________________
કાપડિયા, સારાભાઈ ડાહ્યાભાઈ બેઠેલા છે. પૂજ્યપાદ નંદનસૂરિ મહારાજ, શ્રી ઉદયસૂરિ મહારાજ વગેરે સાધુ ભગવંતો પણ ત્યાં ઉપસ્થિત છે. મહારાજ સાહેબ તો ભોય ઉપર જ પોતાની રીતે જ નિત્યક્રમ પ્રમાણે બેઠેલા છે. પ્રા સાહેબે આવતાં પહેલાં બારસાખ આગળ એમની હેટ કાઢી. સામી વ્યક્તિને માન આપવાનો આ સંકેત હતો. એમના પગમાં પગરખાં પહેરેલાં હતાં. અને સીધો જ પગ જેવો ઉંબરની અંદર મૂકવા ગયા કે તરત મહારાજ સાહેબે એમને અટકાવતાં કહ્યું કે બૂટ પહેરીને અંદર નહિ આવી શકાય. આ સૂચના એમણે સહેજ પણ અકળાયા વિના ખૂબ જ સંસ્કારપૂર્વક એમને કર્યું. પેલા પ્રા સાહેબ ત્યાં ઊભા રહી ગયા.
આપણું ઉપરનું વ્યક્તિત્વ જુદું હોય છે. અંદરનું આપણું વ્યક્તિત્વ જુદું હોય છે. એને આપણી ભાષામાં ચહેરો કહીએ છીએ. ઉપરથી જે દેખાય તે મહોરું હોય છે. ખરા પ્રસંગે જે વરતાય છે તે અસલિયત છે, ચહેરો છે. પ્રસંતોપાત્ત વરતાય છે તે મહોરું જ હોય છે.
આ ખરાખરીનો પ્રસંગ હતો. પ્રા સાહેબ દરવાજે સામે આવીને ઊભા હતાં. એમનું શિસ્ત, સીનો એવાં જ હોય. તે પણ કાંઈ ગાંજ્યા જાય તેવા ન હતા. એ પણ એક મોટો વહીવટ કરનાર હોદ્દેદાર હતો. તેણે પૂછ્યું, ‘શા માટે ?'
મહારાજ સાહેબે કહ્યું, “શું તમારા ચર્ચમાં કોઈ માણસ હેટ ઉતાર્યા વિના પ્રવેશે તો તમે પ્રવેશવા દો ખરા ?'
પ્રા સાહેબ પણ જાણે મહારાજ સાહેબની કસોટી જ કરતા હોય તેમ કહે, ‘હા, આવતો હોય તો આવવા દઈએ, હેંટ ઉતાર્યા વિના પણ.”
મહારાજ સાહેબ કહે, ‘તમારી ઉદારતા બરાબર છે. પણ આવનાર માણસ સભ્ય હોય તો પોતે અચૂક ઉતારીને જ આવે.”
જ્યારે માણસ સ્વસ્થતા ગુમાવે છે ત્યારે બુદ્ધિમાં અંધારપટ છવાઈ જાય છે. ખરેખર કરવાલાયક કે બોલવાલાયક શું છે તે ભુલાઈ જાય છે. પણ સ્વસ્થતાનો દીવડો પેલા કમિશ્નરની બુદ્ધિમાં એવો તો ઝગમગતો હતો કે તે “ઓલરાઈટ’ બોલી, પોતાના હાથે બૂટ કાઢી, સીધા આવીને મહારાજ સાહેબ સામે નીચે બેસી ગયા અને હાથ જોડી પ્રણામ કર્યા.
આવા પ્રસંગોમાં જે ઝલક મળે છે તે દ્વારા વ્યક્તિત્વનું માપ નીકળતું હોય છે. અમુક પ્રસંગે તમે કેમ વત્ય, કેમ બોલ્યા એના પરથી તમારું અંતરંગ પોત કેવું છે તે છતું થાય છે.
પાટુ સાહેબ મહારાજ સાહેબથી એટલા બધા અભિભૂત થયા કે પછી વાતનો દોર ચાલ્યો.
આ વાતચીત દરમ્યાન કમિશ્નરે એક ઓર કસોટીનો પ્રસંગ આપ્યો. તે વખતે ગાંધીજીની બ્રિટિશ હકુમત સામેની સ્વાતંત્ર્ય-લડત ચાલુ હતી. એને અનુલક્ષીને પ્રા સાહેબે મહારાજશ્રીને પૂછવું કે “આ ગાંધીજી કરે છે તે બધું બરાબર છે ?'
આવા પ્રશ્નોના ઉત્તર આપવાની મહારાજ સાહેબની એક આગવી કુનેહ હતી. ભગવાનની દયા અને કુદરતી બક્ષિસને કારણે આવે સમયે એમને અંદરથી જવાબ સૂઝે છે. પોતે ધમાચાયની ભૂમિકા કેવી અદા કરી છે એનાં અલગ અલગ પાસાંઓ છે. ક્યારેક ધર્માચાર્ય તરીકે, ક્યારેક વાદી તરીકે, ક્યારેક વિદ્વાન તરીકે, તો ક્યારેક મુત્સદી તરીકે પોતાના વ્યક્તિત્વનાં પાસાંઓનો એમણે અલગ અલગ રીતે આપણને પરિચય કરાવ્યો છે.
શાસન સમ્રાટ પ્રવચનમાળા ૧ - ૨
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org