________________
‘અષ્ટકપ્રકરણ’ અઘરો ગ્રંથ છે. એ એવા સંયોગોમાં રચાયો છે જ્યારે બ્રાહ્મણ એટલે કે વૈદિક પરંપરા તરફથી જૈન શ્રમણ સંસ્થા તરફ એક પડકાર ફેંકાયો હતો : ‘તમે જૈન શ્રમણો સ્નાન ક્યાં કરો છો ? સંધ્યા ક્યાં કરો છો ? તમને આસ્તિક કેમ જ કહેવાય ? તમે નાસ્તિક છો. ’ આ પડકારના ઉત્તર રૂપે હરિભદ્રસૂરિજી મહારાજે બત્રીસ અષ્ટકોની રચના કરી છે. મહારાજ સાહેબે આ બધાં અષ્ટકો વાંચ્યાં ત્યારે એ શ્રાવકો બોલી ઊઠ્યા, ‘આટલાં વર્ષોમાં ઘણા સાધુભગવંતો અહીં પધાર્યા છે, અને ઘણાની પાસે આગમાદિ ગ્રંથોની વાચના પણ લીધી છે, પણ આટલું સ્પષ્ટીકરણ, આટલું ઊંડાણ, આટલો તલસ્પર્શી અભ્યાસ અમે જોયો નથી. ’
એમણે પાયો કેટલો મજબૂત બનાવ્યો હતો ! શાસનનાં કામો કરવાં છે, જ્યાં છે ત્યાંથી સંઘને આગળ લઈ જવો છે માટે પાયો તો મજબૂત જોઈશે જ. પ્રભાવકપણું લાવવું છે પણ અંદરનું આરાધકપણું નહિ હોય તો એ ખોખલું થઈ જશે. આ તાકાત એમની હતી.
બાપજી મહારાજના એક શ્રી મેઘસૂરિજી મહારાજ હતા. એમણે શ્રીસંઘને ‘સંવેગ રંગશાળા' નામના ગ્રંથનો પરિચય કરાવ્યો. પોતે જ્યારે છેલ્લા બિમાર હતા ત્યારે એમણે ભંડારમાંથી ‘સંવેગ રંગશાળા' લાવવા કહ્યું. કયો ગ્રંથ ને કોની વાત ? કેટલાયે લોકોએ મથામણ કરી ત્યારે ગ્રંથ બહાર આવ્યો. એમાંથી એમણે અમુક અધિકાર સંભળાવ્યો. ત્યારે જ સંઘને ખબર પડી કે ‘સંવેગ રંગશાળા’ નામનો ગ્રંથ છે. અને પછી તો એનું ખૂબ પઠન-પાઠન થયું. એવી રીતે એકાદ ગ્રંથને કોઈ સંઘ પાસે લાવનાર પણ એ જાણીતા બને છે, તો આ સમૂહને લાવ્યા. એટલા જ માટે પુરાતત્ત્વવિદ્ આચાર્ય જિનવિજયજી મહારાજે હરિભદ્રસૂરિ મહારાજની સ્મૃતિમાં ચિતોડગઢની નીચે ચંદેરિયામાં એમનું સ્મારક બનાવ્યું છે, કેમ કે હરિભદ્રસૂરિ મહારાજ મૂળ ત્યાંના હતા. હરિભદ્રસૂરિજીની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. ચિતોડગઢમાં હરિભદ્રસૂરિના સ્મારક પાસે મહારાજશ્રીનો ફોટો :
ગ્રંથના આખા
શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ગ્રંથો વર્તમાન શ્રી સંઘ સમક્ષ મૂકનાર મહારાજ સાહેબ હતા.
એક વાર મુંબઈના શ્રી રમણલાલ ચી. શાહ ત્યાં દર્શન કરવા ગયેલા. એમણે જોયું તો હરિભદ્રસૂરિ મહારાજની બાજુમાં એક નાનકડો ફોટો હતો. અને તે ફોટો પૂજ્યપાદ નેમિસૂરીશ્વરજી મહારાજનો હતો. રમણભાઈને આશ્ચર્ય થયું કે ‘આ શું ?’ આપણે ત્યાં આટલા બધા આચાર્યો છે. વળી મુનિ જિનવિજયજી તો આત્મારામજી મહારાજની પરંપરાના છે. અને આમ કેમ ?
જિનવિજયજીનો ઉત્તર છે કે ‘હરિભદ્રસૂરીશ્વરજી મહારાજનો વર્તમાન શ્રીસંઘને પરિચય કરાવનાર પહેલા કોઈ સાધુ હોય તો તે નેમિસૂરિ મહારાજ છે. માટે મારે માટે તેઓ એટલા જ પૂજ્ય છે તેથી એમનો ફોટો અહીંયાં મૂક્યો છે.’
આવી તો કેટલીય મહારાજશ્રીની બાબતો આ સ્વરૂપે સંઘ સમક્ષ આવી નથી. આ પ્રસંગ આવ્યો છે તો પ્રસંગોપાત્ત. આ સ્વરૂપે એમના જીવનને જાણીને એમના પ્રત્યે અહોભાવ અને ભક્તિ ધારણ કરીને આપણા હૃદયમાં એક એવું ગૌરવ અનુભવવું છે કે આપણા નજીકના કાળમાં થઈ ગયેલા આવા પુરુષનો એકાદ ગુણ પણ આપણામાં આવે ! એ આની પાછળનો હેતુ છે, પ્રયોજન છે. તેમના જીવનની બીજી ઘણી વિશેષતાઓ છે. તે હવે આપણે આગળ ઉપર જોઈશું. અગ્રે અધિકાર.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
વિઘામારામાં હરણફાળ ૨ ૨૯
www.jainelibrary.org