________________
પણ એક અવાજ હોય છે. એમને સમજતાં વાર ન લાગી કે પોતાને કેમ તેડાવ્યો છે. તેઓ કશું જ બોલ્યા નહીં. માત્ર પૂછ્યું કે “પિતાજી, તબિયત કેવી છે ? પિતાજી કહે, ‘સારી છે અને ત્યારબાદ માત્ર ઔપચારિક વાતો જ થઈ
બે દિવસ ત્યાં રહ્યા બાદ તેમને ઘર રીતસરનું કારાગાર લાગવા માંડ્યું. હવે તો અહીંથી જવાનું જ છે. હવે અહીંશું પ્રયોજન છે ! પિતાજીની તબિયત તો સારી છે.” પરંતુ પિતાજીની વાતચીતમાં તેમને ગંધ આવી ગઈ કે પિતાજી આ વિચારના નથી. સંયમનો નિર્ણય
અને આ સ્વાભાવિક જ છે. માણસ સામાન્ય રીતે જો મોહાધીન હોય તો તે લોખંડની સાંકળ તોડી શકે, પણ સૂતરના તાંતણાને તોડી શકતો નથી. લાગણીઓના કાચા દોરા તૂટ્યા નથી તૂટતા. જેને અંદર મોહ હોય તેને બીજાનો મોહ સતાવે છે અને જકડે છે. પોતે સ્વયં જ્યારે નિર્મોહી હોય છે ત્યારે જ અળગા થઈ શકે છે. જેમ કે, રેતીનો લાડવો અફળાવાથી વિખરાઈ જાય છે, પણ ઘી-ગોળ જેવા ચીકણા પદાર્થથી બનાવેલો લાડવો ભીત પર અફળાતાં જ ચોટી જાય છે. નેમચંદ આવી ચીકાશ વગરના હતા. માટે વિચારે છે કે હવે શું કરવું? તે વખતે તેમના મિત્ર દુલભજી તેમની મદદ આવે છે. નેમચંદે પોતાનો વિચાર દુર્લભજીને જમ્રાવ્યો. અને કહ્યું કે “આ વિચાર પાકો છે, તું મને મદદ કરત્યારે દુર્લભજી બોલ્યા કે “મારો પણ આ જ વિચાર છે. એકથી બે ભલા. હવે આ વાતની કોઈને પણ ગંધ ન આવે તે રીતે આપણે અહીંથી જવું છે. બનતી ત્વરાએ જવું છે.” બુદ્ધિ, ઉદારતા અને ચપળતા આ બન્ને મિત્રોએ એવી સાધી કે એક સાંઢણી ઉપર એઓ મહુવાથી રાત્રે નીકળ્યા. પરોઢના અંધારામાં તેઓ તણસા પહોચ્યા. ત્યાં પહોચ્યા પછી સાંઢણીના માલિકે કહ્યું કે હવે મારે ઊંટને આરામ આપવો જરૂરી છે. આપણે અહીં થોડું રોકાઈએ.” પણ આ બન્નેને થાક જેવું કશું હતું જ નહીં. જે માણસો પોતાના ઈષ્ટને પ્રાપ્ત કરવા મથતા હોય છે એમને શરીરની પરવા નથી હોતી, જેમ ક્રિકેટરો તડકામાં પરસેવાથી લથબથ હોવા છતાં એમનું મન ક્રિકેટમાં જ પરોવાયેલું હોય છે, એ જ રીતે ઈષ્ટ સાધનામાં રોકાયેલા માણસોને સિદ્ધિ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી તેઓ પલાંઠી વાળીને બેસતા નથી હોતા.
પણ સાંઢણીના માલિકે કહ્યું એટલે તેમનો છૂટકો ન હતો. તેઓ ત્યાં રોકાઈ ગયા. સૂવાની વ્યવસ્થા કરી. પેલાને જમાડીને બરાબર ખુશ ક્યો અને સવારે નીકળીને ભાવનગર પહોંચી ગયા. વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે:
ભાવનગર પહોચીને તેઓ વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે ગયા. મહારાજ સાહેબે પૂછવું, કેમ, તમારા કાંઈ સમાચાર નથી, કાગળ નથી ને સીધા જ આવી ગયા? સાથે આ કોણ છે?
“આ મારો મિત્ર છે.”
મહારાજશ્રીને પણ અણસાર આવી ગયો કે “આ લોકો જુદા જ સ્વરૂપે આવ્યા લાગે છે, નહિતર લક્ષ્મીચંદભાઈનો કાગળ આવ્યા વિના રહે નહીં. તેઓ જેવા અમરચંદ જસરાજભાઈના ઘરે ગયા ત્યાં પણ આ પ્રશ્ન ઊભો થયો પણ એમણે આ બાબતમાં મૌન જ રાખ્યું.
શાસનમ્રાટ પ્રવચનમાળા
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org