________________
જળયાત્રા નીકળે એટલે દેરાસરેથી નીકળી જ્યાં જળ લેવા જવાનું હોય ત્યાં સુધી વાજતેગાજતે જય. ત્યાં જઈને ત્રિગડામાં પ્રભુજીને પધરાવી સ્નાત્ર ભણાવવામાં આવે. સ્નાત્ર ભણાવીને જે જળદેવતા હોય - એ વાવ, કૂવો કે તળાવ હોય – એમાંથી પાણી લેવાનું હોય. એ વખતે વિધિકારકો જળયાત્રાનું વિધાન કરે. વરુણદેવની પ્રાર્થના કરી, બહુમાન કરી પછી જળ લેવામાં આવે. રથયાત્રા વેળાએ સર્વ દેવસ્થાપકોનું પ્રીયંતા પ્રીયંતામઃ
રથયાત્રા જ્યારે નીકળી હોય ત્યારે પણ એ દેરાસરથી શરુ થાય અને દક્ષિણાવર્ત ફરીને પાછી દેરાસરે આવે. તેટલા અંતરમાં જેટલાં દેવસ્થાનો આવે – પછી ભલે તે હનુમાનજીનું મંદિર હોય કે ગણપતિનું મંદિર હોય - તે-તે દેવસ્થાનની અંદર એક એક શ્રીફળ મૂકવું જોઈએ. આ રીતની પરંપરા પૂજ્યપાદશીએ શરૂ કરાવેલી. મહારાજ સાહેબ આમાં કોઈ નવી વાત શરૂ કરે છે એમ નહોતું. આપણે જે દર પખીએ વારંવાર બોલીએ છીએ કે : ___स्कंद विनायकोपेता येचान्येऽपि ग्राम नगर क्षेत्रदेवता दयस्ते' सर्वे प्रीयन्ताम् प्रीयन्ताम् - અહીંઝું એટલે મહાદેવ અને વિનાય% એટલે કે ગણપતિ “ખુશ થાઓ, ખુશ થાઓ.”
યાદ રાખો કે આ સૌને ઈષ્ટ દેવ તરીકે માનવાની વાત નથી, સિદ્ધ તરીકે સેવવાની વાત નથી પણ પ્રસંગ આવ્યો છે તો સૌને ખુશ કરો, પ્રસન્ન કરો એ રીતે આ સૌ દેવસ્થાને શ્રીફળ મૂકવાની વાત છે. આ કેવળ ખુશીબક્ષિસ આપવાની વાત છે. પ્રભુજીના મહોત્સવમાં અજૈનોને પણ પ્રમાદ અને પ્રભાવના:
જ્યારે કોઈ મોટું વિધાન કરવાનું હોય – શાન્તિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર, પ્રભુજીની પ્રતિષ્ઠાનો મહોત્સવ - એની પહેલાં આ અચૂક કરવું જોઈએ. આપણા દેરાસરના સો ડગલાંના ઘેરાવની અંદર રહેતા અર્જેનોને એક છાબડી પ્રસાદ અચૂક આપવો જોઈએ. કેમ કે એ લોકોની પ્રસન્નતા અને ઉલ્લાસ આપણી કાર્યસિદ્ધિનો સબળ હેતુ બને છે. ખરેખર પ્રભાવના તો એ લોકો માટે છે કે જેમને આપણે જૈન ધર્મ તરફ આકર્ષવા છે. આપણે ત્યાં આ રીતે શરૂ થયેલી હતી, પરંતુ ધીરેધીરે પ્રભાવનાનું વતુળ સંકોચાતું ગયું અને માત્ર જૈનો પૂરતું સીમિત થઈ ગયું.
એટલે નવી પરંપરા નહિ, પણ પ્રાચીન પરંપરાનું પુનજીવન મહારાજ સાહેબે ઠેરઠેર કર્યું છે. એનાં મીઠાં ફળ સંઘે ચાખ્યાં છે. જીર્ણોદ્ધાર કમિટીની રચના:
જીર્ણોદ્ધાર કમિટીની સ્થાપના તેઓશ્રીએ કરેલી છે જેને અન્વયે હજારો જિનમંદિરોના જીર્ણોદ્ધાર થતા આવ્યા છે. એ રીતે જીર્ણોદ્ધારના કાર્યમાં પૂજ્યપાદશી નિમિત્ત બન્યા છે. આજે આચાર્યશ્રી જિતેન્દ્રસૂરિ મહારાજ મેવાડમાં જે કામ કરી રહ્યા છે તેઓએ પણ આ વાતની સહર્ષ નોધ લીધી છે. આ મેવાડના અજાણ્યા, અત્યંત અગવડભય વિસ્તારોમાં વિચરીને ૬0 વર્ષ પહેલાં જો કોઈએ કામ કર્યું હોય તો તે નેમિસૂરીશ્વરજી મહારાજે કર્યું છે. ઔચિત્યધર્મ:
તેઓ ક્યારેય પણ ઔચિત્યધર્મ ચૂકતા નહિ. મહારાજ સાહેબ પાસે કોઈ પણ પંડિત આવે, ભલે એમ ને એમ મળવા આવે, તોપણ મહારાજ સાહેબ એમને માટે જાજમ મંગાવે. ને જયારે તે વિદાય લે ત્યારે કોઈગૃહસ્થને સૂચના આપી ૨૧, ૩૧ કે ૨૧ રૂપિયાની દક્ષિણા
અજોડ વ્યક્તિત્વ : ૮
૧૦૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org