________________
આ ધુરંધરવિજયજી મહારાજની દીક્ષાનો કેસ ચાલ્યો તે વખતે ઝવેરીવાડના વકીલ કેશવલાલ અમથાશાને કેસ માટે શિરોહી મોકલ્યા. સામે એમના મામાં ચુનીલાલ બેંગ્લોરવાળા. એકદમ ભારાડી માણસ. એની સામે કેસ લડવાનો હતો. મહારાજસાહેબ અહીં સતત ચિંતા કયાં કરે પણ અંતે કાર્ય પાર પાડ્યું.
મહારાજસાહેબની બુદ્ધિપ્રતિભા એવી કે અમુક બાબતમાં શું કરવું જોઈએ ને શું કરીએ તો પરિણામ આમ આવે એ અંગે વિચારી લે, બધી વખતે તેમની આ દષ્ટિ તેમને ખૂબ કામ લાગી છે.
સાગરજી મહારાજ જ્યારે અંતરિક્ષજીમાં હતા ને કોટકચેરી થઈ ત્યારે ત્યાં કેસમાં શું જવાબ આપવો જોઈએ તે બધું અહીંથી લખીને મોકલાવ્યું હતું.
૧૯૪૫માં દીક્ષા થયા પછી ગુરુમહારાજ પાસે તેઓ માત્ર બે વરસ રહ્યા. ૪૭માં વડી દીક્ષા થઈ ૪૮-૪૯માં દાનવિજયજી મહારાજ પાસે રહીને ત્યાં ભણ્યા. ત્યાં તેમણે ઠોસ વિદ્યા પ્રાપ્ત કરી, અને અંદર પડેલા વિદ્યાના સંસ્કારો બરાબર પરિપુષ્ટ થયા. એમની હાજરીમાં દાનવિજયજી મહારાજે બાબુ ધનપતસિંહજીને ઉપદેશ આપીને પાઠશાળા શરૂ કરાવી જે આજે પણ પાલિતાણામાં ચાલે છે. પંજાબી દાનવિજયજી મહારાજની રગરગમાં જ્ઞાનની પ્રીતિ હતી. મહેસાણા પાઠશાળાના આદ્યસ્થાપક દાનવિજયજી મહારાજ છે. એ તો ક્ષેત્ર અને અવગ્રહ રવિસાગરજી મહારાજનાં હતાં એટલે એમને આગળ કર્યું. અને આમાં એક જાતનું ઔચિત્ય છે. બાકી તો પાઠશાળાના પાયામાં મૂલચંદજી મહારાજના શિષ્ય પંજાબી દાનવિજયજી મહારાજ જ હતા.
એમની પાસેથી પૂજ્યપાદશીને જ્ઞાનની દીક્ષા મળી હતી. એટલે જ્યાં પણ જતા ત્યાં પહેલું કામ પાઠશાળા સ્થાપવાનું કરતા. જો શ્રાવકો તેમને બુદ્ધિશાળી લાગે તો તેમને સંસ્કૃત ભણવા માટે ખાસ કહેતા.
રમણભાઈ દલસુખભાઈ ખંભાતવાળા મોટા મહારાજ પાસે કરાતાજુનીયમ્' ભણેલા છે. જંગમ પાઠશાળાના વિદ્યાર્થી શ્રોફના કુટુંબના કેટલાય છોકરાઓ જંગમ પાઠશાળામાં રહેલા. એમાં ભણાવવા શાસ્ત્રી રાખતા અને પરીક્ષા પોતે લેતા. તેમનો આ સિલસિલો લાંબા સમય સુધી ચાલ્યો છે. રઘુવંશ'ના શ્લોકની પૃચ્છા:
વિ. સં. ૧૯૮૯માં સરખેજમાં જયારે મહારાજ સાહેબ વિહાર કરીને પધાર્યા ત્યારે પં. અમૃતવિજયજી અને બીજા સાધુ મહારાજ તેમને વળાવવા ગયેલા. આ બધા સાધુઓ તે વખતે નાના, દુરંધરવિજયજી મહારાજ, જયાનંદવિજયજી મહારાજ, દક્ષવિજયજી મહારાજ, સુશીલવિજયજી મહારાજ આ બધા ત્યારે વિદ્યાર્થી અવસ્થામાં. બધાને રાત્રે બેસાડી “રઘુવંશ'નો ત્તત્તાપ્રતાનો થતૈઃ સૌ એ શ્લોક પૂછે. આગલી ક્ષણ સુધી જે મહારાજ સાહેબે પાલિતાણામાં હવે શું થવાનું છે એની ચર્ચા કરી હોય તે બીજી જ ક્ષણે વિઘાથસાધુઓને પાઠ શીખવાડવા બેસી જતા. જાણે એક ખાનું બંધ કર્યું ને બીજું ખાનું તરત જ ખૂલી ગયું.
શાળાનશ્રાટ પ્રવચનમાળા
પ
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org