________________
શાસનસમ્રાટ
પ્રવચનમાળા
૧૪૪
Jain Education International 2010_02
પેલો તો આ પ્રશ્નથી જ થથરી ગયો. એને થઈ ગયું કે અહીં કાયદા સિવાયની વાત નહિ થઈ શકે. એણે કહ્યું કે ‘આ લોકો આવ્યા છે એટલે હું તો ખબર કાઢવા આવ્યો છું, જાણવા આવ્યો છું.’ મહારાજ સાહેબ કહે, ‘પણ એ ખબર કાઢવા આ રીતે આવવાનો તમારો અધિકાર છે ખરો ?’
પેલો સુપ્રિન્ટેન્ડન્ટ કહે, ‘ના, હું ચાલ્યો જાઉં છું.
તેઓ ગયા, પણ ટોળું હજી યથાવત્ હતું. મોટા મહારાજ સાહેબે બીજા મહારાજ સાહેબોને કહ્યું, ‘તમે આ ખોટું કામ કર્યું છે. હમણાં ને હમણાં દીક્ષાર્થી મહારાજને બહાર લાવો. શા માટે ચોરીછૂપીથી રાખી મૂકો છો ? જો તેમનામાં શૌર્ય હશે તો રહી જશે.’
આવી રીતે પડકાર કરીને નવદીક્ષિતને બહાર બેસાડ્યા ને એનાં સગાંવહાલાંને કહ્યું કે ‘પૂછી જુઓ એને કે એનો વૈરાગ્ય કાચો છે કે પાકો છે ?’
બધા લોકો ધ્રૂજી ગયા ને ધીમેધીમે બહાર નીકળી ગયા. આ તાકાત, આ પ્રતાપ, આ પ્રભાવ એમનામાં અદ્દભુત હતો. ઘણા પ્રસંગોમાં તો એમનું અસ્તિત્વ માત્ર કાફી રહ્યું છે. એમના હોવા માત્રથી જ કેટલાંય વિઘ્નો ઉંબરેથી પાછાં વળી ગયાં છે. કશો પ્રયત્ન નથી કરવો પડ્યો, કશો શબ્દોચ્ચાર નથી કરવો પડ્યો.
વિધિવિધાનપૂર્વક ઉપધાનતપની આરાધના અને માળારોપણ :
મહારાજ સાહેબે સૌથી પહેલી ઉપધાન તપની આરાધના કરાવેલી સં. ૧૯૭૭માં ખંભાતના ચોમાસામાં. ચુનીભાઈ ભગુભાઈ સુતરિયાને ઉપધાન માટેનો અભિગ્રહ હતો. મીઠાનો ત્યાગ કરેલો. સાત વર્ષથી મીઠાનો ત્યાગ હતો. ઉપધાન તપ માટે તેઓ મહારાજ સાહેબને વારંવાર વિનંતીઓ કરતા હતા પણ કાંઈ મેળ પડતો ન હતો. એ વર્ષે ખંભાતમાં મેળ બેસી ગયો. મહારાજ સાહેબે ‘હા’ કહી અને ઉપધાન મંડાવ્યાં. ૫૦ પુરુષો અને ૨૫૦ બહેનો હતાં. એ ઉપધાન સૌ પ્રથમવાર વિધિવિધાનપૂર્વકનાં થયાં. એ ઉપધાન વખતે માળારોપણની જે વિધિ હતી એમાં માળ રાત્રે અભિમંત્રિત કરવી પડે અને જ્યારે પહેરાવવાની હોય ત્યારે ગુરુમહારાજ માળ પહેરનારનાં સગાંવહાલાંને આપે અને પછી તે પહેરાવે. આ આખો ક્રમ હતો.
મહારાજ સાહેબ સૌ પ્રથમ પોતે માળ હાથમાં લઈ, આંખો મીંચીને જે મંત્રાક્ષર ભણી રહ્યા હતા તેનું શબ્દચિત્ર નંદનસૂરિ મહારાજે સંસ્કૃતમાં આલેખ્યું છે. એ ક્ષણોને નિરૂપતાં તેઓ લખે છે કે, ‘પૂર્વના મહાપુરુષો કેવી રીતે વિધિવિધાન કરાવતા હશે, કેટલી સજ્જતા અને એકાગ્રતાપૂર્વક એ થતું હશે એનું દર્શન મને આમાં થયું હતું. ' (આ શ્લોક આપણે અગાઉ જોઈ ગયા છીએ.)
એ રીતે માળદ્રવ્ય, વિધિપૂર્વકનું માળારોપણ – એ બધી વ્યવસ્થાનો પાયો સૌ પ્રથમ સં. ૧૯૭૭ના ખંભાતના ચોમાસા દરમ્યાન નંખાયો.
જળયાત્રાનું વિધાન :
બીજી એક અગત્યની વાત તેઓ ઘણા લોકોના ધ્યાન પર લાવ્યા હતા. અને તે સંઘના અગ્રગણ્ય વહીવટદારોએ ખાસ લક્ષમાં લેવા જેવી છે. વાત એ છે કે જ્યારે જ્યારે સંઘમાં પ્રભુજીને નિમિત્તે કોઈ મહોત્સવ થાય ત્યારે જળયાત્રાનું વિધાન અથવા તો રથયાત્રાનું વિધાન કરવાની પ્રણાલિકા છે. અત્યારે જળયાત્રા' કે ‘રથયાત્રા' એ શબ્દપ્રયોગ પણ ઘટી ગયો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org