________________
શાસનસમ્રાટ
પ્રવચનમાળા
੫੨
Jain Education International 2010_02
જોધપુરના, પાલીના, સોજતના શ્રાવકોએ કાપરડાજી પધારવા મહારાજ સાહેબને વિનંતી કરી. આ કાપરડાજી તીર્થ યાં સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાન છે તે એક જાતિ મહારાજના પ્રયાસથી ઊભું થયેલું તીર્થ છે.
કાપરડા તીર્થ જોધપુરની પાસે અત્યારે મોજુદ છે. ચાર મજલાનું દેરાસર. એમાં સ્વયંભૂ પાર્શ્વનાથ. આવું ઉત્તુંગ જિનાલય, આવી ઉભરણી, સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાનના ગભારામાં ભેરૂજીની સ્થાપના એ સૌ ધ્યાન ખેંચનારાં છે.
પ્રભુજીની બાજુમાં જ ભેરૂજી. માત્ર ઉપર સિંદૂર લગાડેલું. આજુબાજુના ભીલ અને વનવાસી લોકો બાબરી ઉતરાવવા માટે ત્યાં આવે. કોઈક વખત માનતા માની હોય તો બકરીનો વધ કરવા માટે પણ ત્યાં આવે. અને આમ તીર્થંકર પરમાત્માની આર્હત્ શક્તિને નુકસાન પહોંચાડે તેવાં અશાતનાનાં કાયો થયા કરે. આપણા જેવા નિર્બળ કાય માણસો આ બધું જોઈને બેસી રહે.
જ્યારે શ્રાવકોએ આવીને પધારવા માટે વિનંતી કરી ત્યારે મહારાજ સાહેબ કહે છે, ‘કંઈ પણ થશે તોપણ તમે ઊભા રહેવા તૈયાર છો ?’ ભેરૂજીની બાબતે પાકી તૈયારી ક૨ીને મહારાજ સાહેબે નિર્ણય લીધો. તે પછીનો સૌથી અગત્યનો પ્રશ્ન એ આવ્યો કે અહીં સ્થાપન થયેલ ભેરૂજીને ઉપાડે કોણ ? આ સામાન્ય કામ ન હતું. શ્રદ્ધાથી સ્થાપન થયેલા એ લોકોના વર્ષો જૂના ભેરૂજી. પવિત્ર થવા માટે મૂર્તિ, મંદિર કે આકૃતિની જરૂર નથી, પણ અધિવાસિત જગાની જરૂર હોય છે, જેની આપણને ખબર નથી પડતી.
જ્યારે કોઈપણ શ્રાવક તૈયાર ન થયો ત્યારે મહારાજ સાહેબે પોતાના શિષ્યો રૂપવિજયજી, ધનવિજયજી હતા એમાંના રૂપવિજયજીને કહ્યું કે, ‘ઉપાડો’.
પણ એ વેળાએ રૂંવાડામાં પણ તિરસ્કાર નહિ. એ પણ એક દેવ છે. ‘આ દેવદેવીઓ શું કરવાના હતા ?’ એવું પણ બોલતાં અમે આશાતનાના ભાગીદાર બનીએ છીએ. વાળાં સાયબા દેવીનું ઞસાયબાણ |
મહારાજ સાહેબે દેવને પ્રાર્થના કરતાં કહ્યું કે ‘આપને આ જગાએથી વધુ સારી જગાએ બિરાજમાન કરવાનો અમારો પ્રયત્ન છે. આપને આ લોકોએ અંતર્ગત રાખ્યા છે ત્યારે અમે તમને સ્વતંત્ર સ્થાન આપીએ છીએ. માટે અહીંથી સારી જગાએ લઈ જવા માટે આપ કૃપા કરો અને પધારો.' શું એમની દૃષ્ટિ ! આ એમના પ્રભાવકપણાની નિશાની. આરાધક અહીં ન ચાલે. એની પાસેનો દષ્ટિકોણનો ગજ ટૂંકો હોય છે. એની પાસે સમ્યક્ત્વની વ્યાખ્યા પણ સાદી જ હોય છે, પ્રાથમિક હોય છે.
પ્રાર્થના કર્યા પછી એ રૂપવિજયજી મહારાજની સાથે રહીને યોગ્ય જગાએ અને ઊંચે સ્થાને ભેરૂજીને પધરાવ્યા. જોતજોતમાં આ વાતની ખબર પડી ગઈ. બસ્સો જેટલા માણસો તીરકામઠાં સાથે ત્યાં આવ્યા. અમારા ભગવાનને લઈ જનાર છે કોણ ? બહાર આવે.'
આ કામ કરતી વખતે વિશ્વાસમાં જો કાંકરી જાય તેટલું પણ કાણું હોયને તો એ નાવ તળિયે બૂડી જાય. સાથીદારો તો હાથપગ જેવા છે. પ્રાણ શું છે ?
‘સાચા સાથી બે ખરા હિંમત ને વિશ્વાસ,
તે વિના બાકી બધા થાય નકામાં ખાસ.
For Private & Personal Use Only
1
www.jainelibrary.org