________________
ઉત્તરમાં માલવિયાજીએ કહ્યું, ‘આ જે મેઘ છે તે કોના માટે વરસે છે ? લોકોને માટે એ પાણી સંઘરે છે અને એ માટે થઈ એ કાળા મોઢાવાળો બને છે. લોકોને માટે ક્યાંય જવામાં મને શરમ નથી લાગતી.” અયાચક્તા ત્યારે ઊંચામાં ઊંચો ગુણ ગણાતો. તારંગાતીર્થની જમીનનો પ્રશ્ન: પૂજ્યશ્રીની ઘૂંટાતી વેદના:
વિ. સં. ૧૯૮૧ના ચાણસ્માના ચોમાસાની વાત. અણઉતાર તાવ. મહારાજ સાહેબ કોકડું વળીને સૂઈ ગયેલા. બેચેની પુષ્કળ. પાટની નીચે ઉદયસૂરિ મહારાજ, નંદનસૂરિ મહારાજ બિરાજમાન હતા. ત્યારે નંદનસૂરિ મહારાજની આચાર્યપદવી થયેલી નહીં) લાવણ્યવિજયજી મહારાજ, અમૃતવિજયજી મહારાજ બધા જ ત્યાં હતા. તે વખતે અમદાવાદથી પ્રતાપશીભાઈ મોહનલાલ, ચીમનલાલ લાલભાઈ ભગુભાઈ ચુનીલાલ આવેલા. તાવને કારણે મહારાજ સાહેબ “ધર્મલાભ” પણ ન આપી શક્યા. આવનારાઓએ પણ આ જોયું. તેઓ પણ માત્ર “મFણ વંદામિ‘ કરી શાતા પૂછીને બેસી ગયા. વાતનો દોર નંદનસૂરિ મહારાજે હાથમાં લીધો. પહેલાં મહારાજ સાહેબની માંદગી, એના ઉપચાર વગેરે અંગે વાતચીત ચાલી. પછી નંદનસૂરિ મહારાજે સહજ રીતે પૂછ્યું, “શું ચાલે છે અમદાવાદમાં ?' ત્યારે એમણે કહ્યું, ‘બહુ તકલીફમાં છીએ અત્યારે. તારંગાનો જે ઠાકોર છે એ આપણા ખૂટા જ્યાં ચૂનાથી તૈયાર કરેલા છે તે જગાને પોતાની હોવાનું કહે છે. અને આ રીતે જ જો ઠાકોર આગળ વધે, કોર્ટમાં જાય ને એ જગા પડાવી લે તો આપણી પાસે જગા નહીં રહે. એ જગા આપણા દેરાસરને અડીને આવેલી છે. ઘણી જ અગત્યની છે. બીજું કોઈ પટેલ હોય તો પૈસા આપીને કે ધમકાવીને સમજાવી શકાય. પણ આ તો ઠાકોર છે. ' પ્રબળ ઈચ્છાશક્તિ:
આટલું જ્યાં કહેવાયું ત્યાં તો જે મહારાજ સાહેબ ટૂંટિયું વાળીને પડ્યા રહ્યા હતા તેઓ સંથારામાંથી અડધા ઊભા થઈ ગયા. (એ જ દિવસે સવારે પચ્ચક્ખાણ પળાવતી. વખતે તો બે જણનો ટેકો આપીને એમને ઊભા કરી શકાયા હતા.) પેલા આવનાર શ્રાવક બંધુઓ સામે જોઈને, હાથનો મુક્કો બતાવીને ગજીને કહે, “શું અમે મરી ખૂટ્યા છીએ ? એ તીર્થ ઉપર તરાપ તો મારી જુએ.”
આટલું બોલતાં વેત તો શક્તિનો એટલે વ્યય થઈ ગયો કે આંખ ચડી ગઈ, થાકી ગયા અને તરત સૂઈ ગયા.
તીર્થ પ્રત્યેની એમની ભક્તિ અંદર કેટલી ઘૂંટાતી હશે ને કેટલી ખુમારી હશે કે શરીર જયારે સાવ રિસાઈ ગયેલું હોય, સાથ આપવા તૈયાર ન હોય, ત્યારે મનની અંદર રહેલ Will Power - ઈચ્છાશક્તિથી માણસ આટલું બોલી શકે ! અનુયાયી શ્રાવકોનું બહોળું વર્તુળ :
વિ. સં. ૧૯૮૭માં લીલો દુકાળ પડ્યો હતો. અમદાવાદ-પાંજરાપોળમાં રહેલા સાધુભગવંતો સાત દિવસ સુધીની હેલીના કારણે ગોચરી-પાણી કરી શક્યા ન હતા. એ વખતે પાંજરાપોળમાં છેવાડે આવેલી ભોજનશાળાની શરૂઆત મહારાજ સાહેબના કહેવાથી શરૂ થયેલી. પ્રસંગ આવ્યો, જરૂર પડી, ઉપદેશ આપ્યો ને કામ શરૂ થઈ ગયું. સાત સાત દિવસ સુધી શ્રાવકો પાંજરાપોળમાં નીચેના ભાગે ત્યાં જ રહ્યા. “જ્યાં મહારાજ
શાસનસમ્રાટ પ્રવચન (ગાં ૫૬
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org