________________
બહાર નીકળીને કહ્યું કે, “અહીં આ પ્રભુજી બહાર પધારશે, અને તીર્થ બનશે.”
એમનું જીવનચરિત્ર જોતાં મને એક સુંદર કથા યાદ આવે છે: શાલિભદ્ર મહારાજ આપણે ત્યાં બહુ જાણીતા. એમના બનેવીનું નામ ધન્યકુમાર, ધન્યકુમાર પોતે ભર્યુંભાયું ઘર છોડીને માત્ર પોતાના ભાગ્યના ભરોસે નીકળ્યા છે. ઘરમાં સુલેહ-શાંતિ અને સંપ અખંડિત રાખવા માટે, પોતાને નિમિત્તે ઘરમાં કલેશ કે અપ્રીતિ થાય તે ટાળવા માટે ઘરમાંથી કશું લીધા વિના નીકળ્યા છે. પોતાના જ ભાગ્યબળે કરોડોની સંપત્તિ આવેલી હતી પણ સાથે કશું લીધું નથી. ભાગ્ય લઈ જાય ત્યાં જવું છે. રાજગૃહી નગરીની બહાર પહોચતાં સાંજ પડી ગઈ. ધન્યકુમારને થયું કે સાંજ પડી છે, આથમતો પહોર છે, અને નમતે પહોરે નગરમાં પ્રવેશ ન થાય, રાત બહાર જ રહી જઈએ. ચડતા પહોરે ગામમાં પ્રવેશ કરીશું. ચોપાસ નજર નાખી. એક સામાન્ય બગીચો હતો. ત્યાં જઈને પૂછ્યું, “અહીં રાત રહેવું છે.” માળીએ કહ્યું, “ખુશીથી રહી જાવ.” પોતે ફક્કડ લાલ ગિરધારી જેવા હતા. સાથે કશું જ લાવ્યા નહોતા. એક ઝાડ નીચે સ્વચ્છ જગા કરી નવકાર મહામંત્રનું સ્મરણ કરી, ચાર શરણાનો સ્વીકાર કરી પોતે સૂઈ ગયા. આ તેમનો નિત્યક્રમ હતો. સવારે જાગી ગયા. જાગીને નિત્યક્રમ પ્રમાણે ૧૦૮ નવકારમંત્રનું સ્મરણ કર્યું. ઊભા થયા ને ચાલવા માંડ્યા. ઉઘાનની બહાર નીકળ્યા. સૂર્યોદય થઈ ગયો હતો. અનેક લો. રાજનગરીમાં પ્રવેશ કરી રહ્યા હતા.
થોડી વારમાં પેલો ઉદ્યાનનો માળી પણ ઊડ્યો. રોજિંદા ક્રમ મુજબ ઉદ્યાનની લટાર નીકળ્યો. એ વિચારમાં પડી ગયો. “આ હું શું જોઈ રહ્યો છું? આ મારી વાડી છે ? આ મારો બગીચો છે? કે બીજાની વાડીમાં આવી ગયો છું? સાવ સુકાઈ ગયેલાં તમામ વૃક્ષો નવપલ્લવિત થઈ ગયાં હતાં. જેના ઉપર એક કૂંપળ દેખાતી ન હતી તેના ઉપર સુંદર મઝાનાં પુષ્પો દેખાતાં હતાં. સાવ ઠૂંઠાં થઈ ગયેલાં વૃક્ષો લીલાંછમ બની ગયાં હતાં. રાતોરાત આ થઈ શું ગયું ? તેણે કુસુમપાલ શ્રેડીને આંગણે જઈ વધામણી આપી, શેઠ, જુઓ જુઓ, આપણો આખોયે ઉદ્યાન આજ નવપલ્લવિત બની ગયો.”
ના હોય, હું તો એને વેચી નાખવાના વિચારમાં હતો.”
અરે, આવો તો ખરા, રાત્રે એક ભાઈ આવેલા. તેમણે મારી પાસે રાતવાસો રહેવાની અનુમતિ માગી. મેં હા પાડી. તેઓ રાત રોકાયા ને સવારે ઊઠીને તો ચાલતા થઈ ગયા. પાછળ મેં જોયું તો આખોયે બગીચો લીલોછમ થઈ ગયો હતો.'
“શું વાત કરો છો ? આ તો બહુ ભાગ્યવંત પુરુષ કહેવાય. તેને શોધી કાઢો. મારે એની સાથે મારી કન્યા પરણાવવી છે.”
માળીને સાથે લઈને એ શ્રેષ્ઠી પેલા આગંતુકને શોધવા બજારમાં ગયા. થોડેક જ પહોંચ્યા ને ધન્યકુમાર મળી ગયો. શ્રેષ્ઠીએ પ્રણામ કરી કહ્યું, “આપનો ઉતારો ક્યાં છે ?” તેમણે કહ્યું, ‘હું તો વટેમાર્ગુ છું. હમણાં જ ચાલ્યો આવું છું. ભાગ્ય અજમાવવું છે. આ મોટું નગર છે. આજે નહીં તો કાલે ભાગ્ય ખીલશે એ આશાએ અહીંયાં આવ્યો છું.”
‘તો અમારે ઘરે જ પધા. અમારે ત્યાં જ ઉતારો રાખો.'
ધન્યકુમારને થયું કે સામેથી આમ કહે છે તો ચાલો આપણે સ્વીકારી લઈએ. એ ગયા. કુસુમપાલ શ્રેષ્ઠીએ પોતાની કુસુમ શ્રી કન્યા એમને પરણાવી. રાજનગરીના મુખ્ય
સૂપિરોપા મને તીર્થોદ્વાર : 3
31
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org