી ‘સંવેગ રંગશાળા' લાવવા કહ્યું. કયો ગ્રંથ ને કોની વાત ? કેટલાયે લોકોએ મથામણ કરી ત્યારે ગ્રંથ બહાર આવ્યો. એમાંથી એમણે અમુક અધિકાર સંભળાવ્યો. ત્યારે જ સંઘને ખબર પડી કે ‘સંવેગ રંગશાળા’ નામનો ગ્રંથ છે. અને પછી તો એનું ખૂબ પઠન-પાઠન થયું. એવી રીતે એકાદ ગ્રંથને કોઈ સંઘ પાસે લાવનાર પણ એ જાણીતા બને છે, તો આ સમૂહને લાવ્યા. એટલા જ માટે પુરાતત્ત્વવિદ્ આચાર્ય જિનવિજયજી મહારાજે હરિભદ્રસૂરિ મહારાજની સ્મૃતિમાં ચિતોડગઢની નીચે ચંદેરિયામાં એમનું સ્મારક બનાવ્યું છે, કેમ કે હરિભદ્રસૂરિ મહારાજ મૂળ ત્યાંના હતા. હરિભદ્રસૂરિજીની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. ચિતોડગઢમાં હરિભદ્રસૂરિના સ્મારક પાસે મહારાજશ્રીનો ફોટો : ગ્રંથના આખા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ગ્રંથો વર્તમાન શ્રી સંઘ સમક્ષ મૂકનાર મહારાજ સાહેબ હતા. એક વાર મુંબઈના શ્રી રમણલાલ ચી. શાહ ત્યાં દર્શન કરવા ગયેલા. એમણે જોયું તો હરિભદ્રસૂરિ મહારાજની બાજુમાં એક નાનકડો ફોટો હતો. અને તે ફોટો પૂજ્યપાદ નેમિસૂરીશ્વરજી મહારાજનો હતો. રમણભાઈને આશ્ચર્ય થયું કે ‘આ શું ?’ આપણે ત્યાં આટલા બધા આચાર્યો છે. વળી મુનિ જિનવિજયજી તો આત્મારામજી મહારાજની પરંપરાના છે. અને આમ કેમ ? જિનવિજયજીનો ઉત્તર છે કે ‘હરિભદ્રસૂરીશ્વરજી મહારાજનો વર્તમાન શ્રીસંઘને પરિચય કરાવનાર પહેલા કોઈ સાધુ હોય તો તે નેમિસૂરિ મહારાજ છે. માટે મારે માટે તેઓ એટલા જ પૂજ્ય છે તેથી એમનો ફોટો અહીંયાં મૂક્યો છે.’ આવી તો કેટલીય મહારાજશ્રીની બાબતો આ સ્વરૂપે સંઘ સમક્ષ આવી નથી. આ પ્રસંગ આવ્યો છે તો પ્રસંગોપાત્ત. આ સ્વરૂપે એમના જીવનને જાણીને એમના પ્રત્યે અહોભાવ અને ભક્તિ ધારણ કરીને આપણા હૃદયમાં એક એવું ગૌરવ અનુભવવું છે કે આપણા નજીકના કાળમાં થઈ ગયેલા આવા પુરુષનો એકાદ ગુણ પણ આપણામાં આવે ! એ આની પાછળનો હેતુ છે, પ્રયોજન છે. તેમના જીવનની બીજી ઘણી વિશેષતાઓ છે. તે હવે આપણે આગળ ઉપર જોઈશું. અગ્રે અધિકાર. 2010_02 વિઘામારામાં હરણફાળ ૨ ૨૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રવક્શન સૂરિપદારોપણ અને તીર્થદ્વાર આપણા અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને પોતાની જાત કરતાં પણ વહાલું માનનારા શ્રી આચાર્ય ભગવંતોની જે ઉજ્જવળ પરંપરા આપણે ત્યાં છે તેમાં ૨૦મી શતાબ્દીમાં થઈ ગયેલા પૂજ્યપાદ શ્રી શાસનસમ્રાટ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ વતમાનકાળમાં મોખરે છે. એમના સમગ્ર જીવન પર દષ્ટિપાત કરતાં એક વાત ફરીફરીને ઊપસી આવે છે કે કેટલાંયે કામો તેમની રાહ જોતાં ઊભાં હતાં. તેઓ જ્યાં પગ મૂકે છે ત્યાં કામ સામે ખુલ્લું દેખાય છે. ચાહે માતરની વાત હોય, કલિકુંડની વાત હોય કે ચાહે ખંભાતની વાત હોય. મ.સા.ના સંદર્ભે ધન્યકુમારની વાતઃ ઉધાન નવપલ્લવિત ઃ આ કલિકુંડ તીર્થ આ સ્વરૂપે થશે તેની ભવિષ્યવાણી પૂજ્યપાદ શ્રી મહારાજ સાહેબે ૩૩ વર્ષ પહેલાં ભાખેલી છે. તેનો ઉલ્લેખ શિલાલેખમાં કરવામાં આવ્યો છે. ભાલાપોળમાં આ પ્રભુજી જયારે ભોયરામાં હતા ત્યારે પોતે એક વાર ચૈત્યવંદન કરીને ધ્યાનમાં બેઠા. શાસનસમ્રાટ પ્રવચનમાળા 3 કે 2010_02 Page #44 -------------------------------------------------------------------------- ________________ બહાર નીકળીને કહ્યું કે, “અહીં આ પ્રભુજી બહાર પધારશે, અને તીર્થ બનશે.” એમનું જીવનચરિત્ર જોતાં મને એક સુંદર કથા યાદ આવે છે: શાલિભદ્ર મહારાજ આપણે ત્યાં બહુ જાણીતા. એમના બનેવીનું નામ ધન્યકુમાર, ધન્યકુમાર પોતે ભર્યુંભાયું ઘર છોડીને માત્ર પોતાના ભાગ્યના ભરોસે નીકળ્યા છે. ઘરમાં સુલેહ-શાંતિ અને સંપ અખંડિત રાખવા માટે, પોતાને નિમિત્તે ઘરમાં કલેશ કે અપ્રીતિ થાય તે ટાળવા માટે ઘરમાંથી કશું લીધા વિના નીકળ્યા છે. પોતાના જ ભાગ્યબળે કરોડોની સંપત્તિ આવેલી હતી પણ સાથે કશું લીધું નથી. ભાગ્ય લઈ જાય ત્યાં જવું છે. રાજગૃહી નગરીની બહાર પહોચતાં સાંજ પડી ગઈ. ધન્યકુમારને થયું કે સાંજ પડી છે, આથમતો પહોર છે, અને નમતે પહોરે નગરમાં પ્રવેશ ન થાય, રાત બહાર જ રહી જઈએ. ચડતા પહોરે ગામમાં પ્રવેશ કરીશું. ચોપાસ નજર નાખી. એક સામાન્ય બગીચો હતો. ત્યાં જઈને પૂછ્યું, “અહીં રાત રહેવું છે.” માળીએ કહ્યું, “ખુશીથી રહી જાવ.” પોતે ફક્કડ લાલ ગિરધારી જેવા હતા. સાથે કશું જ લાવ્યા નહોતા. એક ઝાડ નીચે સ્વચ્છ જગા કરી નવકાર મહામંત્રનું સ્મરણ કરી, ચાર શરણાનો સ્વીકાર કરી પોતે સૂઈ ગયા. આ તેમનો નિત્યક્રમ હતો. સવારે જાગી ગયા. જાગીને નિત્યક્રમ પ્રમાણે ૧૦૮ નવકારમંત્રનું સ્મરણ કર્યું. ઊભા થયા ને ચાલવા માંડ્યા. ઉઘાનની બહાર નીકળ્યા. સૂર્યોદય થઈ ગયો હતો. અનેક લો. રાજનગરીમાં પ્રવેશ કરી રહ્યા હતા. થોડી વારમાં પેલો ઉદ્યાનનો માળી પણ ઊડ્યો. રોજિંદા ક્રમ મુજબ ઉદ્યાનની લટાર નીકળ્યો. એ વિચારમાં પડી ગયો. “આ હું શું જોઈ રહ્યો છું? આ મારી વાડી છે ? આ મારો બગીચો છે? કે બીજાની વાડીમાં આવી ગયો છું? સાવ સુકાઈ ગયેલાં તમામ વૃક્ષો નવપલ્લવિત થઈ ગયાં હતાં. જેના ઉપર એક કૂંપળ દેખાતી ન હતી તેના ઉપર સુંદર મઝાનાં પુષ્પો દેખાતાં હતાં. સાવ ઠૂંઠાં થઈ ગયેલાં વૃક્ષો લીલાંછમ બની ગયાં હતાં. રાતોરાત આ થઈ શું ગયું ? તેણે કુસુમપાલ શ્રેડીને આંગણે જઈ વધામણી આપી, શેઠ, જુઓ જુઓ, આપણો આખોયે ઉદ્યાન આજ નવપલ્લવિત બની ગયો.” ના હોય, હું તો એને વેચી નાખવાના વિચારમાં હતો.” અરે, આવો તો ખરા, રાત્રે એક ભાઈ આવેલા. તેમણે મારી પાસે રાતવાસો રહેવાની અનુમતિ માગી. મેં હા પાડી. તેઓ રાત રોકાયા ને સવારે ઊઠીને તો ચાલતા થઈ ગયા. પાછળ મેં જોયું તો આખોયે બગીચો લીલોછમ થઈ ગયો હતો.' “શું વાત કરો છો ? આ તો બહુ ભાગ્યવંત પુરુષ કહેવાય. તેને શોધી કાઢો. મારે એની સાથે મારી કન્યા પરણાવવી છે.” માળીને સાથે લઈને એ શ્રેષ્ઠી પેલા આગંતુકને શોધવા બજારમાં ગયા. થોડેક જ પહોંચ્યા ને ધન્યકુમાર મળી ગયો. શ્રેષ્ઠીએ પ્રણામ કરી કહ્યું, “આપનો ઉતારો ક્યાં છે ?” તેમણે કહ્યું, ‘હું તો વટેમાર્ગુ છું. હમણાં જ ચાલ્યો આવું છું. ભાગ્ય અજમાવવું છે. આ મોટું નગર છે. આજે નહીં તો કાલે ભાગ્ય ખીલશે એ આશાએ અહીંયાં આવ્યો છું.” ‘તો અમારે ઘરે જ પધા. અમારે ત્યાં જ ઉતારો રાખો.' ધન્યકુમારને થયું કે સામેથી આમ કહે છે તો ચાલો આપણે સ્વીકારી લઈએ. એ ગયા. કુસુમપાલ શ્રેષ્ઠીએ પોતાની કુસુમ શ્રી કન્યા એમને પરણાવી. રાજનગરીના મુખ્ય સૂપિરોપા મને તીર્થોદ્વાર : 3 31 2010_02 Page #45 -------------------------------------------------------------------------- ________________ રાજા શ્રેણિક મહારાજાએ પોતાની કન્યા પરણાવી તથા શાલિભદ્ર મહારાજની બહેન સુભદ્રાનું પાણિગ્રહણ પણ એમની સાથે થયું. ધન્યકુમારના માત્ર એક રાતના નિવાસથી આખો ઉઘાન નવપલ્લવિત થઈ ગયો. જ્યાં વિહાર ત્યાં નવચેતન: એ જ રીતે મહારાજ સાહેબ જે જે પ્રદેશમાં વિચર્યાને જ્યાં દષ્ટિપાત માત્ર થયો છે ત્યાં બધી જગાએ આળસ મરડીને જાણે બધાં કડાં બેઠાં થઈ ગયાં છે. એવી કેટલીયે જગાઓ હતી કે જ્યાં કોઈ આવતું જ ન હતું પણ મહારાજે માત્ર નજર કરતાં એ સજીવન બની છે. એમની અંદરની ચેતના કેટલી જાગ્રત હશે ! પ્રાણથી કેવી ઉભરાતી હશે ! કામળિયાઓ સાથે કામ લીધું: કાળમીંઢ પાણા જેવા કામળિયા દરબારોને પલાળવા એ કેટલું કપરું કામ છે એ તાજેતરમાં જ થયેલા તેની પાસેના તીર્થના કાર્યમાં જેઓ ડૂબેલા છે તે જાણે છે. એ વખતના સાક્ષી શાંતિભાઈ જેસરવાળાને ખબર છે કે એમાં કેટલાં વિદનો આવ્યાં છે અને એ વિનોને ખાળવા શું શું ભોગ આપવો પડ્યો છે. મહારાજ સાહેબમાં બીજું એક તત્ત્વ કામ કરતું હતું. તેઓ તો કાયના વાહક હતા, કરનારા તો બીજા હતા. એમને કામ કરાવવું હતું અને એમની દ્વારા કરાવવું હતું એટલે એ જે-તે સ્થળે પહેલાં પહોચી જતા હતા. આપા કામળિયાને રાત્રે સ્વમ આવે છે. સ્વપ્રમાં એક જગા દેખાય છે. એ જગામાં ઘી ઢોળાયેલું જુએ છે. એ જગા આપવાનું મન કરતાં જયારે ઈચ્છે છે ત્યારે ફરતાં ફરતાં જગા પાસ કરીને સામે પગલે તેઓ આપવા ગયા છે. અત્યારે એ જગાએ મહાવીરસ્વામીનું દેરાસર બનેલું છે.) કામળિયાઓએ મહારાજ સાહેબને કહ્યું, “આપ સ્વીકારો. અમે આપને બધું લખી આપીએ.” મહારાજ સાહેબ કહે, કશું લઈ ન શકું. હું સાધુ છું.’ તે વખતે એમની જોડે એક ડાહ્યો માણસ હતો દીવાન. પોતે બ્રાહ્મણ હતો પણ જૈન પરંપરાથી પરિચિત હતો. એણે કહ્યું, “અકબરશાહ બાદશાહે જે સનદો-ફરમાન આપ્યાં તે જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજીએ સ્વીકાર્યા છે. આપ કેમ સ્વીકારતા નથી .?મહારાજ સાહેબ સ્પષ્ટ કહે છે, “ભલા માણસ, એ મહાપુરુષોની હું પગની રજ પણ નથી. સનદો મારા નામે લઈ ન શકાય, પેઢીના નામે જ લેવાય. સાધુને જરજમીન ન હોય.' અને એ જમીન પેઢીને નામે જ લીધી છે. અત્યારે પણ જ્યાં પાણી ઊકળે છે તે આગળનો મોટો વંડો આજે પણ આ.ક. પેઢીના નામે છે. આ દીર્ધદષ્ટિ, આ દૂરંદેશીપણું, આ નિઃસ્પૃહતા ક્યાં મળે ! અમૃતસૂરીશ્વરજી: એમના ઉદ્દગારો જેને દેખી...': વિ.સં. ૧૯૭૨માં સાદડીમાં મહારાજ સાહેબનું ચોમાસું હતું. તે વખતે તેમના શિષ્ય શ્રી અમૃતસૂરીશ્વરજી મહારાજનો દીક્ષાપત્યય એક વર્ષનો. એક વર્ષના પર્યાયમાં એમણે ચોવીસે ભગવાનનાં સ્તવનો બનાવ્યાં, સ્તુતિઓ રચી, કુમારપાળ મહારાજાની શાસનસમ્રાટ પ્રવચનમાર્ગ 32 5. 2010_02 Page #46 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીનો ગુજરાતીમાં અનુવાદ કર્યો, ‘વૈરાગ્યશતક'ની રચના કરી. આ રચનાઓનું એક પુસ્તક પ્રગટ કર્યું. વાડીલાલ બાપુલાલ કાપડિયાના જૈન એડવોકેટ પ્રિન્ટિંગ પ્રેસમાં એ છપાવ્યું. આ પુસ્તકના ‘અર્પણ'માં અમૃતસૂરીશ્વરજીએ આ શબ્દો લખ્યા છે કે, “જેને દેખી બહુ શુતરો પૂર્વના સાંભરે છે.” આખું પણ આ પ્રમાણે છે : ભક્તિની ભેટ (છંદ : મન્દાક્રાન્તા) જેને દેખી બહુશ્રુતધરો પૂર્વના સાંભરે છે, જેના પ્રત્યે નિખિલ જનતા માન મોટું ધરે છે, કાપે છે જે કુમત તરુના કંદને મૂળમાંથી, આપે છે જે ભવજલ તરી દેશના મોક્ષસાથી. જેણે દીક્ષા ભગવતી મને આપીને સાથ લીધો, સ્ફોટા યત્ન સુખકર મને મૂર્ખને બોધ દીધો, જેઓ નિત્યે મુજ હિત તણો માગ ખંતે કહે છે, તે શ્રી નેમિસૂરિ ચરણમાં ભક્તિની ભેટ આ છે.” મહારાજ સાહેબના વ્યક્તિત્વની હાજરીમાં, એમના શિષ્ય એ વખતે એમને જોઈને આ શબ્દો વાપરે છે. આ શબ્દો માત્ર એમના આ એક શિષ્યના નથી. પૂજયપાદ આ.મ. શ્રી વિજયનન્દનસૂરિ મહારાજે પણ પૂજયપાદશીની સ્તુતિ સ્વરૂપ એક સૂરિસ્તવશતકની રચના કરી છે, તેમાં પણ તેમને આ રીતે યુગપ્રધાન પુરુષની યાદ કરાવનાર તરીકે કહ્યા છે. તે શ્લોક આ પ્રમાણે છે : महानिशीथ मुख्येषु सूत्रेषूक्तविधानतः । योगोपधान मालायाः परिधापन वासरे ॥ १०१ ॥ मालायाश्च महामन्त्रं विदघतो महौजसः । पूर्वयुगप्रधानानां स्मृति कारयतोविभोः ॥ १०२ ॥ सूरिस्तवशतके આમ અનેકના શબ્દો છે. આ અનેક પૈકીના એક એટલે લક્ષ્મીચંદભાઈ – એમના પિતાજી. એમણે સં. ૧૯૬૪માં પત્રમાં લખ્યું છે કે તમારું વ્યાખ્યાન સાંભળીને મને પૂર્વના મહાપુરુષો કેવા હતા તેની ઝાંખી થઈ છે. પિતાજી પોતે પણ અભ્યાસી હતા. એવા માણસે કબૂલાત કરીને પત્ર લખ્યો છે. પત્ર ઘણો કિંમતી છે. પત્ર છપાયો છે. એક પ્રાચીન ગાથા યાદ આવે છે : गोयम सोहम जंबू पभवो सिज्जंभवो अ आयरिया । अन्नेवि जुगप्पहाणा दिठ्ठा सव्वे वि तुह दिखे ॥ આપને જોવાથી ગૌતમસ્વામી, સુધમાસ્વામી, પ્રભવસ્વામી અને સ્વયંભવસ્વામીની જે ઉજ્જવળ પ્રભાવક પુરુષોની પરંપરાના યુગપ્રધાનોને જ જાણે ન જોયા હોય તેવું લાગે છે. મહારાજશ્રીના જીવનમાં અનેક ઘટનાઓ સ્વાભાવિક બની છે. એક પણ ઘટના માટે એમણે ઈચ્છા નથી કરી. માટે જ ઘટના ઘટ્યા પછી તેનો અહંકાર તેમને કદી સ્પેશ્ય નથી. સૂરિપદાવૌપણ મને તીર્થોદ્ધાર : 3 3 3 2010_02 Page #47 -------------------------------------------------------------------------- ________________ જે ચીજો તમે ઈચ્છા કરીને મેળવો છો એના ઉપર રાગ થયા વિના રહેતો નથી. જે ચીજો તેના પ્રભાવે સામેથી આવી, તે અંગેનું કાર્ય કરી લીધું ને પોતે ખસી ગયા. આવાં તો કેટલાંય કામો થયાં છે જેમાંનાં કેટલાંક કદાચ નોધાયાં પણ ન હોય. આંગળી ચીંધી, કામ થયું, આગળ નીકળ્યા. ક્યાંય કશામાં તેઓ લોભાયા નથી. પોતાનું કતૃત્વ કાયમ નથી કર્યું. વિદ્યાભ્યાસના પંડિતો સાગરજી મ.ને વ્યાકરણ ભણાવ્યું પૂજયપાદે કરેલા વિદ્યાભ્યાસના, પંડિતો દિનકરરાવ શાસ્ત્રી અને શશિનાથે ઝા સાક્ષી રહ્યા છે. ૧૯૫રના ચોમાસામાં વઢવાણમાં “પરિભાષેન્દુશેખર' કર્યું. એ ચોમાસું પૂરું કરીને મહારાજ સાહેબ અમદાવાદ અને અમદાવાદથી લીબડી પધાયા. તે વખતે પૂજ્યપાદ સાગરજી મહારાજ મળ્યા. તેમણે મહારાજશ્રીને વિનંતી કરી કે મને વ્યાકરણ શીખવો. તે ને તે દિવસે વ્યાકરણ શરૂ કરવામાં આવ્યું. આ સાગરજી મહારાજ તે આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ. તેઓ આજે સંઘમાં સાગરજી મહારાજ તરીકે જાણીતા બનેલા છે, અને “આગમોદ્ધારક એવું બિરુદ એમને મળેલું છે. આગમમંદિર અંગે મહત્ત્વનું સૂચન: આ સાગરજી મહારાજ આગમ મંદિર - માત્ર આગમોનું મંદિર બનાવવાનું વિચારતા હતા. મહારાજ સાહેબે એમને સામેથી કહ્યું, ‘તું એકલાં આગમો રાખીશ તો તારા દહેરામાં કોઈ નહીં આવે. સાથે ભગવાન પધરાવવામાં આવે તો લોકો આવશે.' આ શિખામણ સાગરજી મહારાજે તૂર્ત સ્વીકારી અને ત્યાર પછી પ્રભુજી પધરાવીને આગમમંદિર બનાવ્યું. આજે સૌ સાક્ષી છે કે લોકો અંદર શા માટે જાય છે. જઈને અંદર શું કરીને આવે છે. આ નાડ પારખવાની શક્તિ આજે કેટલાની ? શ્રી સંઘમાં આ આગમમંદિર જાણીતું બન્યું, પ્રભુજી પધરાવ્યા તો. લીબડી મુકામે સાગરજી મહારાજે તેમની પાસે વ્યાકરણ શીખવાનું શરૂ કર્યું, ત્યારથી એમની જોડે રહ્યા. વલભીપુરમાં પોતાની પંન્યાસપદવી થયા પછી ભગવતીસૂત્રના જેગમાં પણ સાગરજી મહારાજ નેમિસૂરિ મહારાજની પાસે રહ્યા છે. શ્રીપૂજ્યોનું સામ્રાજ્ય : ત્યારે શ્રી પૂજ્યનું સામ્રાજ્ય હતું. શ્રી પૂજય જે ગામમાં બિરાજમાન હોય તે ગામમાં સાધુ ભગવંત એમ ને એમ પ્રવેશ ન કરી શકે. ઓછામાં ઓછો એક કપડો એમને ભેટ કરવો પડે. સંવેગી સાધુનું સામૈયું ન થઈ શકે. શ્રી પૂજય જે સમયે વ્યાખ્યાન ફરમાવતા હોય ત્યારે તે સમયે સંવેગી સાધુ વ્યાખ્યાન ન આપી શકે. જો નવ વાગ્યે શ્રી પૂજયનું વ્યાખ્યાન હોય તો સંવેગી સાધુનું વ્યાખ્યાન કાં સાત વાગ્યે રખાય કાં દશ વાગ્યે, પણ નવ વાગે તો ન જ રખાય. આટલી હકૂમત મૂળચંદજી મહારાજના સમય સુધી હતી. Qાસ સમ્રાટ પ્રવચofભાગ 3 ૪ 2010_02 Page #48 -------------------------------------------------------------------------- ________________ મૂળચંદજી મહારાજનો વિદ્રોહ : પણ મૂળચંદજી મહારાજ એક એવા ભડપુરુષ થયા. સારું-ખોટું તો ઈતિહાસ કહેશે પણ એમણે પાલિતાણામાં પ્રવેશ કરીને તે દિવસે ન ક૫ડો આપ્યો, ને તો એ દિવસે વ્યાખ્યાન બંધ રાખ્યું અને એ જ દિવસે સામૈયું કરાવ્યું. નાની ટોળી તરીકે પ્રસિદ્ધ થયેલો ઉપાશ્રય મૂળચંદજી મહારાજે શરૂ કરાવેલો, મોટી ટોળીમાં શ્રી પૂજ્ય હતા. અને નાની ટોળીમાં તેઓ રહ્યા. આજે પણ તે ઉપાશ્રય નાની ટોળીનો કહેવાય છે. પેઢીમાં મોટા દહેરાસરે જઈએ તેની લાઈનમાં જ એ છે. ત્યાંથી આગળ જતાં ગોડી પાર્શ્વનાથના દેરાસરની બાજુમાં મોટી ટોળીનો ઉપાશ્રય છે. એ સાધુઓ સફેદ કપડાં પહેરતા હતા. સંવેગીઓએ પીળાં કપડાં પહેરવાની શરૂઆત પુજ્યપાદ સત્યવિજય મહારાજથી શરૂ થયેલી. પંન્યાસ સત્યવિજયજી મહારાજ પૂજય સિંહસૂરિજી મહારાજના મુખ્ય શિષ્ય. એમણે ક્રિયોદ્ધાર કર્યો, પીળાં કપડાં પહેરવાની શરૂઆત કરી. ત્યારે સાધુઓની સંખ્યા ઓછી, પણ પરસ્પર પ્રેમભાવ પુષ્કળ, બધાએ ભેગા થઈને જૈન શાસનનું કામ કરવું - સંઘનું કામ કરવું એ એક જ લગની. શક્તિ છે તો બસ તેના માટે જ કામ કરો. તે સિવાય જૈનશાસન નહીં ટકે. આપણને નિમિત્ત મળ્યું છે તો ઝૂકી પડો.” એક સાધુ આપત્તિમાં આવે તો બધા સાધુ મદદે પહોચતા. અંતરિક્ષજી બાબતે જાગરૂકતા : આ પૂજયપાદ સાગરજી મહારાજ અંતરિક્ષજીમાં પધાર્યા. ત્યાં દિગંબરો સાથે અથડામણથી કોર્ટમાં કેસ ચાલ્યો, મુશ્કેલીમાં મુકાયા. તે વખતે મહારાજશ્રી મહુવા પાસેના ગામડામાં હતા. ત્યાંથી તળાજા આવ્યા અને તળાજામાં રહીને તાર-ટપાલ કરીને માણસોને બોલાવ્યા, વકીલોને બોલાવ્યા. મોતીલાલ ગિરધરલાલ કાપડિયા અને મુખ્ય દીવાનને બોલાવીને બારસી મોકલ્યા, માત્ર જુબાની આપવા. શું જુબાની આપવી એનો આખો મુસદ્દો પોતે લખાવ્યો. પોતે બેઠા હતા તળાજા, કેસ ચાલતો હતો બારસી, સાગરજી મહારાજ અંતરિક્ષજીમાં. પણ સાગરજી મહારાજ આપત્તિમાં આવ્યા છે તો કોઈ પણ રીતે તેમને મદદે જવું એ ભાવના. આ પરસ્પરનો પ્રેમ, લાગણી અને સહાયક થવાની લગની. આ જયારે દેખાય છે ત્યારે તમારે સાચા અર્થમાં બોલવું જોઈએ કે ત્યાં ચોથો આરો છે. ત્યારે આંખમાં અમી હોય છે. મહારાજ સાહેબના વખતમાં એ દેખાય છે. એકેએક ક્ષેત્રમાં એમની આ પ્રતિભાના બળથી શ્રી ગંભીરવિજયજી મહારાજે ચાર્યપદવીના સંદર્ભે એમને કહ્યું કે, ‘તમારે કશું બોલવાનું નથી ને આ પદ સ્વીકારવાનું છે. ' પણ મહારાજ સાહેબે ના પાડી. સં. ૧૯૬૦માં વલભીપુરમાં પંન્યાસ પદવી થયા પછી પોતે વિચ, ૬ ૧-૬૨-૬૩નાં વર્ષોમાં અને મોટાં કામો કર્યા. ખંભાતનાં અપૂજ દહેરાંનો પ્રશ્ન ઉકેલ્યો : ખંભાતમાં કેટલાંક દેરાસરો, વંશ હયાત ન હોવાથી, અપૂજ રહેતાં હતાં. મહારાજ સાહેબે લોકોને સમજાવીને ૧૯ દેરાસરો ભેગાં કરી એક દહેરું બનાવ્યું જે આજે પણ મોજુદ છે. એમાં જીરાવાલા પાર્શ્વનાથ મુખ્ય છે. '૬૧, '૬ ૨માં આ કામો થયાં જે વખતે ખંભાત નીતિવિજયજી મહારાજ સાહેબનું કહેવાતું હતું. પૂજયપાદ નીતિવિજયજી એ સાગરજી મહારાજના ભાઈ શ્રી મણિવિજયજી મહારાજના ગુરુ થાય, એ સીધા સૂરિપદારોપણ અને તીર્થોદ્વાર : 3 3૫ 2010_02 Page #49 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા 3 S બુટેરાયજી મહારાજના ચેલા છે. બુટેરાયજી મહારાજના જેમ મૂલચંદજી મહારાજ, આત્મારામજી મહારાજ, વૃદ્ધિચંદ્રજી મહારાજ, એવી રીતે નીતિવિજયજી છે. તેઓ ચાણસ્માના વતની હતા. મહાજ્ઞાની અને મહાયોગી હતા. એમણે બનાવેલી ‘પૂજા’ના ગૂઢ શબ્દો આજે કોઈને ઊકલતા નથી. આવા નીતિવિજયજી મહારાજ ખંભાતમાં બિરાજમાન. પોતે ઘણા તપસ્વી ને ત્યાગી, પણ એક શ્રાવક તેમનું માનતો ન હતો. એમણે બધા પ્રયત્નો કરેલા કે આ બધું કામ કોઈએ કરવું જોઈએ, ઉપાડવું જોઈએ. આ જ ગાળામાં મહારાજશ્રી નેમિસૂરિજી ત્યાં પધાર્યા. નીતિવિજયજી મહારાજે તેમને કહ્યું કે અહીંયાં વર્ષોથી જ્ઞાતિના ઝગડા છે. સંઘો ભળતા નથી. પ્રતિમાજી આપતા નથી. મહારાજ સાહેબે અહોભાવ સાથે કહ્યું કે, ‘આપ બિરાજમાન રહો, હું બધાને બોલાવું છું.' કેટલાક પ્રસંગોએ જ ખ્યાલ આવે છે કે મહારાજશ્રીની બાહ્ય કડકાઈ નીચે શું હતું અને એમની અંદરની ઉદારતા કેવી હતી ! નાળિયેરનાં માત્ર છોતરાં ન જોવાય, અંદરનું પાણી અને મીઠાશ જોવાં જોઈએ. પણ બધાની પાસે તે દૃષ્ટિ હોતી નથી. નાળિયેર પર હાથ ફેરવ્યો, બરછટ લાગે છે, મૂકી દો બાજુ પર. દ્રાક્ષ અને નાળિયેરમાં દ્રાક્ષ પોચી છે, નરમ છે, મીઠી છે. તેમ છતાં મંગલ પ્રસંગે તો નાળિયેર જ અપાય છે, દ્રાક્ષ નહીં. મહારાજ સાહેબે એક જ મિનિટમાં આ વાત સ્વીકારી અને બધા લોકોને બોલાવી વાત કરી. પંદર દિવસની મહેનત, રોજની છ-છ કલાક સુધીની મીટિંગો, સમજાવટ અને અંતે ૧૯ દેરાસરો ભેગાં થયાં. પછી તો નેમિસૂરિ મહારાજનું કેન્દ્ર ખંભાત બનેલું. ત્યાં કીર્તિશાળાનું નિર્માણ થયું. વિશાળ, મજબૂત જ્ઞાનશાળાનું નિર્માણ થયું. મહારાજ સાહેબના ઉપદેશથી થતાં સ્થાપત્યો ઊંચી ઉભરણીવાળાં, મજબૂત અને વિશાળ રહેતાં. એ મકાનો જોઈને તે સમયમાં આ. લબ્ધિસૂરિ મહારાજનાં સ્તવનો પણ પુષ્કળ સંખ્યામાં ગવાતાં. તે સાંભળીને લોકો બોલતા, “નેમિસૂરિનાં ભીંતડાં અને લબ્ધિસૂરિનાં ગીતડાં, ન ક્યારે તૂટતાં ન ક્યારે ખૂટતાં”. આ લોકકહેવત પ્રચલિત થયેલી. આ બધાં કામોની અસર ગંભીરવિજયજી મહારાજ ઉપર હતી. એટલે એમણે મહારાજશ્રીને કહ્યું કે, ‘હવે તો તમારી પાસે વિકલ્પ નથી. તમે વિધિપૂર્વક યોગોદ્વહન કર્યા છે અને એ કર્યા પછી વિધિપૂર્વક આચરનારા તમે પહેલા છો.’ પંચપ્રસ્થાનની પહેલી આરાધના : બૃહદ્નંદાવર્ત પૂજન : પંચપ્રસ્થાનની સૌથી પહેલી આરાધના પૂજ્યપાદ નેમિસૂરિ મહારાજે વર્તમાનકાળમાં કરી છે. એવા કેટલાય નવા ચીલા એમના થકી થયા છે જેની યાદી ઘણી મોટી થાય. બૃહદ્નંદાવર્ત પૂજન સૌ પ્રથમ વાર સં. ૧૯૮૨માં ચાણસ્મામાં વિદ્યાવાટિકાની પ્રતિષ્ઠા વખતે મહારાજ સાહેબે સંકલિત કરીને ભણાવરાવ્યું. આ પહેલાં કોઈ જાણતું જ ન હતું કે બૃહદ્નંદાવર્ત પૂજન છે. એમાં ૨૯૨ પૂજાઓ આવે છે. એક વાર ઉદયસૂરિ મહારાજને એમણે કહ્યું કે, ‘આ પ્રતમાં જો તો શું લાગે છે ? તપાસ કર, સંકલિત કર.' અને એ રીતે આ પૂજન સંકલિત થયું. અને સૌ પ્રથમ ચાણસ્મા ગામની બહાર વિઘાવાડીમાં એ ભણાવાયું. સૌ પ્રથમ ચાર પ્રતિમાજીની ‘અંજનશલાકા’ ત્યાં થઈ. વિધિઓ અને વિધિકારકો મહારાજ સાહેબે તૈયાર કરાવ્યાં. એમનો સેવક નારણ સુંદરજી જે વર્ષોથી મહારાજ સાહેબ પાસે રહેલો એ ગુજરી જતાં મહારાજશ્રીને વિચાર 2010_02 Page #50 -------------------------------------------------------------------------- ________________ આવ્યો કે એની પણ કશીક યાદ રહેવી જોઈએ. ચાણસ્માની વિદ્યાવાડીમાં યાત્રીઓ ઊતરી શકે તે માટે નારણ સુંદરજીની સ્મૃતિમાં શાંતિ હોલ બનાવ્યો. આ જાણીએ ત્યારે થાય કે એમનું હૃદય શું હતું ! સમુદ્ર તો ખાબોચિયું જ લાગે ! આચાર્યપદ અને ભટ્ટારકપદ : આચાર્યપદવી એ ગચ્છનાયક માટેની યોગ્યતાના મુખ્ય ત્રણ માપદંડો છે અને એ હોવા ખૂબ જરૂરી છે. આપણે ત્યાં પહેલાં ભટ્ટારકપદ આપવામાં આવતું હતું. આચાર્યપદ પછી ભટ્ટારક પદ અપાતું. ભટ્ટારક એટલે સમુદાયનો વડો. અત્યારે જે અર્થમાં ‘ગચ્છાધિપતિ’ શબ્દ વપરાય છે તે પહેલાં વપરાતો ન હતો. એ તો સમગ્ર તપાગચ્છના જે મુખ્ય હોય તેમને માટે વપરાય. જેમ કે જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજી મહારાજ જેવા. પણ પોતાના સમુદાયના મુખ્ય હોય તેને ભટ્ટારક કહેતા. એ પદવી અલગ હતી. એ પદવી-પ્રદાન વખતે દ્વાદશાવર્ત વંદન કરવામાં આવતું હતું. આચાર્યપદવીમાં આ દ્વાદશાવર્તવંદન કરાતું નહીં. આ યોગ્યતા જ્યારે કરવાની હોય ત્યારે ત્રણ લક્ષણો જોવામાં આવતાં હતાં. ૧. શીલ, ર. સત્યભાષકત્વ, ૩. બહુઆય. ૧. તે સંપૂર્ણ શીલયુક્ત હોવા જોઈએ. ૨. તે સંપૂર્ણતઃ સૂત્ર પ્રમાણે બોલનારા હોવા જોઈએ. ઉત્સૂત્રભાષકતાનો દોષ તેમનામાં બિલકુલ ન ચાલે. ૩. અને તે દીર્ઘાયુષી હોવા જોઈએ. આ ત્રણ લક્ષણ જેમનામાં હોય તે જ આ પદે આરૂઢ થઈ શકે. શ્રી ગંભીરવિજયજી મહારાજ સાહેબ : શ્રી ગંભીરવિજયજી મહારાજે આ ચીજો – યોગ્યતા તેમનામાં જોઈ. જુઓ કે ચારેબાજુનું વાતાવરણ પણ ત્યારે કેવું સાનુકૂળ છે. ગાંધીજી, ટાગોર, લાલા લજપતરાય, દયાનંદ સરસ્વતી જેવા મોખરાના માણસો તે તે ક્ષેત્રમાં તે સમયમાં થયા છે. એ જ સમયમાં પૂજ્યપાદ મહારાજશ્રી જૈન શાસનને અહીં મળ્યા છે. ૧૯૬૪માં એમને આચાર્યપદવી અપાઈ. તે પછી માત્ર પાંચ વર્ષે સં. ૧૯૬૯માં ગંભીરવિજયજી મહારાજનો કાળધર્મ થયો. શ્રી ગંભીરવિજયજી મહારાજની મહાનતાની કોઈ સીમા ન હતી. પોતે ગ્વાલિયરના બ્રાહ્મણ. જન્મ ૧૯૦૦માં. ૧૯૨૪માં યતિની દીક્ષા લીધી. તે પછી ૧૯૩૧માં મૂલચંદજી મહારાજ પાસે દીક્ષા લીધી અને વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય બન્યા. તે પછી જ્ઞાનસંપાદનની લગની લાગી. બ્રાહ્મણ તરીકે વિદ્યા તો લોહીમાં હતી એટલે પૂજા અને સ્તવનોની રચના કરી. ‘શાન્તસુધારસ’, ‘અધ્યાત્મસાર’ એ ગ્રંથો પર 2010_02 પૂજયપાદ મુનિરાજશ્રી નેમિવિજયજી મહારાજ પૂજયપાદ પં.શ્રી ગંભીરવિજયજી મહારાજ પૂજય મણિવિજયજી મહારાજ સૂરિષારોપણ અને તીર્થોદ્ધાર : 3 30 Page #51 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતમાં વૃત્તિ લખી. આવું વિશદ પાંડિત્ય, મંત્રશક્તિ પણ ખરી. પણ નિઃસ્પૃહતા અગાધ, કચ્છમાં તેઓ વિ. સં. ૧૯૪૨-૪૩-૪૪ ત્રણ વર્ષ કચ્છમાં રહ્યા. ત્યારે માત્ર છાશ અને લોટ ભેગાં કરીને વાપરે, તે પણ આજ બપોરે તે કાલ બપોરે. સ્મશાનમાં જઈને કાઉસ્સગ્ન કરતા. આવું નિઃસ્પૃહતાભર્યું જીવન તેઓ જીવતા. અહીંથી મૂલચંદજી મહારાજે માણસો મોકલ્યા કે ‘આવી રીતે ત્યાં રહો છો, પણ કામો અહીં ઘણાં કરવાનાં છે. પેલું આરાધકપણું છે, આ પ્રભાવકપણું છે. સંઘને તમારી આ સ્વરૂપે જરૂર છે. તેમાં આરાધકતા સમાઈ જાય છે. માટે અહીં આવી જાઓ.' આ નિમંત્રણ સ્વીકારીને તેઓ અહીં આવ્યા. ત્રિભુવન ભાણજી તેમના મુખ્ય ભક્ત. ત્રિભુવન ભાણજી અને નરોત્તમ ભાણજી ભાવનગરના પહેલી હરોળના ગર્ભશ્રીમંત ગૃહસ્થો. આ શ્રીમંતાઈ હજુ પણ છે. ત્રિભુવન ભાણજી કન્યાશાળા સ્થપાઈ એમાં મહારાજ સાહેબનો હાથ છે, પ્રેરણા છે. ગંભીરવિજયજી મહારાજે પૂજ્યપાદશ્રીને જે કંઈ કામ સોપ્યાં કે આદેશ કર્યો તે એમણે સ્વીકાર્યા છે. પૂર્ણસમર્પિત શ્રાવકો : વળી, મનસુખભાઈ ભગુભાઈ જમનાભાઈ ભગુભાઈ જેવા પોતાને પૂર્ણ સમર્પિત શ્રાવકો એમને મળ્યા. મનસુખભાઈ અને જમનાભાઈ એ બે ભાઈઓ મૂળ પેથાપુરના, પોરવાડ જ્ઞાતિના. મનસુખભાઈ ભગુભાઈ કોન્ફરન્સના પ્રમુખ પણ હતા. શંખેશ્વરનો વહીવટ, કલોલનો વહીવટ, ભોયણીનો વહીવટ મનસુખભાઈના ઘરે હતો. આટલા મોટા વહીવટો અણીશુદ્ધ રાખવા એ ઘણું જ કપરું કામ છે. દેવદ્રવ્યનો એક પૈસો પણ આઘોપાછો થાય એનો શાસકારોએ મોટો દોષ બતાવ્યો છે પણ મનસુખભાઈના અણુએ અણુમાં ધર્મ પ્રત્યે અને મહારાજ સાહેબ પ્રત્યેનો તીવ્ર અનુરાગ હતો. તે વખતે વહીવટ ચલાવવા માટે “કારખાના' શબ્દ વપરાતો. ત્યારે ભોયણીની આવકમાંથી શંખેશ્વરનો ખર્ચ નીકળતો. તીર્થસ્થાનોમાં પણ તડકાછાંયા આવતા હોય છે. આજે ઊર્દુ થઈ ગયું છે. એક કાળે ભોયણીના શ્રી મલ્લિનાથ ભગવાનનો કેટલો મહિમા હતો. ભોયણીના એ દેરાસરની વર્ષગાંઠ - મહા સુદ ૧૦ પ્રત્યેક પંચાંગમાં લખાતી; જયારે બીજા કોઈ દેરાસરની વર્ષગાંઠ આ રીતે પંચાંગમાં છપાતી ન હતી. લીમડી સ્ટેટ મનસુખભાઈને ત્યાં ગીરવે હતું. આવા મોટા રજવાડા જેવા તે માણસ મહારાજશ્રીના પૂર્ણ સમર્પિત ભક્ત હતા અને પાછા શેઠશ્રી મનસુખભાઈ કોન્ફરન્સના પ્રમુખ. એટલે મહારાજશ્રીને તો “મોસાળમાં જમણ ને મા પીરસનારી” એવું થયેલું. મહારાજશ્રીના કોઈ કામમાં રોકટોક થાય જ નહીં. અને તેથી જ એમના હાથે કેટલાંક કામો ઝપાટાબંધ થયાં છે. મહારાજશ્રીની નીતિ બહુ સ્પષ્ટ હતી. સંઘનાં કોઈપણ કામોમાં પક્ષપાતી નહીં બનવું, તટસ્થ રહેવું. તરવાની શાસબાસમાટ પ્રવચનમાળા તાકાત ન હોય તો તણાવું તો નહીં જ. ક્યારેય પણ પેઢીની બાબતોની વિરુદ્ધ મત ન 30 આપવો. 2010_02 Page #52 -------------------------------------------------------------------------- ________________ આ સિવાય કેટલીક નીતિઓ પૂજયપાદ ગુરુ મહારાજે આપેલી છે; જેવી કે યતિઓની દવા ન કરવી, સાંજે દૂધ ન વાપરવું વગેરે. આ બધું બરાબર માનતા, તે વખતે પૂર્ણપણે પાળતા. આ સ્થિતિમાં તેઓ આચાર્યપદારૂઢ થયા. તે પછીનાં જે કામો એમની સામે આવ્યાં છે, જયાં જ્યાં એમણે પગલું મૂક્યું છે ત્યાં પંથ ખૂલતો ગયો છે, દીવાલ પણ દ્વાર બની છે. પત્થર આવ્યો તે પગથિયું બન્યું છે છતાં અવરોધ આવ્યો હોય તે સ્થિતિમાં તેઓ અચકાયા નથી. નાનાંમોટાં તીથો જેવાં કે કલિકુંડ, માતર, વામજ, કુંભારિયાજી વગેરેનાં કામો તો થયાં જ. અરે ! આજે કલોલમાં જે જિનાલય છે અને ત્યાં જે જૈન પરિવાર છે તે ઉપકાર પુજ્યપાદ શ્રીનો છે. રસિકલાલ બાલાભાઈના દાદા ગોરધનદાસ માસ્તર સ્થાનકવાસી પરંપરા છોડીને પૂજયશ્રીના ઉપદેશથી દેરાવાસી બન્યા હતા. તેમાં નીચે વિ. સં. ૧૯૬૪ મહા સુદ પાંચમે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી પ્રભુજી પેથાપુરથી , જમનાભાઈ ભગુભાઈ દ્વારા લાવેલા. તીર્થોનાં મોટાં કામો આ ત્રણ થયાં છે. કાપરડા તીથ, રાણકપુર તીથ, કદમ્બગિરિ તીર્થ. ઉપરાંત કુંભારિયા, શેરીસા જેવાં તીથોમાં મહારાજ સાહેબનું પ્રારંભથી મોટું યોગદાન રહ્યું છે. જે-જે તીથોમાં પોતે સંપૂર્ણ રસ લીધો ત્યાં તે સ્વરૂપે મહારાજસાહેબની સ્મૃતિ યોગ્ય રીતે સચવાઈ નથી. જો કે તેમને આ બાબતનો કદી આગ્રહ હતો પણ નહી. શેરીસાનું તેમણે પાયાનું કામ કર્યું છે. શેરીસા : આકાશવાણી દ્વારા આદેશ : શેરીસા નાનકડું ગામડું. માત્ર ઇતિહાસના પાના પર એનું નામ આવે. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ મંત્રબળે પ્રતિમાજી લાવેલા. આટલી વાતનો ઉલ્લેખ મળે, પરંતુ કોઈને એની નિશાની દેખાય નહિ. મહારાજ સાહેબના હાથે આ કામ થવાનું લખાયું હશે એટલે એક વાર તેઓ કલોલથી શેરીસા પધાયાં. શેરીસાથી ઓગણજ જતા હતો. માગશર સુદ ૧૦નો દિવસ, ઓગણજ જતાં રસ્તામાં ભૂલા પડ્યા. ત્યારે મહારાજ સાહેબને કાંઈક ભ્રમથી એમ થયું કે આપણે સાચા રસ્તે છીએ અને આગળના સાધુઓ ભૂલા પડ્યા છે. એટલે મોટેથી બૂમ પાડી. તે વખતે આકાશવાણી થઈ ‘તમારે એમ જવાનું નથી. તમે આ તરફ જાઓ.’ મહારાજ સાહેબે કહ્યું. “જે બોલનાર હોય તે પ્રત્યક્ષ થાય. શા માટે અમને આમ કહો છો ? અને તમે કોણ છો ?' બે ત્રણ મિનિટ સુધી કોઈ સામું આવ્યું નહીં. કોઈ સામું ન આવતાં મહારાજ સાહેબને ભમ જેવું લાગ્યું. તેથી તેઓ ચાલવા લાગ્યા. માંડ વીસેક ડગલાં ચાલ્યો હશે ને સામે બરાબર મોટો સાપ જોયો. તે સાપ આખો કુંડલાકાર થઈને બરાબર રસ્તાની વચ્ચે જ રહી ગયો. મહારાજ સાહેબે કહ્યું કે, ‘આ સંકેત છે. પેલો જે બોલનાર હતો તે આ જ છે. અને કહી રહ્યો છે કે તમે આમ ન જાઓ.’ अग्रेचलत्सु सर्वेषु मार्गे कुण्डलित: फणी। છad : સર્વે - જો મારોથ#7 // રૂ૦૮ / ध्रुवं देवानुभावोयं, श्रीमत्पार्श्वप्रसादतः । श्रुतपूर्वाऽपि सा वाणी नूनं देवकृतैव नु ॥ ३०९ ॥ તેઓ ઊભા રહી ગયા. ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. ત્યાં ફરી આકાશવાણી થઈ. તે મહારાજ સાહેબે સ્વીકારી. અને કહ્યું કે, ‘આપણને કહેવામાં આવે છે કે આપણે પાછા જવું જોઈએ. ” અને મહારાજ સાહેબ પાછા પધાયા. સૂપદાપો અને તીર્થોદ્ધાર : 3 3e 2010_02 Page #53 -------------------------------------------------------------------------- ________________ શાાનસમ્રાટ પ્રવચનમાળા ૪૦ મૂર્તિની ખોજ : જ્યાં અત્યારે શેરીસા પાર્શ્વનાથ મૂળનાયક તરીકે બિરાજમાન છે એ શેરીસાના તળાવના કાંઠા પર કપડાં ધોવાતાં હતાં. અને મહારાજ સાહેબ બેઠા બેઠા વિચારતા હતા કે આ કંઈક આકૃતિ જેવું લાગે છે. લોકોને બોલાવ્યા. આજુબાજુની માટી દૂર કરાવી તો ત્યાંથી અત્યારના બિરાજમાન શેરીસા પાર્શ્વનાથ મળ્યા. તે સાથે મોટાં કાઉસ્સગિયાજી પ્રતિમા મળીને કુલ છ-સાત જિનબિંબો મળ્યાં. પ્રાચીન કાળનાં ભરાવેલાં એ પ્રતિમાજી છે. શ્યામવર્ણની આ દેહાકૃતિ જે છે તે જલદીથી બીજાં પ્રતિમાજીમાં જોવા ન મળે. એવાં અલૌકિક આ પ્રતિમાજી છે. મહારાજ સાહેબ તો ત્યાંથી અમદાવાદ પધાર્યા. તે વખતના સારાભાઈ ડાહ્યાભાઈએ પણ બીડું ઝડપ્યું છે. નગરશેઠના રસાલાવાળાના બંગલે મહારાજસાહેબ બિરાજમાન થયા. ત્યાં બધાને વાત કરે છે કે શેરીસા માટે આપણે કામ કરવું છે. મનસુખભાઈ ભગુભાઈ ટીપ માટે ગામમાં પધારવાની વિનંતી કરે છે. પણ મહારાજ સાહેબ ટીપ કરવાની ના પાડે છે. ‘લંગોટીએ કદી તંબુ ન બંધાય’. આ શબ્દો તેમના છે. મનસુખભાઈ મહારાજશ્રીને ખર્ચનો અંદાજ પૂછે છે. મહારાંજ સાહેબ પચીસેક હજારનો અંદાજ આપે છે. મનસુખભાઈ તેટલી રકમ આપવાની વાત સ્વીકારે છે. કામ આગળ વધે છે. આ રીતે એકેએક પ્રવાહ એમને મળતા ગયા છે. ક્યાંય પથરા આવ્યા નથી. અને આવ્યા તો પગથિયાં તરીકે ઉપયોગમાં લીધા છે. જે વિઘ્નો આવ્યાં એનાથી ડયા વિના, ડગ્યા વિના તેનો ઉપયોગ કરીને તેઓ આગળ વધ્યા છે ને એ રીતે દેરાસરનું નિર્માણ થયું. પ્રતિમાજીનો પ્રવેશ ઃ શેરીસા પાર્શ્વનાથના પ્રવેશ સમયે સારાભાઈ ડાહ્યાભાઈ હાજર હતા, પણ પ્રતિષ્ઠા વખતે હાજર ન હતા. પ્રવેશ સમયે અમીઝરણાં પણ એટલાં થયાં છે. કસ્તુરભાઈ મણિભાઈ, પ્રતાપશી મોહોલાલ, કસ્તુરભાઈ લાલભાઈ વગેરે ત્યાં હાજર હતા. વિ.સં. ૧૯૮૯ની મહાસુદ પાંચમની આ વાત. એ વખતે એક અલૌકિક ઘટના બને છે. પ્રભુજીને અંદર પધરાવવાના છે, પ્રવેશ કરાવવાનો છે. પ્રવેશ કરાવતી વેળાની બધી સામગ્રી તૈયાર છે. ઘડી, પળ, વિપળ જઈ રહી છે. એક ક્ષણનો વિલંબ ન ચાલે તેમ મુહૂર્ત આવી ગયું છે અને તે જ વખતે પ્રભુજી ઊંચકાતા નથી. જાણે અંદર પ્રવેશવા માગતા નથી એવું લાગે છે. મહારાજશ્રી તે વખતે ઉદયસૂરિ મહારાજની સામે જુએ છે કે આ થયું શું ? શ્રી ઉદયસૂરિ મહારાજે આ પ્રસંગની સંપૂર્ણ કામગીરી સંભાળી છે. મુહૂર્ત કાઢવું, વિધિવિધાનનું લક્ષ રાખવું વગેરે જવાબદારી શ્રી ઉદયસૂરિ મહારાજના માથે છે. તેઓ મહારાજશ્રીના જમણા હાથ સમાન છે. તે વખતે અચાનક જ ઉદયસૂરિ મહારાજના હૃદયમાં સ્ફુરણા થાય છે. તેમણે વિદ્યાશાળાના વિધિકારક ભોગીલાલ ગુલાબચંદની સામે જોઈને કહ્યું, ‘તોરણ બાંધો.’ પ્રતિમાજીનો પ્રવેશ કરાવવો હોય તો બારસાખ ઉપર તોરણ હોવું જોઈએ. અને જેવું તોરણ બાંધ્યું તે જ ક્ષણે જાજરમાન પ્રભુ ફૂલ સમા હળવા બની ગયા અને ગભારામાં પ્રવેશ થઈ ગયો. મુહૂર્ત બરાબર સચવાઈ ગયું અને પ્રભુજીને પુષ્કળ અમીઝરણાં થયાં. 2010_02 Page #54 -------------------------------------------------------------------------- ________________ તોરણ બાંધવાની વાત શાસ્ત્રનાં પાનાંમાં લખેલી નથી હોતી. પણ આ કેવી હૈયાઉકલત ! કેવી કોઠાસૂઝ ! કેવી ગુરુકૃપા ! ‘પ્રાણપ્રતિષ્ઠા’ શબ્દનો મ : અત્યારે તો આપણે તીર્થોદ્વારના એક ભાગ તરીકે શેરીસાની વાત કરી રહ્યા છીએ. પણ આ આખો પ્રસંગ જુદા સ્વરૂપે પણ જોવા જેવો છે. જે બિંબ હોય છે તે વાસ્તવિક શું હોય છે ? તે પરમાત્મતત્ત્વ તો છે જ, પણ પરમાત્મતત્ત્વની સાથે એ આરોપિત પરમાત્મતત્ત્વ પ્રાણતત્ત્વ તરીકે ઓળખાવાય છે. એટલા માટે જ ‘પ્રાણપ્રતિષ્ઠા’ શબ્દ વાપરવામાં આવે છે. ‘અંજનશલાકા’ શબ્દની સાથે આ શબ્દ કૌંસમાં વપરાય છે. જે પ્રાણ આરોપિત થાય છે તે કેવા સક્રિય હોય છે તે આ ઘટનામાં જોવા મળે છે. જેવું તોરણ હાથમાં આવ્યું કે પ્રભુજી તરત હાથમાં આવ્યા. એ જ રીતે કરવામાં આવતા અઢાર અભિષેક, આશાતનાનિવારણ માટેની સત્તરભેદી પૂજા આ બધું પ્રાણની સુરક્ષા માટે હોય છે. પરમાત્મતત્ત્વ તો નિરંજન નિરાકાર છે. પ્રાણ એ શક્તિ છે. શક્તિ ઉપર જ્યારે ધૂળ ચડે છે કે આવરણ આવે છે તેને દૂર કરવા અઢાર અભિષેક છે. એ વિધિપૂર્વક થાય, શુદ્ધ ઔષધિઓ સાથે થાય ત્યારે ફરી પાછો પ્રાણ ધબકતો થાય છે. જેમ રોગમાંથી પસાર થયેલા મનુષ્યને પૌષ્ટિક ઔષધોની જરૂર પડે છે એમ પ્રભુજી માટે નૈવેદ્ય-પૂજા એ પૌષ્ટિક આહાર છે. એ થવો જ જોઈએ. દર બેસતા મહિને પ્રભુજી સમક્ષ નૈવેદ્યનો એક થાળ ધરાવવો જ જોઈએ. જુઓ કે પછી એમાંનો પ્રાણ કેવો પ્રસન્ન બને છે ! આમાંની કેટલીયે પરંપરાઓ લગભગ આજે લુપ્ત થઈ ગઈ છે. જોકે કેટલાંક જૂનાં ઘરોમાં એ સચવાયું છે ખરું. 2010 02 સૂરિપદા‹પણ અને તીર્થોદ્ધાર : 3 ૪૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ શેરીસામાં પ્રભુપ્રવેશ વખતે ગભારામાં માત્ર ચાર જ જણા હતા. અને તે વખતે જે અમીઝરણાં થયાં છે ! પ્રભુના અંગેઅંગમાંથી જાણે અમૃત નીચોવી લો. આટલો જાગ્રત પ્રભાવ ત્યાં હતો. પણ કાળ પણ એનો ભાગ ભજવે છે. ૨૦૦૨માં પ્રતિષ્ઠા થઈ મહારાજ સાહેબ ત્યા બિરાજમાન હતા પણ તે વખતે સારાભાઈ ડાહ્યાભાઈની ઉપસ્થિતિ નહોતી. - વાઈસરોય પાસે કામ કઢાવવું તે સારાભાઈનું કામ. ખૂબ જ બાહોશ માણસ, આવા અલગ અલગ ક્ષેત્રના માણસો મહારાજ સાહેબના હાથ અને પગ હતા અને સ્વાભાવિક રીતે સમર્પિત થઈને રહેતા હતા. પ્રવતર્ક યશોવિજયજી : - પ્રવતક યશોવિજયજી કરીને એક મુનિ મહારાજ તેમના શિષ્ય હતા. મૂળ તેઓ ભરવાડ, પણ વિદ્વાન એટલા બધા કે કદાચ જો એમના આયુષ્ય સાથ આપ્યો હોત તો એમની તોલે આવે એવો વિદ્વાન વતમાનકાળમાં મળવો મુશ્કેલ હતો. નાની ઉંમરમાં લખી ગયેલા એમના શ્લોકોનો અર્થ ઉકેલતાં આજે મોટી ઉંમરના વિદ્વાનોને બે ઘડી થોભવું પડે છે. “સ્તુતિ કલ્પલતા' નામના ગ્રંથમાં તેમણે ભગવંતની સ્તુતિ, ગુરુમહારાજની સ્તુતિ ૧૦૮ શ્લોકથી કરી છે. નેમિસૂરિ મહારાજ વિશે ‘સૂરિસ્તવ શતક' નામે ૧૦૦ શ્લોકની રચના કરી છે, જે ખૂબ જ અદ્દભુત છે. એમાં મહારાજ સાહેબના વ્યક્તિત્વનાં પાસાંઓનું અને વિકસતી પ્રતિભાનું દર્શન થાય છે. આ મહારાજશ્રીના ખાસ ભક્ત હતા. વાલુ કડવાળા રતનજી વીરજી. આજે પણ ભાવનગરમાં તેમની જર્જરિત હવેલી ઊભી છે. તેઓ પોતે વિદ્યાના રાગી હતા તેથી જ મહારાજશ્રીના તેઓ ભક્ત હતા. પંડિત સુખલાલજી પણ ઘણીવાર આરામ કરવાને તેમને વેર વાળુકડ રહેવા જતા. પ્રવતક યશોવિજયજી સાથે કુલ ત્રણ દીક્ષાઓ થઈ પણ એમાંથી બેને મહારાજ સાહેબે બીજાના શિષ્ય બનાવ્યા છે. પણ મહારાજ સાહેબના આ શિષ્ય નાના બાળક હતા એટલે કે આઠેક વર્ષની ઉમર હતી ત્યાર સુધી તેઓ મનસુખભાઈને ત્યાં જ રહેલા. ક્ષયની બિમારીના કારણે ખેડામાં કાળધર્મ પામી ગયા. જ્યારે અંતિમ સ્થિતિમાં હતા ત્યારે તેમની તબિયત જોવા માટે આવેલા વૈધની સાથે ભગવદ્ ગીતાના જૈનદશનાનુસારી અર્થ પોતે સમજાવતા હતા. આ પ્રવર્તક યશોવિજયજી મહારાજ સાહેબના આવા શિષ્ય હતો. વળી, પ્રતાપસિંહ મોહોલાલ, ચીમનભાઈ લાલભાઈ, સારાભાઈ ડાહ્યાભાઈ ભગુભાઈ સુતરિયા આ બધા સદ્દગૃહસ્થો જયારે ધીરે ધીરે પરલોકે ગયા ત્યારે સાચા અર્થમાં કહીએ તો મહારાજ સાહેબ ભાંગી પડ્યા છે. એમના હૃદયને ધક્કો લાગ્યો છે. પોતાના નિકટના વર્તુળમાં તેમણે ઉદ્દગારો કાઢવા છે કે, “મારા હાથ અને પગ ભાંગી પડ્યા.” આ બધા સાથેની આત્મીયતાનું મહારાજ સાહેબે અવરનવર વર્ણન કરેલું છે. અંબાલાલ સારાભાઈ, પ્રતિષ્ઠામસંગ અને જ્ઞાતિજનો : અંબાલાલ સારાભાઈના કુટુંબનાં ત્રણ દેરાસરો. ઘીકાંટાનું શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું, અષ્ટાપદજીનું અને ત્રીજું કામેશ્વરની પોળનું દેરાસર. કામેશ્વરની પોળના દેરાસર સામે એમની હવેલી. પ્રતિષ્ઠા વખતે અંબાલાલ સારાભાઈ મહારાજ સાહેબને લઈને આવ્યા ત્યારે જ્ઞાતિમાં મોટો ઝગડો ચાલે. જ્ઞાતિજનોએ અંબાલાલને જ્ઞાતિ બહાર મૂકેલા. આ ઝગડાને કારણે પ્રતિષ્ઠા નિમિત્તેના ભોજનમાં કોઈ જમવા ન આવે એવું હવામાન હતું. સામ્રાટ પ્રવામળ ૪૨ 2010_02 Page #56 -------------------------------------------------------------------------- ________________ અંબાલાલ સારાભાઈ મહારાજશ્રીને કહે, ‘હું પ્રસંગ કરું એમાં ના નહીં. પણ આ જ્ઞાતિવાળા કોઈ આવે જ નહીં તો મારું શું થાય ત્યારે મહારાજ સાહેબે કહ્યું, ‘બધું સારું થઈ જશે. તમે શું ઈચ્છો છો ?” ત્યારે અંબાલાલ સારાભાઈએ કહ્યું કે, “આપને હું કોરા પાને સહી કરીને આવું છું. આપ જે હુકમ ફરમાવશો તે મારા માથા પર.” મહારાજ સાહેબે એમને એવો દિલાસો આપેલો કે જ્ઞાતિવાળા તમારે ત્યાં કોઈપણ ભોગે જમવા આવશે. તેથી અંબાલાલ સારાભાઈએ હર્ષિત થઈને જ કોરા કાગળ પર સહી કરવાનું આ વચન આપેલું. આ બાજુ મહારાજ સાહેબે જ્ઞાતિવાળાઓને બોલાવ્યા, અને પ્રસંગમાં ન જવાનું કારણ પૂછ્યું તથા એમાં જવા માટે સમજાવ્યું. ત્યારે જ્ઞાતિવાળાઓ કહે, ‘જઈએ તો ખરા, પરંતુ અમારી આટલી કલમો છે.' મહારાજ સાહેબ કહે, ‘તમે કલમો લખીને આપો. હું સહી કરાવી આપીશ.” જ્ઞાતિવાળાઓ કહે, “તે સહી નહીં કરી આપે.' તેમ છતાં મહારાજ સાહેબે કલમો લખાવી લીધી. આ વચ્ચેના ગાળા દરમિયાન પ્રતિષ્ઠાની તિથિ નક્કી થઈ ગઈ. જ્ઞાતિવાળાઓએ વિચાર્યું કે ‘આમંત્રણ તો મગનલાલ કરમચંદના નામે અપાશે. તે નામે જવામાં આપણને વાંધો નથી. આપણો વાંધો તો અંબાલાલ જોડે છે.' જ્યારે આ વાતની અંબાલાલને ખબર પડી કે જ્ઞાતિવાળાઓ તો બીજા નામે આમંત્રણ પત્રિકા બહાર પડશે તેવું માની રહ્યા છે ને ઈચ્છી રહ્યા છે ત્યારે તેમણે ખાસ પોતાના નામથી આમંત્રણ પત્રિકા બહાર પડાવડાવી. લોકો કેવી રીતે વટ ખાતર જીવતા હતા તેની આ વાત ! જ્ઞાતિવાળા કહે, ‘હવે શું કરવું ?” વળી પાછી તેઓ મહારાજ સાહેબ પાસે ભેગા થયાં અને પત્રિકા પર અંબાલાલ સારાભાઈનું નામ છપાયાની વાત કરી. મહારાજ સાહેબ કહે, ‘તેમણે સારું કામ કર્યું છે કે ખરાબ કામ કર્યું છે ? તેઓ દીકરી પરણાવે છે કે ભગવાન બેસાડે છે ? હવે શું કરવું તે તમારે નક્કી કરવાનું છે.” છેવટે જ્ઞાતિવાળા કહે, “સાહેબ, આપ કહો તેમ કરવા અમે તૈયાર છીએ.' આ રીતે વાતચીતનો સુખદ અંત આવ્યો. આખી જ્ઞાતિ જમવા માટે વધારી. આ અંબાલાલ સારાભાઈ પણ મહારાજ સાહેબ પ્રત્યે આટલા સમર્પિત. અસલાલીમાં અંબાલાલ સારાભાઈનું મહારાજશ્રી સાથે રાત્રિમિલન એક દિવસ જ્યારે મહારાજશ્રીનો અસલાલી ગામે મુકામ હતો ત્યારે સાંજે સાડા સાત વાગે તેઓ મહારાજશ્રીને મળવા આવ્યા. અંબાલાલ સારાભાઈની ઉપર તે વખતે વોરંટ હતું. એટલે તેઓ દિવસે છુપાઈ રહેતા અને રાત્રે નીકળતા. એ રીતે મહારાજ સાહેબને મળવા અસલાલી પણ રાત્રે જ આવ્યા. મહારાજ સાહેબ પોતે હાથ મૂકીને સૂતેલા. અંબાલાલભાઈને અત્યારે જોઈને એમની આંખો વિકસ્વર થઈ ગઈ. મોઢા પર આનંદ છવાઈ ગયો. કલાકો સુધી બન્ને વચ્ચે હૃદયની આપ-લેની વાતો થઈ. આટલી નિકટતા મહારાજ સાહેબને જે-તે ગામોના મોટા ભાગના ઉચ્ચ કક્ષાના બધા માણસો સાથે સ્વાભાવિક થઈ ગયેલી. કદી એમણે પ્રયત્ન વકિપદારોપણ અને તીર્થદ્વાર : 3 ૪3 2010_02 Page #57 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ୪୪ 2010_02 નથી કર્યો કે આ ગામનો મુખ્ય માણસ મારા પરિચયમાં આવે. જેમ આનંદઘનજી મહારાજ આબુના પહાડમાં જાય એટલે ચિત્રાવેલી એમને પગે વીંટળાઈ જતી પણ તેઓ પગને ખંખેરીને વેલીઓ કાઢી દેતા. તેવી રીતે મહારાજ સાહેબની પાસે પણ ઊંચા ઊંચા માણસો વીંટળાઈ રહેતા. છતાં મહારાજ સાહેબ નિઃસ્પૃહ રહેતા. મહારાજશ્રીની નિઃસ્પૃહતા અમદાવાદના ધોળશાજીએ મહારાજ સાહેબને કહ્યું કે તમારે હવે પુસ્તકો રાખવાં જોઈએ. ૧૯૬૧ની આ વાત. ત્યારે મહારાજ સાહેબે જવાબ આપેલો કે ‘મારે પુસ્તકો રાખવાં નથી. જ્યાં જાઉં ત્યાં પુસ્તકો મળી જાય છે.' તેમ છતાં તેઓ સામેથી આગ્રહ કરીને પુસ્તકો આપી ગયા. તે પુસ્તકો કપડવંજમાં રાખવામાં આવ્યાં. પછી તે પુસ્તકોનો ભંડાર કપડવંજમાંથી ખસેડાઈને ખંભાતમાં સ્થિર થયો. આપણે બધા શેરીસા તીર્થમાં અવારનવાર જઈએ છીએ પણ શા માટે, કયા સંદર્ભમાં જઈએ છીએ તે આપણને ખબર છે ? ભોજનશાળા થકી તીર્થસ્થાનો નક્કી ન કરાય. ત્યાં પ્રભુજી કેવા છે, દેરાસર કોણે બંધાવ્યું, એમાં કેટલો વખત લાગ્યો, દેરાસરનો રંગમંડપ કેવો છે, એ કોણે કેવી રીતે બાંધ્યો, એ બધા વિશે વિચાર્યું છે ? શેરીસા તીર્થના દહેરાના બહારના ભાગના થાંભલા, વાપરવામાં આવેલો ઇટાલીનો આરસ, એ પ્રભુજી, અંબિકાદેવી અને ચક્રેશ્વરી દેવીનાં અલૌકિક બિંબો - આ બધું કા પૂજ્યપાદશ્રી દ્વારા જ થયું છે. એમ કહીએ કે જ્યાં શૂન્ય હતું ત્યાં શેરીસા તીથનું સર્જન થયું છે. એ જ રીતે રાણકપુર અને કાપરડાની વાત છે. રાણકપુર આજે જગતના ચોકમાં જે દેખાય છે તેમાં સૌથી મોટો ફાળો પૂજ્યપાદ નેમિસૂરિ મહારાજનો છે. સાદડી ચાતુર્માસ દરમ્યાન રાણકપુર તીદર્શન : વિ.સં. ૧૯૭૨માં સાદડી ચોમાસું કર્યું ત્યારે મહારાજ સાહેબ ત્યાં પધાર્યા હતા. આખાયે દહેરાસરમાં ફર્યા ત્યારે ત્યાં સાપના રાફડા હતા. ઠેરઠેર ઝાડ ઊગી ગયાં હતાં. ધૂળના બધે થર જામ્યા હતા. દેરીઓના પ્રભુજી બધા જ અંદર ભોંયરામાં હતા. એકેય દેરીમાં ભગવાન નહિ. ઉપરનું મૂળનાયક ભગવાનનું પરિકર ખંડિત થયેલું હતું. ભગવાનને આ સ્વરૂપે જોયા પછી તેમને ઘણું જ દુઃખ થયું. રાણકપુરનાં દર્શન કરીને તેઓ સાદડી આવ્યા. સાદડીમાં જોયું કે ઘણાખરા શ્રાવકો દુ:ખી દુ:ખી હતા. કારણ જાણ્યું ત્યારે ખબર પડી કે દેવદ્રવ્યનું દેવું પૂરું ભરપાઈ કરી શક્યા નથી માટે આમ બન્યું છે. ચોપડા મંગાવ્યા. મહાજન ભેગું કર્યું, દેવું યથાશક્ય ભરાવ્યું અને ચિંતામણી પાર્શ્વનાથનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીને સોંપાવ્યો. પેઢી મહારાજ સાહેબને સંપૂર્ણ સમર્પિત હતી. પેઢીની મીટિંગ હોય ત્યાં મહારાજ સાહેબે નહિ જવાનું, મહારાજ સાહેબ હોય ત્યાં મીટિંગ રખાતી. મહારાજ સાહેબ આબુમાં હોય તો મીટિંગ આબુમાં થયેલી છે. બધા નિર્ણયો પણ મહારાજ સાહેબ જાતે લખાવે. સુભદ્રવિજયજી : સુભદ્રવિજયજી મહારાજ પૂજ્યપાદશ્રીના શિષ્ય હતા. ગોકળદાસ અમથાલાલ એમનું સંસારી નામ. એ પોતે સોલિસીટરે. હોશિયાર એટલા કે એમણે લખેલા મુસદ્દાઓ Page #58 -------------------------------------------------------------------------- ________________ વાંચીને વકીલો મોમાં આંગળા નાખી જતા, અને પૂછતા કે “આ શબ્દો કોના છે ?' અને નામ સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કરતા કે સાધુમહારાજ આટલું બધું જાણે છે ! આ બધું તેમને આવડે છે ! આ મુસદ્દા માટે તેઓ આખી રાત જાગ્યા છે. રાત્રે આઠ વાગ્યાથી બેસી બે વાગ્યા સુધીની અંદર ૧૭ પાનાં ભરીને અંગ્રેજીમાં ઠોસ શબ્દો વાપરીને રજૂઆત કરી. પાલિતાણાના કેસમાં પણ મહારાજ સાહેબે એમનો ઉપયોગ કર્યો છે. સં. ૧૯૮૨માં સીમલા કરાર વખતે જ્યારે શત્રુંજયની યાત્રા બંધ કરવામાં આવી ત્યારે પણ રખોપાના છેલ્લા કરારમાં સુભદ્રવિજયજીનો સોલિસીટર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાણકપુરનો વહીવટ પેઢીને સોંપાયા પછી, હવે આગળ આ તીર્થનું કઈ રીતે કામ શરૂ કરવું તેની વિચારણા તેમણે કરી છે. ઉદયસૂરિ મહારાજ, નંદનસૂરિ મહારાજ તેમની પાસે રહી રહીને, તેમનાં પડખાં સેવીને કંઈક ચીજો તેમણે પકડી છે અથવા તેમનામાં દાખલ થઈ છે. ગૃહસ્થોને કદાચ આ વાતનો ખ્યાલ નહિ આવે. રાણકપુરનો જીર્ણોદ્ધાર : - રાણકપુરની એક તરફ મઘાઈ નદી, વચ્ચે ઉદેપુર તરફ જવાનો રસ્તો અને આ તરફ રાણકપુરના પ્રાંગણમાં પ્રવેશ. પ્રવેશ કર્યા પછી બરાબર જમણા સ્થાને એક દેવસ્થાનક છે. એ રક્ષક છે. આદીશ્વર ભગવાનનું જિનાલય, બરાબર તેની પાછળ પહાડ અને પહાડમાં એના ત્રણ રક્ષકો છે. કુલ પાંચ સિવાયના બીજા અગત્યના રક્ષક અંદર બિરાજમાન છે. તે છે પાશ્વયક્ષ. એ પાશ્વયક્ષ તે સોમસુંદરસૂરિ મહારાજના સહાયક દેવ છે. આ સોમસુંદરસૂરિ મહારાજની નિશ્રામાં સં. ૧૪૯૬માં ધરણાશાહ દ્વારા આ તીર્થની સૂપિદાપણ મને તીર્થોદ્ધાર : 3 ૪પ 20110202 For Private & Personal use only Page #59 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ૪૬ 2010_02 પ્રતિષ્ઠા કરાવ્યાનું શકવર્તી, ઐતિહાસિક અને ભગીરથ કામ થયું હતું. સંવત ૧૯૯૬માં જ્યારે આ દેરાસરને ૫૦૦ વર્ષ પૂરાં થયાં ત્યાં સુધીમાં એની એક કાંકરી પણ હાલી નથી. આપણું મન દુભાય તેવું કાંઈ ત્યાં હજુ સુધી બન્યું નથી. એ પાર્શ્વયક્ષની રજા માંગીને મહારાજ સાહેબે તીર્થોદ્વારનું કામ શરૂ કરાવ્યું. ધીમેધીમે કામ આગળ ચાલ્યું. એમાં સૌથી મોટો ભોગ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ આપ્યો છે. કસ્તુરભાઈનું પ્રદાન : શેઠશ્રી કસ્તુરભાઈના જીવનમાં ઘણાં ઐતિહાસિક અને મહત્ત્વનાં કામો થયાં છે. ગિરિરાજ, આબુ વગેરેનાં. પણ એ સૌમાં રાણકપુરનો જીર્ણોદ્વાર એ સૌથી મોટું કામ છે. અહીં આદીશ્વર ભગવાનનું પરિકર નવું બનાવવાનું આવ્યું ત્યારે એમણે સૌથી પહેલી વાત કરી કે જે પાષાણમાંથી આ પરિકર પહેલાં બન્યું છે એ જ પાષાણ હોવો જોઈએ. આ કયો પાષાણ છે, એ કઈ ખાણનો છે એ નક્કી કરવા માટે છેક ઇટાલીથી તેના સ્થપતિઆર્કિટેક્ચરને બોલાવ્યા. તપાસ ક૨ીને એમણે નક્કી કર્યું કે જાવાલ પાસેની સોનારી નામની ખાણનો આ પાષાણ છે. તેઓ ત્યાં ગયા ત્યારે આખી ખાણ પુરાઈ ગયેલી હતી. કોઈને ત્યાં ખાણ હોવાની જાણ પણ ન હતી. પરંતુ વૃદ્ધજનોને પૂછીને ખાણ ફરીથી ખોદાવી. એમાંથી પાષાણ કઢાવ્યો અને એમાંથી હૂબહૂ પરિકર બનાવવામાં આવ્યું. અને તેને પ્રતિષ્ઠિત કર્યું. જૂનું પરિકર એમ ને એમ સાચવી રખાયું છે. આજે પણ રાણકપુર દેરાસરની બહારના ભાગમાં રીતસરનો એક આરસનો મંડપ બનાવી તેમાં આ પરિકર સાચવવામાં આવ્યું છે. અમે જાતે એ બરાબર જોયું છે. અમે જે દિવસોમાં ત્યાં ગયા તે વખતે સોભાગચંદજી જે ધરણાશાહના ચૌદમી પેઢીએ વારસદાર થાય તેઓ ત્યાં આવેલા હતા. તેમણે સાથે રહીને અમને બધું બતાવ્યું. આ ગંજાવર કામ હતું. અને તે પણ વગડામાં બધાં સાધનો લઈ જવાનાં. સોમપુરાઓ, સલાટો દ્વારા ધીમું કામ ચાલે. એમ કરતાં ૨૦૦૯ના ફાગણ સુદ-૫ને દિવસે અદ્ભુત પ્રતિષ્ઠા થઈ. રાણકપુરનો પ્રતિષ્ઠા મહોત્સવ : માકુભાઈનો સંઘ જેમ વખણાય છે, જમનાભાઈ ભગુભાઈનું ઊજમણું જેમ વખણાય છે, માણેકલાલ ચુનીલાલનાં ઉપધાન વખણાય છે એમ રાણકપુરની પ્રતિષ્ઠા વખણાય છે. આજે એ લીટીને નાની બનાવે એવી એથી મોટી લીટી કોઈ દોરી શક્યું નથી. એક લાખ માણસ રાણકપુરની પ્રતિષ્ઠામાં ભેગું થયું હતું. બપોરે દ્વારોાટન થયા પછી કાગડા સિવાય ત્યાં કોઈ હાજર નહીં. બધા માણસો વિદાય થયા. મંડપો છૂટવા માંડ્યા. અમારા ગુરુ મહારાજ પોતે હાજર હતા. તેઓ કહે છે કે, બપોર પછી તો તેમને રહેવું ગમ્યું નહીં. અને પાંચ કલાક તેઓએ માત્ર દેરાસરની અંદર નિરીક્ષણ કરવામાં ગાળ્યા. આટલું મોટું ભગીરથ કાર્ય બિલકુલ વિઘ્ન વિના થઈ શક્યું તેનું કારણ પાર્શ્વયક્ષની સહાયતા છે. પાર્શ્વયક્ષની મૂર્તિ અને કસ્તુરભાઈની દીર્ઘદૃષ્ટિ : મારે તમારું એક ઘટના બાબતે ખાસ ધ્યાન દોરવું છે. જયારે જીણોદ્ધારની કાર્યવાહી પૂરી થવામાં હતી ત્યારે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના તે વખતના બા Page #60 -------------------------------------------------------------------------- ________________ હોદ્દેદારો કામ જેવા નીકળ્યા. બધું જોતાજોતા સૌ ગભારામાં આવ્યા. ત્યાં આવતાં જ પાર્શ્વયક્ષ એમને સામે જ દેખાયા. અંદરોઅંદર વાત થવા લાગી. તેમાંના એક (મારે નામ નથી આપવું) શેઠશ્રી કસ્તુરભાઈને કહે છે, “શેઠ, બીજું બધું તો સરસ છે પણ આ જે અધિષ્ઠાયક યક્ષ છે તેની મૂર્તિ તો ગભારાની બહાર જોઈએ. ગભારામાં અંદર મૂર્તિ કેમ મૂકી છે ? આપણે પ્રતિષ્ઠા કરવાની જ છે તો આ મૂર્તિને બહાર સ્થાપન કરીએ, પણ ધન્ય છે કસ્તુરભાઈની એ દીધદષ્ટિને. એમણે કહ્યું કે, “આ દેરાસરમાં કોઈ પણ રીતનો ફેરફાર ઉદયસૂરિ મહારાજ સાહેબને પૂછડ્યા વિના થઈ શકશે નહિ. આપણે બધા ત્યા જઈએ. તમારી વાત રજૂ કરીએ પણ મહારાજ સાહેબ કહેશે તો જ ફેરફાર થશે તમારા કહેવાથી એ થઈ શકશે નહીં.' પેલા ભાઈએ આગ્રહ રાખ્યો પરંતુ કસ્તુરભાઈએ મચક ન આપી. મહારાજ સાહેબ સાદડીમાં બિરાજમાન હતા. પ્રતિષ્ઠા નિમિત્તે વિહાર કરીને પધારેલા હતા. - શ્રી ઉદયસૂરિ મહારાજ ઉપરાંત શ્રી નંદનસૂરિ મહારાજ, શ્રી વિજ્ઞાનસૂરિ મહારાજ, શ્રી કસ્તુરસૂરિ મહારાજ, શ્રી મેરુપ્રભસૂરિ મહારાજ તે સૌને આ પ્રસંગે આમંત્રેલા હતા. વિધિકારકોને બોલાવીને સન્માનથી રાખેલા. તે વખતના જે જતિ મહારાજ હતા તેમને પણ બોલાવ્યા હતા. - સૌ હોદ્દેદારોએ આવીને ઉદયસૂરિ મહારાજને પાશ્વયક્ષની મૂર્તિ બાબતે વાત કરી. વાત સાંભળીને મહારાજશ્રીએ કહ્યું કે, ‘તમને એ વાતની ખબર છે કે સં. ૧૪૯૯માં પ્રતિષ્ઠિત થયેલ ભગવાન અહીંયાં આવી રીતે કેમ બિરાજમાન થયા છે ? એમનો ચોકી પહેરો કોણ ભરે છે? એમનો સૈનિક કોણ છે ? તમારે એને બહાર મૂકવા છે ?” કસ્તુરભાઈએ પેલા ભાઈને કહ્યું, “સાંભળી લો આ વાત.' આપણા બધા કરતાં સોમસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ ઘણા નિષ્ણાત હતા.' મહારાજ સાહેબે વાત આગળ ચલાવી, ‘તેઓએ આ પાશ્વયક્ષને આમ બિરાજમાન કયા છે. આપણી તાકાત નથી, ને આપણી ઇચ્છા પણ ન હોવી જોઈએ. એમણે સમજી-બૂઝીને જ આ કર્યું હશે. માટે તેમને ગભારામાં જ રાખવાના છે.” આજે પણ તેઓ ત્યાં જ છે. આપણું ક્ષેત્ર ન હોય ત્યાં ડહાપણ કરવું સારું નહિ. ધર્મની બાબતમાં ગુરુને શરણે જવામાં લાભ છે. આવી બીજી વાતો હવે આગળ ઉપર જોઈશું. સૂરિપદાપણા અન્ને તીર્થદ્વાર : 3 ૪૭ 2010_02 Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન જ્ઞાનોદ્ધાર (તા. ૧૧-૧૧-૧૯૯૮) અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને સમર્પિત થઈને જે જીવો જીવે છે એનામાં કેવું બળ, કેવું તેજ પ્રગટે છે એનું એક ઊચું ઉદાહરણ પૂજ્યપાદ નેમિસૂરિ મહારાજ છે. આ એ સમયની વાત છે જ્યારે શ્રી સંઘમાં એક પણ આચાર્ય મહારાજ ન હતા. આચાર્ય કેવા હોય એનું એક કલ્પનાચિત્ર સંઘના માનસ પર અંકિત થયેલું હતું. તે સંવે તે વખતે શ્રી પૂજયોમાં આચાર્ય ભગવંતોનાં દર્શન કર્યા હતાં. શ્રી પૂજ્યો પ્રભાવસંપન્ન અને જેને ધર્મના ગાઢ અનુરાગી હતા. તેઓ સર્વથા તિરસ્કારને પાત્ર ન હતા. પ્રભાવકોનું કાર્ય : જિન શાસનના પ્રભાવકો: કાલદોષથી જયારે માણસમાંથી સૂક્ષ્મ વિવેક વિદાય લઈ લે છે ત્યારે માણસ ઉપરછલ્લું - ઉપરઉપરનું જોવાનું શરૂ કરે છે. અંદરમાં જોવાની દૃષ્ટિ એની પાસે નથી હોતી, ત્યારે આ પરિણામ આવે છે. પહેલાં પણ આપણે આ વાત વિસ્તારથી સમજાવી શાસનસમ્રાટ પ્રવચનામ(ગા ૪૮ 2010_02 Page #62 -------------------------------------------------------------------------- ________________ છે. આરાધકવર્ગ અને પ્રભાવકવર્ગ આ બે વર્ગ જિનશાસનમાં હંમેશાં રહ્યો છે. જ્યાં પ્રભાવકનું કાર્ય હોય છે ત્યાં આરાધકો કામ લાગી શકતા નથી; જયાં આરાધકોનું કાર્ય છે ત્યાં પ્રભાવકોએ કાર્ય કરી બતાવ્યું છે. સ્વયંભવસૂરિ મહારાજની પ્રાપ્તિ આપણને શા માટે થઈ ? તેઓ તો બ્રાહ્મણ કુલોત્પન્ન હતા. બ્રાહ્મણની જ્ઞાતિમાં અને જાતિમાં તેઓનું સ્થાન મોખરાનું હતું. પ્રભવસ્વામી મહારાજે શા માટે ત્યાં સુધી દષ્ટિ દોડાવી ? શા માટે સાધુ ભગવંતોને મોકલીને સ્વયંભવ ભટ્ટ પોતે આ તરફ પોતાને જુએ એવી વ્યવસ્થા કરી ? શું ખામી હતી ? પ્રભવસ્વામી પાસે સાધુ સંખ્યા કેટલી ? હજારોની સંખ્યામાં. પાંચસો તો પોતાની સાથે આવેલા. એની પહેલાં જંબૂસ્વામી જેઓ કેવળી હતા તેઓના નિશ્રાવર્તી પુષ્કળ સંખ્યામાં છતાં કેમ એમના પર નજર ન ઠરી અને ત્યાં જવું પડ્યું ? એ સાધુઓ એ કાળે કેવી ઊંચી કક્ષાની આરાધના કરનારા હશે ? દેશ અને કાળ પણ આરાધનામાં સહાયક થતા હોય છે. તાજા તાજા ગૌતમસ્વામી મહારાજ પછીના જંબૂસ્વામીજી મહારાજ જ્યારે સકળ કમનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી મોક્ષમાં પધાય તે પછીની તાજેતરની આ ઘટનાઓ છે. શ્રી સંઘનું સુકાન હંમેશાં પ્રભાવકોથી ચાલ્યું છે, એમને શોધવા પડ્યા છે. આરાધકોએ પણ પ્રાર્થના પ્રભાવકોની કરી છે. મંત્રીશ્વર વસ્તુપાલનો અંકેવાળીયા ગામમાં સ્વર્ગવાસ થયો ત્યારે વર્ધમાનસૂરિ મહારાજે એ દિવસથી આયંબિલ શરૂ કર્યા અને એમનું દેવવંદન કર્યું હતું. મહાશ્રાવકની કક્ષાના એ વસ્તુપાલ (‘મંત્રીશ્વર’ શબ્દ તો એમના વ્યવસાયથી પછીથી આવેલો છે.)ની શાસનનિષ્ઠા અને સમર્પણભાવને લઈને એમણે આ કર્યું છે. એક વાર વર્ધમાનસૂરિ મહારાજ શંખેશ્વર આવી રહ્યા હતા. રસ્તામાં સમાચાર મળ્યા કે આ બાજુ વસ્તુપાલ મંત્રીશ્વર ગિરિરાજનો સંઘ લઈને જઈ રહ્યા છે. એ સમાચાર મળતાંવેત વર્ધમાનસૂરિ મહારાજ એટલે વર્તમાનના શંખેશ્વર તીર્થના અધિષ્ઠાયક દેવ . પોતે છે. વસ્તુપાલ મંત્રી હતા તે વખતનો શ્રાવકો કેવી કક્ષાનાં હશે ! જે પ્રભાવક્તાની વાત કરી એ સંદર્ભમાં, સં. ૧૯૨૯માં દીક્ષા થયા પછી જે રીતે નેમિસૂરીશ્વરજી મહારાજ ઉત્તરોત્તર સંઘ ઉપર છવાઈ રહેલા હતા એ જોઈને ગંભીરવિજયજી મહારાજે એમને આચાર્યપદ આપ્યું. આ ઘટના નાનીસૂની નથી. જ્યારે એ સમજવા પ્રયત કરીએ છીએ ત્યારે લાગે કે કેવા ગુણો અંદર ઉભરાતા હોય, પ્રમોદ નામનો ગુણ કેવો તો ખીલ્યો હોય ત્યારે આ કાર્ય શક્ય બને. ચારિત્રવિજયજી : પોતાના ગુરુભાઈ નેમિવિજયજી, યાયમાં નાના છે. સં. ૧૯૩૦માં ગંભીરવિજયજી મહારાજ સાહેબની દીક્ષા થઈ હતી. તેઓ શક્તિસંપન્ન અને મંત્રવિદ્ હતા. એમના શિષ્ય ચારિત્રવિજયજી મહારાજ પણ એવા જ. તે બ્રાહ્મણ જ્ઞાતિના અને સંસાર પક્ષે ગંભીરવિજયજીના ભાણેજ થાય. તેઓના ઉપદેશથી અને અથાગ પ્રયત્નોથી સોનગઢમાં ચારિત્રરત્નાશ્રમની સ્થાપના થઈ. (આપણે ત્યાં એક બીજા ચારિત્રવિજયજી પણ હતા. એ ગુરુકુળની સ્થાપના કરનારા ચારિત્રવિજયજી કચ્છી હતા અને ત્રિપુટીના નામે જાણીતા હતા. જ્ઞાનવિજયજી, દર્શનવિજયજી અને ચારિત્રવિજયજી – એ ત્રિપુટી પૈકીના ચારિત્રવિજયજીના પ્રયાસથી પાલિતાણા સ્ટેશનની સામે ગુરૂકુળની સ્થાપના થઈ છે. પણ એ ચારિત્રવિજયજી જુદા અને આ જુદા.) 31નોલર : ૪ ૪૯ 2010_02 Page #63 -------------------------------------------------------------------------- ________________ દેવકર્ણ મુળજી મુળ વંથલીના. સાવ દરિદ્ર કક્ષાના માણસ, પણ એમની અત્યંત ભકિતાને કારણે ચારિત્રવિજયજી મહારાજ સાહેબનો તેમના પર કૃપાપૂર્ણ દષ્ટિપાત થયો. જીવનને ખતમ કરનાર દોષ સુદ્રતા છે; જીવનને ઊંચે લઈ જનાર ગુણ ભક્તિા છે. આ બે ચીજો થી બરાબર સાવધ રહેવાય તો ઘણીવાર સંપત્તિ ને સંપદાઓ સામેથી આવે છે. ચારિત્રવિજયજીની કૃપાદૃષ્ટિપાતથી દેવકરણ મૂળજી મુંબઈ ગયા. આજે આપ સૌ જાણો છો કે એમના પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈનું ‘દેવકરણ મેન્શન ખૂબજ જાણીતું છે. આવા શક્તિસંપન્ન ચારિત્રવિજયજી મહારાજ. એમના ગુરુ ગંભીરવિજયજી મહારાજ. એમના દ્વારા આગ્રહપૂર્વક અર્પણ કરાયેલી આચાર્યપદવીને નેમિસૂરિ મહારાજે માત્ર સ્વીકારી નથી, પૂરે પૂરી શોભાવી છે. ભાવાચાર્ય - નામાચાર્ય: વિ. સં. ૧૯૬૪માં આચાર્યપદવી અને વિ.સં. ૨00૫માં તેઓશ્રીનો કાળધર્મ એ ૪૧ વર્ષના ગાળામાં શ્રી સંઘમાં જે કામો થયાં છે એ જોઈને લાગે છે કે મહારાજ સાહેબ ભાવાચાર્ય હતા. (નામાચાય, સ્થાપનાચાર્ય, કવ્યાચાર્ય અને ભાવાચાર્ય - એ ચાર પ્રકારો પૈકીના એક) ભાવાચાર્ય માટે આપણે ત્યાં જે શબ્દો વાપરવામાંઆવ્યા છે એ ખૂબ અગત્યના છે. થિયરો ર ષ્ણ નો નિ| જરૂમાત્ર જિનમતને પ્રકાશિત કરવો -- પ્રભાવના કે શોભા વધારવી એટલું અગત્યનું નથી, આત્મદષ્ટિએ જે કશુંકેય ગુમાવ્યા વિના જિનશાસનની પ્રભાવના કરે એને તિત્થરો પૂરી કહ્યા છે. પૂજ્યપાદ મહારાજ શ્રી માટે આપણને આ શબ્દો યથાર્થ લાગે. વર્તમાનકાળના સાધુ દ્વારા રાણકપુરના જેવું એક જ કામ થાય તો પણ એ પાર પાડવામાં જીવન પૂરું થઈ જાય, એમના શિષ્યો, ભક્તગણ આ કામને કયે સ્વરૂપે જુએ ! પણ રાણકપુરમાં આટલું મોટું યોગદાન આપનાર આ પૂજયપાદશીનું નામ પણ ત્યાં ક્યાંય નથી. અમે ત્યાં ગયા ત્યારે સોભાગચંદજીનું ધ્યાન આ બાબતે દોર્યું હતું. કમ સે કમ ઐતિહાસિક દષ્ટિએ પણ આ વાત લખાવી જ જોઈએ કે સં. ૧૯૭૨માં મહારાજ સાહેબે આ કામ કેવા સ્વરૂપે હાથ ધર્યું હતું, અને પછી એમના શિષ્યો-પ્રશિષ્યો દ્વારા કેવી રીતે આગળ વધી સં. ૨00૯માં એની પ્રતિષ્ઠા થઈ હતી. આમાં શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈનું યોગદાન પણ છે જ. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની કુશળતા પણ આ કામમાં જોવા મળે છે. એટલે આ બધી વાત ત્યાં લખાવી જ જોઈએ. અમે સોભાગચંદનું ધ્યાન દોર્યું. તેઓ ધરણાશાના વંશજ છે. તેમણે જવાબમાં કહેલું કે, ‘તમે અમને હિંદીમાં લખીને આપો, હું યોગ્ય કરાવીશ.” અમે એ પછી લખાણ મોકલી આપ્યું છે. પૂજયપાઇશ્રીનું કામ હાથનું હતું, પ્રચાર આંગળીનો પણ ન હતો. અપકવતા શબ્દાળુ હોય છે, પકવતા મૌન હોય છે. જયાં ગયા ત્યાં કામો કર્યા અને આગળ નીકળી ગયા. કોઈ ક્ષેત્ર એમણે બાકી રાખ્યું નથી. આપણે આજે વાત તો જ્ઞાનોદ્ધારની કરવી છે, પણ જે વખતે જે કામ આવ્યું તે સંવનું છે, શાસનનું છે, ધર્મનું છે એમ સ્વીકારીને સંપૂર્ણ શક્તિથી એમણે બધાં કાર્યો કર્યા. વિ. સં. ૧૯૭૧ની વાત. ઘડબોલ ગામની અંદર સ્થાનકવાસીઓ અને શાસન માટે પ્રવા (M 2010_02 Page #64 -------------------------------------------------------------------------- ________________ તેરાપંથીઓ આવ્યા અને એમની સાથે વાદ કયો. બધે જ એમની પ્રતિભા, એમનું પુણ્ય ખૂબ જ કામ કરી ગયાં છે. સં. ૧૯૭૨માં જયારે વિજયવલ્લભસૂરિ મહારાજ ઉદેપુરમાં એમને મળ્યા ત્યારે કહ્યું કે, ‘આપ અમદાવાદ પધારો. સંમેલનનું નેતૃત્વ તમે લો. સંમેલનની તેયારી કરાવો. તમારા હાથે સંમેલન થશે. અને સંઘ માટે એ બહુ જરૂરી છે.’ બીજા રોપણ થયેલી આ ઘટના હેઠ સં. ૧૯૯૦ની અંદર સાર્થક બની અને સંમેલન અહીં અમદાવાદમાં થયું. - વલ્લભસૂરીશ્વરજી મહારાજે પૂજ્યપાદેશીને કહેલા શબ્દો એ કેવળ એમને સારુ લગાડવા માટે ન હતા. એ સપ્રયોજન હતા. એમનામાં પણ ભારોભાર શાસનદાઝ હતી. કાપરડાજી તીર્થ : ભરૂજીની મૂર્તિ સંદર્ભે પડકારરૂપ કાર્ય : રાણકપુર, શેરીસા, માતર, વામજ, કુંભારિયા, પોશીના - એ બધાં તીથોમાં | મહારાજ સાહેબે રસ લીધો. એ બધાં કામો પ્રમાણમાં સરળ હતાં. દોડવું હોય અને ઢાળ | મળે તેવાં હતાં. પણ એમણે અઘરામાં અઘરું કામ જે કાપરડાજી માં કર્યું છે એની તોલે કોઈ ના આવે. ત્યાં એમની આકરામાં આકરી કસોટી થઈ છે. જાનની બાજી લગાવવી પડી છે, પણ એમાં તેઓ પગની પાની જેટલું પણ પાછા નથી પડ્યો. 81(નોદ્ધાર : ૪ ૫૧ Jain Education tema konal 2018-02 For private casonal use only Page #65 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ੫੨ 2010_02 જોધપુરના, પાલીના, સોજતના શ્રાવકોએ કાપરડાજી પધારવા મહારાજ સાહેબને વિનંતી કરી. આ કાપરડાજી તીર્થ યાં સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાન છે તે એક જાતિ મહારાજના પ્રયાસથી ઊભું થયેલું તીર્થ છે. કાપરડા તીર્થ જોધપુરની પાસે અત્યારે મોજુદ છે. ચાર મજલાનું દેરાસર. એમાં સ્વયંભૂ પાર્શ્વનાથ. આવું ઉત્તુંગ જિનાલય, આવી ઉભરણી, સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાનના ગભારામાં ભેરૂજીની સ્થાપના એ સૌ ધ્યાન ખેંચનારાં છે. પ્રભુજીની બાજુમાં જ ભેરૂજી. માત્ર ઉપર સિંદૂર લગાડેલું. આજુબાજુના ભીલ અને વનવાસી લોકો બાબરી ઉતરાવવા માટે ત્યાં આવે. કોઈક વખત માનતા માની હોય તો બકરીનો વધ કરવા માટે પણ ત્યાં આવે. અને આમ તીર્થંકર પરમાત્માની આર્હત્ શક્તિને નુકસાન પહોંચાડે તેવાં અશાતનાનાં કાયો થયા કરે. આપણા જેવા નિર્બળ કાય માણસો આ બધું જોઈને બેસી રહે. જ્યારે શ્રાવકોએ આવીને પધારવા માટે વિનંતી કરી ત્યારે મહારાજ સાહેબ કહે છે, ‘કંઈ પણ થશે તોપણ તમે ઊભા રહેવા તૈયાર છો ?’ ભેરૂજીની બાબતે પાકી તૈયારી ક૨ીને મહારાજ સાહેબે નિર્ણય લીધો. તે પછીનો સૌથી અગત્યનો પ્રશ્ન એ આવ્યો કે અહીં સ્થાપન થયેલ ભેરૂજીને ઉપાડે કોણ ? આ સામાન્ય કામ ન હતું. શ્રદ્ધાથી સ્થાપન થયેલા એ લોકોના વર્ષો જૂના ભેરૂજી. પવિત્ર થવા માટે મૂર્તિ, મંદિર કે આકૃતિની જરૂર નથી, પણ અધિવાસિત જગાની જરૂર હોય છે, જેની આપણને ખબર નથી પડતી. જ્યારે કોઈપણ શ્રાવક તૈયાર ન થયો ત્યારે મહારાજ સાહેબે પોતાના શિષ્યો રૂપવિજયજી, ધનવિજયજી હતા એમાંના રૂપવિજયજીને કહ્યું કે, ‘ઉપાડો’. પણ એ વેળાએ રૂંવાડામાં પણ તિરસ્કાર નહિ. એ પણ એક દેવ છે. ‘આ દેવદેવીઓ શું કરવાના હતા ?’ એવું પણ બોલતાં અમે આશાતનાના ભાગીદાર બનીએ છીએ. વાળાં સાયબા દેવીનું ઞસાયબાણ | મહારાજ સાહેબે દેવને પ્રાર્થના કરતાં કહ્યું કે ‘આપને આ જગાએથી વધુ સારી જગાએ બિરાજમાન કરવાનો અમારો પ્રયત્ન છે. આપને આ લોકોએ અંતર્ગત રાખ્યા છે ત્યારે અમે તમને સ્વતંત્ર સ્થાન આપીએ છીએ. માટે અહીંથી સારી જગાએ લઈ જવા માટે આપ કૃપા કરો અને પધારો.' શું એમની દૃષ્ટિ ! આ એમના પ્રભાવકપણાની નિશાની. આરાધક અહીં ન ચાલે. એની પાસેનો દષ્ટિકોણનો ગજ ટૂંકો હોય છે. એની પાસે સમ્યક્ત્વની વ્યાખ્યા પણ સાદી જ હોય છે, પ્રાથમિક હોય છે. પ્રાર્થના કર્યા પછી એ રૂપવિજયજી મહારાજની સાથે રહીને યોગ્ય જગાએ અને ઊંચે સ્થાને ભેરૂજીને પધરાવ્યા. જોતજોતમાં આ વાતની ખબર પડી ગઈ. બસ્સો જેટલા માણસો તીરકામઠાં સાથે ત્યાં આવ્યા. અમારા ભગવાનને લઈ જનાર છે કોણ ? બહાર આવે.' આ કામ કરતી વખતે વિશ્વાસમાં જો કાંકરી જાય તેટલું પણ કાણું હોયને તો એ નાવ તળિયે બૂડી જાય. સાથીદારો તો હાથપગ જેવા છે. પ્રાણ શું છે ? ‘સાચા સાથી બે ખરા હિંમત ને વિશ્વાસ, તે વિના બાકી બધા થાય નકામાં ખાસ. 1 Page #66 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબની આ નીડરતા, આ શૌર્ય, આ વિશ્વાસઅહીં કામમાં લાગે છે, જેવા તે લોકો આવ્યા ત્યારે મહારાજ સાહેબેકહ્યું, ‘તમારામાંથી એક જણ વાટાઘાટો ક૨વા આવે. હું તૈયાર છું.' આ વખતે બારણાં બંધ કરી દેવાયાં હતાં અને મહારાજ સાહેબ આ વાક્ય ધાબામાં આવીને બોલ્યા હતા, જેથી નકામું લડાઈ જેવું વાતાવરણ ન થઈ જાય. અહીં પલાયન થવાની તો વાત જ નથી. એમને બોલાવ્યા. વાતચીત કરી, ‘તમે જેમ એમને માનો છો એમ અમે પણ માનીએ છીએ.’ આટલા ઉદ્ગારથી જ એમના વતીથી આવેલા ભાઈ અડધા થઈ ગયા. મહારાજશ્રીએ આગળ કહ્યું, ‘માનતા હતા માટે જ વિધિપૂર્વક લાવ્યા છીએ અને સારી જગાએ બિરાજમાન કર્યા છે. ઊંચી જગાએ બિરાજમાન કરવાનો અમારો પ્રયત્ન છે.’ આ બધું ચાલતું હતું તે જ વખતે જોધપુરથી પચાસેકની સંખ્યામાં પોલિસ આવી ગયેલી. જાલન ધનજીએ તેની વ્યવસ્થા કરેલી. ટોળું પોલિસને જોઈ વિખેરાઈ ગયું. આગેવાનોને વાટાઘાટો દ્વારા શાંતિ મળી અને વિધિપૂર્વક ભેરૂજીની સ્થાપના કરવામાં આવી, જે આજે પણ ત્યાં છે. આમ વર્ષોથી ચાલી આવતી ઘોર આશાતના મહારાજ સાહેબે જાનનું જોખમ લઈને દૂર કરી. આજે પણ સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાનથી શોભતું કાપરડા તીથ એ સ્વરૂપે અનેક લોકોને આકર્ષી રહ્યું છે. આટલું મોટું કામ કર્યા પછી પણ ત્યાં મહારાજ સાહેબનો લાગ, ભાગ, હિત, હિસ્સો, હક કશું જ નહીં. ત્યાંનો સ્થાનિક વહીવટ સ્થાનિક માણસો સંભાળે છે. મહારાજ સાહેબની હિંમત જોઈને બીજા લોકોને પણ પગમાં જોર આવે કે, ‘મહારાજ સાહેબ છે. આપણને હરકત નહીં આવે. તેઓ આટલી બધી ઝીંક ઝીલે છે તો આપણે હવે જોડે રહો.' અને એમ પછી તો જોડાનારા મળી આવે છે. પરંતુ નીડરતાભરી લીડરશિપ એ માણસનો પ્રાણ જે છે એ અગત્યનો છે. કદમ્બગિરિ, રાણકપુર, કાપરડા, શેરીસા દરેકનો ઈતિહાસ જુદો છે. બધામાં કશીક વિશેષતા છે. શેરીસામાં દેવતાનો આદેશ મળ્યો છે, કદમ્બગિરિમાં દેવતાએ સ્વપ્ન આપ્યું છે. કામળિયાઓને આવેલા સ્વપ્ન પછી આ જગા મળી છે. એ પ્રદેશના કાઠી દરબારો - એમની કરડાકી, એમની ભાષા, એમનો વ્યવહાર જુઓ તો ઊભા ના રહી શકો. એમની પાસે. આવા માણસો પાસે મહારાજ સાહેબે પ્રેમથી કામ લીધું છે. બધાને સેવક બનાવીને કામ લીધું છે. કામળિયાઓ, દરબારો મહારાજ સાહેબ પાસે કલાકો આવીને બેસતા અને તેઓ એમની રીતે એમની ભાષામાં એ સહુને સલાહ આપતા. તકલીફમાં આવી પડે ત્યારે એ લોકો મહારાજ સાહેબ પાસે શીખામણ માટે આવતા. પહારાજશ્રી અને ભાવનગરના પ્રભાશંકર પટ્ટણી : ભાવનગરના દીવાન પ્રભાશંકર પટણીએ એમના દીકરા અનંતરાય પટણીને પોતે વર્ગવાસી થયાના બે દિવસ અગાઉ શીખામણના આ શબ્દો કહેલા, ‘જો તને રાજકામમાં કલીફ પડે, ગૂંચ પડે, તારા અંગત કૌટુંબિક જીવનની પરિસ્થિતિ તું સુલઝાવી ન શકે તો રે વખતે કદમ્બગિરિના દાઢીવાળા મહારાજ સાહેબ પાસે જજે. તેઓ તને ઉકેલ લાવી ખાપશે.’ 2010_02 જ્ઞાનોદ્ધાર : ૪ ૫૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ૫૪ 2010_02 ભાવનગરના મહારાજા ભાવસિંહજીના સમયમાં આવેલા પ્રભાશંકર પટણી જે એમના કુશળ અને બુદ્ધિપૂર્વકના વહીવટ માટે જાણીતા અને હજારો માણસો સાથે જેમનો સંપર્ક અને પરિચય, તેમણે કોઈનું નામ ન દેતાં સલાહ માટે દીકરાને મહારાજશ્રીનું નામ કેમ આપ્યું ? મહારાજશ્રીનો એક બીજો પ્રસંગ પણ નોંધવા જેવો છે. અમૃતવિજયજી મહારાજના શિષ્ય ખાંતિવિજયજી હતા. એ ખાંતિવિજયજીએ મહારાજ સાહેબ સાથે રહેવાની ઇચ્છા કરી અને અમૃતવિજયજી મહારાજ જોડે જવાની ના પાડી. તે વખતે મહારાજ સાહેબ પાસે ૩૫ થી ૫૦ માણસો. વળી ત્રણ ગામના ત્રણ સંઘો કેટલાંક કારણોસર આવેલા. ત્યારે પણ મહારાજ સાહેબે જ્ઞાનશાળાના ઉપરના માળે જઈ ખાંતિવિજયજીને પોણો કલાક સમજાવ્યા અને સમજાવીને અમૃતવિજયજી સાથે મોકલ્યા. ‘આનું ભલું શેમાં છે ?' એ જ મહારાજશ્રીની દૃષ્ટિ. પોશીના મહારાજશ્રીનું પોશીનાનું કામ પણ અગત્યનું છે. જોકે એની જોઈએ એવી નોધ લેવાઈ નથી. પોશીના બે છે. નાના પોશીના અને મોટા પોશીના. સાબરકાંઠામાં ઈડર પાસે આવેલાં બે ગામ. અંતરિયાળ જંગલની અંદરનાં એ તીથો. સારાભાઈ ડાહ્યાભાઈએ અમદાવાદથી કેશરિયાજીનો સંઘ કાઢેલો. એ સંઘયાત્રામા નાના પોશીના વચ્ચે આવે. ત્યાં દિગંબરોનું જોર. મૂળ તો શ્વેતાંબરીય પ્રતિમાજી ત્યાં હતાં. પણ આવેશમાં આવીને બન્ને પક્ષો દ્વારા ખોટાં કામો પણ થયાં છે. ઝનૂન ધર્મનું નથી હોતું, પક્ષનું જ હોય છે. ધર્મ કદી ઝનૂન શીખવી ન શકે. મહારાજ સાહેબે દિગંબર લોકોને સમજાવ્યા અને લાગ્યું કે કદાચ હુમલો થશે. ત્યાંના જે સ્થાનિક શ્રાવકો હતા એ લોકોએ કહ્યું કે અમારે આવા વાતાવરણ વચ્ચે રહેવું કેમ ? મહારાજ સાહેબના કહેવાથી ચક્ષુ લગાવ્યાં અને ત્યારે સારાભાઈ ડાહ્યાભાઈએ બે વરસ સુધી ત્યાં સિપાઈઓ મૂકીને તેમનું સંરક્ષણ કર્યું. મને ચોક્કસ વિશ્વાસ છે કે સમય જશે તેમ મહારાજ સાહેબનું કાર્ય વધુ ને વધુ બોલશે. કેમ કે હજુ સુધી તો આપણે વામણા થતા ગયા છીએ અને હજુ દસેક વર્ષ એવાં આવે છે જે વધુ ખાડાવાળાં હશે. વળી પાછો આપણો ચઢાવનો ટેકરો અવસર્પિણીકાળમાં આવવાનો છે. ચાણસ્મામાં ચોમાસું : ‘એલોપથી' દવા સામે અડગ રહ્યા : ભાવપ્રકાશ'માંનો ઉપચાર : વિ.સં. ૧૯૮૧નું ચોમાસું ચાણસ્મામાં હતું. એ ચોમાસામાં મહારાજ સાહેબને અણઉતાર તાવ આવ્યો. તાવ કોઈ સંજોગોમાં ઊતરે નહિ. દવા લેવા માટેના પ્રયતો થયા. મહારાજ સાહેબ ‘એલોપથી'ની દવાઓને અડતા સુધ્ધાં નહિ. કાળધર્મ પામ્યાના આગલા દિવસોની વાત છે. મહારાજ સાહેબે કહ્યું, ‘ડૉક્ટર, મેં અત્યાર સુધીની મારી જિંદગીમાં ઈંજેક્શન લીધું નથી. તો હવે તમે મને શા માટે આપો છો ? મારી ઇચ્છા નથી.’ ડૉક્ટરે કહ્યું, ‘આપની ઇચ્છા નથી તો નથી આપતો.' ડૉક્ટરે કાઢેલું ઈંજેક્શન મૂકી દીધું. બીજા બધા લોકો જોતા રહી ગયા. પછી મહારાજશ્રીએ નન્દનસૂરિ મહારાજને કહ્યું કે ‘ડૉક્ટર કેટલા સારા છે ? મારી ઇચ્છા ન હતી તો ઈંજેક્શન ન આપ્યું.’ Page #68 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ એક વાત છે, વિવેક બીજી વાત છે. ભક્તિથી આપણને થાય કે એમને સાજા કરીએ. કોઈ પણ રીતે જીવે તો સારું એમ થાય, પણ વિવેક શીખવાડે છે કે ના, એમના મનને કોચવીને આપણે કદી કશી સારવાર નથી કરવી. મનને શાતા પહેલી આપો. શરીરની શાતા બીજા ક્રમે રાખો. સૌથી અગત્યની ચીજ છે કે એમનું મન શેમાં રાજી છે. મન કોચવાશે તો શરીર આપોઆપ રિસાઈ જશે. અને મન પ્રફુલ્લિત હશે તો રિસાયેલું શરીર પણ સાજુંનરવું થઈ જશે. એ ૧૯૮૧માં આવેલો અણઉતાર તાવ નહોતો ઊતર્યો ત્યારે મહારાજ સાહેબે બધાની સામે કહ્યું કે “મને કોઈપણ દવામાં શ્રદ્ધા નથી. આવો તાવ આવે ત્યારે અડધું બળેલું પાણી લેવાનો ‘ભાવપ્રકાશ'માં જે ઉપચાર બતાવ્યો છે તે મારે કરવો છે. બીજો ઉપચાર માટે કરવો નથી.” આ બધાં શાસ્ત્રો મહારાજ સાહેબે સારી રીતે જોયેલાં. સ્મૃતિ અને મેધા તો એટલી બધી તીક્ષ્ણ હતી કે છેલ્લાં વર્ષો સુધી એના ફકરાઓ, પરિસ્કારો મોઢે હતા. એ ઉપચાર એમણે કર્યો ને એનાથી જ એ સાજા થયા. એક કલાક વ્યાખ્યાન આપવાનું હોય તે પહેલાં આ બાજુ ઉદયસૂરિ મહારાજ બિરાજમાન હોય, બીજી બાજુ નંદનસૂરિ મહારાજ બિરાજમાન હોય, પુસ્તકોનો મોટો ઢગલો પડ્યો હોય. કયા પુસ્તકમાં વ્યાખ્યાનના મુદ્દા પર શું આવે છે, કયા સાધુ ભગવંતોનો એ અંગે શું અભિપ્રાય છે વગેરે બધું ધારી લે, પોતે માત્ર બેસે. પેલા બન્ને જણા વાંચે, વારાફરતી બોલે અને કલાકેક પૂરો થઈ ગયા પછી પોતે વ્યાખ્યાનમાં બેસે ત્યારે અવ્યાહત ગતિએ, અખલિત વાગ્ધારાથી મહારાજ સાહેબ વ્યાખ્યાન આપે મદનમોહન માલવિયા અને મહારાજ સાહેબ : બનારસના હિંદુ વિશ્વવિદ્યાલયના સ્થાપક શ્રી મદનમોહન માલવિયાજી ફાળો કરવા માટે નીકળેલા. તેઓ અમદાવાદ આવ્યા ત્યારે મહારાજ સાહેબ અહીં બિરાજમાન હતા. માલવિયાજીએ આનંદશંકર બાપુભાઈ ધ્રુવને પૂછયું, ‘અહીયાં અન્ય કોઈ મળવાલાયક પુરુષ છે ?' ત્યારે તેમણે મહારાજશ્રીનું નામ સૂચવેલું. જો કે તેઓ આ પહેલાં ઉદયપુરમાં મળેલા. અમદાવાદના સ્થાનિક વિદ્વજનો જેવા કે આનંદશંકર ધ્રુવ, ન્હાનાલાલ કવિ વગેરે મહારાજ સાહેબને મળવા વારંવાર આવતા ને તેઓ આવનાર વિદ્વજનો સાથે જ્ઞાનગોષ્ઠી કરતા. એ વેળાએ તેઓ જ્ઞાનમય લાગે. પેઢીના માણસો આવ્યા હોય ત્યારે તીર્થમય લાગે. માલવિયાજી જ્યારે મળવા આવ્યા ત્યારે તેમની સાથે મહારાજશ્રીએ સંસ્કૃતમાં ગોષ્ઠી કરી છે. બોલવાની છટા તો હતી જ. વળી ભાષા ઉપરનું પ્રભુત્વ ઘણું જ. જગન્નાથનો આ શ્લોક ૩૬ વાર વૃદ્ધા પથ્થર સમુ છન્નતિ ' મહારાજ સાહેબના મોઢે સાંભળીને માલવિયાજી ખુશખુશાલ થઈ ગયેલા, એટલું જ નહીં, કાશીના આ દિગ્ગજ વિદ્વાન એમનાથી પ્રભાવિત પણ થયેલા. મહારાજ સાહેબે માલવિયાજીને પૂછ્યું, “આ તમે યાચના કરવા નીકળ્યા છો, તો તમને કેવું લાગે છે ?” નોદ્વાર : ૪ પપ 2010_02 Page #69 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરમાં માલવિયાજીએ કહ્યું, ‘આ જે મેઘ છે તે કોના માટે વરસે છે ? લોકોને માટે એ પાણી સંઘરે છે અને એ માટે થઈ એ કાળા મોઢાવાળો બને છે. લોકોને માટે ક્યાંય જવામાં મને શરમ નથી લાગતી.” અયાચક્તા ત્યારે ઊંચામાં ઊંચો ગુણ ગણાતો. તારંગાતીર્થની જમીનનો પ્રશ્ન: પૂજ્યશ્રીની ઘૂંટાતી વેદના: વિ. સં. ૧૯૮૧ના ચાણસ્માના ચોમાસાની વાત. અણઉતાર તાવ. મહારાજ સાહેબ કોકડું વળીને સૂઈ ગયેલા. બેચેની પુષ્કળ. પાટની નીચે ઉદયસૂરિ મહારાજ, નંદનસૂરિ મહારાજ બિરાજમાન હતા. ત્યારે નંદનસૂરિ મહારાજની આચાર્યપદવી થયેલી નહીં) લાવણ્યવિજયજી મહારાજ, અમૃતવિજયજી મહારાજ બધા જ ત્યાં હતા. તે વખતે અમદાવાદથી પ્રતાપશીભાઈ મોહનલાલ, ચીમનલાલ લાલભાઈ ભગુભાઈ ચુનીલાલ આવેલા. તાવને કારણે મહારાજ સાહેબ “ધર્મલાભ” પણ ન આપી શક્યા. આવનારાઓએ પણ આ જોયું. તેઓ પણ માત્ર “મFણ વંદામિ‘ કરી શાતા પૂછીને બેસી ગયા. વાતનો દોર નંદનસૂરિ મહારાજે હાથમાં લીધો. પહેલાં મહારાજ સાહેબની માંદગી, એના ઉપચાર વગેરે અંગે વાતચીત ચાલી. પછી નંદનસૂરિ મહારાજે સહજ રીતે પૂછ્યું, “શું ચાલે છે અમદાવાદમાં ?' ત્યારે એમણે કહ્યું, ‘બહુ તકલીફમાં છીએ અત્યારે. તારંગાનો જે ઠાકોર છે એ આપણા ખૂટા જ્યાં ચૂનાથી તૈયાર કરેલા છે તે જગાને પોતાની હોવાનું કહે છે. અને આ રીતે જ જો ઠાકોર આગળ વધે, કોર્ટમાં જાય ને એ જગા પડાવી લે તો આપણી પાસે જગા નહીં રહે. એ જગા આપણા દેરાસરને અડીને આવેલી છે. ઘણી જ અગત્યની છે. બીજું કોઈ પટેલ હોય તો પૈસા આપીને કે ધમકાવીને સમજાવી શકાય. પણ આ તો ઠાકોર છે. ' પ્રબળ ઈચ્છાશક્તિ: આટલું જ્યાં કહેવાયું ત્યાં તો જે મહારાજ સાહેબ ટૂંટિયું વાળીને પડ્યા રહ્યા હતા તેઓ સંથારામાંથી અડધા ઊભા થઈ ગયા. (એ જ દિવસે સવારે પચ્ચક્ખાણ પળાવતી. વખતે તો બે જણનો ટેકો આપીને એમને ઊભા કરી શકાયા હતા.) પેલા આવનાર શ્રાવક બંધુઓ સામે જોઈને, હાથનો મુક્કો બતાવીને ગજીને કહે, “શું અમે મરી ખૂટ્યા છીએ ? એ તીર્થ ઉપર તરાપ તો મારી જુએ.” આટલું બોલતાં વેત તો શક્તિનો એટલે વ્યય થઈ ગયો કે આંખ ચડી ગઈ, થાકી ગયા અને તરત સૂઈ ગયા. તીર્થ પ્રત્યેની એમની ભક્તિ અંદર કેટલી ઘૂંટાતી હશે ને કેટલી ખુમારી હશે કે શરીર જયારે સાવ રિસાઈ ગયેલું હોય, સાથ આપવા તૈયાર ન હોય, ત્યારે મનની અંદર રહેલ Will Power - ઈચ્છાશક્તિથી માણસ આટલું બોલી શકે ! અનુયાયી શ્રાવકોનું બહોળું વર્તુળ : વિ. સં. ૧૯૮૭માં લીલો દુકાળ પડ્યો હતો. અમદાવાદ-પાંજરાપોળમાં રહેલા સાધુભગવંતો સાત દિવસ સુધીની હેલીના કારણે ગોચરી-પાણી કરી શક્યા ન હતા. એ વખતે પાંજરાપોળમાં છેવાડે આવેલી ભોજનશાળાની શરૂઆત મહારાજ સાહેબના કહેવાથી શરૂ થયેલી. પ્રસંગ આવ્યો, જરૂર પડી, ઉપદેશ આપ્યો ને કામ શરૂ થઈ ગયું. સાત સાત દિવસ સુધી શ્રાવકો પાંજરાપોળમાં નીચેના ભાગે ત્યાં જ રહ્યા. “જ્યાં મહારાજ શાસનસમ્રાટ પ્રવચન (ગાં ૫૬ 2010_02 Page #70 -------------------------------------------------------------------------- ________________ સાહેબ ત્યાં આપણે.” આપણા તરફથી ગુરુભગવંતો પ્રત્યે કઈ રીતે ભક્તિ કરી શકાય તેનો પાઠ આમાંથી શીખવા જેવો છે. અમદાવાદની એક પોળ એવી નથી જેનો આગેવાન મહારાજ સાહેબનો અનુયાયી ન હોય. એમાં હાજા પટેલની પોળના સારાભાઈ હઠીસીંગ અને એમના દીકરા કુમારભાઈ (જે નવસારીમાં છે. તે યાદ આવે. મહારાજ સાહેબના કહેવાથી ચીમનલાલ લાલભાઈને ત્યાં નવપદજીની ઓળી શરૂ થયેલી. નરેન્દ્રભાઈ હરિભાઈ વગેરે એમને ત્યાં ઓળી કરવા જતા. ફતાસા પોળમાં તેઓ ચીમનલાલ લાલભાઈને ત્યાં આયંબિલ કરવા જતા, રોજ નવ દેરાસરો જુહારતા, નવ ચૈત્યવંદન કરતા. શ્રી નંદનસૂરિ મહારાજની આચાર્ય પદવી વખતે અષ્ટોત્તરીસ્નાત્ર હતું. એ સ્નાત્રમાં દર શ્રીફળની જોડે, મહારાજસાહેબના ઉપદેશથી જમનાભાઈ ભગુભાઈ દ્વારા, એક એક સુવર્ણની ગીની મૂકવામાં આવેલી. - જમનાદાસ ઘેવરિયા જે નાગજી ભૂદરની પોળના હતા તે સવારે વ્હોરવા સાધુ મહારાજ આવ્યા હોય તેમને પૂછતા મહારાજ કેટલી ગાથા કરી ? એ પણ એમના એવા જ ભક્ત હતા. મહારાજ સાહેબના ચાતુમાસ પરાવર્તનનો લાભ લીધો ત્યારે સાચા મોતીથી વધાવેલા. મહારાજશ્રી કદંબગિરિ વાવડી પ્લોટમાં બિરાજમાન હતા ત્યારે તેમણે તે સ્થાને એક ધર્મશાળાની જરૂર હોવા અંગે વાત જાણી બસ, દરેકે પોતાનો એક એક રૂમ લખાવી દીધો. જે કામો માટે આપણે ખૂબ પ્રયત કરવો પડે તે કામ મહારાજ સાહેબની નિશ્રામાં ‘ઈચ્છામાત્ર વિલંબ” એ રીતે થતાં. મહારાજ સાહેબનો એક ગુણ એ હતો કે કોઈપણ સમુદાયનો સાધુ ગમે ત્યાં બહાર હોય અને જો કોઈ પુસ્તક મંગાવે તો મહારાજશ્રી એક કલાકનો વિલંબ સહન કરતા ન હતા. જ્ઞાન માટેની તત્પરતા : આ બાબતે એક વાર ઉદયસૂરિ મહારાજને ઠપકો આપેલો. બનેલું એમ કે એક મહારાજ બહારગામ બિરાજમાન હતા. પંડિતજી પાસે ગ્રંથ શરૂ કરવાનો હતો. એ પુસ્તક ત્યાં મળ્યું નહિ. પુસ્તક લેવા માટે માણસને ચિઠ્ઠી લખીને મોકલ્યો. મહારાજ સાહેબ પાસે ચિઠ્ઠી આવી. ચિઠ્ઠીમાં ‘સિદ્ધાંત મુક્તાવલિ' પુસ્તક મોકલવા જણાવાયું હતું. મહારાજ સાહેબે પેલા ચિઠ્ઠી લાવનારને જમીને આવવા અને ત્યાં સુધીમાં પોતે પુસ્તક શોધાવી રાખશે એમ કરી રવાના કર્યો. પછી મહારાજ સાહેબ વાપરવા બેઠા. વાપરીને આવ્યા ત્યારે પેલા માણસને ત્યાં બેઠેલો જોયો. પૂછયું, “કેમ બેઠા છો ?' પેલો કહે, “પુસ્તક લેવા. હજી મળ્યું નથી. ” મહારાજ સાહેબે ઉદયસૂરિ મહારાજને ઉદ્દેશીને કહ્યું, ‘આ માણસને પુસ્તક હમણાં ને હમણાં અપાવી દો. આમાં વિલંબ ન કરવો.' કોટના એક શ્રાવક કાંતિલાલ પાનાચંદ શેરીસા યાત્રા કરીને પાંજરાપોળ આવ્યા. મહારાજ સાહેબની પાટ વચ્ચોવચ હતી. મહારાજ સાહેબે પૂછયું, ‘ક્યાંથી આવે છે ?' પેલા શ્રાવકબંધુએ કહ્યું કે, “કોઠનો છું અને શેરીસાથી આવું છું.” મહારાજશ્રીએ પાસે બેસાડ્યા. વાતચીતમાં ખબર પડી કે શેરીસા ખાતે એક સાધુ મહારાજને તાવ આવે છે. કેટલીક નિશાનીઓને આધારે ઘણી માથાકૂટના અંતે તેઓ જાણી શક્યા કે તાવ ધુરંધરવિજયજીને આવે છે. તરતજ મહારાજ સાહેબે અહીથી વૈદ્યને મોકલ્યા. કેટલાક શ્રાવકોને પણ મોકલ્યા. R(નૉાર : ૪ પs 2010_02 Page #71 -------------------------------------------------------------------------- ________________ આ ધુરંધરવિજયજી મહારાજની દીક્ષાનો કેસ ચાલ્યો તે વખતે ઝવેરીવાડના વકીલ કેશવલાલ અમથાશાને કેસ માટે શિરોહી મોકલ્યા. સામે એમના મામાં ચુનીલાલ બેંગ્લોરવાળા. એકદમ ભારાડી માણસ. એની સામે કેસ લડવાનો હતો. મહારાજસાહેબ અહીં સતત ચિંતા કયાં કરે પણ અંતે કાર્ય પાર પાડ્યું. મહારાજસાહેબની બુદ્ધિપ્રતિભા એવી કે અમુક બાબતમાં શું કરવું જોઈએ ને શું કરીએ તો પરિણામ આમ આવે એ અંગે વિચારી લે, બધી વખતે તેમની આ દષ્ટિ તેમને ખૂબ કામ લાગી છે. સાગરજી મહારાજ જ્યારે અંતરિક્ષજીમાં હતા ને કોટકચેરી થઈ ત્યારે ત્યાં કેસમાં શું જવાબ આપવો જોઈએ તે બધું અહીંથી લખીને મોકલાવ્યું હતું. ૧૯૪૫માં દીક્ષા થયા પછી ગુરુમહારાજ પાસે તેઓ માત્ર બે વરસ રહ્યા. ૪૭માં વડી દીક્ષા થઈ ૪૮-૪૯માં દાનવિજયજી મહારાજ પાસે રહીને ત્યાં ભણ્યા. ત્યાં તેમણે ઠોસ વિદ્યા પ્રાપ્ત કરી, અને અંદર પડેલા વિદ્યાના સંસ્કારો બરાબર પરિપુષ્ટ થયા. એમની હાજરીમાં દાનવિજયજી મહારાજે બાબુ ધનપતસિંહજીને ઉપદેશ આપીને પાઠશાળા શરૂ કરાવી જે આજે પણ પાલિતાણામાં ચાલે છે. પંજાબી દાનવિજયજી મહારાજની રગરગમાં જ્ઞાનની પ્રીતિ હતી. મહેસાણા પાઠશાળાના આદ્યસ્થાપક દાનવિજયજી મહારાજ છે. એ તો ક્ષેત્ર અને અવગ્રહ રવિસાગરજી મહારાજનાં હતાં એટલે એમને આગળ કર્યું. અને આમાં એક જાતનું ઔચિત્ય છે. બાકી તો પાઠશાળાના પાયામાં મૂલચંદજી મહારાજના શિષ્ય પંજાબી દાનવિજયજી મહારાજ જ હતા. એમની પાસેથી પૂજ્યપાદશીને જ્ઞાનની દીક્ષા મળી હતી. એટલે જ્યાં પણ જતા ત્યાં પહેલું કામ પાઠશાળા સ્થાપવાનું કરતા. જો શ્રાવકો તેમને બુદ્ધિશાળી લાગે તો તેમને સંસ્કૃત ભણવા માટે ખાસ કહેતા. રમણભાઈ દલસુખભાઈ ખંભાતવાળા મોટા મહારાજ પાસે કરાતાજુનીયમ્' ભણેલા છે. જંગમ પાઠશાળાના વિદ્યાર્થી શ્રોફના કુટુંબના કેટલાય છોકરાઓ જંગમ પાઠશાળામાં રહેલા. એમાં ભણાવવા શાસ્ત્રી રાખતા અને પરીક્ષા પોતે લેતા. તેમનો આ સિલસિલો લાંબા સમય સુધી ચાલ્યો છે. રઘુવંશ'ના શ્લોકની પૃચ્છા: વિ. સં. ૧૯૮૯માં સરખેજમાં જયારે મહારાજ સાહેબ વિહાર કરીને પધાર્યા ત્યારે પં. અમૃતવિજયજી અને બીજા સાધુ મહારાજ તેમને વળાવવા ગયેલા. આ બધા સાધુઓ તે વખતે નાના, દુરંધરવિજયજી મહારાજ, જયાનંદવિજયજી મહારાજ, દક્ષવિજયજી મહારાજ, સુશીલવિજયજી મહારાજ આ બધા ત્યારે વિદ્યાર્થી અવસ્થામાં. બધાને રાત્રે બેસાડી “રઘુવંશ'નો ત્તત્તાપ્રતાનો થતૈઃ સૌ એ શ્લોક પૂછે. આગલી ક્ષણ સુધી જે મહારાજ સાહેબે પાલિતાણામાં હવે શું થવાનું છે એની ચર્ચા કરી હોય તે બીજી જ ક્ષણે વિઘાથસાધુઓને પાઠ શીખવાડવા બેસી જતા. જાણે એક ખાનું બંધ કર્યું ને બીજું ખાનું તરત જ ખૂલી ગયું. શાળાનશ્રાટ પ્રવચનમાળા પ 2010_02 Page #72 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રીતિ - માસિક સભા - પુસ્તક ખરીદી - ગ્રંથપ્રકાશનો : આ જ્ઞાનપ્રીતિ – વિદ્યાપ્રીતિને કારણેજ તેમણે ‘તત્ત્વવિવેચક’ નામનું માસિક શરૂ કરાવેલું. વળી, ‘તત્ત્વ વિવેચક' સભા સ્થાપી હતી. એના સભાસદો પણ હતા. ફૂલચંદ છગનલાલનું નામ એમાં લેવાતું. ઈશ્વરદાસ મૂળચંદ એમાં હતા. અમદાવાદમાં સ્થપાયેલી આ સભાના નામે મહારાજ સાહેબે ઘણાં કાર્યો કર્યાં હતાં. સંઘ કાઢવો હોય, મીટિંગ બોલાવવી હોય બધું જ આ સભાના નામે થતું. ‘જૈન એડવોકેટ' નામનું અંગ્રેજી છાપુ મહારાજ સાહેબ કઢાવતા. ફતાસાની પોળવાળા શકરચંદ મણિલાલ એના ટ્રસ્ટી હતા. એ જ રીતે મહારાજ સાહેબે ‘જૈન ગ્રંથ પ્રકાશક સભા' રાખેલી. જે પુસ્તકો મુદ્રિત કર્યાં એમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજની આખી ગ્રંથાવલિ એમણે પ્રગટ કરેલી. સકલ સંઘને હરિભદ્રસૂરીશ્વરજીના ગ્રંથો મુદ્રિત કરીને આપ્યા હોય તો પૂજ્યપાદશ્રીએ. ‘અષ્ટસહસ્રી’ જેવો મોટો ગ્રંથ, ‘ન્યાયખંડનખાઘ', ‘સર્વજ્ઞ સિદ્ધિ', ‘અષ્ટક પ્રકરણ’, ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’, ‘યોગબિંદુ’, ‘ધર્મબંદુ’, - આ બધા ગ્રંથો શ્રી ઉદયસૂરિ મહારાજ પાસે સંપાદિત કરાવી સૌ પ્રથમ સંઘ સમક્ષ મૂક્યા. એવી રીતે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના ગ્રંથો પણ એમણે આપ્યા. પ્રતિમા, પંડિત અને પુસ્તક પાછાં કાઢવાં નહીં આ તેમનો મુદ્રાલેખ હતો. સરસ્વતી પુસ્તક ભંડારવાળા ભૂરાલાલ કાળિદાસ પંડિત હતા, જેમને મહારાજ સાહેબ પ્રેમથી ‘ભૂરિયો’ કહેતા. તેમણે પોતાની નોંધપોથીમાં ટપકાવેલું છે કે મહારાજ સાહેબ પાસે કોઈ કોથળા ભરીને પુસ્તકો લઈને આવ્યું હોય, અને મહારાજ સાહેબને જો લેવા જેવાં લાગે તો પછી પુસ્તકો જોવાનાં પણ નહીં; લઈ જ લેવાનાં અને ઉધડો સોદો જ કરવાનો. લેવા જેવાં પુસ્તકો શ્રી નંદનસૂરિ મહારાજને બતાવીને લઈ લેતા. જ્યારે પુસ્તકો દમ વિનાનાં હોય, પણ સામો માણસ પૈસા ખૂબ જ માગતો હોય તો શ્રી ઉદયસૂરિ મહારાજને બોલાવી બરાબર મથામણ કરાવીને છેલ્લે પુસ્તકો લઈ લેતા. મહારાજ સાહેબને કોઈ ચીજ નીચી ગમતી ન હતી. મકાનોની ઊભરણી પણ ઊંચી રખાવે. અહીં અમદાવાદની જ્ઞાનશાળા હોય કે વલભીપુરનો ઉપાશ્રય હોય, પાંચ-છ પગથિયાં ચડવાં જ પડે. અંદરનાં કબાટો પણ એટલાં જ ઊંચાં અને પહોળાં. કબાટમાં ૧૬ વિદ્યાદેવી બનાવેલાં છે. હસ્તલિખિત ગ્રંથો પણ એમણે એટલા જ લીધા. અઢારહજારી' સૌ પ્રથમ એમણે છપાવી. મનસુખભાઈ ભગુભાઈનો આ બાબતમાં ખુલ્લો ચેક. કદી મહારાજ સાહેબને પૂછવાનું પણ નહિ કે ‘આટલી મોટી સાઈઝનાં પુસ્તકો !’ પુસ્તકો એમના કહેવાથી અને એમની સહાયથી છપાયાં. એ રીતે ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથો પણ એમાંથી જ છપાયા. જેટલા પંડિતો, માણસો, લહિયાઓ રાખે એ બધા જ એમની પાસે રહે. પગારનો લાભ મનસુખભાઈ ભગુભાઈ લેતા. ચૌખમ્બા પુસ્તકાલયની ગ્રાહક તપાસનો કિસ્સો : એમની પાસે એક નારાયણ સુંદર કરીને માણસ રહે. કાશીની અંદર ચૌખમ્બા પુસ્તકાલય હતું. ત્યાંનાં જે પુસ્તકો બહાર પડે તેની પાંચ નકલ મોકલી આપવાનો મહારાજ સાહેબનો ખુલ્લો ઓર્ડર હતો. એ પુસ્તકો પેલા નારાયણ સુંદરને નામે આવે. અહીં જે પુસ્તકો આવે તેના પર કદી મહારાજ સાહેબનું નામ ન હોય. સાધુથી પુસ્તક મંગાવાય નહીં કે રખાય નહીં. એની માલિકી કરાય નહીં. શ્રી સંઘની માલિકીનાં 2010_02 જ્ઞાનોદ્વાર : ૪ Че Page #73 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા S0 2010_02 જ એ કહેવાય. વાંચવા જોઈએ ત્યારે લીધાં, રાખ્યાં ને પરત કરી દીધાં. આ વ્યવસ્થાચિહ્ન એમણે બરાબર જાળવ્યું. એકવાર ચૌખમ્બા પુસ્તકાલયવાળાઓએ વિચાર્યું કે આ પંડિત નારાયણ સુંદર છે કોણ ? તેથી રીતસર પુસ્તકાલયના માલિકે તેમના માણસને નારાયણ સુંદરની મુલાકાત માટે મોકલ્યો. તે માણસ ચિઠ્ઠી લઈને પાંજરાપોળ આવ્યો. મહારાજ સાહેબે પૂછ્યું, ‘કોનું કામ છે ?’ પેલો કહે, ‘નારાયણ સુંદર પંડિતનું કામ છે.’ આ નારાયણસુંદર વર્ષો સુધી મહારાજશ્રીની સેવામાં રહ્યા અને મહારાજ સાહેબે તેની સ્મૃતિ પણ ઊભી કરી. આ. શ્રી ગુણરત્નસૂરિ મહારાજના શિષ્ય મોક્ષરત્નવિજયજી (જેઓ કાળધર્મ પામી ગયા)ને ભણવા માટે કેટલાંક નવ્યન્યાયના પુસ્તકો જોઈતાં હતાં તે ક્યાંયથી ન મળ્યાં, પણ પાંજરાપોળ - જ્ઞાનશાળામાંથી મળ્યાં. આવી તેમની જ્ઞાનપ્રીતિ હતી, ઉપાસના હતી. આ સિવાયના પણ બીજા ઘણા ગુણો છે તેનું વર્ણન હવે પછી જોઈશું. Page #74 -------------------------------------------------------------------------- ________________ એતિહાસિક ૩-૧ (તા. ૧૨-૧૧-૧૯૯૮) અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને પ્રભુ મહાવીરે સ્થાપ્યા પછી આજદિન સુધીમાં એને આપણા સુધી લાવનાર જો કોઈ તત્ત્વ હોય તો તે આચાર્ય ભગવંતો છે. અમાપ એમનો ઉપકાર છે. જાતને શાસનના ચરણે સમર્પિત કરીને ઓગાળી નાખે છે ત્યારે તે ભાવાચાર્ય બને છે. જાતને અળગી રાખીને શાસનને સાથે રાખનારા ઘણાબધા આચાયો ભૂતકાળમાં થયા છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે. એ બધા નામાચાયો છે. શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ એ ક્યારેક જ થઈ શકે એવી વિભૂતિઓમાંના એક છે. એમનું બાહ્ય અને અત્યંતર વ્યક્તિત્વ કંઈ ઓનોખું જ હતું. પુણ્યશાળી જીવ છો બધું જ મળ્યું છે : વ્યક્તિ-વ્યક્તિના સંબંધોમાં કડવાશ ન આવી જાય તેને માટે એને એક સુંદર શીખામણ આપવામાં આવે છે કે “ભાઈ, બધાને બધું નથી મળતું. કોઈને માત્ર પાન મળે ઐતિહાસિક કાચી-૧ : ૫ ૬૧ 2010 02 Page #75 -------------------------------------------------------------------------- ________________ છે, કોઈને માત્ર મોર મળે, કોઈને ફૂલ મળે તો કોઈને ફળ મળે. માટે જે મળ્યું છે તેનો આદર કરવો, ન મળ્યું તેની આશા ન કરવી. ' આ એક સામાન્ય વચન છે. પણ એ વચનના અપવાદ હોય છે. અને એ અપવાદસ્વરૂપ વ્યક્તિ આપણને પ્રભુજીના શાસનમાં વર્તમાનમાં દેખાતી હોય તો તે પૂજ્યપાદ મોટા મહારાજ સાહેબ છે. એમને બધું જ મળ્યું હતું. ભલભલાને ઈર્ષ્યા આવે તેવું મળ્યું હતું. એકવાર સાગરજી મહારાજ વિ.સં. ૧૯૯૯માં પાલિતાણામાં મોદીના બંગલામાં મોટા મહારાજશ્રીને મળવા આવ્યા ત્યારે મોટા મહારાજના મુખમાંથી સ્વાભાવિક એવો ઉદ્દગાર નીકળી ગયો કે, જુઓને ક્યાં કામ જ થાય છે, આપણું પણ પુણ્ય ઓછું પડે છે.' ત્યારે સાગરજી મહારાજ કહે છે “તમારા જેવા પુણ્યશાળી કોઈ નથી. આ ઉદયસૂરિ અને નંદનસૂરિ જેવા શિષ્યો કોઈની પાસે નથી.” બીજાને ઈર્ષ્યા આવે તેવી સંપત્તિ તેમની પાસે હતી. શિષ્યો તો ખરા જ, પણ સંપૂર્ણ સમર્પણ કરનારા ભક્તો પણ તેમને મળ્યા છે. મહારાજ સાહેબ ક્યારેય પણ સામેથી ભક્તો બનાવવા ગયા નથી. માણેકલાલ જેઠાલાલથી માંડીને લીબડી દરબાર અને વળા દરબાર જેવા ઉચ્ચ કક્ષાના ભક્તો આવે કે સામાન્ય શ્રાવક આવે, મહારાજ સાહેબ દરેકને સમાન દષ્ટિથી જોતા. આટલી નિઃસ્પૃહતા તેમની પાસે હતી માટે જ લોકો એમની પાસેથી સામેથી ખેંચાઈને આવતા હતા. આ એમનું વ્યક્તિત્ત્વ. - અમદાવાદ શાહપુરના ચંદુલાલ બુલાખીદાસે પોતાની તમામ સંપત્તિ, ઘરેણાં, ઘર, ખેતર બધું જ મહારાજ સાહેબને શાસન માટે અર્પણ કર્યું હતું. આવા ભક્તો હતા જેમ શિષ્યો-ભક્તો મળ્યા તેમ સહાયક બળ તરીકે જયાંગયો ત્યાં સામેથી બધું જોઈતું મળ્યું છે. ગુલાબચંદજી અને જેસલમેરનો સંધ: - રાજસ્થાન - શિવગંજ - પાલડીના ગુલાબચંદજી નામના એક સગૃહસ્થે મોટા મહારાજશ્રીની નિશ્રામાં સિદ્ધગિરિનો સંઘ કાઢવાની ઈચ્છા પ્રગટ કરી. મહારાજ સાહેબે કહ્યું, ‘અમારે તો જેસલમેર તરફ જવું છે.” હવે જુઓ કે શ્રાવકો કેવા હોવા જોઈએ. જે બાજુ ગુરુ મહારાજ વાળે તે બાજુ શ્રાવકો વળાંક લે, પણ પોતાની ઈચ્છા મુજબ, પોતાનાં ધારેલાં કામ કરાવવા મહારાજ સાહેબને તેમની દિશામાં વાળે તેવા નહિ, પણ એના તરફ પોતે વળે તેવા. આ વાત સં. ૧૯૭૩ની. ત્યારે આવી રીતના સંઘો બહુ સાંભળવા મળતા નહિ. છતાં મહારાજ સાહેબનું લક્ષ્ય માત્ર સંઘ ન હતું. એ સૌથી અગત્યની વાત છે. એમનું નિશાન કર્યું હતું? એ શું તાકીને બેઠા હતા ? આવાં નાનકડાં, લોભામણાં, ક્ષણિક ચમકારા જેવા શાસન - પ્રભાવનાનાં કામોમાં તેમને રસ ન હતો. થાય તો ભલે. તેનો આવકાર હતો. પણ એને માટે થઈને કશુંક જતું કરવા પોતે તૈયાર ન હતા. એમણે ગુલાબચંદજીને કહ્યું, ‘તારે સંઘ કાઢવો જ હોય તો જેસલમેરજીનો કાઢ. એ બાજુના પ્રદેશમાં જવાની ગણતરી છે. ” બીજે જ દિવસે ગુલાબચંદજીએ કહ્યું, સાહેબજી, આપની વાત સાચી છે. ભલે, જેસલમેર જઈશું. પણ નિશ્રા તો આપની જ સ્વીકારવી છે.' શાસનસમ્રાટ પ્રવચનમાળા ૬૨ 2010_02 Page #76 -------------------------------------------------------------------------- ________________ આ બાજુ ગુલાબચંદજીના પિતાજીએ તેમને કહ્યું હતું કે “બેટા, એક વખત ગિરિરાજનો સંઘ કાઢજે.” એક બાજુ પિતાજીની ઈચ્છા ને બીજી બાજુ મહારાજશ્રીની વાત. બેમાંથી એકેય શી રીતે ટળાય ? છેવટે વચલો રસ્તો કાઢ્યો. પોતે ગિરિરાજની યાત્રા કરવા ગયા. ત્યાં દાદાના ભંડારમાં રોકડા પાંચ હજાર રૂપિયા મૂકીને દાદાની ક્ષમા માંગી. અને ‘આ યાત્રા અમારા સકળ સંઘ વતી સ્વીકારી લેજો. આપના જ સંઘના એક સુવિહિતશ્રેણિ પુરીણ એવા પુરુષની નિશ્રામાં સંઘ કાઢવા અમે જઈએ છીએ.” એમ કહી મહારાજ સાહેબ પાસે આવ્યા. મૂહરત લીધું. જેસલમેરનો સંઘ નક્કી થયો. મહારાજ સાહેબ સાદડીથી શિવગંજ પધાયાં. ગામની બહાર રહીને પ્રભુજીનો મહોત્સવ કયો. તે પછી સંઘપ્રયાણ થયું. વરસાદ - બે અનુભવો : ફલોધી પછીનાં ગામો એટલાં કપરાં છે કે આજે પણ ત્યાં થોડી તકલીફો તો છે જ. અગાઉ જે રેતીના દળ અને ભરાંટિયાં હતાં તે તો હવે નથી, લશ્કરને કારણે ડામરના રસ્તા બની ગયા છે. પણ પાણીનો પ્રશ્ન તો હજુ એવો ને એવો જ છે. ત્યાં ગામડાના નાના સમુદાયને ઢાઢી કહે છે. આવી એક ઢાઢી વાસણા નામે સંઘના રસ્તામાં આવી. ત્યાંના સ્થાનિક લોકો કહેવા આવ્યા કે જે ૨૦૦-૩૦૦ સંઘના માણસ આવવાના છે તે અમારા ગામમાં નહિ ઊતરે. સંઘપતિને ખબર પડી કે અહીના લોકો ગામમાં પ્રવેશવાની ના પાડે છે. વાત મહારાજ સાહેબ પાસે પહોચી. ત્યારે મહારાજ સાહેબે કહ્યું, “આપણે પાછળ પંદર માઈલ ચાલીને આવ્યા છીએ. હવે આગળ ન જવાય. સંઘમાં એટલી ધીરજ નહિ રહે. સમય પણ થઈ ગયો છે. અહીંયાં જ રહીએ. તકલીફ શી છે? ગામવાળા ના શા માટે પાડે છે તો કહે, “અમારે પાણીની ખૂબ જ તંગી છે. તમારા જેવા ર00 માણસ ગામમાં આવે તો અમારે બે મહિનાનું પાણી એક જ દિવસમાં સફાચટ થઈ જાય.” ત્યારે મહારાજ સાહેબ કહે, “જો તેમને પાણી મળી જાય તો તકલીફ નથીને!” ના, પછી એમને તકલીફ નથી.' ‘તો એમને કહો કે બધું સારું થશે.” ગુલાબચંદજીને મહારાજ સાહેબ ઉપર અપાર શ્રદ્ધા હોવાથી કશી દલીલ કયા વગર ગામવાળા પાસે જઈને કહે, “તમે ફિકર ન કરો બધું સારું થશે અમને ઊતરવા દો. અમારા સંત મહાત્માએ આમ કહ્યું છે.' આ સાંભળી ગામવાળાઓએ બધી વ્યવસ્થા કરી દીધી. સંઘવાળા ઉતારામાં તય. એકાસણું થઈ ગયું અને બપોરે અઢી વાગે એક સામટું બે ઈંચ પાણી પડી ગયું. તે વખતે ચૈત્ર મહિનો હતો. વરસાદની કોઈ શક્યતા અને સંભાવના નહીં. છતાં આજુબાજુના તળાવો છલકાઈ ગયાં. સાંજે આખું ગામ કહેવા આવ્યું કે, “બાપજી, હજુ આવતીકાલ રોકાઈ જજો.” સવારે જે ના પાડતા હતા, સાંજે તે જ લોકો રોકાઈ જવા આગ્રહ કરતા હતા. આ વાત બિલકુલ સત્ય છે. આ એવી કોટીના પુરુષ હતા કે “મંત્ર ફળે જશ વધે, દેવ કરે સાન્નિધ્ય” બ્રહ્મચર્યની તાકાત શી છે એનું વર્ણન કરતાં કલિકાલ સવશે' આ વાત કરી છે. એ બોલે એ મંત્ર ફળે. આ શક્તિ એમની પાસે કુદરતી હતી. સાધક અને બાધક એમ બન્ને પ્રકારની હતી. જે ઈચ્છિત હોય તે થઈને જ રહે. ઐતિહાસિક કાર્યો-૧ : ૫ ઉ3 2010_02 Page #77 -------------------------------------------------------------------------- ________________ બરાબર એની સમાંતરનો આ બીજો પ્રસંગ છે : સં. ૧૯૮૯ની આ વાત નંદનસૂરીશ્વરજીના સંસારી પક્ષે બાપુજી હેમચંદભાઈ તેમની નાજુક તબિયતને કારણે બોટાદ પધારવા વિનંતી હતી. આમ તો ચોમાસું લગભગ અમદાવાદમાં નક્કી થઈ ગયું હતું. પ્રતાપસિંહ મોહોલાલ પણ બેઠેલા. મૂંઝવણ થઈ, “શું કરશું? નંદનસૂરિ મહારાજના સંસારી પક્ષે સગા અને બીજા બધા આ રીતે આવેલા છે ને સૌ વિનંતી કરે છે કે સાહેબજી બોટાદ પધારો તો સારું.” મોટા મહારાજે ઉદયસૂરિ મહારાજને કહ્યું, “આદ્રા ક્યારના છે, જો તો ખરો.” આદ્રા પછી મહારાજ સાહેબ વિહાર કરતા ન હતા. કેટલીક ઉત્તમ પરંપરાઓ મહારાજ સાહેબે શરૂઆતથી ઝીલી લીધી છે. આ નવો વિચાર નથી. ઉપા. યશોવિજયજી મહારાજે અમદાવાદમાં ૧૭૨ ૨ અથવા ૨૩માં હાજા પટેલની પોળમાં રહીને સાત સાધુ ભગવંતોનો પટ્ટક બનાવ્યો છે. તેમાં એક કલમ આ છે કે આદ્રા નક્ષત્ર પછી વિહાર કરવો નહીં. પણ એ કલમ કેવળ પાનામાં રહી ગયેલી. મોટા મહારાજે પહેલ કરીને આ ચીલો પાડેલો. આદ્રા નક્ષત્ર સુધીના વિહારના દિવસો ગણતાં બધું કટોકટ આવતું હતું. તે દિવસે મહારાજ સાહેબે કહ્યું કે “આવતી કાલે વિહાર છે. તાબડતોબ બધી તૈયારી થઈ ગઈ. વિહાર શરૂ થયો. આદ્રા નક્ષત્ર નજીકમાં છે. વિહાર ચાલે છે. મહારાજ સાહેબ કોઠ, ગુંદી પછી ફેદરા પધાયફેદરા વાત થઈ કે હવે જે ખડોળ ગામ આવે છે તેનું અંતર લાંબુ છે. એક સાથે ચલાય એમ નથી. મહારાજ સાહેબની ઉંમર પણ તે વખતે ખરી જ. ‘૮૯માં શરીર એટલું સશક્ત નહીં કે સળંગ પંદર કિ. મી. ચાલી શકે. મહારાજ સાહેબે કહ્યું સાંજના સમયે પાંચ પીપળી છે ત્યાં મુકામે કરીએ. બધા નહિ પણ થોડા સાધુઓ અને બીજી સવારે ખડોળ જશે. ફેદરાથી સાંજે વિહાર કર્યો. મહારાજ સાહેબ અને એમની સાથે તિલકવિજયજી આદિ પાંચ સાત સાધુ મહારાજ પાંચ પીપળીને સ્થાને રાવટી નાખીને બિરાજમાન થયા. તરત જ બાજુના ખેતરમાંથી માણસો આવ્યા. આવીને કહ્યું કે સાહેબજી, અહીંયાં વીંછીનો ઉપદ્રવ છે. કાળજી લેજો.” મહારાજશ્રીએ નારાયણ સુંદરને માટી લઈ આવવા કહ્યું. રાવટી ફરતી માટીની પાળ કરી. મહારાજ સાહેબે સાધુઓને સૂચના આપી કે કોઈપણ સ્થિતિમાં માનું કરવું હોય તોપણ, પાળ ઓળંગીને જશો નહીં. આમ કહ્યા છતાં એક સાધુ મહારાજ બહાર નીકળ્યા. નીકળ્યા ને વીંછી કરડ્યો. વીછી બરાબર પાળ સુધી આવે ને પાછો ફરી જાય. વાળ ઓળંગીને અંદર ન આવે. આ બનાવ બન્યા પછી સવાર પડતાં આગળ જવાની તૈયારી કરવા માંડ્યા. મહારાજ સાહેબ લગભગ સૂર્યોદયની આસપાસ વિહાર કરતા. તેઓ નવકારનું સ્મરણ કરીને વિહાર કરી રહ્યા હતા ત્યારે કોઈકે આવીને કહ્યું કે સાહેબ, વરસાદ આવે છે. ખાબોચિયાં ભરાઈ ગયાં છે. ” સાહેબજીએ કહ્યું કે “શું બોલો છો ?' રાવટીમાં તે વખતે એક છાંટો પણ પડેલો નહિ. વરસાદ આમ તો એવો હતો કે રાવટી દ્વારા ટીપાં પણ અંદર પડે, પવન સાથે વાછંટ પણ આવે. પણ આમાંનું કશું જ નહિ. જોઈતો ન હતો ત્યારે ટીપું પણ નહિ, અને જેસલમેરના સંઘ દરમ્યાન જોઈતો શિરસસમ્રાટ પ્રવચ્ચેofમાળા ઉ૪ 2010_02 Page #78 -------------------------------------------------------------------------- ________________ હતો ત્યારે તળાવ છલકાઈ ગયાં હતાં. આ એમની ચારિત્રની શક્તિ. કોઈ ચીજ એમને સંકલ્પિત ન હતી. પણ કુદરત એમને એટલી બધી સાનુકૂળ થઈને રહેતી હતી એના આ બે અનુભવો છે. એક ઉદુનો શેર યાદ આવે છે. ફાનસ બનકર જીસકી ઈફાજત હવા કરે, વો શમા ક્ય બૂઝે જીસે રોશન ખુદા કરે. - સં. ૧૯૭૫ની આ વાત છે. કાપરડાજીની પ્રતિષ્ઠા વખતે અમીચંદજીગુલાબચંદજીએ સૌથી મોટો ફાળો આપ્યો. જયારે પોતે અહીં આવ્યાને મહારાજ સાહેબને વાત કરી કે “આપ પધારો અમારે ઊજમણું કરવું છે. તે વખતે મહારાજ સાહેબે કહ્યું, “અત્યારે તો મારે કામ આ પ્રતિષ્ઠાનું કરવાનું છે. તમારે લાભ લેવો હોય તો તમને આપું.” ગુલાબચંદજીએ કહ્યું કે “સંપૂર્ણ મહોત્સવનો લાભ મને આપો. મારે ઊજમણું કરવું છે તે આજ છે. આપ કહો ને આપ રહો તે જમણું. 'ગુલાબચંદજીનાં વચનો સાંભળી જોધપુરના જાલમચંદજી વકીલ વગેરેએ હૃદયમાં ભાવ કર્યો. મનસુખભાઈએ પણ ૩૦૦૦ રૂ. ટીપમાં લખાવ્યા અને આખોય પ્રતિષ્ઠા મહોત્સવ ગુલાબચંદજીએ તે સ્વરૂપે કરાવ્યો. આ વાત થોડી વિગતે જોઈએ - આ ગુલાબચંદજી પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના પરમભક્ત હતા. તેઓએ ઘણી ઉદારતાથી ઘણાં મોટા કામો કરેલાં. પણ ઉત્તર કાળમાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં પૂજ્ય શ્રી વિચય - ચોમાસાં કર્યા. કામો થયા તે વધારામાં પણ ગુલાબચંદજી-અમીચંદજી સંપર્કમાં ન રહ્યા તેથી તેઓનું નામ પૂજયશ્રીના ભક્તવર્ગમાં જોવા મળતું નથી. બાકી ઘણાં જ મહત્ત્વના કામમાં તેઓ ખડેપગે ઉભાં રહ્યા છે. જે રીતે વિ.સં. ૧૯૭૩માં સિદ્ધગિરિરાજનો સંઘ કાઢવાના ભાવથી આવ્યા હતા અને પૂજ્યશ્રીની ભાવના જેસલમેર જુહારવાની હતી તો પોતે પણ મનને એ રીતે વળાંક આપ્યો અને જેસલમેર તીર્થનો છ'રી પાળતો સંઘ કાઢ્યો. બસ. એવું જ આ બીજી વાર પણ બન્યું. તેઓ આવ્યા હતા પોતાને ગામ શિવગંજમાં સંઘ જે કાઢયો તેના ઉદ્યાનરૂપ પ્રભુજીને મહોત્સવ કરવાની ભાવના હતી અને તેમાં નિશ્રા પ્રદાન કરવા માટે વિનંતિ અર્થે આવ્યા હતા. ત્યાં શ્રી કાપરડાજી તીર્થમાં શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાન આદિ જિનબિંબોની પ્રતિષ્ઠાનો પ્રસંગ આવ્યો. પૂજ્યશ્રી સાથેનો ઋણાનુબંધ હશે. જ્યારે પોતે શિવગંજ પધારવા માટેની વિનંતી કરી રહ્યા હતા ત્યારે શ્રી ચાંદમલજી પાલીવાળા શ્રી પનાલાલજી બિલાડાવાળા પૂજ્યશ્રીને ગળગળા સાદે વિનંતી કરી રહ્યા હતા કે આપ જો ગુજરાત પધારશો તો આ પ્રતિષ્ઠાનું કામ લંબાઈ જશે અને કોણ જાણે ક્યારે અંજળ આવશે. માટે આપ આટલું કાર્ય કરાવી જ લો. આ બધું જાણીને ગુલાબચંદજીએ પણ પૂજ્યશ્રીને વિનંતી કરી કે સાહેબ ! વાત સાચી છે આપ આ કાર્ય પહેલાં કરી લેવા જેવું છે. પૂજયશ્રીએ કહ્યું : જો તમે પ્રતિષ્ઠાનો લાભ લેતા હો તો હું જરૂર વિચાર કરું. ઐતિહાસિક કાર્ચા-૧ : ૫ ૬૫ 2010_02 Page #79 -------------------------------------------------------------------------- ________________ ગુલાબચંદજી કેવા પરમ શ્રદ્ધા સંપન્ન ગુરુભક્ત કે તુર્ત મહારાજ સાહેબને કહ્યું કે આપનું વચન શિરોધાર્ય છે. આપના આશીવાદથી પ્રતિષ્ઠા મારે જ કરાવવાની છે. પછી ખૂબ જ ઉમંગ ઉલ્લાસથી પ્રતિષ્ઠાનો પ્રસંગ પાર પાડ્યો. આ બધા પ્રસંગો સાંભળીને માત્ર અહોભાવ નથી કરવાનો, માત્ર અનુમોદના પણ નથી કરવી, તેમાંથી માત્ર એકાદ લીટીનો બોધપાઠ લેવો જોઈએ. જ્યારે જ્યારે તમારા જીવનમાં પણ ધાર્મિક લાભ લેવાનો વારો આવે ત્યારે તમારા મનમાં જો આ વાતો ધરબાયેલી હોય તો તમે પણ યોગ્ય વળાંક લઈ શકો. વિવેક કરી શકો. અને મહારાજ સાહેબની વાતને સ્વીકારી શકો. યુગલિયાઓ આદીશ્વર ભગવાનની પાસે આવ્યા. એમને સ્નાનનો, અભિષેકનો લાભ લેવો હતો. પરંતુ ઈન્દ્ર મહારાજાએ તો ભગવાનને સ્નાન કરાવીને, અલંકારોથી સજ્જ કરીને સિંહાસન પર બિરાજમાન કરેલા હતા. ત્યારે એ યુગલિયાઓએ કમળના પત્રમાં અભિષેક માટે જે પાણી લાવ્યા હતા એ ઋષભરાજ (આદીશ્વર)નાં ચરણોમાં મૂકી દીધું. ભગવંત માત્ર વિનય જોઈને એટલા ખુશ થઈ ગયા કે આખી વિનીતા નગરી વસાવી. ભક્તિ માત્ર કોરી અને વિવેક વિનાની હોય ત્યારે જીદમાં પરિવર્તિત થઈ જાય. ગુલાબચંદજીએ કાપરડાની પ્રતિષ્ઠામાં દાખવેલો આ વિવેક જોઈ શકાય છે. ગિરિરાજ અને માનસિંહ દરબારનો કિસ્સો ; આપણે આજે ઐતિહાસિક પ્રસંગો જોવા છે. તો તેમાં એક મહત્ત્વનો ઓછો જાણીતો પ્રસંગ જોઈએ : ૧૯૬૧માં ગિરિરાજ ઉપર માનસિંહ દરબારે ભગવંતોની જે આશાતના કરી અને તે વખતે મહારાજ સાહેબે જે દીઘદૃષ્ટિ દાખવી છે તે અજોડ છે. આ વાત મહારાજ સાહેબની આચાર્ય પદવી થઈ તે પહેલાંની છે. એ માનસિંહ દરબાર વિચિત્ર અને ભારેકર્મી આત્મા. તીર્થની આવી આશાતના કરનારો કદી સાંભળ્યો કે જોયો નથી. એને અવળી મતિ સૂઝી. એથી પગમાં જોડા પહેરીને, મોઢામાં ચીરૂટ ખોસીને ઠેઠ આદીશ્વર દાદાના રંગમંડપમાં જઈ બંધ જાળીમાંથી ચીટનો ધુમાડો અંદર ફેંક્યો. આમ છતાં, ચારે બાજુ હોબાળો થઈ ગયો. દેકારાથડકારા થયા. આખો સંઘ હલબલી ઊઠ્યો. પેલાના મનમાં તો વધુ ને વધુ શુરાતન ઊડ્યું. “આટલેથી જ કેમ અટકું? ઉપર જઈ, બકરાનો વધ કરી, એનું લોહી લઉં અને આદીશ્વર ભગવાન ઉપર છાંટું ત્યારે હું માનસિંહ ખરો.” વાત એમ હતી કે, જ્યારે કોઈએ બૂટ પહેરીને ઉપર ન આવવું એવો ઠરાવ સંધે કયો વખતે માનસિંહને વાત નહિ કરેલી. બસ, આટલા ઘવાયેલા અહંથી એ છંછેડાઈ ગયો અને આટલે સુધીનું ભયંકર પાપ કરવા એ તૈયાર થયો. એણે માણસો બોલાવીને ઈંટ, ચૂનો, પથ્થરો બધું મોકલાવ્યું અને શત્રુંજય ચઢતાં વચમાં જે સપાટ ભાગ આવે છે જેને આપણે ‘હનુમાનધારા’ કહીએ છીએ ત્યાં છાપરું બંધાવી, મુસ્લિમોને બોલાવી બકરાનો વધ કરવાનું કામ પાર પાડવું અને એ સમાચાર એણે ચારે બાજુ મોકલ્યા. શાસનસમ્રાટ પ્રવચનમાળા 2010_02 Page #80 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શાસનસમ્રાટ તે વખતે ત્યાં બિરાજમાન. વાડીલાલ જેઠાલાલ તે વખતે સંઘ લઈને ગયેલા ત્યારે મહારાજશ્રી ત્યાં રોકાઈ ગયેલા. તેમણે આ બધું સાંભળ્યું. બીજાઓ પણ સમસમી ગયા. તેમાંના એક કલકત્તાના બહાદુરસિંહજી બાબુ તો બધાની વચ્ચે બોલી ઊઠ્યા, “આ માણસને ઉડાવી દઈશ પણ આ નહિ થવા દઉં.’ મહારાજ સાહેબે કહ્યું, ‘આપણે તેવો છેલ્લા તબક્કાના કોઈ કામને અડવું નથી. આપણે પહેલાં સમજૂતીથી કામ લઈએ. કોર્ટમાં જઈએ. એ. જી.જી. ને મળીએ. આ બધા પ્રયત્નો કરીએ પણ આવું તો નથી કરવું.” મહારાજ સાહેબની આવી તૈયારી. તે ગાળામાં, ભાયચંદભાઈ કરીને પાલિતાણાના એક ભારાડી માણસ એને બોલાવીને બધી વાત કરી. સમજાવ્યો. તૈયાર કરીને મોકલ્યો. એણે બહુ સરસ કામગીરી બજાવી. નીચે જીવાપર, ડુંગરપર એ બધાં ગામોના જે ભરવાડો હતા એમનાં બકરાં ઉપર ચરવા જતાં હતાં. એમને કહ્યું, ‘તમારાં બકરાંનો વધ થવાનો છે. તમે બધા ખાધાપીધા વિના રહી જશો.' ભરવાડો કહે, “અમે કતલખાનું નહિ થવા દઈએ' આ વાત ચારે બાજુએ પ્રચાર કરીને તૈયાર કરી. મહારાજ સાહેબ પોતે પણ પધાર્યા. જીવા૫રની અંદર ચોરામાં બેસીને બધાને સમજાવ્યું કે તમને આવો વધ મંજૂર છે ?' બધાએ ના પાડી. બીજી બાજુ, જ્યારે સૌને ખબર પડી કે ઉપર ઈંટ, ચૂનો, પતરાં વગેરે પહોચી ગયાં છે ત્યારે તે લોકોને બોલાવીને બતાવવામાં આવ્યું કે જુઓ અહીં કતલખાનાની કેવી તૈયારી ચાલે છે. દરબાર પોતે સમજતો હતો કે કશુંક થશે, માટે પાલિતાણા છોડીને ગારિયાધાર ભાગી ગયો હતો. પેલા ભરવાડોએ તો અધૂરું ચણતર તોડી પાડ્યું. ચૂનો ઢોળી દીધો. પતરાં ફેંકી દીધાં. અને ઝગડો કરી જતા રહ્યા. આ સમાચાર દિવાન મારફત માનસિંહ દરબારને મળ્યા. દરબાર શું પ્રતિક્રિયા કરે છે, તેની પ્રતિક્રિયા શી હશે તે મહારાજ સાહેબ માટે જાણવી ખૂબ અગત્યની હતી. તે જાણી લીધા પછી જે તે પ્રતિક્રિયાને પહોચી વળવાની પૂવતિયારી કરી શકાય. અને આ બાબત મહારાજ સાહેબે ખૂબ સરસ રીતે પાર પાડી. ગોકળદાસ અમથાશા (પાછળથી સુભદ્રવિજયજી મહારાજ) એટલા બાહોશ અને વિચક્ષણ પુરુષ એમને મહારાજ સાહેબે આખો પાઠ કેવી રીતે ભજવવો તે સમજાવ્યું. એ બાવા બનીને ઘેટીના રસ્તે બેઠા. પેલો ખેપિયો નીકળ્યો. એને પોતે પીવા માટે ચા આપી, બીડી આપી, પાંચની નોટ પકડાવી અને એની પાસેથી કાગળ જાણી લીધો. કાગળ વાંચીને જેવો હતો તેવો પેક કરી લીધો. વાંચીને પેલો પહોચે એ પહેલાં તો મહારાજ સાહેબને બધા ખબર પહોચાડ્યો. જયારે સમાચાર મળી ગયા કે તે હવે કશું કરવા માગતો નથી, ઢીલો પડી ગયો છે એટલે મહારાજ સાહેબે કહ્યું કે “હવે કોર્ટમાં કેસ દાખલ કરો.” આ બાજુ ઉપર તોડફોડ કરવાના કેસમાં ભાઈચંદને પકડ્યો એને પૂછવામાં આવ્યું કે “ખરેખર હકીકત શું હતી ? બોલી જા. તને કોણે આ બધું ભરાવ્યું? કોનાથી પ્રેરિત થઈને તું ગયો ? તારી હિંમત નથી.” ગમે તેટલું દબડાવવા છતાં ભાયચંદ બિલકુલ ન બોલ્યો. એનાં આંગળાં ખાંડણીમાં મૂકી છુંઘાં. તેમ છતાં એક હરફ સરખો તેણે ઉચ્ચાયો ઐતિહાસિક કાર્યા-૧ : ૫ ઉo 2010_02 Page #81 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ૬૮ નથી. પછી એને છોડી મૂક્યો. મહારાજ સાહેબે એને કહ્યું કે તું રાજકોટ જઈને આ વાત કરી આવ કે મારી સાથે આ પ્રકારે ગુનો થયો છે. બીજી બાજુ માનસિંહે ભાયચંદની પાછળ ચોકીપહેરો મૂકેલો કે તે પાલિતાણા છોડીને બહાર ન જાય. 2010_02 તેને બહાર મોકલવા માટે મહારાજ સાહેબે વ્યવસ્થા કરી આપી. રોજિંદા ક્રમ મુજબ એક દિવસ ભાયચંદ, મહારાજ સાહેબને મળવા ઉપાશ્રયમાં આવ્યો. બહાર દરબારના માણસો ઊભા હતા. પણ અહીં અમદાવાદથી મનસુખભાઈની મોટર બોલાવેલી, અને પાછલા બારણે મૂકી રાખેલી. ત્યાં ભાયચંદને પાછળ નીસરણી મૂકીને ઉતાયો અને મોટરમાં સીધો સોનગઢ ભેગો કરી દીધો. કસ્તુરભાઈ નગરશેઠ ઉદ્બોધન કરે છે. આ બાજુ દરબારના માણસો રાહ જોઈને થાક્યા બાદ સીધા ઉપાશ્રયમાં દાખલ થયા ને ભાયચંદ અંગે પૂછવા લાગ્યા. મહારાજ સાહેબ કહે, ‘આવ્યો હતો. પણ વંદન કરીને ક્યાં ગયો તેની ખબર નથી.' પેલા માણસોએ માનસિંહને બધી વાત કરી. તેને ફફડાટ થઈ ગયો. તેને થયું કે ચોક્કસ ત્યાં જ ગયો હશે અને હવે મારી વાત કરશે. ખરેખર ભાયચંદ રાજકોટ પહોંચી પણ ગયેલો. માનસિંહ પાછળને પાછળ રાજકોટ પહોચવા નીકળ્યો. પણ ગાડી ચૂકી ગયો. દસ મિનિટ પહેલાં જ સોનગઢથી ગાડી ઉપડી ગઈ હતી. તે પાછો ફર્યો ત્યાં નામદાર કોર્ટ તરફથી વોરંટ આવ્યું કે તમે અમુક ગુનો કર્યો છે. તરત હાજર થઈ જાઓ. અને સમાધાન કરવું હોય તો શિમલા આવો. વાઈસરોય તે વખતે ત્યાં હતો. માનસિંહને ગયા વગર છૂટકો જ ન હતો. તીથધામમાં તેણે કરેલાં ભયંકર પાપ બહાર આવી રહ્યાં હતાં. તે ગાડીમાં શિમલા જવા બેઠો. પણ રસ્તામાં હૃદયરોગનો હુમલો થવાથી ગુજરી ગયો. અત્યુપ્રમુખ્યપાપાનામિદેવ તમનુતે । આ વાત સં. ૧૯૬૧ની છે. અને મહારાજ સાહેબે તીર્થરક્ષા માટે કરેલા આ પ્રયત્નો છે. પ્રભાવક પુરુષોનું આ કાર્ય છે. પ્રયત્નો કરવા પડે છે ને મહારાજ સાહેબે આ બધા પ્રયત્નો કર્યા છે. આવાં તો કેટલાંક પ્રકરણો છે જે જાહેર થયાં નથી. તીથોની અંદર કોઈ માણસ પાંચ-પચીસ લાખ ખર્ચે તોપણ આની તોલે આવે એવી ચીજ નથી. મહારાજ સાહેબનું નેતૃત્વ શું હતું અને તેમનું હીર કેવું હતું તે તેઓ કેવાં વિચક્ષણ હતા. આ ઘટના પરથી ખબર પડે છે. ૧૯૯૦નું સંમેલન ઃ હવે ૧૯૯૦ના સંમેલનની મૂળ વાત કરવી છે. મહારાજ સાહેબનું આખું જીવન એક ઇતિહાસ છે. ઇતિહાસ એને કહેવાય કે વર્ષો સુધી, સદીઓ સુધી તે પ્રસંગોની ઉપરવટ પ્રસંગ ન બને. માકુભાઈનો સંઘ, કાપરડાની પ્રતિષ્ઠા રાણકપુરની Page #82 -------------------------------------------------------------------------- ________________ સંમેલનમાં પ્રારંભ મંગલ નિમિત્તે ખાત્ર i પ્રતિષ્ઠા, '૯૦નું સંમેલન જેવી ઘટનાઓ માટેજ ઐતિહાસિક ગણાઈ છે. આવા પ્રસંગોની નોધ લેવી જ પડે છે. પછી ભલે ઈષ્યાવાળો માણસ એક લીટીમાં નોધ લે અને ભાવવાળો માણસ દસ લીટીમાં નોંધ લે, પણ તેના વિના તેણે લખેલો ઈતિહાસ અધૂરો કહેવાય. મહારાજશ્રીનું અમદાવાદ પ્રતિ આગમન : ૧૯૯૦ના ફાગણ વદ ૩ના દિવસે સંમેલનનો પ્રારંભ થવાનો છે. નંદનસૂરીશ્વરજી મહારાજ જાત્રાને માટે ગિરનાર પધાયાં હતા. આ બાજુ મોટા મહારાજશ્રીને સંમેલન માટેજ અમદાવાદ જવાનું છે. વલ્લભસૂરીશ્વરજી મહારાજ પાલિતાણા હતા. તેઓ પાલિતાણાથી અમદાવાદ આવવા નીકળી ચૂક્યા છે. સોનગઢ ગયા તે વખતે પંન્યાસ ગંભીરવિજયજી મહારાજના શિષ્ય ચારિત્રવિજયજી મહારાજ ત્યાં હતાં. તેમણે વલ્લભસૂરિ મહારાજને કહ્યું, “આપ જાઓ છો પણ જો નેમિસૂરિ મહારાજને પૂરેપૂરા અનુસરશો તો સંમેલન સફળ જશે. એમની પાસે જે દીર્ધદષ્ટિ અને કુનેહ છે તેને ખપમાં લગાડજો.” આવી વણમાગી સલાહ ચારિત્રવિજયજીએ વલ્લભસૂરિ મહારાજને આપી છે. પણ વલ્લભસૂરિ મહારાજ તો આ વિચારના હતા જ. તેમણે તો છેક ૧૯૭૬માં નેમિસૂરિ મહારાજશ્રીને ઉદેપુરમાં કહ્યું હતું કે “આપ પધારો અને સંમેલન બોલાવો.” આપજ આ કામ કરી શકશો.” આ બાજુ દાનસૂરિ મહારાજ, પ્રેમસૂરિ મહારાજ હયાત. રામચંદ્રસૂરિ મહારાજની તે વખતે નાની ઉંમર, એક બાજુ ભૂપેન્દ્રસૂરિ મહારાજ તથા કાશીવાળા ધર્મસૂરિજી મહારાજના પ્રસિદ્ધ વક્તા એવા વિદ્યાવિજયજી મહારાજ ખૂબજ સમર્થ હતા. આવા નામી-અનામી સેકડો સાધુ મહારાજો તે વખતે બિરાજમાન. “શું થશે ?' દરેકની પાસે આ જ પ્રશ્ન. પરંતુ જવાબ કોઈની પાસે નહીં. બધાની સામે ધૂંધળું આકાશ, કહો કે અંધારું હતું. રાત્રિ વીતતી હોય અને વીતતાં વીતતાં વધુ ઘટ્ટ અંધારી અને ત્યારે તે અંધારાંને ખાળવા બધા પ્રયતો કરે તેમ વાતાવરણનાં કાજળઘેરા અંધારાને ખાળવા સૌ પહેલાં દહેગામમાં કેટલાંક સાધુઓ એક મીટિંગ બોલાવવામાં આવી. ગામડાંઓમાં, શહેરોમાં, સંમેલનમાં સાધુવર્ષદા સંમેલનમાં શ્રાવક સમુદાય એતિહાસિક કાવ્ય-૧ : ૫ ૬૯ 2010_02 Page #83 -------------------------------------------------------------------------- ________________ કસબાઓમાં ચારે બાજુ પેટાવેલા દીવડાઓનો આ મીટિંગ દ્વારા જાણે કે અંધારાં ખાળવાનો પ્રયાસ હતો. કોટી દીપ તણા પ્રકાશબળથી, તારા તણા તેજથી, સ્વર્ગગા તણી શુભતા થકી અને નક્ષત્રના નાથથી” આ બધા ભેગા થયા. પણ બળ ઓછું પડતાં તારાઓને બોલાવ્યા. ત્યારબાદ આકાશગંગા અને ત્યારબાદ ચંદ્રને આમંત્રણ અપાયું. સૂર્યનો વિકલ્પ કરવાને માટે આ બધા ઊભા થયા અને એ ભેગા થયેલા માણસોએ રાતભર મહેનત કરી. “જે ન ધ્વાંત થતું પ્રશાંત ઘડીએ તે કેવું પ્રાતઃ સમે, જો આ આગમ સાંભળી રવિ તણું સંત્રસ્ત હેજે શામે સાત અશ્વો પર આરૂઢ સૂર્યઃ અહીં પણ સૌએ આગમન સાંભળ્યું કે સહસ્ર કિરણોથી શોભતો સાત ઘોડા પર બેઠેલો સૂર્ય આવી રહ્યો છે. આ સાત અશ્વો તે સાત આચાર્ય મહારાજાઓ અને એમના શિષ્યો. ઉદયસૂરિ મહારાજ, નંદનસૂરિ મહારાજ, વિજ્ઞાનસૂરિ મહારાજ, પધસૂરિ મહારાજ, કસ્તૂરસૂરિ મહારાજ, અમૃતસૂરિ મહારાજ, લાવણ્યસૂરિ મહારાજ આ સૌ શિષ્યસમુદાય સાથે આવી રહ્યા હતા. આ સાંભળીને જ ચારે બાજુ અંધારું ભાગંભાગ કરવા લાગ્યું હતું. નંદનસૂરિ મહારાજ ગિરનારની યાત્રાએથી આવી રહ્યા હતા, વલ્લભસૂરિ મહારાજે પાલિતાણાથી આવી રહ્યા હતા, વિદ્યાવિજયજી સાબરકાંઠાથી આવી રહ્યા હતા. મોટા મહારાજશ્રી ધોલેરા થઈને અહીં પધાયા. જેમ બધી નદીઓ સમુદ્રમાં ભેગી થાય તેમ સૌ આવી રહ્યા હતા. સમાંતર છાવણી : વળી, કેટલાક સાધુ મહારાજને થયું કે આપણને કોઈ બોલાવતા નથી, કશું પૂછતા નથી, આપણી સલાહ લેતા નથી. આપણે સમાંતર છાવણી ઊભીકરો. એક આચાર્ય મહારાજ આમાં આગેવાન હતા. એમની સંખ્યા પણ સારી એવી હતી. એમનું દહેગામમાં સંમેલન થયું. એમાં પણ ઘણી મસલતો થઈ. આ બાજુ મહારાજ સાહેબ પણ ઓછા ચિંતિત ન હતા. પણ સાવધ રહેવું, સચિંત રહેવું એ એક વાત છે અને જેની-તેની પાસે ફરિયાદ કરતા રહેવું એ જુદી વાત છે. મહારાજ સાહેબ કોઈની પાસે કોઈ પણ બાબતમાં “હે શું કરશું? એવો શબ્દ પ્રયોગ કર્યો નથી. અને જયારે એમણે બરાબર હૃદયથી ઈચ્છવું છે ત્યારે એ પ્રમાણે થઈને જ રહ્યું છે. મહારાજ સાહેબ જ્યારે વિહાર કરીને બહારથી પધાર્યા, ગામમાં જવાની વાર હતી તે વખતે સમગ્ર “પ્લાન ઘડવા માટે સુતરિયા બિલ્ડિંગમાં તેઓ બિરાજમાને રહ્યા. એ મકાન મૂળ ભગુભાઈ સુતરિયાનું. એમનો વિશાળ પરિવાર. ત્યાં ઘરદેરાસર પણ હતું. જ્યાં આજે મહાકાત્ત છે. જે લોકો આવી રહ્યા હતા એમના સમાચાર નિરંતર તેઓશ્રી મેળવતા હતા. એમણે એવું કહ્યું કે શું કરી શકાય આમાં ?' શાસનસમ્રાટ પ્રવચનમાળા 2010_02 Page #84 -------------------------------------------------------------------------- ________________ સ્વસ્થ ચિત્ત હોય છે ત્યારે બધા પ્રશ્નો ઉકેલી શકાય છે, અસ્વસ્થ ચિત્તે સામે પડેલો ઉકેલ પણ દેખાતો નથી. મહારાજ સાહેબે સ્વસ્થ ચિત્તે વિચારણા કરી છે કે ‘આ કોના માટે પોતે કરી રહ્યા છે ?’ સૌથી અગત્યનો મુદ્દો આ છે. ‘હું સમેલન બોલાવું છું.' તે વિચાર નથી. તેઓશ્રી અંદરથી સ્પષ્ટ છે. સંઘ અને શાસન મહાન છે. નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈ સંમેલન બોલાવે છે. પણ સંપૂર્ણ દોરવણી, પ્રેરણા, જવાબદારી મહારાજ સાહેબની છે. પણ ક્યાંય આ અંગેનો ઉલ્લેખ સુદ્ધાં ન થાય તેની પૂરતી કાળજી રખાઈ છે. કસ્તૂરભાઈ મણિભાઈએ પણ તેમનું કા બરાબર રીતે આરંભથી અંત સુધી અદા કર્યું છે. નેતા તરીકે છવાઈ જવાની અંશ માત્ર પણ ઇચ્છા એમણે રાખી નથી. પૂજ્યશ્રી આત્મપ્રદેશમાં કેવળ શાસન વસ્યું હોવાથી એમણે જે-જે ઇચ્છાઓ કરી છે તે પરિપૂર્ણ થઈ છે. વિઘ્નો આવ્યાં નથી એવું નહિ, પણ મોટાં પહાડ સમા વિઘ્નો પણ સાવ નાનાં ઢેફાં જેવાં થઈ બાજુ પર નીકળી ગયાં છે. એમનું મૂળ પરિબળ, મૂળ સ્રોત જો કોઈ હોય તો તે શાસન પ્રત્યેની આસ્થા છે. રાગ છે. ‘અર્પી જીવન વિશ્વને કૃતગતિ જે એતદર્થ કરે, ઇચ્છા માત્રથી અંતરાય સઘળા એ વીર કાં ના તરે ? ને જે અન્ય બળે, અશક્ત વિષયે મિથ્યા પ્રવૃત્તિ કરે, તેને વિઘ્ન સદૈવ સન્મુખ રહી ઊભાં હસે અંતરે.’ (બોટાદકર) જેના ઉપર પોતાનું પ્રભુત્વ નથી તેવા વિષયમાં જે બીજાના બળે મિથ્યા પ્રવૃત્તિ કરે છે એ લોકોને વિઘ્નો ડગલે ને પગલે આવતાં હોય છે. પણ જેઓ પોતાનું જીવન એક વખત ધર્મને સમર્પિત કર્યા પછી બધું તેને માટે જ કરે તેવા વીરની ઈચ્છા માત્રથી પ્રકૃતિ તેને અનુકૂળ થાય છે. રાજાઓ જ્યારે પ્રજા માટે હૃદયમાં સંપૂર્ણ વાત્સલ્ય રાખે છે ત્યારે રાજાઓ જંગલમાંથી પસાર થતી વેળા સળગેલો દવ પણ વગર વરસાદે શમી જાય છે. મહારાજ સાહેબના હૃદયમાં ભાવ હોવાથી તેમના આગમને અહીંનાં ક્ષેત્રો લીલાંછમ બન્યાં હતાં. જ્યાં તેઓ પગ મૂકતાં બની જતાં તે ક્ષેત્ર સાજાં નવાં. સાગરજી મહારાજનું સાંનિધ્ય મહારાજ સાહેબને સુંદરમાં સુંદર એક ઉપાય સૂઝ્યો. સાગરજી મહારાજ સંમેલન માટે અહીં આવી રહ્યા હતા. એમનું વર્ચસ્વ સંઘો ઉપર હવે શરૂ થઈ ગયું હતું. એમના પણ શિષ્યો અને ભક્તો હતા. મહારાજ સાહેબ પાસે એમણે વ્યાકરણની શરૂઆત કરેલી. ગણીપદવીના ભગવતી સૂત્રના જેવા મોટા જોગ મોટા મહારાજ સાહેબે એમને કરાવેલા. જોકે છેલ્લે છેલ્લે તેમનો મેળાપ ખૂબજ ઓછો થઈ ગયો હતો. છતાં મહારાજ સાહેબે પળ પારખીને સરખેજથી આવી રહેલા સાગરજી મહારાજને મળવા ઉદયસૂરિ મહારાજ, નંદનસૂરિ મહારાજ આદિ છ સાત મહારાજ સાહેબોને મોકલ્યા, અને કહેવડાવ્યું કે ‘સાહેબજી બિરાજમાન છે ત્યાં આપ પધારો.' આપને અહીંજ રહેવાનું છે. તેઓ જેવા આવ્યા એવા મોટા મહારાજે પાટ ઉપરથી ઊભા થઈને તેમને આવકાર આપ્યો. બધાએ નવકારશી સાથે વાપરી. મહારાજ સાહેબને એથી હિંમત આવી. પછી તેમણે સાગરજી મહારાજ સાથે વિચારણા શરૂ કરી. પહેલાં તો એમણે કહ્યું, ‘તમારે પાંજરાપોળમાં જ રહેવાનું છે.’ આમાં પણ એમની દીર્ઘદૃષ્ટિ અને કુનેહબુદ્ધિનાં દર્શન 2070_02 ઐતિહાર્ષિક કાર્ષ્યા- ૧ : ૫ ૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ થાય છે. પરિણામે દર્શિની બુદ્ધિનું મહારાજ સાહેબને વરદાન હતું. સાગરજી મહારાજે તે વાત સ્વીકારી લીધી. તેઓ પાંજરાપોળમાં પધાયાં. મહારાજ સાહેબ ત્યાંની જ્ઞાનશાળામાં અને સાગરજી મહારાજ ઉપાશ્રયમાં ઊતર્યા. રોજ છ છ કલાક મીટિંગો ચાલે. સાગરજી મહારાજ, નંદનસૂરિ મહારાજ, લાવણ્યસૂરિ મહારાજ, નેમિસૂરિ મહારાજ બધા સાથે બેસીને મસલત કરતા. આ મસલત દરમ્યાન કોઈક પ્રશ્ન બાબતે નંદનસૂરિ મહારાજ દ્વારા કાંઈક ઉકેલ મળી જતાં સાગરજી મહારાજ એટલા ખુશ થઈ ગયા કે એમણે નંદનસૂરિ મહારાજની પીઠ થાબડી. સાથે બેઠેલાંને પણ આ દશ્ય જોઈ સાનંદાશ્ચર્ય થયું. પુણ્યવિજયજી મહારાજનો પણ તે વખતે ફાળો ખરો. હવે, વિજયવલ્લભસૂરિ મહારાજ માટે પણ મહારાજ સાહેબને પૂર્ણ વિશ્વાસ હતો. ભલે દહેગામમાં સૌ સમાંતરે ભેગા થયા પરંતુ ચાર આંખો મળતાં જ તેઓ વિરોધ બંધ કરી દેશે તેવો મોટા મહારાજશ્રીને ભરોસો હતો. વલ્લભસૂરિજી માટે તેમને ઘણો આદર હતો. એમના ચારિત્ર માટે મહારાજ સાહેબ બે મોઢે વખાણ કરતા હતા. વલ્લભસૂરિજીને પણ મોટા મહારાજની શાસન પ્રત્યેની વફાદારી સ્પર્શી ગઈ હતી. સંમેલન - પ્રારંભ : છેવટે ફાગણ વદ ૩ના દિવસે નગરશેઠના વંડામાં સંમેલન શરૂ થયું. સાધુગણ, સાધ્વીજીગણ, શ્રાવકો, શ્રાવિકાઓ. એના વિશાળ શમિયાણામાં મોટા સમુદાયમાં એકત્ર થયા હતા. હકડેઠઠ મેદની પણ અભુત શિસ્ત. મોટા મહારાજ મંગળાચરણ કરે. બધાએ હાથ જોડીને સાંભળવાનું. ત્યારબાદ મહારાજશ્રી સ્વસ્થ થઈ બેસે, વચ્ચેથી કોઈની પણ ઊભા થવાની હિંમત નહીં શ્રાવક-શ્રાવિકાઓની હાજરીમાં સંમેલનમાં કયો મુદ્દો પહેલાં ઊભો કરવો, તેને કઈ રીતે આગળ ચલાવવો, એ મુદ્દાની ચર્ચા દરમ્યાન સામો કયો તર્ક આવશે અને એનો શો ઉત્તર આપવો – આ બધી તૈયારી થયા પછી આની શરૂઆત કોણ અને કેવી રીતે કરે એ બાબતે ગૂંચ પડી. ઘડીભર બધા લોકોને લાગ્યું કે શું સંમેલન આમ જ ચાલશે ? આમને આમ તો આપણે ઊભા થઈ જઈશું ને વિખરાઈ જઈશું. કસ્તુરભાઈ મણિભાઈ: સૌથી પહેલા દિવસનું કસ્તૂરભાઈ મણિભાઈનું જે ભાષણ થયું એનો એકએક શબ્દ કીમતી હતો. તોલીનોલીને જાણે શબ્દો બોલાતા હતા. બધા લોકોએ સ્તબ્ધ થઈને ભાષણ સાંભળ્યું. કેટલાકના મનમાં એમ હતું કે કસ્તૂરભાઈ મણિભાઈ તો સુધારક છે. જૈન ધર્મથી બહુ પરિચિત નથી. ઘણી વાર પરદેશ જઈને રહે છે. એમને આ બધી સમજણ કેમ આવે? પણ એ ખૂબ જ પ્રભાવક રીતે બોલ્યા. એ શાંતિ દાસ શેઠ, વખતચંદ શેઠ, લક્ષ્મીચંદ શેઠ, ખુશાલચંદ શેઠ એ પરંપરાની હેમાભાઈ પ્રેમાભાઈનું લોહી. આ સંસ્કારો અંદર પડેલા, ભલે ઉપર થોડી ધૂળ આવી જાય. પણ પવન આવવાથી ચાલી જતી હોય છે. “મારા સાધુ એ સાધુ જ છે.” આ એમનું પહેલા દિવસનું પહેલું વાક્ય અને આજ વાક્ય છેલ્લા દિવસનું પણ. વચ્ચેના દિવસોમાં અનેક પ્રશ્નો પરત્વે વિચારણા ચાલી. શાસનસમ્રાટ પ્રવચનમાળા g૨ 2010_02 Page #86 -------------------------------------------------------------------------- ________________ વિવિધ પ્રશ્નોનો વિચારવિમર્શ: દેવદ્રવ્યનો પ્રશ્ન, સાધારણ દ્રવ્યનો પ્રશ્ન, દીક્ષા આપવાનો પ્રશ્ન, દેશના કઈ પદ્ધતિથી આપવી તે પ્રશ્ન, અજૈન અને બૌદ્ધ પરંપરાવાદીઓ દ્વારા થતા આક્ષેપો (જેવા કે મહાવીરસ્વામીએ માંસભક્ષણ કરેલું)ના ઉત્તરો કોણ આપે અને કેવી રીતે આપવા જોઈએ એ અંગેનો પ્રશ્ન - આ બધા પ્રશ્નો અંગે વિસ્તૃત વિચારણા થઈ. એ માટે “જૈન સત્ય પ્રકાશ' નામનું માસિક બહાર પાડવાનું વિચારાયું. એ સામાયિકના પરામર્શ માટે લાવણ્યવિજયજી મહારાજ, પુણ્યવિજયજી મહારાજ, દર્શન વિ. (ત્રિપુટી) અને લબ્ધિસૂરિજી મહારાજ એ ચાર જાણની નિમણૂક કરવામાં આવી. તેઓ લેખો મંગાવે, જુએ, તપાસે. જૈન સત્ય પ્રકાશ” જેવું જૈન સમાજમાં ખૂબ જાણીતું સામયિક શરૂ થયું એનું શ્રેય સંમેલનને જાય છે. ચમનલાલ ગોકળદાસ"એના આદ્યતંત્રી હતા. રતિલાલ દીપચંદ દેસાઈએ એમાં વર્ષો સુધી કામ કરેલું. આ પ્રકાશન એ સંમેલનની સફળતાના મોટા ફળસ્વરૂપ બની રહ્યું. આજે તેની ફાઈલો જોતાં જણાશે કે વિદ્વત્તાપૂર્ણ, અનેક બાબતોમાં પ્રકાશ પાડનારા લેખો એમાં ઉપલબ્ધ છે. વિદ્યાવિજયજી વિવાદનું નિમિત્ત: આ સંમેલનમાં વિદ્યાવિજયજી મહારાજ થોડી આગવી પ્રતિભા ધરાવનારા હતા. ગુજરાતમાં તેઓ ઓછું રહેલા. સિંઘ અને કચ્છના પ્રદેશોમાં વિર્યા હતા. વિયાં હતા એટલું જ નહીં, ત્યાં ભગવાનની જેમ પૂજાયા હતા. વાકકૌશલ્ય એમનું અદ્દભુત કોટિનું જેવું ગુજરાતીમાં બોલે એવું જ હિંદીમાં પણ બોલે ને ઉદૂમાં પણ બોલે. તેવું જ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું પ્રભુત્વ. નવાનવા તમામ પ્રવાહોથી પરિચિત રહેનારા. એમણે કરેલી સિંધની યાત્રામાં તો છેક થરપારકર સુધી ગયેલા. ગોડી પાર્શ્વનાથ ભગવાનનું મૂળ સ્થાન છે. તે ગૌડી ગામ. આ વિદ્યાવિજયજી મૂળ સાઠંબાના તે જમાનામાં તેમણે PA. રાખેલો. આવી રીતે જીવનારા માણસ ગુજરાતની ચાલુ પરિપાટીથી સહેજ પણ ટેવાયેલા નહિ. કાંઈ સહન પણ નહિ કરનારા. એટલે ચાલુ સંમેલને કોઈક ચચમાં એમનાથી આમ બોલાઈ ગયું. “આ આખો દિવસ શાસ્ત્ર શાસ્ત્ર શું કયાં કરો છો? આ પોથાંમાંથી ચા નથી આવતા.' સભા વચ્ચે આ બોલાયું. મોટા મહારાજશ્રીની હાજરીમાં બોલાયું. સન્નાટો છવાઈ ગયો. આપણાં આગમગ્રંથો – શાસ્ત્રો માટે આ શબ્દો અપમાનજનક છે. એ પાછા ખેચાવા જોઈએ. વલ્લભસૂરિ મહારાજે વાતને વાળી લેવાનો પૂરો પ્રયત કર્યો. તેઓ કહે, “અમારા રાજસ્થાનમાં તો “પોથાં” શબ્દ વાપરતા જ હોઈએ છીએ, એવી રીતે માત્ર બોલાઈ ગયું છે.” એમ કહી વાત વાળવાનો પ્રયત કર્યો. પણ સામે બિલકુલ મચક આપવામાં ન આવી. આમાં તો સ્પષ્ટ અનાદર દેખાય છે એવો સામોમત પ્રગટ થયો. વિદ્યાવિજયજી પૂજયપાદ શાસન સમ્રાટજીના પક્ષના હતા. સંસારી ભાષામાં બોલીએ તો એમના ભત્રીજા હતા. નેમિસૂરિ મહારાજ સાહેબ અને કાશીવાળા ધર્મસૂરિ મહારાજ સાહેબ બન્ને ગુરુભાઈઓ. બન્નેના ગુરુ એક. ગુરુભાઈ પ્રત્યે મહારાજ સાહેબને પ્રેમ, “મારો સાધુ છે.' એતિહાસિક કાર્ચ-૧ ૫ 63. 2010_02 Page #87 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ બન{{ળા ୨୪ એવો ભાવ મનમાં તો ખરોજ. વિચારમાં ભલે મતભેદ પણ મનમાં લાગણી તો ખરી જ. તે વખતે બધાની વચ્ચે મહારાજ સાહેબ અડધા વાંકા વળી વિદ્યાવિજયજીને કહે છે, ‘તુ તો મારો ભત્રીજો કહેવાય. પણ યાદ રાખજે કે તને કે મને મહાવીરસ્વામી કહેવા નહોતા આવ્યા કે દીક્ષા લઈ લે. જે દિવસે આના ગ્રન્થ પરની શ્રદ્ધા ઊઠી જાયને તે દિવસે આના નામે ચરી ખાવાનો આપણને અધિકાર નથી.' આ શબ્દો ભરી સભા વચ્ચે મહારાજ સાહેબે વિદ્યાવિજયજીને કહ્યા. શાસનનો રાગ હૃદયમાં કેવો એકમેક થઈ ગયો હશે ! જેમ તીર્થભક્તિની વાત આપણે ચાણસ્માના પ્રસંગમાં જોઈ એવો બીજો મહત્ત્વનો ઉદ્ગાર આ છે. બધા લોકો સ્તબ્ધ બની ગયા. વિદ્યાવિજયજી મહારાજ પણ પરમ વિનયી હતા. આવી સ્થિતિમાં મહારાજ સાહેબે કરેલાં વચનો સહજતાથી સ્વીકાર્યાં. એક હરફ પણ સામે ન બોલ્યા. અને જ્યારે સભાનું સમાપન થયું ત્યારે મહારાજ સાહેબનાં ચરણોમાં મસ્તક મૂકી એમણે ક્ષમાપના માંગી. વાત સત્ય પણ હતી. તે વખતે મહારાજ સાહેબે ‘આ મારા પક્ષનો છે, માટે છાવરું' તેવું બિલકુલ નથી આચર્યું. જો એ કેવળ પક્ષના માણસ બન્યા હોત તો એ વખતે એમનો બચાવ જ કર્યો હોત. મથામણના અંતે સમેલનના વહાણને સલુકાઈથી કાંઠા પર લઈ જવા માટે સૌથી વધુ મહેનત મહારાજ સાહેબને કરવી પડી છે. આ બધા તો એમાં સહાયક બળો હતા. સાગરજી મહારાજ પણ પૂર્ણ સહયોગી. કલાકો સુધી ચર્ચા કરવામાં તેઓ આગળ પડતા. લાવણ્યસૂરિ મહારાજનો પણ એટલો જ મોટો ફાળો. પણ તેઓ માત્ર ૬૦ની વયે ચાલ્યા ગયા. સત્કાર્યોની સફળતામાં સદ્બુદ્ધિ, આરોગ્ય, આયુષ્ય વગેરે પરિબળોની જરૂર પડે છે. બાકી તો તેઓ ઘણા બાહોશ હતા. સમાનઃ અંતે સમેલન પૂર્ણ થયું. ઠરાવો પસાર થયા. એની નકલો છપાવવામાં આવી. સમાપન-ભાષણ કસ્તૂરભાઈ મણિભાઈએ કર્યું. તે ભાષણ દરમ્યાન જ લેવાયેલા નિર્ણયોની વધામણી આપવામાં આવી. દેવવંદન ઃ તે પછી સંમેલનના બધા સાધુ ભગવંતો દેવવંદન માટે ડહેલાના ઉપાશ્રયે ગયા. ત્યારે રામવિજયજી મહારાજના ગુરુ સુરેન્દ્રવિજયજી મહારાજ અને તેમના ગુરુ જે ધવિજયજી મહારાજ તે કાળધર્મ પામી ગયા હતા. આટલા બધા સાધુઓ કોઈના દેવવંદનમાં કદી જોવા ન મળે. આ તો યોગાનુયોગ હતો એટલે આમ બન્યું. ન 2010_02 સંમેલન દ૨૨ોજ સવારે ૧૦ વાગ્યે શરૂ થતું ને સાંજે ચારપાંચ વાગે પૂરું થતું. તે વખતે મંગલાચરણ કરવામાં આવતું. સંવત ૧૯૯૦નું આ મુનિસંમેલન એ જૈન શાસનના એક ઐતિહાસિક ઘટના બની રહી. આવા જ બીજા પ્રસંગો પણ બન્યા છે તે આપણે આગળ ઉપર જોઈશું. Page #88 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યન S ઐતિહાસિક ઠા-૨ (તા. ૧૩-૧૧-૧૯૯૮) અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને સાચા અર્થમાં પામ્યા વિના ભાવાચાર્ય બનાતું નથી. શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજ, હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજ વગેરે અને એ જ પરંપરામાં જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજી મહારાજ, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ આ બધા પુરુષોની મોટી વિશેષતા એ છે કે તેઓએ પ્રભુના શાસનના સૂક્ષ્મ મને આત્મસાત્ કર્યો છે. આ બહુ અઘરું કામ છે. હું જે વલોવી રહ્યો છું એ પાણી છે કે છાશ, પહેલાં તો એની જ લોકોને ખબર હોતી નથી. છાશને વલોવ્યા પછી તેનો સાર શું અને તે કેવી રીતે લેવાવો જોઈએ તેની પણ ગતાગમ નથી હોતી. 2010_02 ઐતિહાસિક કાÎ- ૨ : S ૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ પ્રબચનમાળા 09 નિશ્ચાયનયની પરિણતિ અને સાક્ષીભાવમાં સાધુતાનો સાચો સ્વાદ : સૌ પ્રથમ શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજે આ વાત ઉપર વિચાર કર્યો છે. આ વાત વિક્રમ રાજાનાં વર્ષો જેટલી જૂની છે. એમના ગ્રંથો શ્રીસંઘે સાચવ્યા તો આપણા સુધી પહોંચ્યા. આ ઋણને અદા કરવા માટે પણ આવા ગ્રંથોની સુરક્ષા આપણે કરવી જોઈએ. જેથી હવે પછી શ્રીસંઘમાં આવનારા જે ઉત્તમોત્તમ જીવો હશે તેને વળી પાછી આ ચીજ મળશે. આ રીતે એક મહત્ત્વનું ઋણ ફેડવાનો પ્રયત્ન કરી શકાય છે. जह जह बहुस्सुओ, सम्मओअ सीसगणसंपरि वुडो अ । अविणिच्छि असमए तह तह सिद्धंतपडिणीओ ॥ ( संमति.) આ ગાથા ઘણા લોકોએ વાંચી હશે. પરંતુ એ ગાથામાં છુપાયેલી અદ્ભુત ચીજ માત્ર ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની નજરમાં વસી ગઈ છે. એના ઉપર એમનું ધ્યાન એટલું વિશેષ રીતે ગયું છે કે જ્યાં જ્યાં એમને તક મળી ત્યાં ત્યાં, શ્રીપાળના રાસ (તેમનો છેલ્લો અગત્યનો ગ્રંથ)માં ચોથા ખંડની છેલ્લી ઢાળમાં પણ આ વાત મૂકી. એમના સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં પણ આ વાત મૂકી. વૈરાગ્ય કલ્પલતા' જે તેમનો એક અદ્ભુત કોટીનો સંસ્કૃત ગ્રંથ છે ત્યાં પણ આ વાત મૂકી. જ્યારે કોઈ માણસને એક વાત બહુ ગમી જાય છે ત્યારે બીજો એને મળે તો એને કહેતો રહે છે. જોકે અર્થનો અનર્થ કરનારાઓએ આ ગાથાનો દુરુપયોગ પણ કર્યો છે પણ મર્મની દૃષ્ટિએ આ વાત અગત્યની છે. ‘જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુ શિષ્યે પરિવરિયો, તિમ તિમ જિનશાસનનો વેરી એ નવી નિશ્ચય ધરિયો.’ આ શબ્દો ઉપાધ્યાયજી મહારાજે ગુજરાતીમાં ઉતાર્યા છે. એનો મૂળ સ્રોત એમની સામે દિવાકરજી મહારાજના શબ્દો છે. જોકે ‘ઉપદેશમાલા'માં પણ આ ગાથા મળે છે. કોઈ માણસ વિદ્વાનોની કોટીમાં અગ્રેસર બને, બહુશ્રુત બને, બહુજનસંમત બને એટલે કે અનેક લોકો એને માનનારા બને, એના અનુયાયીઓ બને, ગચ્છ સ્થપાય એટલા એના શિષ્યો બને અને તેમ થતાં પોતાના હૃદયમાં નિશ્ચયનયની વિભાવનાને એ 2010_02 સ્થિર ન કરે, પણ ‘આ બધું મારાથી જ થઈ રહ્યું છે' તેવું જો એ માનવા લાગે, કતૃત્વની ભાવના એનામાં દાખલ થઈ જાય તો એ વાસ્તવમાં જિનશાસનનો માણસ નથી પણ જિનશાસનનો વૈરી છે. થતી પ્રવૃત્તિ ઔદયિક ભાવ છે. ક્ષાયોપમિક નથી. આપણી નિર્જરા ક્ષાયોપશમિકથી છે. આવી સમજણ જરૂરી છે. ઉપાધ્યાયજી મહારાજે ‘જ્ઞાનસાર’ના બીજા અષ્ટકની અંદર પણ આ વાત મૂકેલી છે. 'कर्तृत्वं नान्य भावानां साक्षीत्वमवशिष्यते' સાધુપણામાં કર્તાબુદ્ધિ નહિ પણ માત્ર સાક્ષીભાવ જો આવે તો સાધુપણાનો સાચો સ્વાદ મળે. મહારાજ સાહેબ બહુશ્રુત હતા એ આપણે વિસ્તારથી જાણ્યું, બહુજનસંમત હતા એ પણ વારંવાર જોયું, બહુ શિષ્યથી પરિવરેલા હતા એ વાત પણ સુવિદિત છે. પણ એમનામાં આ નિશ્ચયનયની પરિણતિ કેટલી બધી હતી તેનાં દર્શન એમણે સંમેલનમાં વિદ્યાવિજયજીને બોલાયેલા ઉદ્ગારોમાં થાય છે. ભરસભામાં પોતાના જ સમુદાયના એક Page #90 -------------------------------------------------------------------------- ________________ સાધુને કહી દેવું કે “જે દિવસે ધર્મ પરથી - શાસ્ત્રો પરથી શ્રદ્ધા ઊઠી જાય તે દિવસે એના નામના રોટલા ખાવાનો અધિકાર નથી” એ પરિણતિ છે. “આ બધું જે કંઈ થઈ રહ્યું છે એમાં હું નથી' એવો ભાવ ન આવે તો એ શુભ ભાવના પતનનું કારણ બને છે. અમારે ત્યાં પરંપરા છે કે “ખમાસમણ હત્થણં'. દીક્ષા આપતાં, પદવી આપતાં તેમજ કોઈપણ કાર્ય કરતાં ઉપરનું વાક્ય બોલવામાં આવે છે. અમે નહિ, કોઈના પ્રતિનિધિ તરીકે અમે કાર્ય કરી રહ્યા છીએ. ‘નહfષે ત્રિફૂર્દિ “આ પૂર્વના ચાય જે પ્રમાણે કહી ગયા છે તે પ્રમાણે હું કદી રહ્યો છું. ' ઉત્તમ આત્માઓમાં આ ભાવ હોય છે તો જિનશાસનથી પરિણત થયેલાઓમાં તો આ હોવો જ જોઈએ. મહાકવિ કાલિદાસ પણ લખે છે કે મારા પૂર્વજો જે કામ કરી ગયા છે તેમાં હું તો માત્ર દોરો પરોવું છું. દેખાવ જુદી ચીજ છે, અંતરંગ પરિણતિ જુદી ચીજ છે. જિનશાસનની વર્તમાન સ્થિતિઃ આપણે જેમ-જેમ શાસનની પરિસ્થિતિમાં આગળ વધીએ છીએ તેમ તેમ દિવસો વધુ ને વધુ કપરા આવતા જાય છે. આનંદ અને પ્રમોદ ધીરે ધીરે સુકાવા માંડે તેવા દિવસો આવે છે. હરખ શેનો કરવો એ મોટો પ્રશ્ન બને તેવી સ્થિતિ છે. સાતે સાત ક્ષેત્રોનાં ઉપરનાં પડને બાજુ પર મૂકી અંદર ઝાંખીએ છીએ એ જ ક્ષણે આપણી બુદ્ધિ ક્ષણ માટે તો હતપ્રભ થઈ જાય છે. સાધુ-સાધ્વીનું ક્ષેત્ર હોય, જિનપ્રતિમા–જિનમંદિરનું ક્ષેત્ર હોય, જિનાગમ ને પાઠશાળાનું ક્ષેત્ર હોય કે શ્રાવક અને શ્રાવિકાનું ક્ષેત્ર હોય – બધી જગાએ કોઈ સંતોષકારક પરિસ્થિતિ અત્યારે દેખાતી નથી. કેવળ એ આપણી નકારાત્મક દ્રષ્ટિનો પ્રભાવ છે એમ નહી, આ વાસ્તવિકતા છે. એનો સ્વીકાર કરવો પડે છે. આવા પ્રસંગોમાં આપણા નીડર ગુરુભગવંતોએ જે રીતે કામ લીધું છે તે રીત જાણવી અત્યંત જરૂરી છે. તેથી જ આ માત્ર વાર્તાલાપ નથી, આ કેવળ શ્રવણસુખ નથી; પણ ઉત્પન્ન પ્રસંગે કઈ રીતે વર્તવું તે માટેનું કાંઈક ભાથું મળી જાય અને તેને કારણે ખુદને, સંઘને કે શાસનને થનારું નુકસાન ઓછું થઈ જાય તે આવા વાતાલાપ પાછળની દષ્ટિ છે. હવે આપણે સં. ૧૯૯૧માં પૂજયપાદશીની નિશ્રામાં અમદાવાદ-રાજનગરમાંથી શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈના સુપુત્ર માણેકલાલે કાઢેલા છ'રી પાલિત સંઘની વિચારણા કરીશું. સંઘ એ અત્યારના કાળમાં કોઈ નવી વાત નથી. પ્રત્યેક માણસના નજીકના કે દૂરના સંબંધીએ ક્યારેક તો કોઈક સંઘ કાઢચો હશે જ. પછી તે નાનો કે મોટો, નજીકનો કલિકુંડનો કે દૂરનો શિખરજીનો. આવા ઘણા સંઘો નીકળ્યા છે ને નીકળવા જોઈએ. એ વીસરી જવા જેવી ચીજ નથી. એના લાભો અનેક છે. સંઘ કેવો હોય તેની મુખ્ય આધારશિલા છે સંઘપતિ અને નિશ્રા આપનાર વ્યક્તિ. સંઘની દૂરગામી સફળતા પ્રાપ્ત કરવા માટે સંઘપતિના હૃદયની ભાવના અને નિશ્રા પ્રદાન કરનારના હૃદયનો આશય એ સૌથી અગત્યનાં છે. જો હૃદય ઉદારતાના ભાવથી છલકાતું હશે તો આપોઆપ એ ચીજમાં બરકત આવી જશે. આજે પણ જો સુકૃત કરવાનો ઉલ્લાસ કે અભિલાષ જાગે ત્યારે એ મન મૂકીને કરવાનું રાખજો. નહીંતર પ્રભુના શાસનમાં અનુમોદના નામનો એક ઉત્તમ પ્રકાર ઐતિહાસિક કા-૨ : ૬ 2010_02 Page #91 -------------------------------------------------------------------------- ________________ બતાવવામાં આવ્યો જ છે. માણેકલાલ મનસુખભાઈએ કાઢેલા સંઘમાં એમના હૃદયની ઉદારતાએ એક ભાગ, ભજવ્યો છે, તેમજ પૂજયપાદ મહારાજ સાહેબના હૃદયના પવિત્ર આશયે એવો જ સમાંતર ભાગ ભજવ્યો છે. શેઠ મનસુખભાઈ ભગુભાઈની ગુરુભકિત: આ અગાઉ પણ આપણે માણેકલાલના પિતા મનસુખભાઈ ભગુભાઈ વિશે કેટલીક વાતો કરી ગયા. એમની ગુરુભક્તિ જાણીને તો હૃદયથી હું અભિભૂત થઈ ગયો ! આ સ્વરૂપે મે એમને જોયા-જાણ્યા ન હતા. હમણાં છેલ્લે તો એમને વિશે એક વાત એ પણ જાણી કે કાપરડાજી તીર્થના મુકેલીભય પ્રસંગમાં તેઓ મારતી મોટરે બંદૂક લઈને ગયા હતા. તેઓ મહારાજ સાહેબનાં તમામ કામોમાં પડછાયાની જેમ સાથે ને સાથે ઊભા રહ્યા છે. શંખેશ્વર, ભોયણી, કલોલ વગેરેનો વહીવટ તેઓ કરતા. અમદાવાદમાં કાળુશીની પોળની સામે ટંકશાળમાં નિશાળના સ્થાપક પણ તેઓ હતા. હું પોતે પણ પહેલીથી ત્રીજી ચોપડી આ મનસુખભાઈની શાળામાં ભણેલો. મનસુખભાઈ ભગુભાઈ અને જમનાભાઈ ભગુભાઈ બે ભાઈઓ. મનસુખભાઈ મોટા, જમનાભાઈ નાનાં. લીમડીનરેશ જેવા મોટા માણસોની સાથેનાં વ્યવહારો અને કામો કરવાનાં એમને થતાં. કારોબાર અને વહીવટી કુશળતા એમની ઘણી, એક વખતે ઘોઘામાં કુંવરજી ઠાર કરીને એક ભાઈ મળેલા. એમણે આ વાત કહેલી કે મનસુખભાઈ કદી પણ એકલા બેસીને જમતા નહીં, જમી શકતા નહીં. એ વખતે જમનની કે કાંસાની થાળીમાં અને વિશિષ્ટ પ્રસંગોએ ચાંદીની થાળીમાં પાંચ, દસ કે પંદર જેટલા જોડે જમનારાની પંગત હોય જ. તેઓ ચાહે વેપારની રૂએ આવેલા હોય, ચાહે ધર્મની રૂએ, પણ હોય ખરા. આવી એમની વિશાળતા. મનસુખભાઈની બંધુપ્રીતિ અને હૃદયની વિશાળતા : જમનાભાઈ પ્રમાણમાં ભદ્રિક અને સરળ. મનસુખભાઈનું સંતાન માણેકભાઈ પણ જમનાભાઈને સંતાન નહિ. એમનાં પત્ની માણેકબહેન અત્યંત ચતુર અને કુશળ, એક સારી મિલનો વહીવટ ચલાવી શકે તેટલાં બાહોશ. પહેલાં ટેમલાની પોળમાં રહેતા, પણ પરિસ્થિતિ જેમ જેમ સુધરતી ગઈ તેમ ઘર નાના લાગ્યાં. અવરજવર વધી. તેથી બે ભાઈઓએ ભેગા થઈને શાહીબાગ અને ખાનપુરમાં નદીકાંઠાના વિસ્તારમાં બંગલા બાંધવાનું નક્કી કર્યું. મનસુખભાઈનો બંગલો શાહીબાગમાં અને જમનાભાઈનો બંગલો ખાનપુરમાં બંધાવા માંડ્યા. કામ લગભગ પૂરું થવાની અણી પર હતું. વાસ્તુનું મુહરત જોવામાં આવ્યું. દિવસ નક્કી થયો. સગાવ્હાલાંઓને વાસ્તુનું આમંત્રણ અપાયું. બન્ને ભાઈઓ વ્યવસ્થાની તૈયારી જોવા નીકળ્યા. પહેલાં ખાનપુરનો જમનાભાઈનો બંગલો જોયો. પછી બધા ભેગા થઈને આવ્યા ગિરધરનગર - શાહીબાગના મનસુખભાઈના બંગલે, કંપાઉન્ડમાં વિશાળ બગીચો, વચ્ચે ફુવારા, સુંદર મઝાની પોચ. બાજુમાં આંબાવાડિયું. મનસુખભાઈ આખોય બંગલો જમનાભાઈ અને માણેક શેઠાણીને ફરીને બતાવે છે. બંગલામાં ફરતાં ફરતાં એક જગાએ જમનાભાઈ ઊભા રહી ગયા. વિશાળ બારણાં, મોટી બારીઓ, સુંદર મઝાનું વેન્ટિલેશન, મનસુખભાઈએ જમનાભાઈને પૂછયું, “જમના, શું જોયા કરે છે ?' શાસનસમ્રાટ પ્રવચનમાળા OC 2010_02 Page #92 -------------------------------------------------------------------------- ________________ જમનાભાઈ મોટા મનસુખભાઈને કહે છે, “ભાઈ, બંગલો તો ખૂબ જ સારો બન્યો છે.” મનસુખભાઈ પૂછે છે, “એમ, તને બહુ ગમે છે ?” પછી તરત કહે, ‘તો આ બંગલો તું રાખ, પેલે બંગલે હું રહીશ.” એક પળના પણ વિલંબ વિના મનસુખભાઈના મોઢેથી આ શબ્દો નીકળ્યા. આજે પણ તે બંગલા હયાત છે અને જોવા જેવા છે. જ્યાં એક એક કણની જોડે પોતાની માયા જડાઈ ગયેલી હતી તે મનસુખભાઈ નથી પત્નીને પૂછતા, નથી પુત્ર માણેકલાલને પૂછતા અને નાનાભાઈને પ્રેમથી પોતાનો બંગલો ભરી દે છે. વાસ્તુ વખતે એ વાત બનીને રહી. મનસુખભાઈનો સરસામાન ખાનપુર પહોચ્યો અને જમનાભાઈનો સરસામાન શાહીબાગના બંગલે, આ મનસુખભાઈની ઉદારતા, કહ્યું છે ને કે - ‘સજ્જનો રમતાં બોલે શિલાલેખ સમાન, દુર્જનો શપથે બોલે પાણીલેખ સમાન.” જમનાભાઈને તો પરિવાર હતો નહીં. માણેકબહેનના ભાઈ બબાશેઠ અને તેમનો પરિવાર ત્યાં આવતો-જતો રહેતો. આ બધું મેં નજરે જોયેલું છે. વર્ષો સુધી જમનાભાઈ ભગુભાઈના બંગલાના ઉપરના માળે શાંતિનાથ પરમાત્માની મેં પૂજા કરી છે. માણેક શેઠાણીએ આ બંગલાનું જે વિલ કર્યું તેમાં અગત્યનો મુદ્દો એ છે કે જ્યાં સુધી આ બંગલામાં કુટુંબીઓ રહે, સાચવે એ બધું બરાબર, પરંતુ ત્યાર પછી આ બંગલો ધાર્મિક કાર્યો માટે જ વાપરવો. કોઈપણ સાંસારિક કાર્ય માટે ક્યારેય આ બંગલાનો ઉપયોગ ન થવો જોઈએ. મોટા મહારાજશ્રી ત્યાં બિરાજેલા છે. રત્નપ્રભાવિજયજી મહારાજ પાછલી ઉંમરમાં તબિયતની પ્રતિકૂળતાને કારણે એ બંગલાના આઉટહાઉસમાં રહેલા છે. સં. ૧૯૮૨માં નંદન સૂરીશ્વરજી મહારાજની આચાર્યપદવી ત્યાં થયેલી છે. અને તે નિમિત્તે ત્યાં કરવામાં આવેલી ગિરિરાજની રચના આજે પણ મોજુદ છે. આજે પણ કાર્તિકી પૂર્ણિમાએ ૫ટનાં દર્શનાર્થે સકલ સંઘ એ બંગલે જાય છે. શેઠ માણેકલાલે (માકુભાઈ) કાઢેલો અનન્ય એવો છરી પાલિત સંઘઃ એક ઐતિહાસિક ઘટના: ૧૯૯૦ના સંમેલન પછી મહારાજ સાહેબ ચોમાસું કરવા જાવાલ પધાયા. તે પછી કાપરડા જવાની ઈચ્છા હતી. કેમ કે '૭૫માં કાપરડાની પ્રતિષ્ઠા કર્યા પછી તે પ્રદેશમાં તેઓ વિચર્યા ન હતા. એટલે તેમને ચોમાસું પૂરું થયા પછી રાણકપુર, કાપરડા જવું હતું. વળી જોધપુર અને આજુબાજુનાં ગામોના શ્રાવકો પણ તેમને વિનંતી કરવા આવેલા. મહારાજ સાહેબ પોતે પણ માનતા હતા કે હમણાં ગુજરાતથી તો આવેલા છીએ એટલે તરત પાછા ગુજરાત જવું નથી. પણ એ ઈચ્છા હોવા છતાં મહારાજ સાહેબના ઊતરતા ચોમાસે માણેકલાલ - માકુભાઈના છ'રી પાલિત સંઘની વાત આવી. બધાએ ખૂબ જ આગ્રહ કરતાં મહારાજશ્રી માકુભાઈની ભાવના પરિપૂર્ણ કરવાને માટે જાવાલ (રાજસ્થાન)થી પધાર્યા અને નિશ્રાપ્રદાન કરી. ઐતિહાસિક કાર્યા-૨ : ૬ COC 2010_02 Page #93 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ૮૦ 2010_02 સંઘનું મુહૂર્ત જોવામાં આવ્યું. સં. ૧૯૯૧ના માગશર વદ દસમ, તા. ૩૧-૧૨૧૯૩૪, સોમવારના દિવસે સંઘનું પ્રયાણ નક્કી થયું. સંઘને લગતી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી. માકુભાઈની ઉદાર ભાવના. ચારેબાજુના સંબંધો. મોટા મહારાજની નિશ્રા પ્રાપ્ત થઈ હતી. એટલે સકળ સંઘને સંઘમાં જોડાવા આમંત્રણ આપેલું. પૂજ્યપાદ મોટા મહારાજ તો એમાં ખરા જ. સાથે સાગરજી મહારાજ, મેઘસૂરિ મહારાજ, મોહનસૂરિ મહારાજ અને એ બધાનો સમુદાય - એમ બધા મળીને ૨૭૫ સાધુભગવંતો થયા હતા. ૪૦૦ ઉપરાંત સાધ્વીજી મહારાજો હતાં. શ્રાવકોની સંખ્યા ચારથી પાંચ હજારની અંદાજી હતી. કોઈને ના કહેવી ન હતી. સંઘ પ્રથમ ગિરનાર અને ત્યાંથી ગિરિરાજ જવાનો હતો. આવા મોટા કામમાં કોઈ વિધ્ન ન આવે માટે પૂજ્યપાદશ્રીએ બૃહદ્ નંદાવર્તપૂજન ભણાવ્યું. મહારાજ સાહેબનું એ સૌભાગ્ય હતું કે એમની નિશ્રામાં જે જે કામો થયાં છે તેમાં હંમેશા જયજયકાર થયો છે. વિઘ્નો આવ્યાં નથી કે આવીને ટળી ગયાં છે. હંમેશાં માણસો ઉભરાય. ક્યાંથી આવ્યા તે ખબર પડે નહિ. ઉપજ પણ એટલી બધી થાય કે વહીવટદારોને અધધ થઈ જાય. અને એ વારસો એમના સમુદાયમાં આજે પણ જોવા મળે છે. પૂજ્ય ઉદયસૂરિ મહારાજ અને પૂજ્ય નંદનસૂરિ મહારાજમાં જે સૌભાગ્ય આવ્યું તે પૂજ્યપાદશ્રીના આશીર્વાદથી આવ્યું છે. એમણે જે મુહૂર્ત આપ્યું હોય તેમાં પ્રસંગ સારી રીતે પાર પડે જ. અમદાવાદમાં તો એમનું સામ્રાજ્ય હતું. કોઈપણ દેરાસર નવું બનતું હોય પરંતુ મુહૂત તો પાંજરાપોળથી જ લેવાતું. બૃહદ્ નંદાવર્તપૂજન ભણાવાયું અને સંઘનું મંગલ પ્રયાણ થયું. પહેલો મુકામ જૈન સોસાયટીમાં હતો. - આ સંઘપ્રયાણથી લઈ સંઘમાળ સુધીના મુકામની યાદી આ પ્રમાણેની હતી : માગસર વિદ ૧૦, સોમવાર તા. ૩૧-૧૨-૧૯૩૪ પ્રયાણ - જૈન સોસાયટી, તા. ૧-૧-૧૯૩૫ જૈન સોસાયટી, તા. ૨-૧-૧૯૩૫ જૈન સોસાયટી, તા. ૩-૧-૧૯૩૫ સરખેજ, તા. ૪-૧-૧૯૩૫ સરખેજ, તા. ૫-૧-૧૯૩૫ બદરખા, તા. ૬-૧-૧૯૩૫ ધોળકા, તા. ૭-૧-૧૯૩૫ ધોળકા, તા. ૮-૧-૧૯૩૫ સરાંઢી, તા. ૯-૧-૧૯૩૫ કોઠ, તા. ૧૦-૧-૧૯૩૫ બગોદરા, તા. ૧૧-૧-૧૯૭૫ મીઠાપુર, તા. ૧૨-૧-૧૯૩૫ દેવપરા, તા. ૧૩-૧-૧૯૩૫ સરાંઢી (બીજું), તા. ૧૪-૧-૧૯૩૫ ચોકી, તા. ૧૫-૧-૧૯૩૫ લીંબડી, તા. ૧૬-૧-૧૯૩૫ લીંબડી,તા. ૧૭-૧-૧૯૩૫ ચૂડા, તા. ૧૮-૧-૧૯૩૫ વિહાર મુ., તા. ૧૯-૧-૧૯૩૫ વિહાર મુ., તા. ૨૦-૧-૧૯૩૫ પાળીયાદ, તા. ૨૧-૧-૧૯૩૫ સરવા, તા. ૨૨-૧-૧૯૩૫ વીંછીયા, તા. ૨૩-૧-૧૯૩૫ લીલાવદર, તા. ૨૪-૧-૧૯૩૫ જસદણ, તા. ૨૫-૧-૧૯૩૫ આટકોટ, તા. ૨૬-૧-૧૯૩૫ નડાલા, તા. ૨૭-૧-૧૯૩૫ માયાપાદર, તા. ૨૮-૧-૧૯૩૫, માયાપાદર, તા. ૨૯-૧-૧૯૩૫ ખંભાળીયા, તા. ૩૦-૧-૧૯૩૫ રોજડી, તા. ૩૧-૧-૧૯૩૫ ગોંડલ, તા. ૧-૨-૧૯૩૫ ગોંડલ, તા. ૨-૨-૧૯૭૫ જેતપુર, તા. ૩-૨-૧૯૩૫ વડાલ, તા. ૪-૨-૧૯૩૫ જુનાગઢ, તા. ૫-૨-૧૯૩૫ જુનાગઢ, તા. ૬-૨-૧૯૩૫ જુનાગઢ, તા. ૭-૨-૧૯૩૫ જુનાગઢ, તા. ૮-૨-૧૯૩૫ વડાલ, તા. ૯-૨-૧૯૩૫ વડાલ, તા. ૧૦-૨-૧૯૩૫ વાવડી, તા. ૧૧-૨-૧૯૩૫ તોરી, તા. ૧૨-૨-૧૯૩૫ છુમવાવ, તા. ૧૩-૨-૧૯૩૫ આંકડીયુ, તા. ૧૪-૨-૧૯૩૫ અમરેલી, તા. ૧૫-૨-૧૯૭૫ સાલડી, તા. ૧૬-૨-૧૯૩૫ ખારા, તા. ૧૭-૨-૧૯૩૫ ખારા, તા. ૧૮-૨-૧૯૩૫ સોળલ, તા. ૧૯-૨-૩૫ ઘેટી, તા. ૨૦-૨-૩૫ પાલિતાણા. Page #94 -------------------------------------------------------------------------- ________________ ' પ્રયાણના દિવસે જ લોકો આશ્ચર્યમાં પડી ગયા. ખાનપુરથી નીકળેલા સંઘને ઘીકાંટા, પાનકોરનાકા થઈ ત્રણ દરવાજા આવતાં બે કલાક થયેલા. ઉપરથી થાળી નાખો તો નીચે ન પહોચે તેટલું માણસ. એમને થયું કે આ સામે આપણે શું જોઈ રહ્યા છીએ? સરખેજ પહોચતાં તો વ્યવસ્થાપકોને ફેરનિર્ણય કરવો પડ્યો કે તંબૂ, રાવટી, થાળી, વાટકા વગેરેની જે બે ભાગે વ્યવસ્થા કરી છે તેને બદલે તે બધી જ સામગ્રી એક સાથે ભેગી કરવી પડશે. અને એટલી જ બીજી નવી સામગ્રી મેળવવાની વ્યવસ્થા કરવી પડશે. મહારાજ સાહેબની નિશ્રામાં થયેલાં કામો અને એનો લાભ લેનાર શ્રાવકોને જોતાં તો ઘણીવાર જગદ્ગુરુ હીરવિજયસૂરિ મહારાજની નિશ્રામાં થયેલાં કામો અને એનો લાભ લેનારા તે સમયના શ્રાવકોની યાદ આવી જાય. વ્યવસ્થાપકોને માકુભાઈ શેઠના મુખેથી વારંવારે એક જ વાત નીકળતી કે, તમારે જે નિર્ણય કરવો હોય તે કરજો. આ બાબતમાં મને પૂછશો નહિ.” આ સંઘમાં સંપન્ન શ્રાવકોની દેખરેખ તળે એકથી વધુ સ્વતંત્ર રસોડાં ચલાવાતાં હતાં. ચીમનલાલ લાલભાઈનું રસોડું, સારાભાઈ ડાહ્યાભાઈનું રસોડું, પ્રતાપસિંહ મોહનલાલનું રસોડું બધાં અલગ અલગ. એક રસોડે જ00-500 માણસો જમે. તે ઉપરાંત કેટલાંય સાધુ-સાધ્વીજીઓ, વર્ષીતપ-આયંબિલવાળા વગેરેનો લાભ નાનાં રસોડાં હોય તેમને મળતો. આવાં કુલ ૨૧ રસોડાં હતાં. સંઘમાં ૧૪,000 માણસો. ૮૫0 ગાડાં. તે પ્રમાણે બળદો. ધ્રાંગધ્રા સ્ટેટ અને ભાવનગર સ્ટેટનો એક એક મળી બે હાથી, હાથી પર ચાંદીની અંબાડી. સાથે દેરાસર આખું ચાંદીનું. મેરુ ચાંદીનો, ઈન્દ્રધજા ચાંદીની. આ દેરાસર આજે પણ ખાનપુરના માકુભાઈના બંગલે હયાત છે. લાલ કપડામાં પીળા રંગના અક્ષરોમાં “જૈનં જયતિ શાસનમુ” લખાયેલો ધ્વજ. જયાં સંઘનો પડાવ હોય ત્યાં એ ધ્વજ ફરકાવાતો. ઊચો એટલો કે ઘણે દૂરથી પણ ખ્યાલ આવે કે અહીં સંઘનો પડાવ છે. સંઘના પડાવને “મનસુખનગર” એવું નામ અપાતું. સંઘ કોર્ટ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં બધી સામગ્રીની વ્યવસ્થા બરાબર ગોઠવાઈ ગઈ. સંઘ લીમડી, ગોડલને રસ્તે આગળ વધ્યો. જયારે સંઘ ગોડલ ગયો. ત્યાં સમાચાર મળ્યા કે આવતી કાલે પ્રવેશ વેળાએ એકએક યાત્રિકનો મુંડકાવેરો લેવામાં આવશે. મહારાજ સાહેબે કહ્યું કે, “અમે તમામ ઐતિહાસિક કાર્યા-૨ : ૬ ૮૧ 2010_02 Page #95 -------------------------------------------------------------------------- ________________ શાન્તસમ્રાટ પ્રવચનમાળા ૮૨ 2010_02 યાત્રિકોનો એક સાથે મુંડકાવેરો આપી દેવા સમ છીએ. પણ જો અમે આવો મુંડકાવેરો ભરીએ તો અમારા પછી પણ જે સંઘ અહીંયાં આવે તે દરેકને મુંડકાવેરો ભરવો પડે. માટે કોઈપણ સંજોગોમાં મુંડકાવેરો ભરીને અમે ગોડલામાં આવવા માગતા નથી.’ ગોંડલના મહારાજાને ખબર પડી કે સંઘ આ રીતે બારોબાર જઈ રહ્યો છે. પરંતુ તેમના પેટનું પાણી પણ ન હલ્યું. પણ તે વખતે રાણીબાને સમાચાર મળતાં એમણે ઠપકો આપીને કહ્યું કે, ‘આ બધા જાત્રા કરવા નીકળ્યા છે. આ પુણ્યાત્માઓનાં પગલાં આપણા નગરમાં થાય તો તે પવિત્ર બની જાય. તમે કેવળ પૈસા ખાતર એમને ના પાડો છો ? રાણીનાં આ વચનોથી મહારાજાને ઝાટકો લાગતાં એમણે દીવાનને મોકલ્યા. આખા નગરમાં વાત પહોંચી. સંઘ એક મુકામ તો આગળ પ્રયાણ કરી જ ગયો હતો. દીવાન ત્યાં ગયા. મહારાજ સાહેબે તેમની સાથે વાત કરવાની ના પાડી. દીવાન કહે, ‘કૃપાળુ, અમે નિર્ણય બદલ્યો છે. અમે સંઘને આમંત્રણ આપવા આવ્યા છીએ.’ દીવાનની સાથે એક વોરા કરીને વ્યક્તિ આવેલી. એણે પણ સંઘને પાણી પીવડાવવાની અને એક દિવસનો બધો લાભ લેવાની ઇચ્છા પ્રગટ કરેલી. એટલે આખરે સંઘ વળી પાછો એક મુકામ વચ્ચે કરીને ગોંડલ તરફ ગયો. અને ગોંડલમાં પ્રવેશ થયો. કહેવાય છે કે પછી તો ગોંડલના મહારાજાએ પણ લાલ જાજમ બિછાવીને સંઘનું સામૈયું કર્યું. આવા તો કંઈક નાના મોટા પ્રસંગો બનતા રહ્યા. વચમાં સંઘના કેટલાક યાત્રિકો ભૂલા પણ પડી ગયેલા. બદરખા ગામે મુકામ થયો ત્યારે મહારાજ વિહાર કરીને આવીને સીધા તંબુની બહાર જ પાટ પર બેઠા. તંબુમાં ન ગયા. બધાએ આગ્રહ કર્યો ત્યારે કહે, ‘જ્યાં સુધી યાત્રિકોની વ્યવસ્થા નહિ ગોઠવાય ત્યાં સુધી હું અંદર જઈશ નહિ. લોકો માકુભાઈને નથી ઓળખતા, અમદાવાદથી સંધ આવ્યો છે તે રીતે ઓળખે છે. માટે સંઘના માણસો હેરાન થાય તે મારાથી જોઈ શકાય એમ નથી. માટે પહેલાં તેમની વ્યવસ્થા કરો, પછી હું અંદર જઈશ. ’ અને તરત જ પહેલી હરોળના અગ્રગણ્ય માણસો કામે લાગી ગયા. ભાવનગર રાજ્ય, ધ્રાંગધ્રા રાજ્ય, લીમડી દરબાર વગેરેની સામગ્રી આવી ત્યારે આ સંઘ આગળ જઈ શક્યો. આમ મહારાજ સાહેબે દરેક વખતે પોતાનું નિશ્રાપદ-નેતૃત્વ નિભાવ્યું છે. માકુભાઈની ઉદારતા પણ એવી જ. આ રીતે સંઘ ગિરનાર અને ગિરનારથી ગિરિરાજ આવ્યો. મહા વદ-૫ ને દિવસે સંઘની માળ થઈ. આમ માગશર વદ ૧૦ થી મહા વદ ૫ સુધીના ૫૫ દિવસોના આ વિરાટ સંઘનું આખું કાર્ય હેમખેમ પાર પડ્યું. એ સમયમાં લોકોની નિરાંત પણ કેવી ! માળારોપણ થયા પછી એ સંઘ પાછો બાર ગાઉની જાત્રાએ નીકળ્યો. કદમ્બગિરિ, હસ્તગિરિ એ બધાં ગામોમાં શત્રુંજી નદી Page #96 -------------------------------------------------------------------------- ________________ વહેતી હતી. ત્યારે તેમ નહોતો થયો. એટલે આ બધાં સ્થળોએ સીધું જ જવાતું. દાદાના શિખર પરનો જે ચાંદીનો કળશ બનાવાયો તે ૯૩૦૬ તોલાનો હતો. અને એને સોનાથી સંપૂર્ણ રસાવીને એ ચઢાવાયો. હાર પણ એટલો જ મોટો ચઢાવાયો. દેરાસરના અંદરના ભાગમાં વર્ષોથી કોઈ પ્રતિમા સ્થાપન થતાં ન હતાં. પરંતુ આ ઐતિહાસિક પ્રસંગની કાયમી સ્મૃતિ તરીકે મોટા મહારાજશ્રીના કહેવાથી પેઢીએ સંમતિ આપી એટલે માકુભાઈ શેઠ તરફથી ત્યાં મેરુ પર્વત બનાવવામાં આવ્યો. આ મેરુ પર્વત આખા આરસનો છે. આમ માકુભાઈના સંઘનું કાયમી પ્રતીક અને સંભારણું આ સ્વરૂપે હજી પણ ત્યાં સચવાયેલું છે. તેની છત્રી પણ આરસની બનાવેલી છે. આમ આ મોટું કાય મહારાજ સાહેબના હસ્તે સુવાંગ પાર પાડ્યું. વચ્ચે વચ્ચે પણ ઘણાં ઉત્તમ કામો થયાં. ગિરનારમાં સંઘમાળ થઈ ત્યારે અવદાતવિજયજી મહારાજને પંન્યાસપદવી આપવામાં આવી. અવદાતવિજયજી મહારાજ એટલે ગંભીરવિજયજી મહારાજના શિષ્ય. અવદાતવિજયજી, ભગવાનવિજયજી, પ્રમોદવિજયજી, કેસરવિજયજી આ બધા પ્રમાણમાં વૃદ્ધ સાધુઓને મહારાજ સાહેબે સારી રીતે સાચવેલા. તેઓ મોટે ભાગે ભાવનગરમાં મારવાડી વંડામાં નીચેની બાજુએ રહેતા. ત્યારે નૂતન ઉપાશ્રય બનેલો નહીં. આ અવદાતવિજયજી મહારાજની પંન્યાસપદવી વખતનો મોટા મહારાજશ્રીનો ફોટો જોતાં તેઓ જાણે દોડતા હોય તેમ ફૂર્તિથી આવી રહેલા જણાય છે. વિધિ કરાવતી વખતે ક્યારેક જ ઉપયોગમાં લેતા હશે તે ચશ્મા પણ એમાં દેખાય છે. માકુભાઈના સંઘ અગાઉ અમદાવાદમાંથી હેમાભાઈ પ્રેમાભાઈ શેઠનો સંઘ નીકળેલો. ત્યારે જે જે ગામે સંઘ ગયેલો તે તે ગામે જે ચીજ ન હોય તે કરાવી આપતા. આમ ઘણાં સ્થળોએ હેમાભાઈની ધર્મશાળા છે. ગુંદીમાં, જૂનાગઢમાં - જગમાલ ચોકમાં એ આજે પણ મોજુદ છે. એ જ રીતે મહારાજ સાહેબે પણ જુદે જુદે સ્થળે ચબૂતરો, તળાવ કે ધર્મશાળા કે પછી ગામવાળા કહે તે માટે પ્રેરણા આપતા. શ્રાવક મેઘ સમા કહ્યા, કરતા ધરમનું કામ.” મેઘ જયાંથી પસાર થાય ત્યાં થોડાં પણ અમીછાંટણાં થાય તો ખેતરોને જેમ જીવતદાન મળે, તેમ સંઘના પ્રમાણમાર્ગે આવતાં ગામોને આવા પુણ્યલાભો મળતા રહે એ પણ સંઘ કાઢવાનો એક આશય છે. માકુભાઈ શેઠ કાઢેલા સંઘ જેવો અજોડ સંઘ ત્યારપછી રાજનગર અમદાવાદને આંગણેથી હજી સુધી નીકળ્યો નથી. આવાં નેત્રદીપક કાર્યોની વાતો હજી ઘણી કરવાની બાકી છે. તે અગ્રે અધિકાર એતિહાસિક કાચ્ય-૨ : ૬ ૮ 3 Jain Education international 2010-02 - * Page #97 -------------------------------------------------------------------------- ________________ / પ્રવચન પ્રાચીન પરંપરાનું પુનર્જીવન (તા. ૧૪-૧૧-૯૮) આપણા અનંતોપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને પ્રભુ મહાવીર મહારાજાએ સ્થાપ્યા પછી હુંડા અવસર્પિણી કાળના પાંચમા આરાના મધ્ય ભાગમાં થઈને આપણા સુધી પહોચાડવાનું કારામાં કપરું કામ નિષ્ઠાવંત આચાર્ય ભગવંતોના કારણે થયું છે. એટલા ગાળામાં ઘણા બધા મત, પંથ અને સંપ્રદાયો ચોમાસામાં અળસિયા થાય તેમ થયેલા છે. અજૈન પરંપરામાં ઘણા થયા છે, જૈન પરંપરામાં પણ થયા છે. ૮૪ ગચ્છનાં નામો આજે પણ મળે છે. ગચ્છો થયા તેયે તે-તે આચાર્ય ભગવંતોએ સ્થાપેલા થયા. તે પછી તેમાં મતાંતરો થયા. આટલા બધાની વચ્ચે પરસ્પર વિરોધ આવ્યો. ખંડન અને મંડન પણ થયું. એ બધા પછી પણ તમે જોશો તો ૨00-300 વર્ષે એકાદા એવા ધુરીણ પુરુષ આવ્યા જેમણે વળી પાછી પરિસ્થિતિ સંભાળી લીધી, અને આ પ્રવાહને આગળ લંબાવ્યો છે. જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજી મહારાજ વખતે વર્તમાન શ્રીસંઘમાં તપાગચ્છ તરીકે તેમના પુણ્યપ્રભાવથી એક અનોખું સામ્રાજય પ્રવતતું હતું. એમનો આ પુણ્યપ્રભાવ પણ giાસનસમ્રાટ પ્રવચ્ચેનમાળા ८४ 2010_02 Page #98 -------------------------------------------------------------------------- ________________ શાસન પ્રત્યેના રાગ અને જીવો પ્રત્યેની કરુણામાંથી ઊભો થયેલો હતો. આ શાસનરાગ અને જીવદયા એ પુણ્યપ્રભાવ પેદા કરનારા બે મૂળ સ્રોત છે. સૌ પ્રથમ વાર જન્મનાર દીકરા પ્રત્યે પિતાને જે રાગ હોય એના કરતાંયે અસંખ્યગણો રાગ જયારે પ્રભુના શાસન ઉપર જાગે છે ત્યારે આ પુણ્ય પ્રભાવ આપોઆપ વધે છે. પૂજયપાદ મહારાજ સાહેબનાં શરૂઆતનાં વર્ષોમાં અંદર સાહસ છે, શૌર્ય છે અને પુણ્યપ્રભાવ ઉત્તરોત્તર વધતો ગયો છે. જ્યારે જે-જે કાર્યો કરવાં હોય તેને અનુરૂપ એવા ઉચ્ચ કક્ષાના માણસો એમને મળ્યા છે. સિદ્ધગિરિરાજની અંદર આશાતના-નિવારણના પ્રસંગમાં ભાઈચંદભાઈ અને ગોકળભાઈએ જે કામ કર્યું છે તેની બાદબાકી કરો તો પરિસ્થિતિ શું સત એની કલ્પના કરવી આજે મુશ્કેલ છે. મહારાજ સાહેબ ત્યાં હતા ત્યારે એ કાય એમની મેળે એમણે ઉપાડ્યું છે. કોઈ એમને કહેવા આવ્યું ને એમણે કામ કર્યું એવું બન્યું નથી. શ્રીપૂજયોની પરંપરાની સામે પડીને મૂલચંદજી મહારાજે એ જ પાલિતાણામાં સ્વતંત્ર સામૈયું કરાવીને, સમાંતર વ્યાખ્યાન રાખીને નાની ટોળીના ઉપાશ્રયમાં પોતે ઊતર્યા હતા એ બધું મોટા મહારાજશ્રીના સ્મરણમાં હતું. છતાં પણ તેમણે તેનું માત્ર મૂક અનુસરણ ન કર્યું. એમણે તો યતિઓની શક્તિને પણ ઓળખી. શ્રી પૂજયોની આખી પરંપરા કેમ ચાલી, તેમાં કઈ કઈ વિશેષતાઓ આવી તે પણ એમણે જોયું. જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજી મહારાજની પટ્ટપરંપરા : . ' જગન્નુર હીરવિજયસૂરિ મહારાજની પાટે વિજયસેનસૂરિ મહારાજ આવ્યા, એમની પટ્ટપરંપરામાં વિજયદેવસૂરિ મહારાજ થયા, એમની પાટે વિજયસિંહસૂરિ મહારાજ આવ્યા - આ આખી પરંપરા અખંડ સચવાઈ કાળબળે જ્યારે પરિસ્થિતિ વણસી, કેટલાય વર્ગોમાં સાધુના અમુક પ્રકારના આચારોમાં ઢીલાશ અને શિથિલતા દેખાઈ એટલે પંન્યાસ સત્યવિજયજી મહારાજે આની સામે જેહાદ ઉપાડી. આ ન ચલાવી લેવાય. આચાર એ આપણો પહેલો ધર્મ છે. આચારાંગ એ આપણું પહેલું આગમ છે. એમાં જે ક્ષતિ આવશે તો ધર્મ નહિટકે. ધર્મ તો આવો... આવો હોવો જોઈએ.’ એમણે સિંહસૂરિ મહારાજની પાસે આ વાત મૂકી. સિંહસૂરિ મહારાજે સત્યવિજયજી મહારાજની વાતનો સૈદ્ધાંતિક રીતે તો સંપૂર્ણ સ્વીકાર કર્યો. પણ આચરણ-સાબિતીની વાત આવી ત્યારે એમણે પોતાની ઉમર વગેરેનાં કારણોસર આશક્તિ દર્શાવી. જો કે એમણે સત્યવિજયજીની જેહાદને પૂરા આશીવાદ આપ્યા અને પં. સત્યવિજયજીએ કિયોદ્ધાર કર્યો. એમણે પીળાં કપડાં શરૂ કર્યા. વિહારચય નવી શરૂ કરી. એ વખતે વિજયપ્રભસૂરિજી મહારાજ વાસ્તવિક રીતે પટ્ટપરંપરામાં પ્રતિષ્ઠિત હતા. સિંહસૂરિ મહારાજ અકાળે કાળધર્મ પામ્યા પછી વિજયદેવસૂરિ મહારાજે પોતાની હાજરીમાં એમને રીતસર સ્થાપ્યા હતા. પરંતુ એ વિજયપ્રભસૂરિની ઉમર ક્ષયોપશમ વગેરે પરિબળો, અને બીજી બાજુ કાળબળની અસર હેઠળ એવા જીવદળોનું આવવું એ બધું ભેગું થયું. શ્રીપૂજ્યોની પરંપરા અને સમાંતર સંવેગી પરંપરા પછી વિજયદિનેજસૂરિજી, વિજયક્ષેમેન્દ્રસૂરિજી, ધરણેન્દ્રસૂરિજી આ બધા શ્રીપૂજ્યોની પરંપરાવાળા આવ્યા. તે બધાની એવી પરંપરા હતી કે ઉત્તરાધ્યયન સૂત્રના જોગ, પ્રાચીન પરંપરાનું પુનર્જીવન : ૭ ૮૫ 2010_02 Page #99 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ૮૬ 2010_02 આચારાંગસૂત્રના ોગ, કલ્પસૂત્રના જોગ કરવાના, આગમો વગેરે ભણવાનાં. વીસ વર્ષનો પર્યાય થાય તે વર્ષોમાં તે સ્થવિર કહેવાતા. આ બધી પરંપરાઓમાંથી તે લોકો ધીરે ધીરે નીકળી ગયા. યોગ્ય જીવ લાગે તેને આચાર્ય બનાવી દે. શ્રીપૂછ્યોની પરંપરાની સમાંતરે સંવેગી પરંપરા ચાલી. સત્યવિજયજી મહારાજ સાહેબે એ શરૂ કરી. કપૂરવિજયજી મહારાજ અને તે પછી ખીમાવિજયજી મહારાજ, જિનવિજયજી મહારાજ, ઉત્તમવિજયજી મહારાજ, પદ્મવિજયજી મહારાજ, રૂપવિજયજી મહારાજ એ પરંપરામાં થયા. શ્રીપૂજ્યોનો પ્રભાવ અને રજવાડી ઠાઠ : આપણા મોટા મહારાજ નેમિસૂરિજી મહારાજ, તેમના ગુરુ વૃદ્ધિચંદ્રજી મહારાજ, એમના ગુરુ બુટેરાયજી મહારાજ, એમના ગુરુ મણિવિજયજી મહારાજ, એમના ગુરુ કસ્તુરવિજયજી મહારાજ, એમના ગુરુ કીર્તિવિજયજી મહારાજ - આ જે પરંપરા આવી તે સિંહસૂરિ મહારાજની સીધી પરંપરા આવી. તે સંવેગી પરંપરા કહેવાઈ. આચાર્ય ન બનાવી શકાય, યોગોદ્દહન કરે, પંન્યાસ પદવી સુધી પહોંચે પણ એમને શ્રીપૂજ્યોની આજ્ઞા માનવી પડે, ક્ષેત્રાદેશ પટ્ટક સ્વીકારવો પડે, ચોમાસું ક્યાં કરવું તે શ્રીપૂજ્ય ફરમાવે ત્યાં જવું પડે, તેઓ જે ગામમાં બિરાજતા હોય તે ગામમાં પોતે જાય તો પહેલાં એમને પ્રણામ કરવા જવું પડે. એમને અણુઢિયો ખામવાની જરૂર નહિ. પણ પ્રણામ કરવાના અને એક કપડો ભેટ આપવાનો. એ વખતે શ્રીપૂજ્યો જ્યાં બેઠા હોય તેને ગાદી કહેવાય. શ્રીપૂજ્ય સિવાય કોઈનાથી ત્યાં બેસાય નહિ. આજુબાજુમાં ચામર ઢળતા હોય. ઉપર છત્ર ઝૂલતું હોય અને આગળના ભાગમાં આવીને ભાટ-ચારણો બિરૂદાવલી બોલતા હોય. આ એમનું રજવાડું અને ઠાઠ. તેઓ શ્રીપૂજ્યો કહેવાતા. લોકો મોતીના કોથળા ભરીને ભેટ આપી જતા. તેમની નિશ્રામાં ઓચ્છવ થતા અને જયજયકાર વર્તતો. એ લોકોના ઉપાસકો પણ એવા ભક્તો હતા કે જ્યાં તેઓ હોય ત્યાં આ બધું વાતાવરણ ઊભું કરી દેતા. આ સંવેગી પરંપરાવાળા સાધુભગવંતો જેઓ સંપૂર્ણ આરાધક હતા અને પોતાની રીતે જીવનારા હતા, પણ આનો વિરોધ નહોતા કરતા એ લક્ષમાં લેવા જેવી વાત છે. શ્રી નેમિસૂરીશ્વરજી દ્વારા શ્રીપૂજ્યોની પરંપરાનું સમજણપૂર્વકનું પુનરુત્થાન ઃ પૂજ્યપાદ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજે શ્રીપૂછ્યોની પરંપરા બરાબર ધ્યાનથી જોઈ. પણ એમણે એકપણ વખત શ્રીપૂજ્યનો વિરોધ નથી કર્યો. એટલું જ નહીં, પણ આ પરંપરાને સમજ્યા પછી એને પુનર્જીવિત કરવાના પ્રયત્નો એમણે કર્યા. વિ.સં. ૧૯૭૬માં મહારાજ સાહેબ ઉદેપુર પધાર્યા હતા. તે વખતે તપાગચ્છના શ્રીપૂજ્યોની મુખ્ય ત્રણ ગાદીઓ હતી. એક બિકાનેરમાં, એક પાટણમાં અને એક ઉદેપુરમાં. અવાંતરે બીજી ઘણી. આ ત્રણ મુખ્ય ગાદીઓમાં ઉદેપુરની સૌથી પ્રાચીન ગાદી. કેમ કે જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજી મહારાજની પટ્ટપરંપરામાં દેવેન્દ્રસૂરિ મહારાજ થયા. એ બધા ઉદેપુરમાં બિરાજમાન. અને ત્યાંના મહારાણા પાસે એવું સ્વીકારાવેલું કે એમના તાબાના જેજે ગામમાં શિવાલયનું શિલાસ્થાપન થાય તે-તે ગામમાં જિનાલયનું શિલાસ્થાપન થવું જ જોઈએ. આના કારણે આજે પણ મેવાડના ગામડે ગામડે એક બાજુ શિવાલય ને બીજી બાજુ જિનાલય જોવા મળશે. એથી જ મેવાડમાં લગભગ 3000 દહેરાંની વ્યાપક સંખ્યા છે. ગામમાં એક પણ જૈન હોય કે ન હોય, પણ જિનાલય બાંધવાનું અને આદીશ્વર ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવાની. ત્યાં રીખવદેવ-કેશરિયાજી દાદાનો પ્રભાવ વધારે. વનેરા ગામમાં તો Page #100 -------------------------------------------------------------------------- ________________ એક જ ગભારામાં સાત આદીશ્વર ભગવાન છે. આદીશ્વર ભગવાનને આટલા માનીતા દેવેન્દ્રસૂરિજીએ હક કરીને કરેલા. મહારાણાને પોતાને પણ આ ભાવથી ભાવિત કરેલા. મોટા મહારાજશ્રી ઉદેપુરમાં બિરાજમાન થયા અને એમને ખબર પડી કે શીપૂજ્યમાં છેલ્લા આચાર્ય મુનિચંદ્રસૂરિજી મહારાજ અહીંયાં બિરાજમાન છે. મહારાજ સાહેબ સામે ચાલીને એમને મળવા ગયા. કેવળ ઔપચારિકતાને લીધે કે આપણે ત્યાંના એક “પ્રોટોકોલવિધિને ખાતર નહિ પણ ખરેખર સદ્દભાવથી ગયા. એમની સાથે વાતચીત કરી. મુનિચંદ્રસૂરિ તો આનાથી ઘણા પ્રભાવિત થઈ ગયા. આ વાત સં. ૧૯૭૬ની છે અને તે વેળાએ તો મહારાજશ્રી આચાર્ય બની ચૂકેલા છે. પરિવાર પણ સારો એવો છે. મહારાણાની સભામાં ક્યારેક વિશિષ્ટ પ્રસંગ હોય તો શ્રીપૂજ્ય એ સભામાં જતાં. ત્યાં એમનું એક અલગ સ્થાન રહેતું. શ્રી દેવેન્દ્રસૂરિજીના વારાથી આ ચાલ્યું આવતું. મુનિચંદ્રસૂરિજીઃ પછી મુનિચંદ્રસૂરિજી અને મોટા મહારાજ એક જ ઉપાશ્રયમાં ઊતરેલા. બીજે દિવસે શ્રીપૂજય કોઈક ખાસ પ્રસંગે મહારાણાની સભામાં જવા તૈયાર થયા. મહારાજશ્રીએ સહજ પૂછવું, ‘શીદ પધારો છો ? તો શ્રીપૂજય કહે, ‘સભામાં આજે જવાનું છે.” પછી મહારાજ સાહેબની પાટ ઉપર બેસી જઈને પૂછવા લાગ્યા, ‘જઈશ તો ખરો, પણ મારે ત્યાં શું કહેવું?” મોટા મહારાજશ્રીએ ઉદયસૂરિ મહારાજને એક સરસ શ્લોક લખી આપવા જણાવ્યું છે લઈને મુનિચંદ્રસૂરિ મહારાણાની સભામાં જઈ શકે. ઉદયસૂરિ મહારાજે એક સુંદર આશીવાદ સ્વરૂપનો શ્લોક લખી આપ્યો. તેનો ભાવ કંઈક આવો હતો : આપનું રાજ્ય અને જિનશાસન ચિરકાળ જયવંતુ વર્તા.' આ શ્લોક મહારાણા પાસે જઈ કેવી રીતે ઉચ્ચારવો તે પણ ઉદયસૂરિ મહારાજે એમને સમજાવ્યું. અર્થ પણ સમજાવ્યો. એ શ્લોકના કાગળને ગોળાકાર વાળી, ઉપર એક દોરો બાંધી પોતે ગયા. ત્યાં જઈ એમણે કહ્યું કે, “આજે મારે એક શ્લોક સંભળાવવો છે.” મહારાણાએ કહ્યું, “ખુશીથી.' મુનિચંદ્રસૂરિજી શ્લોક બોલ્યા. એટલે મહારાણાએ તરત પૂછ્યું, “આ શ્લોક ક્યાંથી લાવ્યા ? તમે તો રોજ અહીં પધારો છો પરંતુ તમારી પાસેથી આવો શ્લોક પહેલાં તો ક્યારેય સાંભળવા મળ્યો નથી. ત્યારે શ્રીપૂજયે કહ્યું, ‘ગુજરાતથી નેમિવિજયજી કરીને એક મહારાજ આવ્યા છે. એમના એક ચેલાએ મને લખી આપ્યો છે. ” શ્રીપૂજ્યની પણ કેટલી સરળતા! એ શ્લોક સાંભળ્યા પછી મહારાણાને મહારાજ સાહેબને મળવાનું મન થયું. મુનિચંદ્રસૂરિજી મહારાજ સાહેબે પાછા આવીને કહ્યું કે, “શ્લોક સરસ લખી આપ્યો છે. આ સાંભળી મહારાજ સાહેબ પણ ખુશ થયા. મુનિચંદ્રસૂરિ સમક્ષ મોટા મહારાજશ્રીનો પ્રસ્તાવ અને આમંત્રણ : ચારેક દિવસ પછી મોટા મહારાજશ્રીએ મુનિચંદ્રસૂરિજી મહારાજ સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો, ‘આપ તો મોટા આચાર્ય મહારાજ છો. આપનું સામ્રાજ્ય છે. આપની પાસે આટલી મોટી પરંપરા છે. અમે તો પરંપરા વિનાના માણસો છીએ. પ્રાચીન પરંપરાનું પુનર્જીવન: ૮૭ 2010_02 Page #101 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ૮૮ 2010_02 અમારા ગુરુ પંજાબના હતા. સ્થાનકવાસી હતા. અહીંયાં આવીને સંવેગી દીક્ષા સ્વીકારી. એમના ગુરુ મણિવિજયજી મહારાજ પરમ વયોવૃદ્ધ. અમે કલમી આંબા છીએ. આપ સાચા આંબા છો. આપ ગુજરાત પધારો. આપને અમે આચાર્ય તરીકે સ્વીકારીએ છીએ. આપ સંવિગ્ન પરંપરાનો સ્વીકાર કરો. છડી, છત્ર, ચામર વગેરે શ્રીપૂજ્યના આચાર તરીકેનો જે વૈભવ છે એ આપે છોડી દેવાનો, એક સાધુ તરીકેના આચારનો સ્વીકાર કરવાનો, અને હમણાં તો પીળાં વસ્ત્રો પહેરવાનાં. અમે બધા જ આપને આચાર્ય તરીકે સ્વીકારીશું. આપ જરૂર અમદાવાદ પધારો. સંઘને ભેગો કરીને બધાની વચ્ચે આપને આ સ્વરૂપે અમે દેખીએ.' મહારાજશ્રીના આ પ્રસ્તાવનો શ્રીપૂજ્યે સ્વીકાર કર્યો અને કહ્યું, ‘ગુજરાત જઈ મને કહેણ મોકલજો. હું આ રીતે વિચાર કરીશ.’ તેઓ ખૂબ જ ભદ્રિક અને સરળ હતા. અને મહારાજ સાહેબે એમને એ સ્વરૂપે જોયા અને જે સ્વરૂપે વાત મૂકી, એનો પણ એમણે સ્વીકાર કર્યો. પહેલાં પણ આ વાત કરી હતી અને આજે ફરી કહું છું કે આ સંસ્થા તરફ કદી તિરસ્કારભરી નજરે જોશો નહિ. જોકે આજે તો તેઓનું અસ્તિત્વ પણ રહ્યું નથી. પણ આ પરંપરાના યતિઓએ કેટલાં મોટાં કામો કર્યાં છે એ આપણે ભૂલવું ન જોઈએ. કાપરડાજીનું દહેરું પણ એક યતિ મહારાજે બાંધેલું છે. યતિ મહારાજની પોતાની ભાવના થઈ કે આ એક સુંદર સ્વયંભૂ પાર્શ્વનાથ બિરાજમાન કરવા કંઈક કરવું જોઈએ અને એમણે ભાવના કરીને શ્રાવકને પ્રેરણા કરી. એ શ્રાવક દ્વારા આખાયે દહેરાનું નિર્માણ થયું છે. એ જ રીતે સુરતમાં કાષ્ટકોતરણીવાળું ચિંતામણિ પાર્શ્વનાથનું વર્ષો જૂનું દેરાસર એક ઐતિહાસિક જિનાલય છે. યતિ મહારાજના પ્રભાવથી એ બંધાયું છે. આજે પણ યતિ મહારાજ કેટલાક લોકોને ત્યાં દર્શન આપે છે. આવાં તો એમના થકી થયેલાં કેટલાંયે કામો છે જેની નોંધ લીધા વિના એકલો તિરસ્કાર કદી કરી શકાય નહીં. આમંત્રણનો સ્વીકાર પણ સ્વપ્ર સાકાર થયું નહિ : મહારાજ સાહેબ દ્વારા મુનિચંદ્રસૂરિને આ પ્રસ્તાવ સં. ૧૯૭૬માં મુકાયો. ’૭૭માં મહારાજશ્રી ગુજરાત પધાર્યા. બીજી બાજુ મુનિચંદ્રસૂરિ મહારાજ ઉદેપુરથી વિહાર કરી ખુડાલા પધાર્યા. ખુડાલા એમની મૂળ ગાદી અત્યારે પણ છે. ફાલના સ્ટેશનથી દોઢ બે કિલોમીટર દૂરનું ગામ. અંદરના ભાગમાં જે બે દેરાસરો એમાંના એકમાં એમની ગાદી છે. એમનું નામ, સ્થાન વગેરે ત્યાં લખાયેલાં અત્યારે પણ જોવા મળે છે. તેઓ ત્યાં ગયા ને કોઈ અકળ કારણસર કેટલાંક દુષ્ટ તત્ત્વો દ્વારા તેમની હત્યા કરવામાં આવી. આમ તેઓ અકાળે અવસાન પામી ગયા. એમની સાથે જ શ્રીપૂજ્યોની પરંપરા ત્યાં સમાપ્ત થઈ. અલબત્ત, એમણે પોતાના એક અનુયાયીને સ્થાપ્યા હતા. પણ એ અનુયાયીમાં એવું કોઈ દૈવત ન હતું કે તેઓ એવા ખાનદાન કુળના વિશિષ્ટ અભ્યાસી ને વિનયી સાધુ ન હતા કે એ પરંપરાને આગળ લંબાવી શકે. સં. ૧૯૭૭માં ગુજરાત પહોંચ્યા પછી મહારાજ સાહેબને સમાચાર મળ્યા કે મુનિચંદ્રસૂરિજીનો કાળધર્મ થઈ ગયો છે. મહારાજશ્રીને બહુ દુઃખ થયું ને પેલા પ્રસ્તાવવાળી વાત આમ જ અધૂરી રહી ગઈ. નહિતર, એ દ્વારા તેઓ આખી એક પરંપરાને પુનર્જીવિત કરા Page #102 -------------------------------------------------------------------------- ________________ શક્યા હોત. એમની પાસે એ દૃષ્ટિ હતી, અનુભવ હતો, સૂઝ હતી અને એ અધિકાર હતો. પાંચ પ્રસ્થાનની ઓળી : સૂરિમંત્રના પાંચે પ્રસ્થાનની ઓળીની શુભ શરૂઆત કરનારા આ કાળના સૌ પ્રથમ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ હતા. ખુદ તેમણે પોતે પણ પહેલા પ્રસ્થાનની ઓળીની આરાધના શરૂ કરીને વચમાં આચાર્યપદવીનો સ્વીકાર કર્યો છે. અને તે પછીની બાકીની ચાર ઓળી અને ચાર પીઠિકા કરી એની સમગ્ર જાપવિધિ શોધી કાઢી. ઉદયસૂરિ મહારાજ : સૂક્ષ્મ દૃષ્ટિ અને ઊંડી સૂઝ : ઉદયસૂરિ મહારાજ પાસે પણ આગવી કોઈ કુદરતી બક્ષિસ હતી. વિધિવિધાનમાં, શિલ્પસ્થાપત્યમાં, જ્યોતિષમાં, વાસ્તુશાસ્ત્રમાં એમની અંદરની સૂઝ ઘણી હતી. છેલ્લે તો આંખનું તેજ ઘટી ગયેલું. ત્યારે કોઈ દેરાસરમાં પ્રવેશે, માત્ર ભીંત ઉપર હાથ ફેરવે અને કહી દેતા કે, ‘આ દેરાસરમાં અમુક દોષ છે. અહીં પ્રભુની દૃષ્ટિ બરાબર નથી.' આવી એમની વિશિષ્ટ સૂઝબૂઝ. તેઓ અવાજને ઓળખી લેતા. વીસ વરસ પછી પણ જો કોઈ શ્રાવક મળે તો તેઓ એને ઓળખી લેતા. આવી એમની સતેજ સ્મૃતિ. સં. ૨૦૦૯માં આ ઉદયસૂરિ મહારાજ જ્યારે રાણકપુરની પ્રતિષ્ઠા કરવા પધાર્યા ત્યારે ગામેગામ ગોચરી વાપર્યા પછી ગામના દેરાસરની અંદર જાય ને તરત કહે, ‘અહીં વેધ થાય છે. અહીં બારણું બરાબર નથી. અહીં પગથિયાં કરેલાં નથી.' આ બધું સ્હેજે સ્હેજે બોલવા લાગતા. આવી દૃષ્ટિ માત્ર શિલ્પસ્થાપત્ય પરત્વે જ નહીં, ક્રિયામાં પણ હતી. આ અમારા જોગની ક્રિયાઓ, આ કાલગ્રહણ વિધિ, આ પાટલીની વિધિ, સંઘટ્ટાની વિધિ આ સ્વરૂપે આપણે ત્યાં હતી જ નહિ. કારણ કે જગદ્ગુરુ મહારાજ પછી એ યોગની જે પરંપરા ચાલી એ પદ્મવિજયજી મહારાજ સુધી બરાબર ચાલી. પણ પછી એ પરંપરા બરાબર જળવાઈ નહિ. રૂપવિજયજી મહારાજ પછીનો કીર્તિવિજયજી મહારાજ, કસ્તૂરવિજયજી મહારાજ, મણિવિજયજી મહારાજ સુધીનો લગભગ ૫૦/૬૦ વર્ષનો જે ગાળો ગયો એમાં આ બધી ચીજો લગભગ લુપ્તપ્રાય થઈ ગઈ. જોકે, આમ તો આ બધા ઉચ્ચતમ કક્ષાના આરાધકો હતા. પૂજ્યપાદ મણિવિજયજી મહારાજે દીક્ષા લીધી તે દિવસથી તેમણે ઠામ પાણી, ઠામ ચોવિહાર, એકાસણાં જાવજીવ કર્યાં છે. માસક્ષમણના પારણે પણ ઠામ પાણી, ઠામ ચોવિહાર અને એકાસણું જ કર્યું છે. ખરેખર, નૈમિત્તિક તપ કરતાં નિત્ય તપ ઘણું ચડિયાતું છે. એક દિવસ, મહિનો, વરસ, બે વરસ સુધી એ કરવું સહેલું છે. પણ યાવજ્જીવ આવી રીતે નિષ્ઠાપૂર્વક એક તપ લાવવું ઘણું અઘરું છે. કસ્તૂરવિજયજી મહારાજ : એમના ગુરુ કસ્તૂરવિજયજી મહારાજે૯૨ ઓળી કરી હતી. તેઓ વિહારમાં હોય ત્યારે માત્ર પાણી અને દાળ લેતા. તે જમાનામાં વર્ધમાન તપમાં ૯૨ ઓળી સુધી પહોંચવું એટલે ઘણું કહેવાતું. તેઓ શિખરજી પણ જઈ આવેલા. તે વખતે તેમની ઓળી ચાલુ હતી અને કેટલાય દિવસો સુધી માત્ર ચણા વાપરીને દિવસો ગુજારેલા. આવા આવા કેટલાય દીર્ઘ તપસ્વીઓનાં તપ આપણી આ પરંપરાના પાયામાં પડેલાં છે. આ સૌમાં આરાધકપણું વિશેષ હતું. 2010_02 પ્રાચીન પરંપરાનું પુનર્જીવન : ૦ Ce Page #103 -------------------------------------------------------------------------- ________________ પઘવિજયજી મહારાજ પાસે જે પરંપરાઓ હતી તે રૂપવિજયજી મહારાજ સુધી આવી. પછીથી એ તંતુ આગળ લંબાવી શકાયો નહિ. તેથી બન્યું એવું કે ડહેલાના ઉપાશ્રયમાં સચવાઈ રહેલી ઘણી ચીજો પરંપરાને પુનઃજીવિત કરવામાં કામ લાગેલી. આજે અમે જોગની અંદર પીંછાનું દંડાસણ વાપરીએ છીએ એ પશ્ચવિજયજી મહારાજની ભેટ છે. અમદાવાદમાં સંવત્સરી દિને સમેતશિખરજી-દર્શનની પરંપરા એ જ રીતે આજે અમદાવાદનો સકળ સંઘ સંવત્સરીના દિવસે સમેતશિખરજીની પોળ જાય છે. એ રડો ઉપકાર વિજયજી મહારાજનો છે. તેઓ પાટણથી આખા શિખરજીની રચના અમદાવાદ લાવ્યા. તેને અહીં સ્થાપન કરવાનો વિચાર એમને આવ્યો. શિખરજીમાં સૌથી વધુ મહિમા પાર્શ્વનાથ ભગવાનનો. એટલે અહીં જો પાર્શ્વનાથના દેરામાં એ રચનાનું સ્થાપન થાય તો વધુ સારું એ ખ્યાલથી એ પોળના દેરાસરમાં રચના બિરાજમાન કરી અને તેથી એ પોળનું નામ પણ સમેતશિખરની પોળ આપવામાં આવ્યું. આ પરંપરા આજદિન સુધી જળવાઈ છે. આવી પંન્યાસ ૫રવિજયજી દ્વારા શરૂ કરાયેલી કેટલીક પરંપરાઓનો ફરીથી દોર સાંધ્યો નેમિસૂરીશ્વરજી મહારાજે. આખીયે જોગની પરંપરા એમનાં પાનાંઓમાંથી ઉદ્યસૂરિ મહારાજે બહુ સમજણપૂર્વક સંકલિત કરી. આજે અમારે ગૌરવ સાથે કહેવું છે કે અમારા સમુદાયમાં જોગની જે પરંપરા છે તે સમાંતર સમુદાયના જોગની અંદર નથી. એ લોકો જયારે પણ પ્રસંગોપાત્ત વિહારમાં ભેગા થાય ત્યારે અમારી કાલગ્રહણની ક્રિયા, કાલ પલેવવાની ક્રિયા, પાટલી કરવાની ક્રિયા, સંઘકામાં બેસવાની ક્રિયા જુએ છે. એ જોઈને એમને આશ્ચર્ય અને અહોભાવ થાય છે. કચ્યાકલ્પ વિભાગમાં પણ અમારાં ધારાધોરણો બીજ કરતાં જુદાં છે. આ ખપે અને આ ન ખપે એમાં પણ ઉદયસૂરિ મહારાજે નક્કી કરેલી પરંપરાને અમે બરાબર જાળવી રાખીએ છીએ. આદ્રા નક્ષત્ર પછી વિહાર નહિ કરવાની પરંપરા: આદ્રા નક્ષત્ર પછી વિહાર ન કરવો આ પ્રાચીન પરંપરા મહારાજ સાહેબે પુનઃસ્થાપિત કરેલી. એ નવી નથી. પુજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે તેમજ રિદ્ધિવિજયજી મહારાજ, મણિરત્નવિજયજી મહારાજ આદિ સાત સાધુઓએ હાજા પટેલની પોળમાં રહીને જે એક પટ્ટક બનાવેલો એ પટ્ટકની એક કલમ છે. મોટા મહારાજ આ કલમ જોઈ કહે, ‘આ બહુ સારી વાત છે. આપણે એનો અમલ કરવો જોઈએ, અને અમલ શરૂ થયો. આજે તપાગચ્છના તમામ સમુદાયોની અંદર એક બાપજી મહારાજના અને એક અમારા સમુદાયમાં અત્યારે લગભગ એનું પાલન થાય છે. બધા મળે ત્યારે સ્વીકારે તો ખરા જ કે તમારી વાત સાચી છે. પરંતુ આ બાબત સ્વીકારવામાં પણ એક હિંમત જોઈએ છે. જ્યારે અણીશુદ્ધ શ્રદ્ધા થાય છે ત્યારે એનું આચરણ શક્ય બને છે. પણ જો શ્રદ્ધાન અણીશુદ્ધ ન થાય તો માત્ર એનો માનસિક સ્વીકાર થાય, ખરેખરો નહીં. જ્યારે મોટા મહારાજશ્રીએ જે-તે પરંપરાને સાચી રીતે ઓળખ્યા પછી તે શરૂ કરવા માટે કશાની રાહ જોઈ નથી. બીજાઓને સાથે રાખીને પછી આ કરવું એવું વલણ પણ એમણે નથી રાખ્યું. પોતે માંડલીના જોગ આ સ્વરૂપે બરાબર કરાવતા, કાળજી રાખતા. અને સાત માંડલીનાં જે આયંબિલ આવે છે તેમાં પૂરી ચોક્સાઈ રાખતા. શાસનસમ્રાટ પ્રવચનમાળા CO 2010_02 Page #104 -------------------------------------------------------------------------- ________________ આવી બધી બાબતોમાં પોતે એટલા સ્પષ્ટ રહ્યા કે એમના હસ્તક થયેલાં દેરાસરો ને બધાં વિધિવિધાનોમાં પણ શુદ્ધિ આવી. આ જે સિદ્ધચક્રપૂજન અત્યારે ખૂબ જ પ્રચલિત થયું છે એ સૌથી પહેલું ઉદયસૂરિ મહારાજ સાહેબે શોધ્યું અને સંઘમાં પ્રસ્તુત કર્યું. અત્યારની વિજયનીતિસૂરીશ્વરજી લાયબ્રેરી (જે અમદાવાદમાં મહાવીર સ્વામીના દેરાસરની સામે છે ને જેનો વહીવટ ચારુચંદ્ર ભોગીલાલ સંભાળે છે)ના ગ્રંથભંડારમાંથી આ પૂજન વિષયક પોથી મળી. એ પોથીનું પહેલું પાનું અપ્રાપ્ય હતું. ઉદયસૂરિ મહારાજની મુખ્યતામાં ધર્મધુરંધરસૂરિજી મહારાજ (તે વખતે મુનિ ધુરંધરવિજયજી મહારાજ) દ્વારા સં. ૨૦૦૬માં એ પોથી વ્યવસ્થિત કરવામાં આવી અને તે અનુસાર સિદ્ધચક્ર પૂજન સંકલિત કરવામાં આવ્યું અને પછી ભણાવવામાં આવ્યું. અંજનશલાકાનાં વિધિવિધાનઃ . સં. ૧૯૮૯માં કદમ્બગિરિની અંજનશલાકા વિધિવિધાનપૂર્વક કરવાનો મોટા મહારાજશ્રીને વિચાર આવ્યો. આ અંજનશલાકાની પૂર્વતૈયારી ઘણી મોટી હતી. તે વખતે ઉદયસૂરિ મહારાજે અઢારે અભિષેકની ઔષધિઓ ઓળખવા માટે ઘણી બધી મહેનત કરી છે. સકલચંદ્રજી મહારાજની અઢાર અભિષેકની એક પ્રત પ્રચલિત હતી. તેનો આધાર લેવાયો. પહેલાં શ્રીપૂજ્યો, યતિઓ દ્વારા પ્રતિષ્ઠાઓ થતી હતી. એ વખતે પ્રતિમાજીનાં લક્ષણો, પ્રતિમાજીનું માપ વગેરે બાબતોમાં બરાબર ચોક્સાઈ કરવામાં આવતી ન હતી. આજે પણ શ્રીપૂજ્યો દ્વારા પ્રતિષ્ઠિત થયેલાં સંખ્યાબંધ પ્રતિમાજી અનેક ગામોમાં જોવા મળે છે. શિલાલેખમાં ધરણેન્દ્રસૂરિ, દેવેસૂરિ એવાં નામો મળે છે. પ્રતિમાજીનું મુખારવિંદ, એનો ઘાટઘૂટ, એના સંસ્થાન, ગભારો, ગભારાની ઉપર આવતો ભારપટ્ટો, એ ભારપટ્ટાની નીચે પ્રતિમાજીનું સ્થાપન આ બધી બાબતોમાં પૂર્ણ કાળજી લેવાઈ નથી. એ જ રીતે શિખર, શિખર પરની ધજા, ધજા ઉપરના કળશમાં ચૈત્યપુરુષ વગેરે બાબતોમાં જે અતંત્રતા હતી તેને સ્થાને મહારાજ સાહેબના પ્રયત્નોથી ચોક્સાઈભરી શરૂઆત થઈ મહોત્સવ દરમિયાન કુંભસ્થાપન અને દીવો બરાબર રહેવાં જોઈએ. કુંભસ્થાપના તે જમાનામાં માટીના ઘડામાં થતી. માટીના ઘડામાંનું પાણી ઝમ્યા કરે. અને એને લઈને નીચેના ભાગમાં જવારિયા મૂક્યા હોય તે ઊગે. ડાંગરની થેપલી કરી તેના ઉપર કુંભસ્થાપના કરતા અને એ ઝમતા પાણી દ્વારા એ ડાંગરમાંથી પણ અંકુરા ફૂટતા અને જવારિયાઓ આગળ, વધતા. આખો ઘડો ઢંકાઈ જાય એવા જવારિયા ઊગે તો આખો મહોત્સવ સુંદર રીતે પાર પડશે તેવી જાણકારો આગાહી કરતા. કદમ્બગિરિમાં ઔષધિઓને લાવ્યા પછી વિધિવિધાનપૂર્વક પ્રતિષ્ઠા ખૂબ જ ઉલ્લાસ અને ઉમંગભેર સંપન્ન થઈ આ વિધિવિધાન માટે વિદ્યાશાળામાં ભોગીલાલ ગુલાબચંદ દ્વારા વિધિકારકોની એક આખી મંડળી ઊભી થઈ. એમાં માણેકલાલ, વેલચંદ રાયચંદ, ભાઈલાલભાઈ હીરાભાઈ જાદવજી બધા સામેલ હતા અને ખૂબ ચુસ્ત હતા. પ્રાચીન પપાનું પુનર્જીવન: છ ૯૧ 2010_02 Page #105 -------------------------------------------------------------------------- ________________ વિધિકારકોની આચારસંહિતા: ઉદયસૂરિ મહારાજે આ બધા વિધિકારકોને શિખા રાખવા, સંપૂર્ણ રાત્રિભોજન ત્યાગ કરવા, પયુષણ વગેરેમાં પૂર્ણ બ્રહ્મચર્ય પાળવા અંગેની એક આચારસંહિતા વ્યવસ્થિત કરીને આપી. કોઈ વિધિવિધાન હોય તો આગળના દિવસોમાં તેઓ એની ચર્ચા કરતા. દેવીપૂજન કરવું જ જોઈએ એવો ઉદયસૂરિ મહારાજનો આગ્રહ રહેતો. આજે તો પોતાની મેળે બની બેઠેલા કેટલાયે વિધિકારકો કોઈ અધિષ્ઠાયક દેવ કે દેવીની પ્રતિષ્ઠા વખતે, અગાઉ દેવીપૂજન કર્યા વિના જ એમને પધરાવી દે છે. પણ તે યોગ્ય નથી. જે દેવને પ્રતિષ્ઠિત કરવાના હોય તે દેવને સમાંતર બધા દેવને બોલાવીને, તેમને યોગ્ય આહુતિ આપીને, તેમને પ્રિય એવાં વસ્ત્રો અર્પણ કરીને પછી જ એમને બિરાજમાન કરવાના. દેવ-દેવી પ્રત્યેના આવા આદર અને બહુમાનને કારણે દેરાસરોમાં ઉજાસ દેખાય છે. મહારાજ સાહેબનો પ્રભાવ જ એવો કે માત્ર દષ્ટિપાત જે બિંબો ઉપર થયો છે એવાં બિંબો જે-જે ગામોમાં ગયાં છે ત્યાં આબાદી અને જાહોજલાલી આજે પણ જોવા મળે છે. વિધિવિધાનપૂર્વક થયેલા પ્રતિમા–અંજનનો પ્રભાવ: દોલતનગર, બોરીવલીમાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. દોલતનગરની સ્થાપના થઈ સં. ૨૦૧૦માં. તે પછી તેની ઉત્તરોત્તર આબાદી થઈ છે. ત્યાંનો રહેવાસી સિંધી હોય તો પણ શંખેશ્વર પાર્શ્વનાથનાં દર્શન કરીને જ કામે જાય છે. આ પ્રભાવ અંગે અમૃતસૂરિજી મહારાજ કહેતા હતા કે શાસનસમ્રાટશ્રીએ એ જિનબિંબનું અંજન કરેલું છે. વ્યક્તિ ચાલી જાય છે, શક્તિ ચિરકાળ જયવંતી વર્તે છે. આપણે ઘણી વાર વ્યક્તિની પાછળ પડીએ છીએ, પણ ના, વ્યક્તિએ પોતાની શક્તિ આવી રીતે ક્યાંક સ્થાપન કરેલી હોય છે, અને એ શક્તિ સ્વયંસર્જન કરતી હોય છે, એ જાગ્રત બનેલી હોય છે. કદંબગિરિમાં ૧૯૮૯માં જે દિવસે અંજનશલાકા હતી એ રાત્રે તોફાન થયું. આ એક જ વખત - પહેલી કે છેલ્લી વખત મહારાજ સાહેબની નિશ્રામાં થતાં કામોમાં આવેલું વિન છે અને તે પણ શ્રી નમિનાથ પ્રભુના ધ્યાનથી દૂર થયું હતું. એ પછી કોઈપણ મહોત્સવ - નાનો કે મોટો – વિના વિને ઠાઠમાઠથી પાર પડ્યો છે. - રોહીશાળાના મહોત્સવ વેળાએ ખાંડ મળતી નહોતી. હજારો માણસોને જમાડવા શી રીતે? ત્યારે માત્ર સામાન્ય બુદ્ધિના બળથી એ પ્રશ્ન સહેલાઈથી ઉકલ્યો હતો. ખાંડ પર પ્રતિબંધ છે પણ સાકર તો મળે છે ને ! તો સાકર લઈ આવો.' કદંબગિરિની પ્રતિષ્ઠાનો જ એક પ્રસંગ છે. મોટા મંડપો બાંધ્યા છે. ઘણું માણસ આવી રહ્યું છે. ફાગણ મહિનો. ઉનાળાના દિવસો. પાણી વગર ચાલે નહિ. રસોઈમાં, પીવામાં, નહાવા-ધોવામાં, ઉપયોગ માટે પાણી તો જોઈએ. તો આટલું બધું પાણી લાવવું ક્યાંથી ? સાવ પથરાળ ને ડુંગરાળ પ્રદેશ. રસ્તામાં આવતા એક વોકળા પાસેની નાની વાવ, એ આખાયે મહોત્સવ દરમિયાન એ વાવનું પાણી જ કામ લાગ્યું. કદી પણ ખૂટ્યું જ નહિ. - પૂજ્યપાદ નંદનસૂરિજી મહારાજે કદમ્બગિરિનું સ્તોત્ર બનાવ્યું છે એમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. એક શ્લોકમાં આ વાવને ખાસ નોધી છે. વાવને ધન્ય ગણી છે અને એને માટે પુળ્યા વાપી એવો શબ્દ વાપર્યો છે. એ વાવમાંથી મહોત્સવ ટાણે બાર દિવસ સુધી પાણી વપરાયું હતું. શાસનસમ્રાટ પ્રવચનમાળા ૯૨ 2010_02 Page #106 -------------------------------------------------------------------------- ________________ કદંબગિરિનું બોતેર જિનાલય અને મૂળનાયક: આ કદંબગિરિના નીચેના ભાગમાં બોતેર જિનાલય છે. એના મૂળનાયક મહાવીરસ્વામી ભગવાન. કરમચંદભાઈની દીકરી પુંજીબહેને પોતાના સાચા ભાવથી આ ભગવાન ત્યાં બિરાજમાન કર્યા છે. મહારાજ સાહેબનો આગ્રહ એવો હતો કે પ્રાચીન જિનબિંબ જ લાવવું. પોતે વિહારમાં હતા ત્યારે શંખલપુરમાં મહાવીરસ્વામી ભગવાનનું એક સુંદર બિંબ જોયેલું. એટલે એમણે અમરચંદભાઈ અને વીરચંદભાઈને કહ્યું કે, ‘તમે શંખલપુર જાઓ અને મહાવીરસ્વામી ભગવાનની માગણી સંઘ પાસે કરો. જે પ્રતિમાજી આપે તો લઈ આવો.” એ લોકો ગયા. બે દિવસ ત્યાં રહ્યા. સારી રીતે વાત કરી. વાત સ્વીકારાઈ પણ ખરી. પણ છેલ્લા દિવસે એક ભાઈએ મન ના બતાવ્યું. તેઓ પ્રતિમાજી વિના જ પાછા ફર્યા.. તે પછી તો શંખલપુરના શ્રાવકોએ – સંઘે એક આખું વેગન ભરીને પરિકરો આપ્યાં. આજે પણ એમાંનાં કેટલાંય પરિકરો કદંબગિરિમાં છે. મહારાજ સાહેબે નછૂટકે નવા મહાવીરસ્વામી ભગવાન ભરાવ્યા અને પધરાવ્યા. જોકે એમાં પણ સુંદર વેલ કરી છે, જે પ્રાચીન પરંપરા-આધારિત છે. આ મહાવીરસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા જે થઈ તે પ્રસંગની વાત આપણે હમણાં કરી. મહારાજ સાહેબની પ્રેરણાથી શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીની સ્થાપના થઈ. રોહીશાળા થયું. કદમ્બગિરિ થયું. પછી વલભીપુર પણ તીર્થરૂપે પ્રતિષ્ઠિત કર્યું. તે વખતે ખરતરગચ્છ, અંચલગચ્છ વગેરે ગચ્છો બહુ સજીવ ન હતા. પણ આવતી કાલે કદાચ તેઓ આવે અને અહીં રખેને પોતાનો હક-દાવો લગાવે એ દૂરંદેશીથી ત્યાંના તમામ શિલાલેખોમાં, તમામ સ્થાનોમાં ‘તપાગચ્છીય' શબ્દ ખાસ વાપર્યો છે. જેમ કે ‘તપાગચ્છીય શેઠ જિનદાસ ધર્મદાસની પેઢી.” કદમ્બગિરિની પ્રતિષ્ઠામાં ઊભો થયેલો અવજોગ અને એનું શમનઃ કદમ્બગિરિની પ્રતિષ્ઠા સમયે રાતના જે વાવાઝોડું આવ્યું તે એવું તીવ્ર હતું કે બધા મંડપો ઊંચા થઈ ગયા. ત્યારે મહારાજ સાહેબે ઉદયસૂરિ મહારાજને, નંદનસૂરિ મહારાજને જગાડીને મોકલ્યા. ફૂલંચદ છગનલાલ તે વખતે મહારાજ સાહેબના ખાસ સમર્પિત શ્રાવક. એમને કહ્યું, ‘જોઈ આવો કે કોણ ક્યાં છે? ને શું ચાલે છે? પછી મહારાજ સાહેબ ઉદયસૂરિ મહારાજને પૂછે છે કે, “આવો કોઈ અવજોગ હતો ?” ઉદયસરિ મહારાજ કહે, ‘હા સાહેબ, આવો એક અવજોગ હતો. અને હજુ પ-૩૦ વાગ્યે પરોઢિયે એ આવવાનો છે.” અવજોગ એટલે મુહૂતની અંદર થોડી ક્ષતિ. આવી ક્ષતિઓ વખતે આગ, વાવાઝોડું વગેરે પ્રસંગો બનતા હોય છે. આવું કીધા પછી મહારાજ સાહેબ શ્રી નમિનાથ ભગવાનનાં ધ્યાનમાં બેસી ગયા. બનેલું એવું કે એક વાર લલ્લું રાયજીની બોડિગ (એલ. આર. બોર્ડિંગ)ની અંદર મૂળનાયક તરીકે શ્રી નમિનાથ પરમાત્મા બિરાજમાન કરવાના હતા. એ માટે વાલમ તીર્થથી એ પ્રતિમાજી લાવવામાં આવ્યાં. લાવ્યા પછી જ્યારે ગભારામાં દાખલ કરવા માટે હાથમાં લીધાં ત્યારે ખ્યાલ આવ્યો કે આ પ્રભુજી માટે ગભારો નાનો છે. બધાએ વિચાર્યું કે પ્રતિમાજી અહીંયાં તો સ્થાપન નહિ થઈ શકે. તે વખતે મોટા મહારાજ સાહેબે કહ્યું કે, પ્રભુજી અમને આપો. અમે એમને સારી જગાએ બિરાજમાન કરીશું. તે વખતે હાજર રહેલા શ્રેષ્ઠીઓએ પ્રાચીન પરંપરાનું પુનર્જીવન : ૯ 3. 2010_02 Page #107 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ૯૪ 2010_02 ખુશીથી હા પાડી. એ વખતથી જ એ પ્રતિમાજી મહારાજ સાહેબના મનમાં વસી ગયેલાં હતાં. ત્યારે એમણે મનોમન વિચારેલું કે આ પ્રતિમાજી કદમ્બગિરિમાં બિરાજમાન કરીશું. ભાવ કરીને પ્રતિમાજી કદમ્બગિરિમાં લાવ્યા. મૂર્તિને એક સુંદર દેરીમાં બિરાજમાન કરવાનું નક્કી થયું. પણ આ નિર્ણય લેતાં, મૂળનાયક તરીકે બિરાજમાન કરવાની વાત વીસરાઈ ગઈ. જ્યારે વાવાઝોડાનો પ્રસંગ બન્યો ત્યારે મહારાજ સાહેબે આત્મચિંતન કર્યું અને ધ્યાનમાં બેઠા ત્યારે એમને લાગ્યું કે કશીક સર છે, નહિ તો આમ બને જ નહીં. વિધિવિધાન, મુહૂર્ત અને અન્ય બધી જ બાબતો સાચવવામાં આવી છે, એકેમાં કસર નથી. મહારાજ સાહેબને થયું આ બધી બાબતો સચવાઈ હોવા છતાં આ બન્યું કેમ ? વિચારણામાં ઊંડાં જતાં એકદમ ઝબકારો થયો કે અહીં નમિનાથ પરમાત્માને લાવ્યા છીએ મૂળનાયક તરીકે બિરાજમાન કરવા અને આપણે તો અહીં એમને એક દેરીમાં બિરાજમાન કરીએ છીએ. આ આપણી ભૂલ છે. તે ને તે સમયે એમણે ક્ષમા માગી. પુનઃપ્રાર્થના કરી, ‘આપનું સ્વતંત્ર જિનાલય બંધાવીને આપને બિરાજમાન કરીશું.’ અને જે ક્ષણે મોટા મહારાજે મનોમન આ પ્રાર્થના કરી તે જ ક્ષણે સમગ્ર તોફાન શાંત થઈ ગયું. સમાચાર આવ્યા, ‘સાહેબ, બધું વ્યવસ્થિત થઈ ગયું છે.’ મહાહાજ સાહેબે કોઈને પણ તે વખતે આ વાત કહી નથી. એ તો બહુ પાછળથી જાણવા મળી. આજે પણ કદમ્બગિરિમાં મૂળનાયકના જિનાલયની ઉપરના ભાગમાં કદમ્બ ગણધરનાં જે પગથિયાં છે ત્યાં જઈએ ત્યારે ડાબી બાજુ જે છેલ્લું દેરાસર છે તે આ શ્રી નમિનાથ ભગવાનનું છે. દેરાસર આટલે ઉપર હોવા છતાં પણ અત્યારે પણ દેરાસરમાં જેવા જઈને બેસો કે તરત એક આહ્લાદક શાંતિનો અનુભવ થાય છે. એ આખાય સંકુલનું રક્ષણ કરનાર તત્ત્વ હોય તો આ ભગવાન છે. આ આખા દેરાસરનો લાભ શેઠ માણેકલાલ ચુનીલાલે લીધેલો. તે ઉપરાંત ત્યાં ઉદયસૂરિ જ્ઞાનશાળા, પોપટલાલ ધારશીનો ઉપાશ્રય, માણેકલાલ ચુનીલાલની સાત ઓરડાની ધર્મશાળા બન્યાં છે. મહારાજ સાહેબના આ મંડાણથી કદમ્બગિરિ જંગલમાં મંગલ બન્યું છે. નવપદજીની ઓળીની પરંપરા નવપદજીની ઓળીની પરંપરા પણ મહારાજ સાહેબે શરૂ કરી. મનસુખભાઈ ભગુભાઈ, માણેકલાલ મનસુખલાલ દ્વારા આ નવપદજીની ઓળી કરાવાતી. જ્યાં સુધી સિદ્ધચક્રપૂજનની વિધિની પ્રત નહોતી મળી તેવે સમયે મહારાજ સાહેબે માત્ર નવપદજીનું પૂજન તળેટીની અંદર પાલિતાણામાં સૌથી પહેલું ભણાવ્યું હતું. પછી પાંજરાપોળની જ્ઞાનશાળામાં સં. ૨૦૦૭માં માકુભાઈએ ઉદયસૂરિ મહારાજ વગેરે આચાર્યભગવતોની નિશ્રામાં સિદ્ધચક્રપૂજન ભણાવેલું. એ વખતે જેટલા વર્ણના પદ છે એટલા વર્ણવાળાં રત્નો મૂકીને માકુભાઈએ પૂજા કરેલી. મદ્રાસમાં રહેતા એક કેવળવિજયજી મહારાજે તે વખતે અનેક મહારાજ સાહેબોને પૂછી જોયા પછી ધુરંધરસૂરિ મહારાજને પુછાવ્યું હતું કે પ્રતિમાજી-વિસર્જનની વિધિ આપની પાસે હોય તો લખીને મોકલો. એ વખતે મહારાજ સાહેબ પાસે એ વિધિ હતી. એનાં ૧૯ Page #108 -------------------------------------------------------------------------- ________________ જેટલાં પાનાં હોવા છતાં, કોઈપણ સાધુ મહારાજ કે શ્રાવકને ઉતારો કરવાને આપવાને બદલે ધુરંધરસૂરિ મહારાજે પોતે લખીને એમને એ વિધિ મોકલી આપેલી. એ પછી સામેથી જે વળતો પત્ર આવેલો તે મેં વાંચેલો. કેવળવિજયજી એટલે મૂળ પૂનાના મોતીચંદ લાધાજી. પરમ અભ્યાસી. સંસ્કૃતમાં એમનું પ્રભુત્વ. છેલ્લાં વર્ષો સુધી અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરતાં આવા સાધુને પણ આ વિધિ મેળવવા માટેનો પ્રયાસ કરતાં લાગ્યું કે નેમિસૂરિ મહારાજના સમુદાયમાં આનો સ્રોત હોવો જોઈએ. મે એ સમયે ધુરંધરસૂરિ મહારાજને પૂછેલું કે, “આ સવારથી શું લખ્યા કરો છો ? તો કહે, કેવળવિજયજીનો કાગળ આવ્યો છે. એમની માગણીને આપણે સંતોષવી જોઈએ. મોટા મહારાજ સાહેબના સમુદાયની જે પ્રતિષ્ઠા જામેલી છે એ આપણે ટકાવવી જોઈએ. ગમે તેને ઉતારવા આપીએ તો હૃસ્વ ઈ - દીર્ઘઈની ભૂલો થાય, જોડણી ખોટી લખાય તો સમગ્ર વિધિની ખોટી પરંપરા શરૂ થઈ જાય. એવું ન જ ચાલે. માટે મેં સંપૂર્ણ લખવાનું નક્કી કર્યું છે.” અત્યારે પણ સૂરિમંત્રના પાંચ પ્રસ્થાનની આરાધના કરનારા કેટલાય એવા આત્માઓ છે જે આવીને આ અશોકચંદ્રસૂરિજી મહારાજની પાસે બે બે કલાક બેસતા હતા. આમ તો સૂરિમંત્ર કલ્પસંદોહ ભાગ-૧-૨ છપાઈ ગયા છે. પરંતુ વાસ્તવમાં શું કરવાનું, કેવી રીતે કરવાનું આ અંગેની બધી માહિતી આમ્નાય અહીં અધિકારપૂર્વક મળશે એવો એમને વિશ્વાસ, આવી છાપ આ સમુદાય અંગે શ્રીસંઘમાં છે એની પાછળનું કારણ એ છે કે મહારાજ સાહેબે પ્રાચીન પરંપરાઓ બરાબર જાળવી છે. ઉસ્માનપુરા-અમદાવાદના જિનાલયની પ્રતિષ્ઠા અને વડી દીક્ષાનું વિધિવિધાનઃ વિ.સં. ૨૦૧૩ની વાત. ઉસ્માનપુરા-અમદાવાદના સંભવનાથની પ્રતિષ્ઠા કરવાનો વિચાર શ્રીસંઘને જયારે આવ્યો ત્યારે એ પ્રતિષ્ઠા પૂજય ઉદયસૂરિ મહારાજની પાસે જ કરાવવી છે એવો એમનો સંકલ્પ. નવસારીના વીરચંદ નાગજી સંઘના મુખ્ય આગેવાન, એમણે મહારાજ સાહેબને વિનંતી કરી. ઉદયસૂરિ મહારાજે તે વખતે ડોળીમાં બેસવાનું શરૂ કર્યું ન હતું. તેઓ ધીરે ધીરે વિહાર કરીને ઉસ્માનપુરા પધાર્યા. અહીં આવીને એમને ખબર પડી કે વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ તબિયતની પ્રતિકૂળતાને કારણે પોતાના શિષ્યોની સાથે દેરાસરની બાજુમાં આવેલી કર્ણાવતી સોસાયટીમાં બિરાજમાન છે, અને તબિયતના કારણે હજી અહીં જ રોકાવા માગે છે. ઉદયસૂરિ મહારાજે ઉદારતાથી એમને સંદેશો કહેવડાવ્યો કે, ‘તમારે અહીં માત્ર રહેવાનું જ નથી પણ પ્રતિષ્ઠામાં સંપૂર્ણ હાજરી પણ આપવાની છે. ” આ એમની ઉદારતા. શ્રી ઉદયસૂરિ મહારાજ આદિ અમે બધા કોલસાવાળાના બંગલામાં રોકાયેલા. એમની સાથે અમે લગભગ ૩૦-૩૫ થાણાં. એ જ રીતે શ્રી પ્રેમસૂરિજી મહારાજ અને તેમનાં લગભગ ૪૦-૪૫ થાણાં. શ્રી પ્રેમસૂરિજી મહારાજના સમુદાયના એક સાધુ મહારાજની વડીદીક્ષા હતી. એ વડીદીક્ષામાં એમણે ઉદયસૂરિ મહારાજને આગ્રહ કરીને બોલાવ્યા. એમને કહ્યું કે “આપે બિરાજમાન રહેવાનું છે. અને આપે જ બધી વિધિ કરવાની છે. અમને આપનું વિધિવિધાન જોવાનો ક્યારેય અવસર મળ્યો નથી. અને સાંભળવા મળ્યું છે કે આપ શુદ્ધ પ્રાચીન પરંપરાને પુનર્જીવન : ૭ ૯૫ 2010_02 Page #109 -------------------------------------------------------------------------- ________________ વિધિવિધાન કરાવો છો.” અને બધી જ વિધિ પ્રેમસૂરીશ્વરજી મહારાજના વિશાળ સમુદાયની ઉપસ્થિતિમાં ઉદયસૂરિ મહારાજે કરાવી. એ સમુદાયના સૌ બારીકાઈથી તુલના કરતા ગયા. એમને જણાયું કે દીક્ષા નિમિત્તેની ઘણી ક્રિયાઓ તો પોતાના સમુદાયમાં કરાવાતી જ નહોતી. તેઓ એટલા બધા પ્રભાવિત થઈ ગયા અને તેમને લાગ્યું કે ખરેખર, આજે કોઈ વિધિ થઈ રહી છે. એક નાની દીક્ષામાંથી વડી દીક્ષામાં મહાવ્રતોનું વિધિપુરઃસર થતું આરોપણ આજે તેમણે નિહાળ્યું. આવી કક્ષાના માણસો જ્યારે આ ચીજનો મહિમા સમજી શકે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ બધી વિધિઓને સાચવી રાખવી એ કેટલી જરૂરી છે ! શુદ્ધ વિધિવિધાનપૂર્વક પ્રતિષ્ઠા-મહોત્સવ થાય, યોગ્ય મુહૂર્ત નીકળે, યોગ્ય નિશ્રા સાંપડે – એ બધાનો જ્યાં મેળ પડે છે ત્યાં વર્ષો સુધી આનંદમંગળ પ્રવર્તે છે. આ રીતે મહારાજ સાહેબ પોતાના જીવનમાં અનેક પરંપરાઓને પુનઃજીવિત કરીને આપણા સુધી એનો તંતુ લંબાવતા ગયા છે. આવી જ બીજી કેટલીય વાતો આપણે આગળ ઉપર જોઈશું. અગ્રે અધિકાર.. શાસનસમ્રાટ પ્રવચનમાળા ૯૬ 2010_02 Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રવઠા અજોડ વ્યક્તિત્વ (તા. ૧૫-૧૧-૯૮). આપણા અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને મન, વચન અને કાયાથી જેઓ સમર્પિત થાય છે તેઓના જીવનમાં કેવું તેજ, બળ અને અત્યંતર ઐશ્વર્ય પ્રગટે છે એનાં નજીકમાં થઈ ગયેલાં ઉદાહરણોમાં પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીનું ઉદાહરણ મોખરે છે. જે આપણે જોઈ રહ્યા છીએ. જગર હીરવિજયસૂરીશ્વરજી મહારાજ, વિજયસેનસૂરીશ્વરજી મહારાજ, વિજયસિંહસૂરિ મહારાજ વગેરે પુણ્યવંત હતા. પણ તે પછીનો એક ગાળો એવો આવ્યો કે અત્યારે લગભગ જેવું અંધારું છવાઈ ગયું છે તેના કરતાંયે વધુ ગાઢ અંધારું તે વખતે છવાયેલું હતું. કેટલાયે ધર્મપ્રેમી, શાસનરાગી આત્માઓ ચિંતા કરતા હતા અને જયારે તેમનું પ્રભાવક વ્યક્તિત્વ જાણવામાં આવ્યું ત્યારે બધા તેમનાં ચરણોમાં ગયા. કોઈએ એમની આચાર્યપદવીનો વિરોધ તો નથી જ કર્યો પણ સામે ચાલીને, આ કામ તમારી પાસે જ થાય એમ સાધુ ભગવંતોએ ભલામણ કરી છે. આ બધાના મૂળમાં ક્યાં તત્ત્વો છે તે આપણે યથાશક્તિ અને યથામતિ વીતેલા સાત દિવસોમાં તપાસતા આવ્યા છીએ. અજૉડ વ્યકિતત્વ : ૮ CO 2010 02 Page #111 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિત્વ ઘડતર અને પૂર્વભવના સંસ્કાર : | મુખ્યત્વે આપણને તેમના પૂર્વભવના ગાઢ સંસ્કારો જોવા મળ્યા છે. કારણ કે જે સંસ્કારના સગડ આ જીવનમાં દેખાતા ન હોય ત્યારે એની કલ્પના પૂર્વભવ અંગે કરવી એ જ વાજબી લાગે છે. આ બધું તેઓ ક્યાં શીખીને આવ્યા? આ નીડરતા એમનામાં ક્યાંથી આવી ? આ પ્રસંગોપાત્ત પ્રત્યુત્પમતિ આવી તે ક્યાંથી આવી ? પંજાબી દાનવિજયજી પાસે જે શાસ્ત્રાભ્યાસ કર્યો. માત્ર એના દ્વારા આ ચીજ ન આવે; એ તો કોઈ આગવી ચીજ છે. અને તે જેને-તેને મળતી નથી. આ કુદરતની ભેટ ક્યારેક કોઈ માણસ ભરબપોરની જેમ મધરાતે જાગતો હોય અને પ્રાપ્ત કરી લે તેવી રીતે પ્રાપ્ત થઈ છે એના કેટલાક મહત્ત્વના અંશો આજે આપણે જોવા છે. શાસનસમ્રાટ' બિરુદ મળ્યું તેવો પ્રસંગ તેઓને જે શાસનસમ્રાટના બિરુદથી ઓળખવામાં આવે છે તે કોઈ એક વ્યક્તિ કે અનુયાયીની ઈચ્છાથી નહીં, પણ પ્રસંગ દ્વારા વિશેષણ પ્રાપ્ત થતાં હોય છે એ ન્યાયે એવો એક પ્રસંગ શ્રી સંઘમાં ઉપસ્થિત થયો. વિ.સં. ૧૯૮૧-૮૨માં શત્રુંજય તીર્થ ઉપરના જૂના કરારની સમયમર્યાદા પૂરી થતી હતી અને મુંડકાવેરો દાખલ કરવાની પેરવી ચાલતી હતી તે વખતે મહારાજ સાહેબ શ્રી આ. ક. પેઢીના વહીવટદારોની સાથે મસલત કરીને ઘણી લાંબી ચર્ચાવિચારણાના અંતે તેઓએ એક વિચાર આપ્યો કે મુંડકાવેરાના વિરોધમાં આપણે સકલ શ્રી સંઘને એવું એક એલાન આપીએ કે સિદ્ધગિરિરાજની યાત્રા કરવા માટે ત્યારે જ યાત્રિકોએ આવવું કે જ્યારે મુંડકાવેરો રદ થઈ ગયો હોય. ભલે ગમે તેટલો સમય આના માટે વીતે ત્યાં સુધી કોઈએ યાત્રા કરવા માટે આવવું નહીં. અને ૧લી એપ્રિલ ૧૯૨૯થી આ અસહકાર આંદોલન શરૂ થયું તે બે વર્ષ જેટલા લાંબા ગાળા સુધી ચાલ્યું અને શ્રી સંઘે આ રીતે એલાનને જબરજસ્ત રીતે સફળ બનાવ્યું. અને એ દિવસો દરમિયાન એક પણ યાત્રિક યાત્રા કરવા માટે ન આવ્યો. અને આ રીતે છેવટે જ્યારે બે વર્ષ જેવા લાંબા ગાળાના અંતે દરબાર સાથે સમાધાન થયું તે પછી જ યાત્રા શરૂ થઈ. આ પ્રસંગ વખતે સંઘે જે રીતે આ આજ્ઞાને શિરોધાર્ય ગણીને સંપૂર્ણ અમલ કર્યો ત્યારે લોકો મહારાજસાહેબને માટે આ શબ્દ - વિશેષણ શાસન સમ્રાટ’ વાપરવા લાગ્યા. સમગ્ર શ્રી સંઘ ઉપર આવી પકડ અને આવું વર્ચસ્વ અન્યનું જોવા-સાંભાળવા મળતું નથી. આવા સકલ શ્રી સંઘને સ્પર્શતાં અનેક કાર્યો તેઓના જીવનમાં જોવા મળે છે. પડકાર સામે ન દીનતા, નપલાયનવૃત્તિ: - જ્ઞાનક્ષેત્ર, તીર્થક્ષેત્ર, વિદ્યાનું ક્ષેત્ર, વિધિવિધાનનું ક્ષેત્ર - આ બધાં એમનાં કાર્યક્ષેત્રો આપણે અવારનવાર જોયાં. એમના ૪૧ વર્ષના દીર્ઘ કહી શકાય તેવા સૂરિપદપર્યાય (સં. ૧૯૬૪ થી ૨00૫)માં શાસનમાં અને સંઘમાં જે-જે પડકારો આવ્યા તે ઝીલવામાં ન એમણે દીનતા દાખવી છે, ન પલાયનવૃત્તિ સ્વીકારી છે. તેઓ હંમેશાં સામી છાતીએ ગયા છે અને એનો મુકાબલો કર્યો છે. અને સફળતાને વર્યા છે. શિવજી-લાલનઃ શિવજી-લાલન કરીને કચ્છના બે મિત્રો હતા. શિવજી જુદા છે, લાલન જુદા છે. પણ એટલા બધા ગાઢ ગુરુશિષ્યવત રહેલા એટલે નામ ભેગું બોલાતું. લાલન એક અટક છે, શાસનસમ્રાટ પ્રવચનમાળા ૯૮ 2010_02 Page #112 -------------------------------------------------------------------------- ________________ શિવજી નામ છે. શિવજીભાઈને તો અમે જોયેલા. સં. ૨૦૧જું ચોમાસું ભાવનગરમાં થયું ત્યારે સૌરાષ્ટકેશરી ભુવનવિજયજી મહારાજનાં પ્રવચનો ચાલતાં હતાં. ત્યાં શિવજીભાઈ એ સાંભળવા આવતા. ઉત્તરવયમાં તો પોતે સાવ ઠંડા થઈ ગયા હતા. લાલનભાઈ પહેલાં સ્વર્ગવાસી થયેલા. તે ખૂબ જ મહત્ત્વાકાંક્ષી માણસ. શક્તિ તો દુનિયામાં બધાને મળે છે પણ જોવાનું એ હોય કે એનો સદુપયોગ થાય છે કે દુરુપયોગ. શક્તિ શસ્ત્ર જેવી હોય છે. પરંતુ સાચા આત્માર્થી માણસો કદી પણ તેનાથી અંજતા નથી. ને કદાચ પોતાનામાં આ શક્તિ ન દેખાય તેથી અકળાતા પણ નથી. શક્તિનું મૂલ્ય કશું જ નથી, ને હોય તો તે સામાજિક મૂલ્ય છે. એ પુણ્ય-આધારિત મૂલ્ય છે. એ ક્યારેક દેખાય ત્યારે માણસ ફૂલે પુજાતો હોય છે અને પછી એ જ માણસ કણસતો પણ હોય છે. આત્મા માણસો કદી એની સ્પૃહો પણ કરતા નથી, આદર પણ કરતા નથી, ફક્ત જોતા હોય છે કે શક્તિ છે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે. શિવજી-લાલન કચ્છ-કોડાયની જ્ઞાનશાળાના વિદ્યાર્થીઓ, મનસુખભાઈ કરીને એક મુખ્ય પંડિત હતા. તે ખૂબ જ ઊંડા અભ્યાસી અને પ્રાકૃતમાં પારંગત. જ્ઞાનપ્રેમી હોવાને કારણે તેમણે કોડાયમાં આ જ્ઞાનશાળા શરૂ કરેલી. અને કચ્છમાં ગયા ત્યારે જ્ઞાનશાળાના ભંડારનાં ખૂબ વખાણ સાંભળેલાં. ખાસ તો અમારે જ્ઞાનશાળા અને ભંડારમાંના ગ્રંથો જોવા હતા. એ જોયા પછી રોકાયા અને તેમાં ઊંડા ઊતર્યા કે આના સ્થાપક કોણ. કચ્છ-કોડાયનું જ્ઞાનાલય: જેમ જિનાલય હોય છે તેમ જ આ જ્ઞાનાલય બનાવેલું છે. ઉપરથી શિખરબંધ, અંદર ગભારો, ગભારામાં પબાસણ, એના પર સુખડનો મોટો સાપડો, સાપડા ઉપર આગમગ્રંથ. ત્યાં પ્રત્યેક વિદ્યાર્થીએ જઈ ખમાસમણ દેવાનું અને જ્ઞાનનું ચૈત્યવંદન કરવાનું. લાલનની સ્વમાન્યતાના પ્રચારનો ખુલ્લો વિરોધ: કેટલાય સાધુઓ અહીં ભણેલા. અજરામરજી મહારાજની પરંપરાના પૂનમચંદજી મહારાજ (જે પોતે સ્થાનકવાસી) અહીં ભણેલા. લાલને ત્યાં વિદ્વત્તા પ્રાપ્ત કર્યા પછી વકતૃત્વકળામાં પારંગત થયા. આ લાલને પોતાની ચારે બાજુ એવો પ્રચાર કરેલો કે હું પચીસમો તીર્થકર છું. ને આવું માનનારા પણ મળી આવ્યા. એમનો એટલો બધો અનુયાયીવર્ગ ભેગો થઈ ગયો કે સિદ્ધગિરિ ઉપર રાયણવૃક્ષની છાંય નીચે પાટ ઉપર જઈને તે બેઠા અને લોકોએ એમની પ્રદક્ષિણા લીધી અને ખમાસણાં દીધાં. એમની બિરદાવલિ બોલવામાં આવી. જેવા આ સમાચાર પૂજ્યપાદશીને મળ્યા કે તરત જ બોટાદ ખાતે બિરાજમાન એમણે આનો સખત શબ્દોમાં વિરોધ કર્યો. એમણે સહેજ પણ ડઘાયા કે ડય વિના કહ્યું કે આ ખોટું થઈ રહ્યું છે. આ કાળમાં કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને તીર્થકર તરીકે ગણાવી જ ના શકે. તીર્થકર કેવા હોય, તેમનાં કલ્યાણકો કેવાં થાય, તેમના અતિશયો કેવા હોય એ બહું મોટી સભામાં એમણે વારંવાર કહ્યું. ચારેબાજુ આ વાત પ્રસરતી ગઈ. લોકોએ કહ્યું, “હવે અમારે શુ કરવું? એનો જવાબ એ હતો કે ‘લાલનને સંઘ બહાર મૂકી દો.” અલબત્ત, લાલન અંચલગચ્છના હતા. મહારાજ સાહેબે નીડરતાપૂર્વક જે પગલું ભર્યું એનાથી લાલન થથરી ગયા. તે શિહોર પાસેના મઢડા ગામે આવી ગયા. ત્યાં શિવજીભાઈનો આશ્રમ હતો. લાલનને થઈ ગયું કે આ અજીડ વ્યક્તિત્વઃ ૮ 2010_02 Page #113 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ૧૪૪ 2010_02 માણસ મને ઉખેડીને ફેંકી દેશે. સમાજમાં મારે મોઢું નહિ બતાવી શકાય. એટલે એક વાર મહારાજ સાહેબ પાસે પોતે આવી એમની પ્રદક્ષિણા કરવા લાગ્યા. ચાલુ ભાષામાં કહીએ તો ખુશામત કરવા માટેની તે વર્તણૂક હતી. મહારાજ સાહેબે તે જ વખતે તેને બેસાડ્યા અને મોઢામોઢ કહી સંભળાવ્યું, ‘કયા સ્વરૂપે તમે આ કરી રહ્યા છો ?’ મહારાજ સાહેબ જે કંઈ બોલ્યા તે લાલન ચૂપચાપ અડધો કલાક સાંભળી રહ્યા. માત્ર ‘હા’ કે ‘ના’માં જ જવાબ. પછી ઊભા થઈ એમ ને એમ નીકળી ગયા. લાલન ગુનેગાર હતા ને તેમને એમના ગુનાનો અહેસાસ થયો હતો. જોકે આના કરતાં પણ વધુ મોટા ગુના કરનારા, જેમ જેમ કાળ નીકળે છે તેમ તેમ વધતા જ જાય છે. પણ આજે મહારાજ સાહેબ જેવું વ્યક્તિત્વ નથી જે આવા ગુનેગારોને પડકારી શકે, અને બોલાયેલું વાક્ય એને વીંધી શકે. પ્રસાર જુદી ચીજ છે, ઊંડાણ જુદી ચીજ છે. આજે ફેલાવો વધ્યો છે પરંતુ તેજ ક્યાં છે ? બળ ક્યાં છે ? પ્રભાવ ક્યાં છે ? બધા ઝબકારા ક્ષણિક થઈને રહી જાય છે. પી.એલ. વૈદ્ય : સત્યના બળ સામે અસત્ ઓગળ્યું : સં. ૧૯૯૯માં મહારાજ સાહેબ રોહીશાળા પધારેલા. તે વખતે એક પી. એલ. વૈધ જે પૂનાના ગૃહસ્થ હતા તે એમને મળવા આવેલા. આ પી. એલ. વૈદ્યને આપણે તિથિવિવાદમાં લવાદ તરીકે નક્કી કરેલા હતા. તે પોતે ઉચ્ચ કોટિના બ્રાહ્મણ. એમણે આપેલો ચુકાદો આપણે માન્ય ન કર્યો. કેમ માન્ય ન કર્યો એનાં કારણો પણ આપ્યાં. સાગરજી મહારાજ પણ આ પ્રતિભાવમાં સંમત થયા. કસ્તુરભાઈ શેઠ પણ સંમત થયા. અને આમ આખો ચુકાદો ઊડી ગયો. ચુકાદો માન્ય ન રાખવાનું મુખ્ય કારણ એ હતું કે આખો ચુકાદો કોઈ બીજા માણસે ઘડી આપ્યો હતો. એની જે પારિભાષિક શબ્દાવલી હતી તે કદીયે બ્રાહ્મણના ખ્યાલમાંયે ન હોય. વળી, પાછળથી ખબર પણ પડેલી કે આ માણસને ફોડી નાખવામાં આવ્યો છે વગેરે વગેરે. પેલા પી. એલ. વૈદ્યના મનમાં એમ જ હતું કે હું સાચો જ છું ને મને ખોટી રીતે ચીતરવામાં આવ્યો છે. એટલે એણે પણ બરાબર તપાસ કરાવી કે પોતાની જે અપકીર્તિ થઈ તેમાં મુખ્ય કોનો હાથ છે. શોધતાં શોધતાં પગેરું છેક શાસનસમ્રાટ સુધી પહોંચ્યું અને ભાળ મેળવી કે પહેલાં આ મહારાજે ચુકાદો માન્ય ઠરાવ્યો હોત તો આમ ન બનત અને તેમણે એ અમાન્ય ઠરાવ્યો. ત્યારબાદ સમુદાયના દરેક વડાએ એને અમાન્ય ઠરાવ્યો. તેણે વિચાર્યું, ‘તેઓ મને આવો અન્યાય કેમ કરી શકે ? હું પણ કંઈ કમ નથી. મેં પણ સમજી-વિચારીને ન્યાય આપ્યો છે ને હજુ પણ હું આ બાબતમાં શાસ્ત્રાર્થ કરવા તૈયાર છું.’ આવા પ્રકારની મગજમાં કેટલીયે વાતો લઈને તેઓ પ્રસંગોપાત્ત અમદાવાદ આવેલા. પૂછતાં ખબર પડી કે વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પાલિતાણા પાસેના રોહીશાળા ગામમાં છે. તેઓ પાલિતાણા થઈને રોહીશાળા પહોચ્યા. તેઓ મનમાં જવાબો ગોઠવતા ગોઠવતા મહારાજ સાહેબ પાસે પહોંચ્યા. મહારાજ સાહેબે તેમને આવકાર આપ્યો. સંસ્કૃત ભાષામાં જ શરૂઆત કરી, 'સામ્યતામ્ ।’ Page #114 -------------------------------------------------------------------------- ________________ માત્ર આટલા જ શબ્દો અને એમની વેધક આંખોમાં જોઈને પી. એલ. વૈદ્ય ઊભા રહી ગયા. બરાબર દસે આંગળીઓ ભેગી કરી મસ્તક નમાવ્યું. મહારાજ સાહેબે પૂછયું, “ક્રિમી માનવાનું ’િ - આપ અહીં શા માટે પધાર્યા છો ? . ‘નં જવ7 નાવ માગતો સ્જિ ” - માત્ર આપનાં દર્શન કરવા આવ્યો છું.' એટલુંયે માંડમાંડ બોલી શક્યા. બેત્રણ મિનિટ બેસી રજા લીધી. આ તદ્દન સત્ય વાત છે. એમની પાસે કોઈ અસત ક્યારેય ચાલી શકતું જ નથી. સત્યનું બળ અંદર એટલું બધું હતું કે અસત સામે આવતાં જ ઓગળી જાય. તેઓ ક્યારેય કોઈનાથી અંજાતા નહીં. પ્રાાહેબ પ્રભાવિત થયા : સં. ૧૯૭૭માં હઠીસિંહની વાડીએ મહારાજ સાહેબ બિરાજમાન હતા. તે વખતે વાડીલાલ કુસુમગર અને ચીમનલાલ કુસમગર કરીને બે ભાઈઓ હતા. તે વખતે મુત્સદ્દીગીર તરીકે એમની ગણના. મોટામોટા બ્રિટિશ અધિકારીઓ સાથે એમનો રોજનો ઘરોબો. પોતે જૈન હતા. તે વખતે અમદાવાદના હાઈકમિશ્નર પ્રાટ સાહેબ હતા. એ પ્રા સાહેબે એકવાર આ કુસુમગર ભાઈઓને કહ્યું કે “નેમિસૂરિ કરીને જૈનાચાર્ય છે એમને મળવાની મનમાં ઘણા વખતથી મારી ઈચ્છા છે. અહીંથી મારી અગાઉ જે અધિકારીઓ ગયા તેમણે કહ્યું છે કે તમે એમને મળજો.’ આ વાડીભાઈ કુસુમગર અને ચીમનલાલ કુસુમગર બહુ મોટા સમાચાર હોય તેવો હરખ કરવાને માટે મહારાજ સાહેબ પાસે આવી પહોંચ્યા. અહીના પ્રા સાહેબ આપને મળવા માંગે છે તેવી વાત કરી અને કહ્યું કે “આપ ત્યાં પધારો. શાહીબગમાં જ પ્રા સાહેબનું રહેઠાણ છે.' એક ક્ષણનોય વિલંબ કર્યા વિના મહારાજ સાહેબે કહ્યું, 'આમ ક્યારેય કોઈની પાસે ક્યાંય જતો નથી. એમને મળવું હોય તો ખુશીથી આવી શકે છે, અહીની મર્યાદામાં રહીને મારી સાથે વાત કરી શકે છે.' હવે આ પ્રસંગનો બીજો તબક્કો આવે છે. કુસુમગર બંધુઓએ પ્રાર્ સાહેબને જઈને વાત કરી કે મહારાજ સાહેબને અનુકૂળ નથી. આપ પધારો તો સારું. પેલા કમિશ્નરે ચાર-છ દિવસ જવા દીધા, ફરી એકવાર પ્રયત્ન કરાયો. પણ મચક ન મળતાં પ્રા સાહેબ મહારાજ સાહેબને મળવા આવવા તૈયાર થયા. વાડીલાલ કુસુમગરે મહારાજ સાહેબને વિનંતી કરી કે “સાહેબેજી, તે આવે ત્યારે આપ પાટ પર બિરાજમાન થાવ તો સારું. કારણ કે એમને ખુરશીમાં બેસાડવા પડશે.” મહારાજ સાહેબે કહ્યું, “મોતીલાલ સેતલવાડ અહીં આવ્યા છે, માલવિયાજી અહીં આવ્યા છે, આનંદશંકર ધ્રુવ આવ્યા છે ને હું તો આ રીતે જ બેસું છું. ને તેઓ પણ આ રીતે જ મારી સામે જોયે બેસે છે.' વાડીભાઈના મનમાં થયું કે આવો એક મોટો માણસ મળવા આવે છે ને મહારાજ સાહેબ કેમ કશી બાંધછોડ કરતા નથી ? આટલું તેઓ ન સ્વીકારી શકે ? પણ મહારાજ સાહેબના મનમાં આ મોટા માણસો મને મળવા આવે છે, પોતાની કીર્તિ ફેલાશે એવો કોઈ જ ભાવ નથી. હઠીસિંહની વાડીમાં બાજુના ભાગે આવેલા બંગલામાં ઉપરના માળે મા સાહેબ મહારાજ સાહેબને મળવા આવ્યા. ત્યારે વાડીલાલ બાપુલાલ અજોડ વ્યકિતત્વ : ૮ ૧૦ ૧૧ 2010_02 Page #115 -------------------------------------------------------------------------- ________________ કાપડિયા, સારાભાઈ ડાહ્યાભાઈ બેઠેલા છે. પૂજ્યપાદ નંદનસૂરિ મહારાજ, શ્રી ઉદયસૂરિ મહારાજ વગેરે સાધુ ભગવંતો પણ ત્યાં ઉપસ્થિત છે. મહારાજ સાહેબ તો ભોય ઉપર જ પોતાની રીતે જ નિત્યક્રમ પ્રમાણે બેઠેલા છે. પ્રા સાહેબે આવતાં પહેલાં બારસાખ આગળ એમની હેટ કાઢી. સામી વ્યક્તિને માન આપવાનો આ સંકેત હતો. એમના પગમાં પગરખાં પહેરેલાં હતાં. અને સીધો જ પગ જેવો ઉંબરની અંદર મૂકવા ગયા કે તરત મહારાજ સાહેબે એમને અટકાવતાં કહ્યું કે બૂટ પહેરીને અંદર નહિ આવી શકાય. આ સૂચના એમણે સહેજ પણ અકળાયા વિના ખૂબ જ સંસ્કારપૂર્વક એમને કર્યું. પેલા પ્રા સાહેબ ત્યાં ઊભા રહી ગયા. આપણું ઉપરનું વ્યક્તિત્વ જુદું હોય છે. અંદરનું આપણું વ્યક્તિત્વ જુદું હોય છે. એને આપણી ભાષામાં ચહેરો કહીએ છીએ. ઉપરથી જે દેખાય તે મહોરું હોય છે. ખરા પ્રસંગે જે વરતાય છે તે અસલિયત છે, ચહેરો છે. પ્રસંતોપાત્ત વરતાય છે તે મહોરું જ હોય છે. આ ખરાખરીનો પ્રસંગ હતો. પ્રા સાહેબ દરવાજે સામે આવીને ઊભા હતાં. એમનું શિસ્ત, સીનો એવાં જ હોય. તે પણ કાંઈ ગાંજ્યા જાય તેવા ન હતા. એ પણ એક મોટો વહીવટ કરનાર હોદ્દેદાર હતો. તેણે પૂછ્યું, ‘શા માટે ?' મહારાજ સાહેબે કહ્યું, “શું તમારા ચર્ચમાં કોઈ માણસ હેટ ઉતાર્યા વિના પ્રવેશે તો તમે પ્રવેશવા દો ખરા ?' પ્રા સાહેબ પણ જાણે મહારાજ સાહેબની કસોટી જ કરતા હોય તેમ કહે, ‘હા, આવતો હોય તો આવવા દઈએ, હેંટ ઉતાર્યા વિના પણ.” મહારાજ સાહેબ કહે, ‘તમારી ઉદારતા બરાબર છે. પણ આવનાર માણસ સભ્ય હોય તો પોતે અચૂક ઉતારીને જ આવે.” જ્યારે માણસ સ્વસ્થતા ગુમાવે છે ત્યારે બુદ્ધિમાં અંધારપટ છવાઈ જાય છે. ખરેખર કરવાલાયક કે બોલવાલાયક શું છે તે ભુલાઈ જાય છે. પણ સ્વસ્થતાનો દીવડો પેલા કમિશ્નરની બુદ્ધિમાં એવો તો ઝગમગતો હતો કે તે “ઓલરાઈટ’ બોલી, પોતાના હાથે બૂટ કાઢી, સીધા આવીને મહારાજ સાહેબ સામે નીચે બેસી ગયા અને હાથ જોડી પ્રણામ કર્યા. આવા પ્રસંગોમાં જે ઝલક મળે છે તે દ્વારા વ્યક્તિત્વનું માપ નીકળતું હોય છે. અમુક પ્રસંગે તમે કેમ વત્ય, કેમ બોલ્યા એના પરથી તમારું અંતરંગ પોત કેવું છે તે છતું થાય છે. પાટુ સાહેબ મહારાજ સાહેબથી એટલા બધા અભિભૂત થયા કે પછી વાતનો દોર ચાલ્યો. આ વાતચીત દરમ્યાન કમિશ્નરે એક ઓર કસોટીનો પ્રસંગ આપ્યો. તે વખતે ગાંધીજીની બ્રિટિશ હકુમત સામેની સ્વાતંત્ર્ય-લડત ચાલુ હતી. એને અનુલક્ષીને પ્રા સાહેબે મહારાજશ્રીને પૂછવું કે “આ ગાંધીજી કરે છે તે બધું બરાબર છે ?' આવા પ્રશ્નોના ઉત્તર આપવાની મહારાજ સાહેબની એક આગવી કુનેહ હતી. ભગવાનની દયા અને કુદરતી બક્ષિસને કારણે આવે સમયે એમને અંદરથી જવાબ સૂઝે છે. પોતે ધમાચાયની ભૂમિકા કેવી અદા કરી છે એનાં અલગ અલગ પાસાંઓ છે. ક્યારેક ધર્માચાર્ય તરીકે, ક્યારેક વાદી તરીકે, ક્યારેક વિદ્વાન તરીકે, તો ક્યારેક મુત્સદી તરીકે પોતાના વ્યક્તિત્વનાં પાસાંઓનો એમણે અલગ અલગ રીતે આપણને પરિચય કરાવ્યો છે. શાસન સમ્રાટ પ્રવચનમાળા ૧ - ૨ 2010_02 Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રાટે ગાંધીજી ઉપરનો પ્રશ્ન પૂછતાં મહારાજ સ્વસ્થતાપૂર્વક જવાબ આપે છે કે “અમારે માટે તો કોઈ પણ વ્યક્તિની નિંદા કરવી તે શાસ્ત્રવિરુદ્ધની વાત છે. અમે કોઈને ખોટા કહી શકીએ જ નહીં.' પ્રા વીસ મિનિટની વાતચીતના અંતે ઊભા થઈને, પ્રણામ કરીને નીકળ્યા. નીકળ્યા પછી સાથે વાડીલાલ કુસુમગર વગેરે જે માણસો હતા તેમને કહે છે, “આ મહારાજે દીક્ષા લીધી એ બરાબર છે, પરંતુ જો દીક્ષા ન લીધી હોત તો સમગ્ર ભારત ઉપર રાજ્ય કરી શકે તેટલી તાકાત એમનામાં છે.' મહારાજ સાહેબમાં પ્રોટ સાહેબ જેવા માણસને આ પ્રતિભાનાં દર્શન થયાં. એ પછી જ્યારે પ્રા સાહેબ એકાદ મહિના બાદ નિવૃત્ત થયા ત્યારે એમની “વ્હાઈટ ડાયરીમાં નેમિસૂરીશ્વરજી મહારાજનું નામ ખાસ લખ્યું હતું. જેથી એમની જગાએ આવનાર માણસને ખ્યાલ આવે કે આ માણસ મળવા જેવા છે. આ પ્રસંગ સં. ૧૯૭૭નો છે. વઢવાણમં દીક્ષાર્થીનો કિસ્સો : પોલિસ સુપ્રિન્ટેન્ડન્ટને પરત મોકલ્યા: હવે જરા પાછે પગલે ૧૯૫૩નો પ્રસંગ પર જઈએ. મહારાજ સાહેબે સંવત ૧૯૫૨નું ચોમાસું વઢવાણમાં કર્યું. વઢવાણના ચોમાસા પછી એક ભાઈ સામેથી દીક્ષા લેવા આવ્યા. મહારાજ સાહેબને શિષ્યોના કારણે ઘણીવાર સંઘર્ષ થયા છે અને તેમાં તેઓ અડીખમ ઊભા રહ્યા છે. દીક્ષા લેનાર ધમાલ કરે છે દીક્ષા લેવા માટે. દીક્ષા લેનારને અટકાવવા ધમાલ કરે છે તેનાં સંસારી પક્ષનાં માતાપિતા વગેરે. મહારાજ સાહેબ તો આ બાબતે શાંત અને સ્વસ્થ છે. ક્યારેય તેમણે દાવપેચ લડાવ્યા નથી. આ દીક્ષાર્થી પણ વારંવાર મહારાજ સાહેબની પાસે આવતો. છતાં મહારાજ સાહેબે એને દીક્ષા માટે ના પાડેલી અને રાહ જોવાનું કહેલું. પણ પોતાની તત્પરતા ઘણી જ. પ્રસંગોપાત્ત મહારાજ સાહેબ બે દિવસ માટે જોરાવરનગર બાજુ પધાયાં. એટલે સુમતિવિજય મહારાજ અને પ્રધાનવિજય મહારાજ તેમજ બીજા ત્રણ-ચાર સાધુ મહારાજને થયું કે મહારાજ સાહેબ આને “ના” પાડ્યા કરે છે. પણ આને દીક્ષા આપી દેવા જેવી છે. એના ભાઈઓનો વિરોધ છે પણ વધારે તો એ શું કરી લેવાના છે ? આમ વિચારીને પેલાને દીક્ષા આપી દીધી. ગણતરીના કલાકોમાં જ પેલા દીક્ષાર્થીના ભાઈ મોટો હુમલો લઈને આવ્યા. એટલું જ નહિ, પોલિસને લઈને આવ્યા. અહીં મહારાજ સાહેબોએ નૂતન દીક્ષિતને ઓરડીમાં પૂરી દીધેલા. વળી એમણે આવનારાઓને એમ કહ્યું કે “અહીં કોઈ સાધુ મહારાજ છે જ નહીં.” જોકે ઓ સાધુ મહારાજોની ભૂલ જ હતી. મામલો વધારે ચગ્યો. ‘શું કરશું ? તે મૂંઝવણ થઈ. સૌ સાધુઓને લાગ્યું કે “મહારાજ સાહેબને બોલાવો. તેઓ જ બધું થાળે પાડશે. તાબડતોબ સમાચાર મોકલ્યા. મહારાજ સાહેબ ચારેક વાગ્યાના સુમારે આવ્યા અને જોયું તો ખુદ સુપ્રિન્ટેન્ડન્ટ ત્યાં આવેલા, અને એના માણસો સાથે એક ઓટલે બેઠેલા. મહારાજ સાહેબ જેવા ઉપાશ્રયમાં દાખલ થયા તેવા સૌથી પહેલાં તો એમણે સુપ્રિન્ટેન્ડન્ટનો જ ઉધડો લીધો, ‘કોને પૂછીને તમે ઉપાશ્રયમાં દાખલ થયા.?” અજોડ હઅસ્તિત્વ : ૮ ૧ ૭ 3. 2010_02 Page #117 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ૧૪૪ 2010_02 પેલો તો આ પ્રશ્નથી જ થથરી ગયો. એને થઈ ગયું કે અહીં કાયદા સિવાયની વાત નહિ થઈ શકે. એણે કહ્યું કે ‘આ લોકો આવ્યા છે એટલે હું તો ખબર કાઢવા આવ્યો છું, જાણવા આવ્યો છું.’ મહારાજ સાહેબ કહે, ‘પણ એ ખબર કાઢવા આ રીતે આવવાનો તમારો અધિકાર છે ખરો ?’ પેલો સુપ્રિન્ટેન્ડન્ટ કહે, ‘ના, હું ચાલ્યો જાઉં છું. તેઓ ગયા, પણ ટોળું હજી યથાવત્ હતું. મોટા મહારાજ સાહેબે બીજા મહારાજ સાહેબોને કહ્યું, ‘તમે આ ખોટું કામ કર્યું છે. હમણાં ને હમણાં દીક્ષાર્થી મહારાજને બહાર લાવો. શા માટે ચોરીછૂપીથી રાખી મૂકો છો ? જો તેમનામાં શૌર્ય હશે તો રહી જશે.’ આવી રીતે પડકાર કરીને નવદીક્ષિતને બહાર બેસાડ્યા ને એનાં સગાંવહાલાંને કહ્યું કે ‘પૂછી જુઓ એને કે એનો વૈરાગ્ય કાચો છે કે પાકો છે ?’ બધા લોકો ધ્રૂજી ગયા ને ધીમેધીમે બહાર નીકળી ગયા. આ તાકાત, આ પ્રતાપ, આ પ્રભાવ એમનામાં અદ્દભુત હતો. ઘણા પ્રસંગોમાં તો એમનું અસ્તિત્વ માત્ર કાફી રહ્યું છે. એમના હોવા માત્રથી જ કેટલાંય વિઘ્નો ઉંબરેથી પાછાં વળી ગયાં છે. કશો પ્રયત્ન નથી કરવો પડ્યો, કશો શબ્દોચ્ચાર નથી કરવો પડ્યો. વિધિવિધાનપૂર્વક ઉપધાનતપની આરાધના અને માળારોપણ : મહારાજ સાહેબે સૌથી પહેલી ઉપધાન તપની આરાધના કરાવેલી સં. ૧૯૭૭માં ખંભાતના ચોમાસામાં. ચુનીભાઈ ભગુભાઈ સુતરિયાને ઉપધાન માટેનો અભિગ્રહ હતો. મીઠાનો ત્યાગ કરેલો. સાત વર્ષથી મીઠાનો ત્યાગ હતો. ઉપધાન તપ માટે તેઓ મહારાજ સાહેબને વારંવાર વિનંતીઓ કરતા હતા પણ કાંઈ મેળ પડતો ન હતો. એ વર્ષે ખંભાતમાં મેળ બેસી ગયો. મહારાજ સાહેબે ‘હા’ કહી અને ઉપધાન મંડાવ્યાં. ૫૦ પુરુષો અને ૨૫૦ બહેનો હતાં. એ ઉપધાન સૌ પ્રથમવાર વિધિવિધાનપૂર્વકનાં થયાં. એ ઉપધાન વખતે માળારોપણની જે વિધિ હતી એમાં માળ રાત્રે અભિમંત્રિત કરવી પડે અને જ્યારે પહેરાવવાની હોય ત્યારે ગુરુમહારાજ માળ પહેરનારનાં સગાંવહાલાંને આપે અને પછી તે પહેરાવે. આ આખો ક્રમ હતો. મહારાજ સાહેબ સૌ પ્રથમ પોતે માળ હાથમાં લઈ, આંખો મીંચીને જે મંત્રાક્ષર ભણી રહ્યા હતા તેનું શબ્દચિત્ર નંદનસૂરિ મહારાજે સંસ્કૃતમાં આલેખ્યું છે. એ ક્ષણોને નિરૂપતાં તેઓ લખે છે કે, ‘પૂર્વના મહાપુરુષો કેવી રીતે વિધિવિધાન કરાવતા હશે, કેટલી સજ્જતા અને એકાગ્રતાપૂર્વક એ થતું હશે એનું દર્શન મને આમાં થયું હતું. ' (આ શ્લોક આપણે અગાઉ જોઈ ગયા છીએ.) એ રીતે માળદ્રવ્ય, વિધિપૂર્વકનું માળારોપણ – એ બધી વ્યવસ્થાનો પાયો સૌ પ્રથમ સં. ૧૯૭૭ના ખંભાતના ચોમાસા દરમ્યાન નંખાયો. જળયાત્રાનું વિધાન : બીજી એક અગત્યની વાત તેઓ ઘણા લોકોના ધ્યાન પર લાવ્યા હતા. અને તે સંઘના અગ્રગણ્ય વહીવટદારોએ ખાસ લક્ષમાં લેવા જેવી છે. વાત એ છે કે જ્યારે જ્યારે સંઘમાં પ્રભુજીને નિમિત્તે કોઈ મહોત્સવ થાય ત્યારે જળયાત્રાનું વિધાન અથવા તો રથયાત્રાનું વિધાન કરવાની પ્રણાલિકા છે. અત્યારે જળયાત્રા' કે ‘રથયાત્રા' એ શબ્દપ્રયોગ પણ ઘટી ગયો છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ જળયાત્રા નીકળે એટલે દેરાસરેથી નીકળી જ્યાં જળ લેવા જવાનું હોય ત્યાં સુધી વાજતેગાજતે જય. ત્યાં જઈને ત્રિગડામાં પ્રભુજીને પધરાવી સ્નાત્ર ભણાવવામાં આવે. સ્નાત્ર ભણાવીને જે જળદેવતા હોય - એ વાવ, કૂવો કે તળાવ હોય – એમાંથી પાણી લેવાનું હોય. એ વખતે વિધિકારકો જળયાત્રાનું વિધાન કરે. વરુણદેવની પ્રાર્થના કરી, બહુમાન કરી પછી જળ લેવામાં આવે. રથયાત્રા વેળાએ સર્વ દેવસ્થાપકોનું પ્રીયંતા પ્રીયંતામઃ રથયાત્રા જ્યારે નીકળી હોય ત્યારે પણ એ દેરાસરથી શરુ થાય અને દક્ષિણાવર્ત ફરીને પાછી દેરાસરે આવે. તેટલા અંતરમાં જેટલાં દેવસ્થાનો આવે – પછી ભલે તે હનુમાનજીનું મંદિર હોય કે ગણપતિનું મંદિર હોય - તે-તે દેવસ્થાનની અંદર એક એક શ્રીફળ મૂકવું જોઈએ. આ રીતની પરંપરા પૂજ્યપાદશીએ શરૂ કરાવેલી. મહારાજ સાહેબ આમાં કોઈ નવી વાત શરૂ કરે છે એમ નહોતું. આપણે જે દર પખીએ વારંવાર બોલીએ છીએ કે : ___स्कंद विनायकोपेता येचान्येऽपि ग्राम नगर क्षेत्रदेवता दयस्ते' सर्वे प्रीयन्ताम् प्रीयन्ताम् - અહીંઝું એટલે મહાદેવ અને વિનાય% એટલે કે ગણપતિ “ખુશ થાઓ, ખુશ થાઓ.” યાદ રાખો કે આ સૌને ઈષ્ટ દેવ તરીકે માનવાની વાત નથી, સિદ્ધ તરીકે સેવવાની વાત નથી પણ પ્રસંગ આવ્યો છે તો સૌને ખુશ કરો, પ્રસન્ન કરો એ રીતે આ સૌ દેવસ્થાને શ્રીફળ મૂકવાની વાત છે. આ કેવળ ખુશીબક્ષિસ આપવાની વાત છે. પ્રભુજીના મહોત્સવમાં અજૈનોને પણ પ્રમાદ અને પ્રભાવના: જ્યારે કોઈ મોટું વિધાન કરવાનું હોય – શાન્તિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર, પ્રભુજીની પ્રતિષ્ઠાનો મહોત્સવ - એની પહેલાં આ અચૂક કરવું જોઈએ. આપણા દેરાસરના સો ડગલાંના ઘેરાવની અંદર રહેતા અર્જેનોને એક છાબડી પ્રસાદ અચૂક આપવો જોઈએ. કેમ કે એ લોકોની પ્રસન્નતા અને ઉલ્લાસ આપણી કાર્યસિદ્ધિનો સબળ હેતુ બને છે. ખરેખર પ્રભાવના તો એ લોકો માટે છે કે જેમને આપણે જૈન ધર્મ તરફ આકર્ષવા છે. આપણે ત્યાં આ રીતે શરૂ થયેલી હતી, પરંતુ ધીરેધીરે પ્રભાવનાનું વતુળ સંકોચાતું ગયું અને માત્ર જૈનો પૂરતું સીમિત થઈ ગયું. એટલે નવી પરંપરા નહિ, પણ પ્રાચીન પરંપરાનું પુનજીવન મહારાજ સાહેબે ઠેરઠેર કર્યું છે. એનાં મીઠાં ફળ સંઘે ચાખ્યાં છે. જીર્ણોદ્ધાર કમિટીની રચના: જીર્ણોદ્ધાર કમિટીની સ્થાપના તેઓશ્રીએ કરેલી છે જેને અન્વયે હજારો જિનમંદિરોના જીર્ણોદ્ધાર થતા આવ્યા છે. એ રીતે જીર્ણોદ્ધારના કાર્યમાં પૂજ્યપાદશી નિમિત્ત બન્યા છે. આજે આચાર્યશ્રી જિતેન્દ્રસૂરિ મહારાજ મેવાડમાં જે કામ કરી રહ્યા છે તેઓએ પણ આ વાતની સહર્ષ નોધ લીધી છે. આ મેવાડના અજાણ્યા, અત્યંત અગવડભય વિસ્તારોમાં વિચરીને ૬0 વર્ષ પહેલાં જો કોઈએ કામ કર્યું હોય તો તે નેમિસૂરીશ્વરજી મહારાજે કર્યું છે. ઔચિત્યધર્મ: તેઓ ક્યારેય પણ ઔચિત્યધર્મ ચૂકતા નહિ. મહારાજ સાહેબ પાસે કોઈ પણ પંડિત આવે, ભલે એમ ને એમ મળવા આવે, તોપણ મહારાજ સાહેબ એમને માટે જાજમ મંગાવે. ને જયારે તે વિદાય લે ત્યારે કોઈગૃહસ્થને સૂચના આપી ૨૧, ૩૧ કે ૨૧ રૂપિયાની દક્ષિણા અજોડ વ્યક્તિત્વ : ૮ ૧૦૫ 2010_02 Page #119 -------------------------------------------------------------------------- ________________ અચક અપાવે. તે પંડિત લેવાની ના પાડે તો કહેતા કે “આ તો વિદ્યાનું બહુમાન છે. ” આ પરંપરા મહારાજ સાહેબે શરૂ કરાવેલી. અનોખું અનૂઠું વ્યક્તિત્વ: તેમનું સમગ્ર વ્યક્તિત્વ નિરાળું, અનોખું, અનૂઠું હતું. આવા મહાપુરુષ હમણાં થઈ ગયા. આપણે બધા એમના જ પરિવારમાં છીએ. એનું આપણને ગૌરવ છે. ઉમાશંકર જોશીનું એક વિધાન યાદ આવે છે અને તે બહુ મહત્ત્વનું જણાય છે. તેઓ લખે છે કે: “જે સમાજ પૂજય વ્યક્તિને અર્થ અર્પણ કરતો નથી તે સમાજ પૂજ્ય વ્યક્તિ પેદા કરવાની શક્તિ ગુમાવી બેસે છે. ” એટલે આપણે આવા પ્રસંગો યોજતા રહેવું જોઈએ. છેલ્લા આઠ દિવસથી એમના જીવન અને કાયને જોવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તેમના વિષે ઘણું કહ્યું છતાં ઘણું બાકી રહ્યું હોય તેમ લાગે છે. છતાં આપણે એમના સાચા વ્યક્તિત્વને પૂરો ન્યાય આપી શક્યા નથી. આપણું ગજું પણ નથી. પરંતુ કમ સે કમ આવી વિભૂતિ પરત્વે અહોભાવ પ્રગટે, જૈન ધર્મ પ્રત્યે ગૌરવ પ્રગટે તો પણ આપણો આ શ્રમ લેખે લાગે. પ્રવચન માળાની ફલશ્રુતિઃ શાસન સમ્રાટશ્રીની સ્વગારિોહણ અર્ધશતાબ્દીનું આ નિમિત્ત આવી ગયું, જેને લઈને તેઓશ્રીના વિશાળ જીવનની નજીકમાં જવાનો અવસર મળ્યો. મેં પણ આટલાં વર્ષોમાં તેમના વ્યક્તિત્વનાં આ બધાં પાસાંઓ જે પૂરાં વિચાર્યા જ નહોતાં તે વિશે વિચારવાની, અભ્યાસ કરવાની તક મળી. અહીં જે વાતો કહેવાઈ તે તમે બધાએ પણ સારી રીતે ઝીલી. આ બધું કહેતાં કહેતાં પૂજ્યપાદ મહારાજ સાહેબ પ્રત્યે જાણ્યે-અજાણ્યે પણ મનવચન-કાયાથી કાંઈ અવિનય થયો હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છા મિ દુક્કડમ. અને તેઓનાં ગુણગાન દ્વારા આપણા હૃદયમાં એકાદ ગુણ પણ જો પ્રગટી શક્યો હોય તો આ શ્રમ લેખે લાગ્યો ગણાશે. જૈન શાસનના જ્યોતિર્ધર, પ્રભાવક-શિરોમણિ, વિરલવિભૂતિ, જિનશાસનનાં તમામ ક્ષેત્રોમાં નવપલ્લવિતા લાવનારા એ મહાપુરુષનાં ચરણોમાં લાખલાખ વંદન. એ મહાપુરુષનો જય હો ! જય હો ! જય હો ! શાસનસમ્રાટ પ્રવચનમાળા ૧૦ હું 2010_02 Page #120 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ શાસનસમ્રાટની સાહિત્યોપાસના પૂજ્ય આચાર્યશ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ પ્રેરક જીવન ઃ શાસનસમ્રાટ પૂજ્યપાદશ્રીજીના જીવનના એક એક પ્રસંગો એવા છે કે જે સાંગોપાંગ સમજવા માટે સમય અને શક્તિ વિશિષ્ટ કોટિના જોઈએ. જગતમાં કેટલાક જીવો સામાન્ય જીવન જીવતા હોય છે, તેમનાં જીવનમાં સામાન્ય રીતે કોઈ અગત્યનું જાણવા જેવું હોતું નથી. જ્યારે વિશિષ્ટ આત્માઓના જીવન એવા એવા અનુભવોથી સભર હોય છે કે જેનાં એક એક પ્રસંગ અનેક જીવોને પ્રેરક બની રહેતા હોય છે. સાહિત્યોપાસના એટલે ઃ “શાસનસમ્રાટની સાહિત્યોપાસના” એ શીર્ષકથી લખાતું આ લખાણ સમજવા માટે એક હકીકત પ્રારંભમાં સ્પષ્ટ કરવાની આવશ્યકતા છે, ને તે એ છે કે અહીં વપરાયેલો સાહિત્ય શબ્દ એ કાવ્યસાહિત્ય પૂરતો મર્યાદિત નથી પણ શાસ્ત્રજ્ઞાન એવા અર્થમાં વ્યાપક છે. ઉપાસનામાં પણ ભણવું-ભણાવવું, ગ્રંથો રચવા, પ્રેરણા આપવી વગેરે સર્વનો સમાવેશ છે. તીવ્ર પ્રતિભા : પૂજ્યશ્રીજીની કોઈ પૂર્વજન્મની આરાધના એવી વિશિષ્ટ કે આ જન્મમાં શૈશવ વયમાં પણ અન્ય વિદ્યાર્થીઓ કરતાં તેઓ પૂજ્યશ્રીજીમાં બુદ્ધિ અને ગ્રહણશક્તિ વિશેષ એટલે વ્યવહારનું શિક્ષણ સારી રીતે પ્રાપ્ત કર્યું. અક્ષરજ્ઞાનથી આરંભીને વ્યવહારમાં શીખવવામાં આવતા તે તે વિષયે સાહિત્યમાં આગળ વધવામાં અગત્યનો ફાળો પૂરનારા થાય છે. ઉચ્ચારશુદ્ધિ, સ્પષ્ટ વાચન, વ્યાકરણના ઉપયોગી નિયમોનું જ્ઞાન વગેરે જે પ્રાથમિક શિક્ષણમાં મળ્યું હોય છે, તે જો સારું હોય તો આગળ વધતાજ્ઞાનક્ષેત્રમાં મજબૂત પાયાની ગરજ સારે છે. શિક્ષણ અવસ્થા : પૂજયશ્રીજીનો જન્મ વિ.સં. ૧૯૨૯માં અને દીક્ષા વિ.સં. ૧૯૪૫માં એમ સોળ વર્ષમાંથી બાલ્યવય બાદ કરતાં અને પાછલા બે-એક વષો આશ્રમાન્તરની ગડમથલના બાદ કરતાં વ્યાવહારિક શિક્ષણનાં નવ-દસ વર્ષ ગણાય. દીક્ષા લીધા પછી તો વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, આગમ વગેરેનું ચીવટપૂર્વક વિશિષ્ટ અધ્યયન કર્યું. યોગ્ય અધ્યયન કરાવનારાઓનો યોગ ભણનારને મળવો સુલભ નથી. એવા ઘણા આત્માઓ સુયોગ્ય હોવા છતાં યોગ્ય અધ્યાપકને અભાવે જ્ઞાનક્ષેત્રમાં આગળ વધી શકતા નથી. પૂજ્યપાદશ્રીજીના પુણ્ય જાગતા એટલે તે તે અધ્યયન માટે અનુકૂળતા પણ મળતી ગઈ. તે અંગેનો એક પ્રસંગ આ પ્રમાણે છે : પૂજ્યપાદશ્રી દાનવિજયજી મહારાજશ્રી કે જેઓ પંજાબી હતા અને પ્રખર તાર્કિક હતા. તેઓશ્રીજી 2010_02 પરિશિષ્ટ-૧ ૧૦૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ૧૦૮ પાસે તર્કનું અધ્યયન કરવા માટે પૂજ્યપાદશ્રીજી શ્રી સિદ્ધિગિરિજીમાં ચાતુર્માસ રહ્યા ને વિશિષ્ટ તર્કનો અભ્યાસ કર્યો. અધ્યયન કરાવવા માટે શિષ્યને યોગ્ય સ્થળે મૂકવાનું ગુરુવર્યનું ઔદાર્ય પણ પ્રેરક અને પ્રશંસાપાત્ર છે. આગમનો અભ્યાસ : પાંચ-સાત વર્ષમાં તે તે વિષયોનો તલસ્પર્શી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આગમના વિશિષ્ટ વાચન-સ્વાધ્યાય શરૂ કર્યા. આગમનો સ્વાધ્યાય કરવો એ અનેક રીતે દુષ્કર છે. એ અધ્યયનની ભાવના જાગ્યા છતાં યોગ્ય પ્રતિઓની પ્રાપ્તિ વગેરે સાધનસામગ્રી વર્તમાનમાં જેટલી સુલભ છે તે કરતાં અનેક ગણી તે સમયમાં દુર્લભ હતી. પૂજ્યપાદશ્રીજીની સંગ્રહ કરવાની વૃત્તિ અત્યંત શાંત હતી. આટઆટલો અભ્યાસ છતાં વર્ષો સુધી પૂજ્યપાદશ્રીજી પાસે ફક્ત પુસ્તિકાની એક જ પેટી રહેતી. પૂજ્યપાદ આત્મારામજી મહારાજે પૂજ્યશ્રીજીને સ્વાધ્યાય માટે શ્રી આવશ્યક સૂત્ર વગેરેની પ્રતિઓ મોકલી હતી. આમ તે તે આગમોનું વાચન અને તે સાથે વ્યાખ્યાન વગેરે પ્રવૃત્તિઓ વિકાસ પામવા લાગી. વ્યાખ્યાન: વ્યાખ્યાન-પ્રવચન એ પણ એક સાહિત્યોપાસનાનું એક વિશિષ્ટ અંગ છે. એ ભૂલી જવા જેવું નથી. જો વ્યાખ્યાન શાસ્ત્રીય રીતે - ચતુરનુયોગમય અપાતું હોય તો તેથી અનેક આત્માઓ તત્ત્વ વિષયના જ્ઞાતા થાય છે. બાકી ભાષણ કે લેક્ચર પદ્ધતિથી અપાતા વ્યાખ્યાનો સ્વાધ્યાયને ચૂંથી નાખતા હોય છે. કેવળ રમૂજ જન્માવી લોકોને જકડી રાખવાથી પ્રવચનનું પરિણામ આવતું નથી, એટલું જ નહીં, કેટલીક વખત તો વિપરીત પરિણામ આવતું હોય છે. ધીર-ગંભીર સ્વરે તાત્ત્વિક વિષયોની છણાવટ પૂજ્યપાદશ્રીજી વ્યાખ્યાનમાં કરતા ત્યારે એ શ્રવણ કરવું એ પણ જીવનની સફળતા છે એમ શ્રોતાઓ સમજતા. વ્યાખ્યાનમાં તત્ત્વ વિષયો : શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના અષ્ટકજી જેવા ગંભીર ગ્રન્થો અને શ્રી તત્ત્વાર્થાધિગમ જેવા તત્ત્વભરપૂર શાસ્ત્રોને વ્યાખ્યાનમાં સભા સમક્ષ વાંચવાનું કાર્ય પૂજ્યપાદશ્રીજીએ સફળ રીતે ફર્યું એ અદ્ભુત ગણાય એવું છે. રાધનપુરમાં જ્યારે વ્યાખ્યાનમાં અષ્ટકજી ગ્રંથનું વાચન આરંભાયું ત્યારે ત્યાંના બહુશ્રુત શ્રોતાઓને ક્ષણભર એમ થયું કે આ ગ્રંથ તો અમુક જ વાંચી શકે. અમુક પર્યાય સિવાય વંચાય જ નહીં. પણ જ્યારે તેઓના ચિત્તનું સમાધાન થયું ત્યારે તેઓનો આનંદ સાથે ભક્તિમાં પણ અપૂ વધારો થયો. સ્વદર્શનના તે તે સૂક્ષ્મ ભાવોને પરદર્શનના પ્રતિષ્ઠિત ગ્રન્થોથી પુષ્ટ કરવાની અનોખી આવડત પૂજ્યપાદશ્રીજીમાં હતી. તેથી ઈતરો પણ વ્યાખ્યાનમાં આવતા અને પામી જતા. સારા સારા રાજવીઓ પણ વ્યાખ્યાન સાંભળીને સ્થિર થઈ જતા. આ સર્વ શ્રુતોપાસાનાનું પરમ ફળ છે. અધ્યાપન કળા અધ્યાયન કરવું - લખવું-બોલવું એ એક વાત છે અને અધ્યાપન કરવું એ બીજી વાત છે. કેટલાએક સારા ભણેલા પણ બીજાને યોગ્ય રીતે ભણાવી શકતા નથી. પૂજ્યપાદશ્રીજીની ભણાવવાની કળા અદ્ભુત આશ્ચર્ય ઉપજાવે એવી હતી. ન્યાય, . 2010_02 Page #122 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણ, આગમ, કાવ્ય સાહિત્ય વગેરે ભણાવતી વખતે તે વિષયમાં ભણનારે એકતાર બનવું જ જોઈએ એવો પૂજ્યપાદ શ્રીજીનો નિયમ હતો. એકરસ થયા વગર વિદ્યા રીજે નહીં રીસાએલી વિદ્યાથી કાંઈપણ કાર્ય સરે નહીં. અધ્યયન કરનારા ચંચળ બને તો શિક્ષાથી પણ તે ચંચળતા દૂર કરવામાં આવતી. ત૨૫ણીના દોરાઓનો માર ખાઈને ભણેલા શિષ્યો વિક્રિભૂષણ બન્યા હતા. કોઈ કોઈ સમયે અભ્યાસ કરાવતી વખતે પૂજયપાદશીજીનું સૌમ્યરૌદ્રરૂપ જોઈને દર્શનાર્થે આવતો ઉપાસક પણ થીજી જતો. એક સમયે કોઈ ભક્ત આવી શિક્ષા ન કરવા માટે પૂજ્યપાદશ્રીજીને વિનંતી કરી હતી ત્યારે . તેને જે ઉત્તર આપવામાં આવ્યો તે સમજવા જેવો છે એટલું જ નહીં પણ યોગ્ય જીવો માટે અમલમાં મૂકવા જેવો છે. ઉત્તર આ પ્રમાણે હતો: “તને તારા છોકરા ઉપર જે પ્રેમ છે તે કરતાંઅમને અમારા શિષ્યો ઉપર અધિક પ્રેમ છે. શિષ્યો માંદા પડે ત્યારે તું ઉર્જાગરો કરવા નથી આવતો. સાધુઓ ભણી ગણી વિદ્વાન થશે તો શાસનને લાભ છે.” આ વાત એકસો એક ટકા સાચી પડ્યાનું કોઈપણ કબૂલી શકે છે. નાનો કે મોટો કોઈપણ ગ્રન્થ પૂજ્યપાદશીજી ભણાવતા ત્યારે તેને લગતા અનેક વિષયો ભણનારના હૃદયમાં ઉતારવાની પૂજ્યપાદશ્રીજીની શક્તિ અનોખી હતી. સમાસચક્ર જેવા પ્રાથમિક ગ્રન્થો અભ્યાસ કરાવતી વખતે તેને અનુલક્ષીને કરાવેલી નોંધો ભણનારને જીવનભર ઉપયોગી થાય એવી છે. પસંદગીના ગ્રો અને સ્મરણશક્તિઃ સમાસચક્ર, રઘુવંશ, કિરાત, અષ્ટકજી, પૂજ્ય ઉપાધ્યાયના મોટા સ્તવનો વગેરે પૂજ્યપાદ શ્રીજીના પસંદગીના ગ્રન્થો હતા. બાકી તો કોઈ વાત કે વિષય છણવો હોય ત્યારે તેને ઉપયોગી ઘણાં ગ્રન્થો જોવાની અને વિષયને સ્પષ્ટ કરવાની સુન્દર ટેવ પૂજ્યપાદશ્રીજીમાં હતી. વ્યાકરણના મોટા મોટા પરિષ્કારો જ્યારે પૂજ્યપાદ શ્રીજી અમ્બલિત બોલતા ત્યારે વિદ્વાનો પણ સુગ્ધ બની જતા. જીવનના ઉત્તરાર્ધમાં પણ આ સ્કૂર્તિ કાયમ રહી હતી. અધ્યયન અને સંયમશુદ્ધિઃ અધ્યયન અંગે કાળજી રાખવાનો એક વિશિષ્ટ વિચાર સંયમીઓ માટે ખૂબ જ અગત્યનો છે, જે ખાસ કરીને પૂજયપાદ શ્રીજીના અધ્યયન કરાવવાના કાર્યમાં જોવાય છે. સાહિત્યનો એક વિષય એવો છે કે જેમાં શૃંગારરસનું પોષણ કરતાં અનેક સૂકતો આવે છે. કેટલાક સૂક્તો તો એવા હોય છે જે સંયમી જીવોને પણ વિકલ બનાવી દે છે. આ સ્થિતિમાં સંયમ એ સર્વસ્વ છે – એમ સમજીને સંયમની સારી જાળવણી કરવા માટે એવું માદક વાચન કે અધ્યયન ન કરવું એ યોગ્ય છે. છતાં કેટલાક વિષયો જાણવા અનિવાર્ય હોય તો તેનો માર્ગ પણ કાઢવો પડે. પુજ્યપાદશીજીએ આવા અધ્યયનના નિર્વિકાર માટે સુન્દર ઉપાય યોજ્યો હતો. અને તે સફળ થયો હતો. કુવલયાનન્દ જેવા ગ્રન્થોમાં જ્યાં જ્યાં આવા ઉદાહરણો આવે છે ત્યાં ત્યાં તેનું પરાવર્તન કરાવીને ભક્તિરસના ઉદાહરણો યોજ્યા છે. દલપતરામ કવિએ પણ છન્દશાસ્ત્ર આદિમાં આ રીત અજમાવી છે. આજે પણ એવા ઉદાહરણો તે તે વિષયને અબાધિતપણે સ્પષ્ટ સમાવી શકે છે. શૃંગાર કરતાં ભક્તિરસમાં ઓછી મોહકતા છે એવું માનવીની રખે કોઈ ભૂલ કરે. સંયમનો જેને ખપ છે તેને તો ભક્તિરસની એવી થતી જમાવટ ભાવન ભૂલાવી દે એવી હોય છે. પરિશિષ્ટ-૧ ૧ ૦૯ 2010 02 Page #123 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન કરનારો વિશિષ્ટ વર્ગ અને વાત કરવાની કળા: - પૂજ્યપાદશીજી પાસે અધ્યયન કરનારો વર્ગ વિશાળ હતો – બહોળો હતો. તીવ્ર પ્રતિભાવાળા સાધુઓ તથા ગૃહસ્થોએ પૂજ્યશ્રી પાસે અભ્યાસ કર્યો હતો. કેટલાક વિમો પણ અભ્યાસ કરવા આવતા. સામાન્ય બુદ્ધિવાળાને પણ પૂજ્યશ્રીજી એટલા જ રસથી અભ્યાસ કરાવતા. કસ્તુરભાઈ શેઠ પણ એનો અભ્યાસ કરતા હતા ત્યારે કિરાત, શાકુન્તલ વગેરે ભણવા પૂજ્યપાદ શ્રીજી પાસે આવતા હતા. કિરાતના પહેલા બીજા સગની વિસ્તૃત વિવેચના પૂજયશ્રીજની લખાવેલી છે, તે એક સારા ગ્રન્થની ગરજ સારે એવી છે. કિરાતની રાજનીતિ જ્યારે પૂજયશ્રીજી સમજાવતા ત્યારે સાંભળનારને ક્ષણભર એમ લાગે કે – એક સાધુમહારાજ રાજનીતિમાં આટલું ઊંડું કઈ રીતે જાણી શકે ? ક્ષયોપશમની બલિહારી છે. વૈદક, જ્યોતિષ, શિલ્પ વગેરેનું પણ સુન્દર જ્ઞાન પૂજ્યશ્રીજીના કાર્યક્ષેત્રમાં ઝળહળતું હતું. વ્યાવહારિક વાતોના તો પૂજ્યશ્રીજ ભંડાર હતા. કલાકો સુધી સાંભળ્યા જ કરીએ તો પણ કંટાળો ન આવે, એવો અનુભવ કરનારા હજારો માણસો હતા, અને છે. પૂજ્યશ્રીજીની વાતો સાંભળતાં-સાંભળતાં વ્યવહાર વગેરેની કેટલીએ ગૂંચો ઉકેલાઈ જતી. પ્રાસંગિક વાત કરવાની પૂજ્યશ્રીજી પાસે અપૂર્વ કળા હતી. સ્મરણશક્તિ સાથે વાતને રજૂ કરવાની આવડત ભલભલાને મુગ્ધ કરતી હતી. આ સર્વવિશિષ્ટ શુતોપાસનાના મિષ્ટ ફળો છે. ગ્રન્થ-પ્રકાશન : - અધ્યયન કરવા માટે ગ્રન્થો એ પરમ સાધન છે. ગ્રન્થ કે પુસ્તક વગર બુદ્ધિમાન પણ અધ્યયન કરવા-કરાવવા માટે પાંગળો બની જાય છે. પૂર્વે હસ્તલિખિત પ્રતોનો ઉપયોગ થતો હતો પણ જ્યારથી મુદ્રણયુગ શરૂ થયો ત્યારથી હસ્તલિખિત પ્રતો વાંચવાનો મહાવરો ઓછો થતો હયો. આ પરિસ્થિતિમાં અધ્યયન વધે તે માટે તે તે ગ્રન્થોનું મુદ્રણ અનિવાર્ય ગણાય. જો મુદ્રણ કરાવવામાં ન આવે તો અધ્યયન કરવા કરાવવાની ઈચ્છાવાળા પણ કાંઈ કરી શકે નહીં. પુજ્યપાદ શ્રીજીની પ્રેરણાથી શ્રી સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનબૃહત્તિ, ઉપદેશપદ, સ્વાદુવાદ રત્નાકર, તત્ત્વાર્થવૃત્તિ વગેરે વિશિષ્ટ ગ્રન્થો મનસુખભાઈ શેઠ તરફથી સારા ટકાઉ પાચમેન્ટ કાગળો પર મુદ્રિત થઈને પ્રકટ થયા. પછીથી શ્રી જૈન ગ્રન્થ-પ્રકાશક સભાએ પૂજ્યપાદશ્રીજીની સંપૂર્ણ દોરવણી અનુસાર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના, પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજના, શ્રી હેમચન્દ્રાચાર્યજી મહારાજના તથા અન્યાન્ય અનેક શાસનપ્રભાવક આચાર્ય મહારાજ વગેરેના ગ્રન્થોનું પ્રકાશન કર્યું, જેની સંખ્યા લગભગ સો જેટલી થાય છે. ગૌરવવંતા ગ્રંથો: મન્થોનું પ્રકાશનકાર્ય અનેક સ્થળે અનેક રીતે ચાલે છે. કેટલાક પ્રકાશનતંત્રોની કાર્યવાહી એવી હોય છે - અને અંગે કાંઈપણ ટીકા-ટિપ્પણ કરવું એ પણ પ્રકાશનતંત્રને મહત્ત્વ આપવા જેવું છે. બીજી બાજુ કેટલાક તરફથી જે શ્રમ અને ચીવટપૂર્વક પ્રકાશનો થાય છે તે ધન્યવાદ પાત્ર બની જાય છે. અત્રે એવા બે-એક ગ્રન્થોની વાત જાણવા જેવી છે. ઇતિહાસમાં નોંધાય એવી એ પ્રેરક વાત સાહિત્યોપાસનાના ક્ષેત્રમાં રસ રાખનારાઓ માટે લક્ષ્યમાં રાખવા જેવી આ વાત છે. શાસનસમ્રાટ પ્રવચનમાળા ૧ ૧૦ 2010_02 Page #124 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજશ્રીજીના ઘણાં ગ્રન્થો અપ્રાપ્ય ગણાય છે. તેમાંનો એક ગ્રન્થ “મહાવીરસ્તવ” અને તેની ઉપર સ્વોપજ્ઞ ન્યાય-ખંડનખાદ્ય નામની ટીકા. એ ગ્રન્થ પણ અપ્રાપ્ય અને દુર્લભ ગણાતો હતો. અમદાવાદના એક જ્ઞાનભંડારમાં કેટલીક પ્રતો અને પાનાઓ જીર્ણશીર્ણ થઈ ગયા હતા. તે સવને યોગ્ય રીતે પરઠવી દેવાનુંઆશાતના ન થાય એ રીતે કોઈ સ્થળે વિસર્જન કરી દેવાનું વ્યવસ્થાપકોએ નક્કી કર્યું હતું. એના બે કોથળા ભરીને સર્વ તૈયાર કર્યું હતું. સમજુ વ્યવસ્થાપકોને થયું કે આ બધામાં કોઈ અમૂલ્ય ગ્રન્થ કે પાનાંઓ ચાલ્યા ન જાય એ માટે કોઈ જ્ઞાની મહાપુરુષને આ બધું બતાવી દેવું જોઈએ. અને તે માટે તેઓએ બંને કોથળાઓ સાચવી રાખ્યા હતા. પૂજ્યપાદ શ્રીજીને આ સર્વ જોવા માટે વિનંતી કરતાં, પૂજ્યશ્રીજી ત્યાં પધાયા અને સર્વ પાઓ તપાસ્યા. નજરે ચડ્યું. પછીતો ફરીથી વિશેષ કાળજીપૂર્વક એક એક પાનાનું નિરીક્ષણ કર્યું અને તેમાંથી શ્રી મહાવીરસ્તવન-ન્યાયખંડનબંડખાદ્ય ગ્રન્થ સપૂર્ણ પ્રાપ્ત થયો. ગ્રન્થનું સૌભાગ્ય કે તે યોગ્ય વિદ્વાનને હાથે ચડ્યો. તે ગ્રન્થની પ્રતિઓ તૈયાર કરાવવામાં આવી એટલું જ નહીં પણ તે ઉપભોગ્ય બને તે માટે તેના પર ટીકા રચવામાં આવી. આગળ જતાં પૂજ્યપાદ શ્રીજીના પટ્ટધર પૂજય આચાર્ય મહારાજ શ્રી દશનસૂરીશ્વરજી મહારાજે પણ ટીકા રચી. આજે એ બન્ને મુકિત થયેલા સુલભ છે. અને અભ્યાસીઓ તેનો અભ્યાસ પણ કરી નિજની વિદ્વત્તામાં સારી એવી પૂરવણી કરે છે. એક બીજા ગ્રન્થની પણ હકીકત આવી છે, પણ તેમાં થોડો ફેર છે. તે ગ્રન્થનું નામ છે અસહસી. આ ગ્રન્થ પૂના ડેક્કન કૉલેજના પુસ્તકાલયમાં હતો. એ એક હસ્તપ્રત સિવાય હસ્તપ્રત પણ ઉપલબ્ધ ન હતી. જો તે અંગે યોગ્ય કરવામાં ન આવે ને કાળકવળ એ પ્રત બની જાય તો અનેક ગ્રન્થો નામશેષ થઈ ગયા તેમ આ ગ્રન્થનું પણ બને. તે સમયે ત્યાં કાર્ય કરતાં પ્રા. હીરાલાલ ૨. કાપડિયાએ આ ગ્રન્થ પ્રત્યે પૂજ્યપાદ શ્રીજીનું લક્ષ્ય દોર્યું. પૂજ્યશ્રીએ લક્ષ્ય આપ્યું. એ ગ્રન્થની પ્રતિલિપિ કરાવીને મુદ્રણ કરાવી તેનું પ્રકાશન કરાવ્યું. આ ગ્રન્થની ઈતર ગ્રન્થો કરતાં વિષેશતા એ છે કે, તેની મૂલકારિકાઓના કતાં સમન્નુભદ્રાચાર્ય છે. તેના પર વાર્તિક શ્રી અકલંકદેવનું છે. તેના પર આઠ હજાર શ્લોક પ્રમાણ-અસ્સહસ્ત્રી વૃત્તિ શ્રી વિદ્યાનન્દની છે. વાર્તિક અને વૃત્તિકાર એ બન્ને દિગમ્બર પ્રકાંડ વિદ્વાન છે. આ અષ્ટસહસ્ત્રી વૃત્તિ ઉપર આઠ હજાર શ્લોકપ્રમાણ અસ્સહસ્ત્રી ટીકા પુજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજની છે. આમ શ્વેતામ્બર દશનના અદ્દભુત વિદ્વાનને હાથે દિગમ્બર ગ્રન્થ પર લખાએલ આ વિરલ કૃતિ છે. આ પ્રમાણે અનેક પ્રકટ-અપ્રકટ કૃતિઓનું પ્રકાશન પૂજ્યપાદ શ્રીજીની અમોધ પ્રેરણાથી થયું છે. ઉપરની બન્ને હકીકતો શ્રત પ્રત્યે અનુરાગ ધરાવનારા આત્માઓને પ્રેરણા અને પ્રાણ પૂરે એવી છે. વર્તમાન સમયમાં એવા અનેક ગ્રન્થો હસ્તલિખિત પ્રતિમાં છે કે તેનું સંશોધન કરી–પ્રતિલિપિ કરાવીને પ્રકાશિત કરાવવાની અતિ અગત્ય છે. અનુભવીઓ તો એટલે સુધી કહે છે મુદ્રિત થયેલા ગ્રન્થો કરતાં હજુ ત્રણગણા ગ્રન્થો હસ્તલિખિત અપ્રકટ પડ્યા છે. આ સર્વપ્રકાશન માટે અનુકુળતાઓ ઘણી છે. કેટલીક પ્રતિકૂળતાઓ પણ છે. પણ એ પ્રતિકૂળતાઓને આગળ કરીને કાર્ય તરફ દુલ કરવા કરતાં યોગ્ય આત્માઓ આ કાર્ય હાથમાં લે તો પરિણામ ધાય કરતાં અધિક સારું આવે પરિશિષ્ટ-૧ ૧ ૧ ૧ 2010_02 Page #125 -------------------------------------------------------------------------- ________________ એવું છે. તે માટે નીચે પ્રમાણે થોડું વિચારવા જેવું છે : ૧. વિદ્વાનોમાં જે ઈતર રસ છે તેમાંથી થોડો રસ આ સંશોધનકાર્ય તરફ વાળવામાં આવે. ૨. અભ્યાસીવર્ગમાં હસ્તલિખિત પ્રતો વાંચવાની રુચિ વધે. ૩. હસ્તલિખિત પ્રતિઓના વ્યવસ્થાપકો તે તે પ્રતિઓ અમારી માલિકીની છે એવું માનવાનું છોડી દે અને યોગ્ય વિદ્વાનોને મળે તેવી સુવિધા કેળવે૪. પ્રતિઓની જાળવણી સુંદર થાય ને સહેલાઈથી કાઢી શકાય એવી યાદી વગેરે કરાવવામાં આવે. આવા ભંડારોનું-ભાવેંક્ય રચાય. આ અને આવું બને તે શ્રોતોપાસનાનો રંગ કાંઈ જુદો જ જમે એવું છે. - પૂજ્યપાદશીજીએ આ અંગે શક્ય એટલું ઘણું કર્યું છે. નવગ્રન્થ નિમાણ: સાહિત્યોપાસનાના એક વિશિષ્ટ અંગરૂપ નવા નવા ગ્રંથોનું નિર્માણ કરવું એ છે તે તે વિષયોના ઘણાં ઘણાં ગ્રંથો હોવા છતાં અનુભવીઓનું કહેવું છે કે ગ્રન્થોનું પણ આયુષ્ય હોય છે ને તેથી ભાવિ પ્રજને માટે નવા ગ્રંથો પણ આવશ્યક છે. વળી ક્ષયોપશમની વિચિત્રતા છે, એટલે જુદા જુદા જીવોને જુદી જુદી રીતે બોધ થાય છે, તેથી પણ નવા નવા ગ્રંથોની રચના કરવી એ ઉપકારક છે. રચયિતાને તો ગ્રંથ રચનાથી જ્ઞાનની ફૂર્તિ અન્ય પ્રકારે ન વધે એવી વધે છે. આવા અનેક પ્રબલ હેતુઓ ગ્રંથરચનાના પોષક છે. પૂજયપાદશીજીએ અનેક વિશિષ્ટ ગ્રંથોની રચના કરી છે. શ્રી સિદ્ધહેમચન્દ્ર શબ્દાનુશાસનના સૂત્રો ઉપર લઘુ પરમલવું અને બૃહદ્ એમ ત્રિવિધ વૃત્તિની રચના કરીને તેનું નામ “હેમપ્રભા’ રાખુયું. “ન્યાયસિન્થ” નામનો શ્લોકબદ્ધ જૈનન્યાયને સમજાવતો ગ્રંથ રચ્યો અને “એકાત્તતત્ત્વમીમાંસા' ‘પ્રતિમામાત...' ન્યાયાલોકની ‘તત્ત્વમભાવૃત્તિ, ન્યાયખંડનખંડખાઘની ‘ન્યાયપ્રભા'વૃત્તિ તથા અન્યાય અનેક વિશિષ્ટ ગ્રંથોની રચના કરીને સાહિત્યોપાસનાને ઉજ્જવળ કરી છે. પરિહાયમીમાંસા' એ પૂજયપાદ શ્રીજીની પ્રથમ સંયુક્ત કૃતિ છે. એક અદ્દભુત વાતઃ સાહિત્યોપાસનાના ક્ષેત્રમાં આ પ્રમાણે મુક્ત વિહાર કરતાં પૂજ્યપાદ શ્રીજીની એક વાત વાસ્તવિક હોવા છતાં સાંભળનારને આશ્ચર્ય ઉપજાવે એવી છે. પૂજ્યશ્રીજીએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પચાસથી અધિક વર્ષ સુધી આ સર્વ કરવા છતાં હાથમાં કલમ પકડી નથઈ કે કાગળ ઉપર એક અક્ષર લખ્યો નથી. વિ.સં. ૧૯૯૦માં સાધુ સંમેલન થયું તેના પટ્ટક પર સહી કરવા માટે લખ્યું એ અપવાદ સિવાય ઉપરની હકીકત એક વાસ્તવ હકીકત છે. આ સંયમ જાળવવો એ અસાધારણ વાત છે તે આ ક્ષેત્રમાં કાર્ય કરતા કોઈને પણ સમજાય એવું છે. જ્ઞાનની સમ્યફ આરાધનામાં આ આચરણ પણ પરમ હિતકર છે. શાસનસમ્રાટ સદા વિજયવંતા વત (“મહુવાની અસ્મિતા' પુસ્તકમાંથી સાભાર, શાસન સમ્રાટ પ્રવચનમાળા ૧૧૨ 2010_02 Page #126 -------------------------------------------------------------------------- ________________ 2010_02 www.jalnelibrary.org