________________
પ્રવક્શન
સૂરિપદારોપણ અને
તીર્થદ્વાર
આપણા અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને પોતાની જાત કરતાં પણ વહાલું માનનારા શ્રી આચાર્ય ભગવંતોની જે ઉજ્જવળ પરંપરા આપણે ત્યાં છે તેમાં ૨૦મી શતાબ્દીમાં થઈ ગયેલા પૂજ્યપાદ શ્રી શાસનસમ્રાટ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ વતમાનકાળમાં મોખરે છે. એમના સમગ્ર જીવન પર દષ્ટિપાત કરતાં એક વાત ફરીફરીને ઊપસી આવે છે કે કેટલાંયે કામો તેમની રાહ જોતાં ઊભાં હતાં. તેઓ જ્યાં પગ મૂકે છે ત્યાં કામ સામે ખુલ્લું દેખાય છે. ચાહે માતરની વાત હોય, કલિકુંડની વાત હોય કે ચાહે ખંભાતની વાત હોય. મ.સા.ના સંદર્ભે ધન્યકુમારની વાતઃ ઉધાન નવપલ્લવિત ઃ
આ કલિકુંડ તીર્થ આ સ્વરૂપે થશે તેની ભવિષ્યવાણી પૂજ્યપાદ શ્રી મહારાજ સાહેબે ૩૩ વર્ષ પહેલાં ભાખેલી છે. તેનો ઉલ્લેખ શિલાલેખમાં કરવામાં આવ્યો છે. ભાલાપોળમાં આ પ્રભુજી જયારે ભોયરામાં હતા ત્યારે પોતે એક વાર ચૈત્યવંદન કરીને ધ્યાનમાં બેઠા.
શાસનસમ્રાટ પ્રવચનમાળા 3 કે
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org