________________
ધન્ય હો ! ધન્ય ! સૌરાષ્ટ્ર ધરણી હૃદય ગૌરવભર્યા રૂધિરથી ધબકતાં હબકીને ના કદી હામ તજતાં, નાકને કારણે શૂર નરનારીઓ હષૅશ્રી-મૃત્યુના સાજ સજતાં; શિર સાટે મળે મૈત્રી મોઘી જહાં પૂર્ણ આતિથ્યની પ્રેમઝરણી, ભારતી ભોમની વંદું તનયા વડી ધન્ય હો ! ધન્ય ! સૌરાષ્ટ્રધરણી.
યુદ્ધમસાણ જ્યાં કૈક જામ્યાં અહા ! મરદના વચનની ટેક માટે; નિત્ય તૈયાર જમદૂત શા જંગમાં જન્મભૂમિ તસુ એક સાટે ! શત્રુ હો મિત્ર કે બંધુ સંગાથ પણ ક્ષત્રિવટ ઊજળી એકવરણી, ભારતી ભોમની વંદું તનયા વડી ધન્ય હો ! ધન્ય ! સૌરાષ્ટ્ર ધરણી.
વેર વેઢારવાં કારમાં તોય જ્યાં અભય વીરવદન પર શૌય હસતાં ! વેરી સ્વાગતે ધન્ય ! જ્યાં માનવી આપવા શિર સન્મુખ ધસતાં ! મસ્તી સમી શુદ્ધ મરદાનગી કુલીનતા મરદને જ્યાં કરી પ્રેમ પરણી, ભારતી ભોમની વંદું તનયા વડી ધન્ય હો ! ધન્ય ! સૌરાષ્ટ્ર ધરણી.
કડક ધરતી જહાં ખડકની આકરી ડુંગરા ડુંગરી ને કરાડો, મુકુટ શા મંદિરો ગાજતાં શિરધરી ગજવતાં ગગન ઊંચા પહાડો. ગીર ગોરંભતી ગાંડી જ્યાં નેસમાં ખળકતી દૂધની પીયૂષઝરણી, ભારતી ભોમની વંદું તનયા વડી ધન્ય હો ! ધન્ય ! સૌરાષ્ટ્ર ધરણી.
ધાવીને દૂધ મજબૂત ધરતી તણાં પાક પૌષ્ટિક જ્યાં વિવિધ પાકે, મધમધે પુષ્પ મકરંદ ભમરા પીએ કોયલો ગાન ગાતી ન થાકે. લીલીકુંજાર નાઘેર શી ભૂમિકા લ્હેર જ્યાં સિંધુની શાંતિકરણી; ભારતી ભોમની વંદું તનયા વડી ધન્ય હો ! ધન્ય ! સૌરાષ્ટ્ર ધરણી. આવી શત્રુંજયે જાય ગિરનાર પણ અનલ પંખી સમો સૂર્ય વ્યોમે, ગહનતલ ઘુમટથી ઝળકતાં એમનાં પિચ્છ વેરાય અગણિત ભોમે; ઉદયને અસ્તમાં શોભતી ક્ષિતિજ શી ચાંદલો ચોડીને ભાલ તરણી, ભારતી ભોમની વંદું તનયા વડી ધન્ય હો ! ધન્ય ! સૌરાષ્ટ્ર ધરણી.
ભક્ત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં સંપદા પામીયો જ્યાં સુદામો, વીરગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા સતી અને સંતનો જયાં વિસામો; ગામ ગામે ઊભા સ્થંભ પોકારતા શૂરના ગુણની ગાથ વરણી, ભારતી ભોમની વંદું તનયા વડી ધન્ય હો ! ધન્ય ! સૌરાષ્ટ્ર ધરણી.
ભક્તિને શૌયને રંગ રોળાઈ જ્યાં ગુર્જરી ગુણગંભીર ગિરા, ગીતસાગર મહીં મસ્ત એ મલપતી અલપતી મધુર આલાપ ધીરા; ભાટ ને ચારણો ભભકતા કવિત જ્યાં પંચમો વેદ દુો સુચરણી, ભારતી ભોમની વંદું તનયા વડી ધન્ય હો ! ધન્ય ! સૌરાષ્ટ્ર ધરણી.
Jain Education International 2010_02
- ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ (મહુવાના) ૮૬ વર્ષે અવસાન, તા. ૪-૭-૭૫ના રોજ
For Private & Personal Use Only
૧૩
www.jainelibrary.org