________________
એવું છે. તે માટે નીચે પ્રમાણે થોડું વિચારવા જેવું છે : ૧. વિદ્વાનોમાં જે ઈતર રસ છે તેમાંથી થોડો રસ આ સંશોધનકાર્ય તરફ વાળવામાં આવે. ૨. અભ્યાસીવર્ગમાં હસ્તલિખિત પ્રતો વાંચવાની રુચિ વધે. ૩. હસ્તલિખિત પ્રતિઓના વ્યવસ્થાપકો તે તે પ્રતિઓ અમારી માલિકીની છે એવું માનવાનું છોડી દે અને યોગ્ય વિદ્વાનોને મળે તેવી સુવિધા કેળવે૪. પ્રતિઓની જાળવણી સુંદર થાય ને સહેલાઈથી કાઢી શકાય એવી યાદી વગેરે કરાવવામાં આવે. આવા ભંડારોનું-ભાવેંક્ય રચાય. આ અને આવું બને તે શ્રોતોપાસનાનો રંગ કાંઈ જુદો જ જમે એવું છે.
- પૂજ્યપાદશીજીએ આ અંગે શક્ય એટલું ઘણું કર્યું છે. નવગ્રન્થ નિમાણ:
સાહિત્યોપાસનાના એક વિશિષ્ટ અંગરૂપ નવા નવા ગ્રંથોનું નિર્માણ કરવું એ છે તે તે વિષયોના ઘણાં ઘણાં ગ્રંથો હોવા છતાં અનુભવીઓનું કહેવું છે કે ગ્રન્થોનું પણ આયુષ્ય હોય છે ને તેથી ભાવિ પ્રજને માટે નવા ગ્રંથો પણ આવશ્યક છે. વળી ક્ષયોપશમની વિચિત્રતા છે, એટલે જુદા જુદા જીવોને જુદી જુદી રીતે બોધ થાય છે, તેથી પણ નવા નવા ગ્રંથોની રચના કરવી એ ઉપકારક છે. રચયિતાને તો ગ્રંથ રચનાથી જ્ઞાનની ફૂર્તિ અન્ય પ્રકારે ન વધે એવી વધે છે. આવા અનેક પ્રબલ હેતુઓ ગ્રંથરચનાના પોષક છે. પૂજયપાદશીજીએ અનેક વિશિષ્ટ ગ્રંથોની રચના કરી છે. શ્રી સિદ્ધહેમચન્દ્ર શબ્દાનુશાસનના સૂત્રો ઉપર લઘુ પરમલવું અને બૃહદ્ એમ ત્રિવિધ વૃત્તિની રચના કરીને તેનું નામ “હેમપ્રભા’ રાખુયું. “ન્યાયસિન્થ” નામનો શ્લોકબદ્ધ જૈનન્યાયને સમજાવતો ગ્રંથ રચ્યો અને “એકાત્તતત્ત્વમીમાંસા' ‘પ્રતિમામાત...' ન્યાયાલોકની ‘તત્ત્વમભાવૃત્તિ, ન્યાયખંડનખંડખાઘની ‘ન્યાયપ્રભા'વૃત્તિ તથા અન્યાય અનેક વિશિષ્ટ ગ્રંથોની રચના કરીને સાહિત્યોપાસનાને ઉજ્જવળ કરી છે. પરિહાયમીમાંસા' એ પૂજયપાદ શ્રીજીની પ્રથમ સંયુક્ત કૃતિ છે. એક અદ્દભુત વાતઃ
સાહિત્યોપાસનાના ક્ષેત્રમાં આ પ્રમાણે મુક્ત વિહાર કરતાં પૂજ્યપાદ શ્રીજીની એક વાત વાસ્તવિક હોવા છતાં સાંભળનારને આશ્ચર્ય ઉપજાવે એવી છે. પૂજ્યશ્રીજીએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પચાસથી અધિક વર્ષ સુધી આ સર્વ કરવા છતાં હાથમાં કલમ પકડી નથઈ કે કાગળ ઉપર એક અક્ષર લખ્યો નથી. વિ.સં. ૧૯૯૦માં સાધુ સંમેલન થયું તેના પટ્ટક પર સહી કરવા માટે લખ્યું એ અપવાદ સિવાય ઉપરની હકીકત એક વાસ્તવ હકીકત છે. આ સંયમ જાળવવો એ અસાધારણ વાત છે તે આ ક્ષેત્રમાં કાર્ય કરતા કોઈને પણ સમજાય એવું છે. જ્ઞાનની સમ્યફ આરાધનામાં આ આચરણ પણ પરમ હિતકર છે. શાસનસમ્રાટ સદા વિજયવંતા વત
(“મહુવાની અસ્મિતા' પુસ્તકમાંથી સાભાર,
શાસન સમ્રાટ પ્રવચનમાળા ૧૧૨
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org