________________
સાહેબ ત્યાં આપણે.” આપણા તરફથી ગુરુભગવંતો પ્રત્યે કઈ રીતે ભક્તિ કરી શકાય તેનો પાઠ આમાંથી શીખવા જેવો છે. અમદાવાદની એક પોળ એવી નથી જેનો આગેવાન મહારાજ સાહેબનો અનુયાયી ન હોય. એમાં હાજા પટેલની પોળના સારાભાઈ હઠીસીંગ અને એમના દીકરા કુમારભાઈ (જે નવસારીમાં છે. તે યાદ આવે.
મહારાજ સાહેબના કહેવાથી ચીમનલાલ લાલભાઈને ત્યાં નવપદજીની ઓળી શરૂ થયેલી. નરેન્દ્રભાઈ હરિભાઈ વગેરે એમને ત્યાં ઓળી કરવા જતા. ફતાસા પોળમાં તેઓ ચીમનલાલ લાલભાઈને ત્યાં આયંબિલ કરવા જતા, રોજ નવ દેરાસરો જુહારતા, નવ ચૈત્યવંદન કરતા.
શ્રી નંદનસૂરિ મહારાજની આચાર્ય પદવી વખતે અષ્ટોત્તરીસ્નાત્ર હતું. એ સ્નાત્રમાં દર શ્રીફળની જોડે, મહારાજસાહેબના ઉપદેશથી જમનાભાઈ ભગુભાઈ દ્વારા, એક એક સુવર્ણની ગીની મૂકવામાં આવેલી.
- જમનાદાસ ઘેવરિયા જે નાગજી ભૂદરની પોળના હતા તે સવારે વ્હોરવા સાધુ મહારાજ આવ્યા હોય તેમને પૂછતા મહારાજ કેટલી ગાથા કરી ? એ પણ એમના એવા જ ભક્ત હતા. મહારાજ સાહેબના ચાતુમાસ પરાવર્તનનો લાભ લીધો ત્યારે સાચા મોતીથી વધાવેલા. મહારાજશ્રી કદંબગિરિ વાવડી પ્લોટમાં બિરાજમાન હતા ત્યારે તેમણે તે સ્થાને એક ધર્મશાળાની જરૂર હોવા અંગે વાત જાણી બસ, દરેકે પોતાનો એક એક રૂમ લખાવી દીધો. જે કામો માટે આપણે ખૂબ પ્રયત કરવો પડે તે કામ મહારાજ સાહેબની નિશ્રામાં ‘ઈચ્છામાત્ર વિલંબ” એ રીતે થતાં.
મહારાજ સાહેબનો એક ગુણ એ હતો કે કોઈપણ સમુદાયનો સાધુ ગમે ત્યાં બહાર હોય અને જો કોઈ પુસ્તક મંગાવે તો મહારાજશ્રી એક કલાકનો વિલંબ સહન કરતા ન હતા. જ્ઞાન માટેની તત્પરતા :
આ બાબતે એક વાર ઉદયસૂરિ મહારાજને ઠપકો આપેલો. બનેલું એમ કે એક મહારાજ બહારગામ બિરાજમાન હતા. પંડિતજી પાસે ગ્રંથ શરૂ કરવાનો હતો. એ પુસ્તક ત્યાં મળ્યું નહિ. પુસ્તક લેવા માટે માણસને ચિઠ્ઠી લખીને મોકલ્યો. મહારાજ સાહેબ પાસે ચિઠ્ઠી આવી. ચિઠ્ઠીમાં ‘સિદ્ધાંત મુક્તાવલિ' પુસ્તક મોકલવા જણાવાયું હતું. મહારાજ સાહેબે પેલા ચિઠ્ઠી લાવનારને જમીને આવવા અને ત્યાં સુધીમાં પોતે પુસ્તક શોધાવી રાખશે એમ કરી રવાના કર્યો. પછી મહારાજ સાહેબ વાપરવા બેઠા. વાપરીને આવ્યા ત્યારે પેલા માણસને ત્યાં બેઠેલો જોયો. પૂછયું, “કેમ બેઠા છો ?' પેલો કહે, “પુસ્તક લેવા. હજી મળ્યું નથી. ” મહારાજ સાહેબે ઉદયસૂરિ મહારાજને ઉદ્દેશીને કહ્યું, ‘આ માણસને પુસ્તક હમણાં ને હમણાં અપાવી દો. આમાં વિલંબ ન કરવો.'
કોટના એક શ્રાવક કાંતિલાલ પાનાચંદ શેરીસા યાત્રા કરીને પાંજરાપોળ આવ્યા. મહારાજ સાહેબની પાટ વચ્ચોવચ હતી. મહારાજ સાહેબે પૂછયું, ‘ક્યાંથી આવે છે ?' પેલા શ્રાવકબંધુએ કહ્યું કે, “કોઠનો છું અને શેરીસાથી આવું છું.” મહારાજશ્રીએ પાસે બેસાડ્યા. વાતચીતમાં ખબર પડી કે શેરીસા ખાતે એક સાધુ મહારાજને તાવ આવે છે. કેટલીક નિશાનીઓને આધારે ઘણી માથાકૂટના અંતે તેઓ જાણી શક્યા કે તાવ ધુરંધરવિજયજીને આવે છે. તરતજ મહારાજ સાહેબે અહીથી વૈદ્યને મોકલ્યા. કેટલાક શ્રાવકોને પણ મોકલ્યા.
R(નૉાર : ૪
પs
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org