________________
જ્ઞાનપ્રીતિ - માસિક સભા - પુસ્તક ખરીદી - ગ્રંથપ્રકાશનો :
આ જ્ઞાનપ્રીતિ – વિદ્યાપ્રીતિને કારણેજ તેમણે ‘તત્ત્વવિવેચક’ નામનું માસિક શરૂ કરાવેલું. વળી, ‘તત્ત્વ વિવેચક' સભા સ્થાપી હતી. એના સભાસદો પણ હતા. ફૂલચંદ છગનલાલનું નામ એમાં લેવાતું. ઈશ્વરદાસ મૂળચંદ એમાં હતા. અમદાવાદમાં સ્થપાયેલી આ સભાના નામે મહારાજ સાહેબે ઘણાં કાર્યો કર્યાં હતાં. સંઘ કાઢવો હોય, મીટિંગ બોલાવવી હોય બધું જ આ સભાના નામે થતું. ‘જૈન એડવોકેટ' નામનું અંગ્રેજી છાપુ મહારાજ સાહેબ કઢાવતા. ફતાસાની પોળવાળા શકરચંદ મણિલાલ એના ટ્રસ્ટી હતા. એ જ રીતે મહારાજ સાહેબે ‘જૈન ગ્રંથ પ્રકાશક સભા' રાખેલી. જે પુસ્તકો મુદ્રિત કર્યાં એમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજની આખી ગ્રંથાવલિ એમણે પ્રગટ કરેલી. સકલ સંઘને હરિભદ્રસૂરીશ્વરજીના ગ્રંથો મુદ્રિત કરીને આપ્યા હોય તો પૂજ્યપાદશ્રીએ. ‘અષ્ટસહસ્રી’ જેવો મોટો ગ્રંથ, ‘ન્યાયખંડનખાઘ', ‘સર્વજ્ઞ સિદ્ધિ', ‘અષ્ટક પ્રકરણ’, ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’, ‘યોગબિંદુ’, ‘ધર્મબંદુ’, - આ બધા ગ્રંથો શ્રી ઉદયસૂરિ મહારાજ પાસે સંપાદિત કરાવી સૌ પ્રથમ સંઘ સમક્ષ મૂક્યા. એવી રીતે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના ગ્રંથો પણ એમણે આપ્યા. પ્રતિમા, પંડિત અને પુસ્તક પાછાં કાઢવાં નહીં આ તેમનો મુદ્રાલેખ હતો. સરસ્વતી પુસ્તક ભંડારવાળા ભૂરાલાલ કાળિદાસ પંડિત હતા, જેમને મહારાજ સાહેબ પ્રેમથી ‘ભૂરિયો’ કહેતા. તેમણે પોતાની નોંધપોથીમાં ટપકાવેલું છે કે મહારાજ સાહેબ પાસે કોઈ કોથળા ભરીને પુસ્તકો લઈને આવ્યું હોય, અને મહારાજ સાહેબને જો લેવા જેવાં લાગે તો પછી પુસ્તકો જોવાનાં પણ નહીં; લઈ જ લેવાનાં અને ઉધડો સોદો જ કરવાનો. લેવા જેવાં પુસ્તકો શ્રી નંદનસૂરિ મહારાજને બતાવીને લઈ લેતા. જ્યારે પુસ્તકો દમ વિનાનાં હોય, પણ સામો માણસ પૈસા ખૂબ જ માગતો હોય તો શ્રી ઉદયસૂરિ મહારાજને બોલાવી બરાબર મથામણ કરાવીને છેલ્લે પુસ્તકો લઈ લેતા. મહારાજ સાહેબને કોઈ ચીજ નીચી ગમતી ન હતી. મકાનોની ઊભરણી પણ ઊંચી રખાવે. અહીં અમદાવાદની જ્ઞાનશાળા હોય કે વલભીપુરનો ઉપાશ્રય હોય, પાંચ-છ પગથિયાં ચડવાં જ પડે. અંદરનાં કબાટો પણ એટલાં જ ઊંચાં અને પહોળાં. કબાટમાં ૧૬ વિદ્યાદેવી બનાવેલાં છે. હસ્તલિખિત ગ્રંથો પણ એમણે એટલા જ લીધા. અઢારહજારી' સૌ પ્રથમ એમણે છપાવી. મનસુખભાઈ ભગુભાઈનો આ બાબતમાં ખુલ્લો ચેક. કદી મહારાજ સાહેબને પૂછવાનું પણ નહિ કે ‘આટલી મોટી સાઈઝનાં પુસ્તકો !’ પુસ્તકો એમના કહેવાથી અને એમની સહાયથી છપાયાં. એ રીતે ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથો પણ એમાંથી જ છપાયા. જેટલા પંડિતો, માણસો, લહિયાઓ રાખે એ બધા જ એમની પાસે રહે. પગારનો લાભ મનસુખભાઈ ભગુભાઈ લેતા.
ચૌખમ્બા પુસ્તકાલયની ગ્રાહક તપાસનો કિસ્સો :
એમની પાસે એક નારાયણ સુંદર કરીને માણસ રહે. કાશીની અંદર ચૌખમ્બા પુસ્તકાલય હતું. ત્યાંનાં જે પુસ્તકો બહાર પડે તેની પાંચ નકલ મોકલી આપવાનો મહારાજ સાહેબનો ખુલ્લો ઓર્ડર હતો. એ પુસ્તકો પેલા નારાયણ સુંદરને નામે આવે. અહીં જે પુસ્તકો આવે તેના પર કદી મહારાજ સાહેબનું નામ ન હોય. સાધુથી પુસ્તક મંગાવાય નહીં કે રખાય નહીં. એની માલિકી કરાય નહીં. શ્રી સંઘની માલિકીનાં
Jain Education International 2010_02
For Private & Personal Use Only
જ્ઞાનોદ્વાર : ૪ Че
www.jainelibrary.org