________________
આવી વિભૂતિ આ વિશ્વમાં વારંવાર અવતરિત થતી હોતી નથી. એને માટેનું એક વાતાવરણ જોઈતું હોય છે, એક કાર્ય જોઈતું હોય છે, અને ત્યારે તે આવે છે. અહીં આવીને પોતે અસાધારણ હોવાના કારણે સામાન્ય માણસો જે સ્થિતિમાંથી પસાર થાય છે એ સ્થિતિ એને પસાર કરવાની હોતી નથી. ગઈકાલે જોયું હતું એમ એ બધું પહેલાં પોતે કરીને આવેલા છે.
અહીં આપણે તેમના જીવનની સ્કૂલ ઘટનાને બહુ વર્ણવવી નથી પણ એ બનેલી ઘટનાની પાછળના ચાલકબળને સમજવાનો, તેનું પૃથક્કરણ કરી તેના દ્વારા તેમના અસાધારણ અંદરના પોત અને પ્રતિભાનો પરિચય મેળવીને પ્રભાવિત થવાનો પ્રયત્ન કરવાનો છે.
તે યોગભ્રષ્ટ છે. યોગ જ્યાંથી અધૂરો છે, સાધના જ્યાંથી અધૂરી છે ત્યાંથી પોતે અહીં આરંભ કરે છે. અને એટલા જ માટે તેમના જીવનની શરૂઆતના કોઈ જ તબક્કા જોવા મળતા નથી.
મેં જે રીતે એમના જીવન પર દષ્ટિપાત કર્યો તે જોતાં મને એમ લાગ્યું છે કે મહારાજ સાહેબમાં સ્વયંબુદ્ધત્વના અંશો દેખાય છે. સ્વયંસંબુદ્ધની વ્યાખ્યા આપણે ત્યાં એમ કરવામાં આવી છે કે ક્યારેય બીજાથી પ્રેરિત ન થાય, ક્યારેય પણ એને બીજાની પ્રેરણાની જરૂર ન પડે, જે-જે કાળે, જે-જે વખતે જે-જે કરવાલાયક હોય તે તેને આપમેળે
આ તો એવો એક હથ્વી જેની રાત છે હે ને હીe.
ઊચું નિશાનઃ
સં. ૧૯૪૫માં દીક્ષા અને સં. ૨00૫માં કાળધર્મ. આટલો એક દીર્ધકાળ ગણો તો દીર્ઘકાળ. એમાં જે રીતે પૂજ્યપાદ મહારાજશ્રી દ્વારા કાર્યો થયાં છે તે જુઓ. હંમેશાં મને એમ લાગ્યું છે કે મહારાજસાહેબને કામો સૂઝતાં આવ્યાં છે. મહારાજશ્રીએ કદી પણ કોઈ કાર્યની ગવેષણ નથી કરી. જે ગામમાં ગયા એ ગામમાં એ કામ એમના માટે જ જાણે વાટ જોતું બેઠું હોય ! પોતે સામાન્ય પ્રકારનો પ્રયત્ન કરે ને કામ થઈ જાય. આવા સેકડો પ્રસંગો એમના જીવનમાં બન્યા છે. એમના જીવનની મોટામાં મોટી ખૂબી એ છે કે એમણે હંમેશાં ઊંચું નિશાન તાક્યું છે. આવા વિરલ કહી શકાય તેવા આત્માઓની મોટી ખૂબી હોય છેઃ નિશાન ચૂક માફ, ન માફ નીચું નિશાન.” ઊચું નિશાન તાકવામાં કદાચ નિષ્ફળ જવાય તો ભલે, પણ નિષ્ફળ જવાના ભયથી એ નીચાં નિશાન કદી રાખતા નથી હોતા. ગઈ કાલે આપણે જોયું કે દીક્ષા જેવા પ્રસંગનું કેટલું મોટું જોખમ તેમણે માથે લીધું ? ગુરુમહારાજને તેમણે ચિંતામુક્ત કર્યા. સામે પોતાનાં વહાલસોયાં માતાપિતા, છાતી અને માથું ફૂટી વલોપાત કરતાં દિવાળી બા, છતાં પોતે શાંત ચિત્તે, નિર્લેપ ભાવે આ બધું જોયા કરે ! શું હશે ભીતરમાં ? આ ક્યાંથી શીખીને લાવ્યા ? અન્ય યોગીઓને દ્રષ્ટાભાવની સાધના કરતાં, સાક્ષીભાવની સાધના કરતાં વર્ષો વહી જાય છે એ સત્ત્વ અહીં પહેલે દિવસે પ્રગટેલું દેખાય છે. વિધિપૂર્વક દીક્ષા:
વૃદ્ધિચંદ્રજી મહારાજ અકળાયેલા હતા. ગંભીરવિજયજી મહારાજે કહ્યું પણ ખરું કે આ રત્નવિજયજીને વાત કરવા કરતાં સીધી રીતે વાત કરી હોત તો શું થાત? પણ છેલ્લે લક્ષ્મીચંદભાઈએ જ ઓરડીમાં બેઠેલા નેમચંદને આશીર્વાદ આપ્યા. પછી ગુરુ મહારાજની પાસે લઈ ગયા. આખું વાતાવરણ બદલાઈ ગયું. અને જ્યારે ગુરુમહારાજે એમને વિધિપૂર્વક
wentorok
શાસનસમ્રાટ પ્રવચ્ચેoto ૧ ૬
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org