________________
વ્યક્તિત્વ ઘડતર અને પૂર્વભવના સંસ્કાર : | મુખ્યત્વે આપણને તેમના પૂર્વભવના ગાઢ સંસ્કારો જોવા મળ્યા છે. કારણ કે જે સંસ્કારના સગડ આ જીવનમાં દેખાતા ન હોય ત્યારે એની કલ્પના પૂર્વભવ અંગે કરવી એ જ વાજબી લાગે છે.
આ બધું તેઓ ક્યાં શીખીને આવ્યા? આ નીડરતા એમનામાં ક્યાંથી આવી ? આ પ્રસંગોપાત્ત પ્રત્યુત્પમતિ આવી તે ક્યાંથી આવી ? પંજાબી દાનવિજયજી પાસે જે શાસ્ત્રાભ્યાસ કર્યો. માત્ર એના દ્વારા આ ચીજ ન આવે; એ તો કોઈ આગવી ચીજ છે. અને તે જેને-તેને મળતી નથી.
આ કુદરતની ભેટ ક્યારેક કોઈ માણસ ભરબપોરની જેમ મધરાતે જાગતો હોય અને પ્રાપ્ત કરી લે તેવી રીતે પ્રાપ્ત થઈ છે એના કેટલાક મહત્ત્વના અંશો આજે આપણે જોવા છે. શાસનસમ્રાટ' બિરુદ મળ્યું તેવો પ્રસંગ
તેઓને જે શાસનસમ્રાટના બિરુદથી ઓળખવામાં આવે છે તે કોઈ એક વ્યક્તિ કે અનુયાયીની ઈચ્છાથી નહીં, પણ પ્રસંગ દ્વારા વિશેષણ પ્રાપ્ત થતાં હોય છે એ ન્યાયે એવો એક પ્રસંગ શ્રી સંઘમાં ઉપસ્થિત થયો. વિ.સં. ૧૯૮૧-૮૨માં શત્રુંજય તીર્થ ઉપરના જૂના કરારની સમયમર્યાદા પૂરી થતી હતી અને મુંડકાવેરો દાખલ કરવાની પેરવી ચાલતી હતી તે વખતે મહારાજ સાહેબ શ્રી આ. ક. પેઢીના વહીવટદારોની સાથે મસલત કરીને ઘણી લાંબી ચર્ચાવિચારણાના અંતે તેઓએ એક વિચાર આપ્યો કે મુંડકાવેરાના વિરોધમાં આપણે સકલ શ્રી સંઘને એવું એક એલાન આપીએ કે સિદ્ધગિરિરાજની યાત્રા કરવા માટે ત્યારે જ યાત્રિકોએ આવવું કે જ્યારે મુંડકાવેરો રદ થઈ ગયો હોય. ભલે ગમે તેટલો સમય આના માટે વીતે ત્યાં સુધી કોઈએ યાત્રા કરવા માટે આવવું નહીં. અને ૧લી એપ્રિલ ૧૯૨૯થી આ અસહકાર આંદોલન શરૂ થયું તે બે વર્ષ જેટલા લાંબા ગાળા સુધી ચાલ્યું અને શ્રી સંઘે આ રીતે એલાનને જબરજસ્ત રીતે સફળ બનાવ્યું. અને એ દિવસો દરમિયાન એક પણ યાત્રિક યાત્રા કરવા માટે ન આવ્યો. અને આ રીતે છેવટે જ્યારે બે વર્ષ જેવા લાંબા ગાળાના અંતે દરબાર સાથે સમાધાન થયું તે પછી જ યાત્રા શરૂ થઈ.
આ પ્રસંગ વખતે સંઘે જે રીતે આ આજ્ઞાને શિરોધાર્ય ગણીને સંપૂર્ણ અમલ કર્યો ત્યારે લોકો મહારાજસાહેબને માટે આ શબ્દ - વિશેષણ શાસન સમ્રાટ’ વાપરવા લાગ્યા. સમગ્ર શ્રી સંઘ ઉપર આવી પકડ અને આવું વર્ચસ્વ અન્યનું જોવા-સાંભાળવા મળતું નથી. આવા સકલ શ્રી સંઘને સ્પર્શતાં અનેક કાર્યો તેઓના જીવનમાં જોવા મળે છે. પડકાર સામે ન દીનતા, નપલાયનવૃત્તિ:
- જ્ઞાનક્ષેત્ર, તીર્થક્ષેત્ર, વિદ્યાનું ક્ષેત્ર, વિધિવિધાનનું ક્ષેત્ર - આ બધાં એમનાં કાર્યક્ષેત્રો આપણે અવારનવાર જોયાં. એમના ૪૧ વર્ષના દીર્ઘ કહી શકાય તેવા સૂરિપદપર્યાય (સં. ૧૯૬૪ થી ૨00૫)માં શાસનમાં અને સંઘમાં જે-જે પડકારો આવ્યા તે ઝીલવામાં ન એમણે દીનતા દાખવી છે, ન પલાયનવૃત્તિ સ્વીકારી છે. તેઓ હંમેશાં સામી છાતીએ ગયા છે અને એનો મુકાબલો કર્યો છે. અને સફળતાને વર્યા છે. શિવજી-લાલનઃ
શિવજી-લાલન કરીને કચ્છના બે મિત્રો હતા. શિવજી જુદા છે, લાલન જુદા છે. પણ એટલા બધા ગાઢ ગુરુશિષ્યવત રહેલા એટલે નામ ભેગું બોલાતું. લાલન એક અટક છે,
શાસનસમ્રાટ પ્રવચનમાળા ૯૮
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org