________________
જેમની પાસે પોતે સિદ્ધાંતચંદ્રિકા' ભણેલા એ ભાવનગરના પંડિતજી મણિશંકર શાસ્ત્રીએ તેમને ‘સિદ્ધાંતચંદ્રિકા' ભણાવ્યા પછી હાથ જોડેલા કે હવે આ વિદ્યાર્થીને મારે ભણાવવાનું કશું રહ્યું નથી. આ નેમિવિજયજીએ ‘સિદ્ધાંતકૌમુદી' ભણવાનો પ્રસ્તાવ કર્યો, એમની વાત પણ સ્વીકારાઈ પણ ભણાવે કોણ? ૧0,000 શ્લોકપ્રમાણ ‘સિદ્ધાંતકૌમુદી' એટલે પાણિનિનું વ્યાકરણ. ભાવનગરના નામદાર મહારાજે ગીતાના શ્લોકો સમજવા માટે રાખેલા ભાનુશંકર નામના એક વિદ્વાન પંડિતનો સંપર્ક કરવામાં આવ્યો. રાજાની પાસે બેસનારા એ પંડિતને બોલાવે કોણ? ત્યાંથી આવે કેવી રીતે? એ માટે જશરાજ સુરચંદ (વોરા અમરચંદ જશરાજના પિતાશ્રી) દ્વારા વાત કરવામાં આવી. બધી ગોઠવણ થઈ. તેઓ આવ્યા. એમને પણ મનમાં એમ હતું કે કોઈ સાધુ આ કાઠિયાવાડમાં ‘સિદ્ધાંતકૌમુદી' ભણવા તૈયાર થાય? નવા નિશાળિયાની જેમ બે-પાંચ દિવસ આ બધું ચાલશે ને વાત પૂરી થઈ જશે. ભલે આપણે જઈએ.” પણ શરૂઆત કર્યા પછી ટૂંકા ગાળામાં જ પંડિતશ્રીએ એમની પ્રગતિ જોઈ સંજ્ઞાપકરણ, સંધિપ્રકરણ આટલે સુધી જ હજી પહોચ્યા હતા ત્યાં કાશીથી ભણીને આવેલો એક નવોસવો વિદ્વાન, નાથાલાલ એનું નામ. એને ભાનુશંકરભાઈ સાથે ગોષ્ઠી થઈ અને જિજ્ઞાસા થઈ કે ભાવનગરમાં કોઈ મારે લાયક વાત કરવાવાળો માણસ છે કે નહિ!
જે પ્રજ્ઞાના પાયામાં શીલ નથી હોતું ત્યાં અભિમાન પ્રગટ્યા વિના રહેતું નથી. પેલા વિદ્વાનને એમ થયા કરે કે “મારું પાંડિત્ય કોઈને બતાવું, કોઈને મહાત કરીને બતાવું.” આમ કરે તો જ તેની ચળ શાંત થાય. ભાનુશંકરભાઈએ કહ્યું, ‘એક સાધુભગવંત અહીંયાં છે. એ ભણે છે. તમારી ઈચ્છા હોય તો ભેટો કરાવું.”
અહીં એમણે મહારાજશ્રીને પણ વાત કરી. મહારાજ સાહેબ તો પડકાર ઝીલવા તત્પર જ હતા. ના એમણે કદી પાડી નથી. કોઈનાથી કદી ડર્યા નથી. ક્યારે પણ ડગ્યા નથી.
શૌર્યએ શું છે? એ હિંમત કેવી છે? એ આત્મવિશ્વાસ કેવો છે? નીડરતા કોને કહેવાય? એ બધાં તત્ત્વો જયારે અંતથી જોઈએ ત્યારે જ સમજાય કે આ મહારાજ સાહેબનું ગોત્ર જ જુદું છે. પંડિત નાથાલાલ સાથેનો વાદઃ
અને એક દિવસ ભાનુશંકરભાઈ બેઠા છે. એમની બાજુમાં પંડિત નાથાલાલ છે. અને સામેની બાજુએ મહારાજસાહેબ બેઠા છે. ભાનુશંકરભાઈ હજી તો કોઈ પ્રસ્તાવના બાંધે તે પહેલાં મહારાજસાહેબે સીધી જ શરૂઆત કરી, “પહેલ તમે કરો છો કે હું કરું?” નાથાલાલ આટલું જ વાક્ય બોલ્યા, “શરૂઆત આપ જ કરો.”
મહારાજસાહેબની પાસે પહેલેથી જ છટાદાર રીતે બોલવાની કુદરતી બક્ષિસ હતી; અંગ્રેજી સુધ્ધાં. સંસ્કૃત પોતે ભણતા હતા. સિદ્ધાંતકૌમુદી'માં આવતા પરિસ્કારો, એમાં આવતા દોષ, દોષના ઉદ્ધારો આ બધું તાજું જ હતું. ભલે પ્રાથમિક સંજ્ઞાપ્રકરણ અને સંધિપ્રકરણ સુધીનો જ અભ્યાસ હતો પણ એ ઠોસ અભ્યાસ હતો. એમણે શરૂઆત કરી. પ્રશ્નો ઉભા કર્યા. નાથાલાલ એક જવાબ આપે ને બીજો ના આપી શકે. ભાનુશંકરભાઈ મહારાજશ્રીને કહે, હવે તમે રહેવા દો.” અને નાથાલાલને કહે, “હવે, તમે પૂછો. ત્યારે નાથાલાલે કહ્યું, “ના, હું આ વ્યક્તિને કાંઈ નહિ પૂછી શકું.” આ એમનું વ્યક્તિત્વ હતું.
અભ્યાસ શરૂ કર્યો. ૧૯૪૫ના ચોમાસામાં. ‘સિદ્ધાંતચંદ્રિકા પૂરી કર્યા પછી સિદ્ધાંતકૌમુદી' શરૂ કરેલી. અડધે પહોચ્યા ને મહારાજસાહેબની તબિયત બગડી. હજુ
શાસનસભાટ પ્રવચctમાળ ૧૮
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org