________________
/ પ્રવચન
પ્રાચીન પરંપરાનું પુનર્જીવન
(તા. ૧૪-૧૧-૯૮)
આપણા અનંતોપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને પ્રભુ મહાવીર મહારાજાએ સ્થાપ્યા પછી હુંડા અવસર્પિણી કાળના પાંચમા આરાના મધ્ય ભાગમાં થઈને આપણા સુધી પહોચાડવાનું કારામાં કપરું કામ નિષ્ઠાવંત આચાર્ય ભગવંતોના કારણે થયું છે. એટલા ગાળામાં ઘણા બધા મત, પંથ અને સંપ્રદાયો ચોમાસામાં અળસિયા થાય તેમ થયેલા છે. અજૈન પરંપરામાં ઘણા થયા છે, જૈન પરંપરામાં પણ થયા છે. ૮૪ ગચ્છનાં નામો આજે પણ મળે છે. ગચ્છો થયા તેયે તે-તે આચાર્ય ભગવંતોએ સ્થાપેલા થયા. તે પછી તેમાં મતાંતરો થયા. આટલા બધાની વચ્ચે પરસ્પર વિરોધ આવ્યો. ખંડન અને મંડન પણ થયું. એ બધા પછી પણ તમે જોશો તો ૨00-300 વર્ષે એકાદા એવા ધુરીણ પુરુષ આવ્યા જેમણે વળી પાછી પરિસ્થિતિ સંભાળી લીધી, અને આ પ્રવાહને આગળ લંબાવ્યો છે.
જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજી મહારાજ વખતે વર્તમાન શ્રીસંઘમાં તપાગચ્છ તરીકે તેમના પુણ્યપ્રભાવથી એક અનોખું સામ્રાજય પ્રવતતું હતું. એમનો આ પુણ્યપ્રભાવ પણ
giાસનસમ્રાટ પ્રવચ્ચેનમાળા ८४
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org