________________
શાસન પ્રત્યેના રાગ અને જીવો પ્રત્યેની કરુણામાંથી ઊભો થયેલો હતો. આ શાસનરાગ અને જીવદયા એ પુણ્યપ્રભાવ પેદા કરનારા બે મૂળ સ્રોત છે. સૌ પ્રથમ વાર જન્મનાર દીકરા પ્રત્યે પિતાને જે રાગ હોય એના કરતાંયે અસંખ્યગણો રાગ જયારે પ્રભુના શાસન ઉપર જાગે છે ત્યારે આ પુણ્ય પ્રભાવ આપોઆપ વધે છે.
પૂજયપાદ મહારાજ સાહેબનાં શરૂઆતનાં વર્ષોમાં અંદર સાહસ છે, શૌર્ય છે અને પુણ્યપ્રભાવ ઉત્તરોત્તર વધતો ગયો છે. જ્યારે જે-જે કાર્યો કરવાં હોય તેને અનુરૂપ એવા ઉચ્ચ કક્ષાના માણસો એમને મળ્યા છે.
સિદ્ધગિરિરાજની અંદર આશાતના-નિવારણના પ્રસંગમાં ભાઈચંદભાઈ અને ગોકળભાઈએ જે કામ કર્યું છે તેની બાદબાકી કરો તો પરિસ્થિતિ શું સત એની કલ્પના કરવી આજે મુશ્કેલ છે. મહારાજ સાહેબ ત્યાં હતા ત્યારે એ કાય એમની મેળે એમણે ઉપાડ્યું છે. કોઈ એમને કહેવા આવ્યું ને એમણે કામ કર્યું એવું બન્યું નથી.
શ્રીપૂજયોની પરંપરાની સામે પડીને મૂલચંદજી મહારાજે એ જ પાલિતાણામાં સ્વતંત્ર સામૈયું કરાવીને, સમાંતર વ્યાખ્યાન રાખીને નાની ટોળીના ઉપાશ્રયમાં પોતે ઊતર્યા હતા એ બધું મોટા મહારાજશ્રીના સ્મરણમાં હતું. છતાં પણ તેમણે તેનું માત્ર મૂક અનુસરણ ન કર્યું. એમણે તો યતિઓની શક્તિને પણ ઓળખી. શ્રી પૂજયોની આખી પરંપરા કેમ ચાલી, તેમાં કઈ કઈ વિશેષતાઓ આવી તે પણ એમણે જોયું. જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજી મહારાજની પટ્ટપરંપરા : .
' જગન્નુર હીરવિજયસૂરિ મહારાજની પાટે વિજયસેનસૂરિ મહારાજ આવ્યા, એમની પટ્ટપરંપરામાં વિજયદેવસૂરિ મહારાજ થયા, એમની પાટે વિજયસિંહસૂરિ મહારાજ આવ્યા - આ આખી પરંપરા અખંડ સચવાઈ કાળબળે જ્યારે પરિસ્થિતિ વણસી, કેટલાય વર્ગોમાં સાધુના અમુક પ્રકારના આચારોમાં ઢીલાશ અને શિથિલતા દેખાઈ એટલે પંન્યાસ સત્યવિજયજી મહારાજે આની સામે જેહાદ ઉપાડી.
આ ન ચલાવી લેવાય. આચાર એ આપણો પહેલો ધર્મ છે. આચારાંગ એ આપણું પહેલું આગમ છે. એમાં જે ક્ષતિ આવશે તો ધર્મ નહિટકે. ધર્મ તો આવો... આવો હોવો જોઈએ.’ એમણે સિંહસૂરિ મહારાજની પાસે આ વાત મૂકી.
સિંહસૂરિ મહારાજે સત્યવિજયજી મહારાજની વાતનો સૈદ્ધાંતિક રીતે તો સંપૂર્ણ સ્વીકાર કર્યો. પણ આચરણ-સાબિતીની વાત આવી ત્યારે એમણે પોતાની ઉમર વગેરેનાં કારણોસર આશક્તિ દર્શાવી. જો કે એમણે સત્યવિજયજીની જેહાદને પૂરા આશીવાદ આપ્યા અને પં. સત્યવિજયજીએ કિયોદ્ધાર કર્યો.
એમણે પીળાં કપડાં શરૂ કર્યા. વિહારચય નવી શરૂ કરી.
એ વખતે વિજયપ્રભસૂરિજી મહારાજ વાસ્તવિક રીતે પટ્ટપરંપરામાં પ્રતિષ્ઠિત હતા. સિંહસૂરિ મહારાજ અકાળે કાળધર્મ પામ્યા પછી વિજયદેવસૂરિ મહારાજે પોતાની હાજરીમાં એમને રીતસર સ્થાપ્યા હતા. પરંતુ એ વિજયપ્રભસૂરિની ઉમર ક્ષયોપશમ વગેરે પરિબળો, અને બીજી બાજુ કાળબળની અસર હેઠળ એવા જીવદળોનું આવવું એ બધું ભેગું થયું. શ્રીપૂજ્યોની પરંપરા અને સમાંતર સંવેગી પરંપરા
પછી વિજયદિનેજસૂરિજી, વિજયક્ષેમેન્દ્રસૂરિજી, ધરણેન્દ્રસૂરિજી આ બધા શ્રીપૂજ્યોની પરંપરાવાળા આવ્યા. તે બધાની એવી પરંપરા હતી કે ઉત્તરાધ્યયન સૂત્રના જોગ,
પ્રાચીન પરંપરાનું પુનર્જીવન : ૭
૮૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org