________________
દેવકર્ણ મુળજી મુળ વંથલીના. સાવ દરિદ્ર કક્ષાના માણસ, પણ એમની અત્યંત ભકિતાને કારણે ચારિત્રવિજયજી મહારાજ સાહેબનો તેમના પર કૃપાપૂર્ણ દષ્ટિપાત થયો. જીવનને ખતમ કરનાર દોષ સુદ્રતા છે; જીવનને ઊંચે લઈ જનાર ગુણ ભક્તિા છે. આ બે ચીજો થી બરાબર સાવધ રહેવાય તો ઘણીવાર સંપત્તિ ને સંપદાઓ સામેથી આવે છે. ચારિત્રવિજયજીની કૃપાદૃષ્ટિપાતથી દેવકરણ મૂળજી મુંબઈ ગયા. આજે આપ સૌ જાણો છો કે એમના પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈનું ‘દેવકરણ મેન્શન ખૂબજ જાણીતું છે.
આવા શક્તિસંપન્ન ચારિત્રવિજયજી મહારાજ. એમના ગુરુ ગંભીરવિજયજી મહારાજ. એમના દ્વારા આગ્રહપૂર્વક અર્પણ કરાયેલી આચાર્યપદવીને નેમિસૂરિ મહારાજે માત્ર સ્વીકારી નથી, પૂરે પૂરી શોભાવી છે. ભાવાચાર્ય - નામાચાર્ય:
વિ. સં. ૧૯૬૪માં આચાર્યપદવી અને વિ.સં. ૨00૫માં તેઓશ્રીનો કાળધર્મ એ ૪૧ વર્ષના ગાળામાં શ્રી સંઘમાં જે કામો થયાં છે એ જોઈને લાગે છે કે મહારાજ સાહેબ ભાવાચાર્ય હતા. (નામાચાય, સ્થાપનાચાર્ય, કવ્યાચાર્ય અને ભાવાચાર્ય - એ ચાર પ્રકારો પૈકીના એક)
ભાવાચાર્ય માટે આપણે ત્યાં જે શબ્દો વાપરવામાંઆવ્યા છે એ ખૂબ અગત્યના છે. થિયરો ર ષ્ણ નો નિ| જરૂમાત્ર જિનમતને પ્રકાશિત કરવો -- પ્રભાવના કે શોભા વધારવી એટલું અગત્યનું નથી, આત્મદષ્ટિએ જે કશુંકેય ગુમાવ્યા વિના જિનશાસનની પ્રભાવના કરે એને તિત્થરો પૂરી કહ્યા છે. પૂજ્યપાદ મહારાજ શ્રી માટે આપણને આ શબ્દો યથાર્થ લાગે. વર્તમાનકાળના સાધુ દ્વારા રાણકપુરના જેવું એક જ કામ થાય તો પણ એ પાર પાડવામાં જીવન પૂરું થઈ જાય, એમના શિષ્યો, ભક્તગણ આ કામને કયે સ્વરૂપે જુએ !
પણ રાણકપુરમાં આટલું મોટું યોગદાન આપનાર આ પૂજયપાદશીનું નામ પણ ત્યાં ક્યાંય નથી. અમે ત્યાં ગયા ત્યારે સોભાગચંદજીનું ધ્યાન આ બાબતે દોર્યું હતું. કમ સે કમ ઐતિહાસિક દષ્ટિએ પણ આ વાત લખાવી જ જોઈએ કે સં. ૧૯૭૨માં મહારાજ સાહેબે આ કામ કેવા સ્વરૂપે હાથ ધર્યું હતું, અને પછી એમના શિષ્યો-પ્રશિષ્યો દ્વારા કેવી રીતે આગળ વધી સં. ૨00૯માં એની પ્રતિષ્ઠા થઈ હતી. આમાં શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈનું યોગદાન પણ છે જ. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની કુશળતા પણ આ કામમાં જોવા મળે છે. એટલે આ બધી વાત ત્યાં લખાવી જ જોઈએ.
અમે સોભાગચંદનું ધ્યાન દોર્યું. તેઓ ધરણાશાના વંશજ છે. તેમણે જવાબમાં કહેલું કે, ‘તમે અમને હિંદીમાં લખીને આપો, હું યોગ્ય કરાવીશ.” અમે એ પછી લખાણ મોકલી આપ્યું છે.
પૂજયપાઇશ્રીનું કામ હાથનું હતું, પ્રચાર આંગળીનો પણ ન હતો. અપકવતા શબ્દાળુ હોય છે, પકવતા મૌન હોય છે. જયાં ગયા ત્યાં કામો કર્યા અને આગળ નીકળી ગયા. કોઈ ક્ષેત્ર એમણે બાકી રાખ્યું નથી. આપણે આજે વાત તો જ્ઞાનોદ્ધારની કરવી છે, પણ જે વખતે જે કામ આવ્યું તે સંવનું છે, શાસનનું છે, ધર્મનું છે એમ સ્વીકારીને સંપૂર્ણ શક્તિથી એમણે બધાં કાર્યો કર્યા.
વિ. સં. ૧૯૭૧ની વાત. ઘડબોલ ગામની અંદર સ્થાનકવાસીઓ અને
શાસન માટે પ્રવા (M
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org