________________
દીક્ષા આપી ત્યારે મોતીચંદભાઈના ચરવળાની જરૂર ન રહી. વૃદ્ધિચંદ્રજી મહારાજે જ મૂલચંદજી મહારાજનો ઓપો એમને આપ્યો.
મૂલચંદજી મહારાજ જિનશાસનના એક અધિનાયક પૂજ્ય પુરુષ હતા. પૂજ્યપાદ સાગરજી મહારાજે આગમમંદિરની અંદર શિલાલેખમાં એમના માટે “શાસનસૌધ થંભાયમાન એવું વિશેષણ વાપર્યું છે. શાસન રૂપી મોટો મહેલ અને એ મહેલને ટકાવનારા સ્થંભ સમાન આ મૂલચંદજી મહારાજ. તેમનો સ્વર્ગવાસ સં. ૧૯૪પના માગશર મહિનામાં થયેલો. ત્યારે એમનો જે ઓધો સાચવી રાખવામાં આવેલો એ નેમિવિજયજીને આપવામાં આવ્યો. આ યોગાનુયોગ ગણો તો યોગાનુયોગ. નેમિવિજયજીની પહેલાં યે દીક્ષાઓ તો થઈ હતી પણ ઓછો કોઈને આપવામાં આવ્યો ન હતો. મહારાજશ્રીની જોડે મહુવાથી ભાગીને આવેલા દુર્લભજીને પણ દીક્ષા અપાઈ હતી. અને તેઓ દુર્લભવિજયજી બન્યા. એમના પિતા હયાત નહોતા. પાછળ કોઈ રોનાર-ફૂટનાર હતું નહિ. એટલે એમને તરત જ દીક્ષા અપાયેલી. મૂલચંદજી મહારાજનો ઓરો નેમિવિજયજીને અપાયો એની પાછળ ભાવના એવી કે શાસનને સાવ અંધારામાંથી બહાર લાવી જમીન ઉપર મૂકી આપનાર મૂલચંદજી મહારાજની પ્રતિભા અને કુશળતા આમનામાં પણ અવતરિત થાય અને એ અવતરિત થશે એવી શ્રદ્ધા પણ એમને બેઠી હશે. મહુવાનું વાતાવરણઃ વીરચંદજી રાઘવજી:
નેમિવિજયજીનું આખું વ્યક્તિત્વ અનોખું હતું. અને તેઓ જ્યાં જન્મ્યા એ સ્થળ - મહુવા -નું વાતાવરણ પણ એક તાંતણાને આગળ લંબાવનારું હતું. કેમ કે ૧૯૨૯માં • મિવિજયજીના જન્મ અગાઉ આ જ મહુવામાં સં. ૧૯૨૦માં વીરચંદ રાઘવજીનો જન્મ થયો હતો. આ એ વીરચંદ જેમને આત્મારામજી મહારાજે શિકાગોની સર્વધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે મોકલેલા. અને ત્યાં જઈને એમણે એ જવાબદારી સુંદર રીતે અદા કરેલી. ત્યારે તો એ નામાંકિત પુરુષની ઉંમર પણ નાની. છતાં જે સ્વરૂપે તેમણે જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું તે વાંચીને આજે પણ લોકો માથાં ડોલાવે છે. એમણે અંગ્રેજીમાં ભાષણો આપ્યાં છે, જૈન ધર્મની ઝીણામાં ઝીણી ખૂબીઓ બતાવી છે. વીરચંદ ગાંધીની એ જન્મભૂમિમાં અને આ વાતાવરણમાં મહારાજશ્રીનું આગમન થયું છે ત્યારે જાણે શરૂઆત થયેલી છે. ભરભાંખરું કહેવાય તેવી સ્થિતિ છે પણ હજીયે સાતેય ક્ષેત્રોનાં વહેણો સંપૂર્ણ સુકાયેલાં હતાં. ત્યાં કાંકરા હતા, પાણી ન હતું. આ સ્થિતિમાં મહારાજશ્રી જાણે આગળનું લક્ષ્ય તાકે છે. એ માટેનું સાધન છે વિદ્યાભ્યાસ, પબ્બીસૂત્ર, સિદ્ધાંતચંદ્રિકા એ બધું તૈયાર કરવામાં આ નવદીક્ષિતને વાર નથી લાગી. સિદ્ધાંતકૌમુદીનો અભ્યાસ
એક વાર બે પંડિતો અડધે ચોમાસે વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે આવીને કહે છે, ‘સિદ્ધાંતકૌમુદી ભણનાર કોઈ મળતું નથી. વૃદ્ધિચંદ્રજી મહારાજ અને ગંભીરવિજયજી મહારાજ આ નેમિવિજયજીને બોલાવીને એમ નથી કહેતા કે તમે “સિદ્ધાંતકૌમુદી' કરો પણ નેમિવિજયજી એ પડકાર સામે ચાલીને ઝીલી લે છે. મહારાજશ્રી દૂર બેઠા છે. એમની નજીકમાં આવીને નેમિવિજયજી કહે છે, “સાહેબજી, આપ કહેતા હો તો હું ‘સિદ્ધાંતકૌમુદી ભણવા તૈયાર છું.’
વિદ્યાલચાસમાં હરણાકાળઃ ૨
૧૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org