________________
પ્રાટે ગાંધીજી ઉપરનો પ્રશ્ન પૂછતાં મહારાજ સ્વસ્થતાપૂર્વક જવાબ આપે છે કે “અમારે માટે તો કોઈ પણ વ્યક્તિની નિંદા કરવી તે શાસ્ત્રવિરુદ્ધની વાત છે. અમે કોઈને ખોટા કહી શકીએ જ નહીં.'
પ્રા વીસ મિનિટની વાતચીતના અંતે ઊભા થઈને, પ્રણામ કરીને નીકળ્યા. નીકળ્યા પછી સાથે વાડીલાલ કુસુમગર વગેરે જે માણસો હતા તેમને કહે છે, “આ મહારાજે દીક્ષા લીધી એ બરાબર છે, પરંતુ જો દીક્ષા ન લીધી હોત તો સમગ્ર ભારત ઉપર રાજ્ય કરી શકે તેટલી તાકાત એમનામાં છે.'
મહારાજ સાહેબમાં પ્રોટ સાહેબ જેવા માણસને આ પ્રતિભાનાં દર્શન થયાં.
એ પછી જ્યારે પ્રા સાહેબ એકાદ મહિના બાદ નિવૃત્ત થયા ત્યારે એમની “વ્હાઈટ ડાયરીમાં નેમિસૂરીશ્વરજી મહારાજનું નામ ખાસ લખ્યું હતું. જેથી એમની જગાએ આવનાર માણસને ખ્યાલ આવે કે આ માણસ મળવા જેવા છે. આ પ્રસંગ સં. ૧૯૭૭નો છે. વઢવાણમં દીક્ષાર્થીનો કિસ્સો : પોલિસ સુપ્રિન્ટેન્ડન્ટને પરત મોકલ્યા:
હવે જરા પાછે પગલે ૧૯૫૩નો પ્રસંગ પર જઈએ. મહારાજ સાહેબે સંવત ૧૯૫૨નું ચોમાસું વઢવાણમાં કર્યું. વઢવાણના ચોમાસા પછી એક ભાઈ સામેથી દીક્ષા લેવા આવ્યા.
મહારાજ સાહેબને શિષ્યોના કારણે ઘણીવાર સંઘર્ષ થયા છે અને તેમાં તેઓ અડીખમ ઊભા રહ્યા છે.
દીક્ષા લેનાર ધમાલ કરે છે દીક્ષા લેવા માટે. દીક્ષા લેનારને અટકાવવા ધમાલ કરે છે તેનાં સંસારી પક્ષનાં માતાપિતા વગેરે. મહારાજ સાહેબ તો આ બાબતે શાંત અને સ્વસ્થ છે. ક્યારેય તેમણે દાવપેચ લડાવ્યા નથી.
આ દીક્ષાર્થી પણ વારંવાર મહારાજ સાહેબની પાસે આવતો. છતાં મહારાજ સાહેબે એને દીક્ષા માટે ના પાડેલી અને રાહ જોવાનું કહેલું. પણ પોતાની તત્પરતા ઘણી જ. પ્રસંગોપાત્ત મહારાજ સાહેબ બે દિવસ માટે જોરાવરનગર બાજુ પધાયાં. એટલે સુમતિવિજય મહારાજ અને પ્રધાનવિજય મહારાજ તેમજ બીજા ત્રણ-ચાર સાધુ મહારાજને થયું કે મહારાજ સાહેબ આને “ના” પાડ્યા કરે છે. પણ આને દીક્ષા આપી દેવા જેવી છે. એના ભાઈઓનો વિરોધ છે પણ વધારે તો એ શું કરી લેવાના છે ? આમ વિચારીને પેલાને દીક્ષા આપી દીધી.
ગણતરીના કલાકોમાં જ પેલા દીક્ષાર્થીના ભાઈ મોટો હુમલો લઈને આવ્યા. એટલું જ નહિ, પોલિસને લઈને આવ્યા. અહીં મહારાજ સાહેબોએ નૂતન દીક્ષિતને ઓરડીમાં પૂરી દીધેલા. વળી એમણે આવનારાઓને એમ કહ્યું કે “અહીં કોઈ સાધુ મહારાજ છે જ નહીં.” જોકે ઓ સાધુ મહારાજોની ભૂલ જ હતી.
મામલો વધારે ચગ્યો. ‘શું કરશું ? તે મૂંઝવણ થઈ. સૌ સાધુઓને લાગ્યું કે “મહારાજ સાહેબને બોલાવો. તેઓ જ બધું થાળે પાડશે. તાબડતોબ સમાચાર મોકલ્યા. મહારાજ સાહેબ ચારેક વાગ્યાના સુમારે આવ્યા અને જોયું તો ખુદ સુપ્રિન્ટેન્ડન્ટ ત્યાં આવેલા, અને એના માણસો સાથે એક ઓટલે બેઠેલા. મહારાજ સાહેબ જેવા ઉપાશ્રયમાં દાખલ થયા તેવા સૌથી પહેલાં તો એમણે સુપ્રિન્ટેન્ડન્ટનો જ ઉધડો લીધો, ‘કોને પૂછીને તમે ઉપાશ્રયમાં દાખલ થયા.?”
અજોડ હઅસ્તિત્વ : ૮
૧ ૭ 3.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org